શ્રાદ્ધ સંબંધી શાસ્ત્ર

 શ્રાદ્ધ માટે નિમંત્રિત  કરવાનાં
બ્રાહ્મણની સંખ્યા  કેટલી  હોવી  જોઈએ ?

અ. મહાલય શ્રાદ્ધને સમયે પ્રત્યેક પિતર માટે એક આ પ્રમાણે બ્રાહ્મણ કહેવા.

આ. શ્રાદ્ધમાં બે, ચાર અથવા પાંચ બ્રાહ્મણ હોવા જોઈએ. બ્રાહ્મણ બે હોય તો, એક દેવસ્થાને અને એક પિતૃસ્થાને બેસાડવાં. ચાર હોય તો, એક દેવસ્થાને અને ત્રણ પિતૃસ્થાને બેસાડવા. શ્રાદ્ધકર્તા (યજમાન) કેટલો પણ શ્રીમંત હોય, તો પણ તેણે વધારે બ્રાહ્મણ કહેવા નહીં.

એક જ બ્રાહ્મણ મળે તો શું કરવું ?

તે બ્રાહ્મણને પિતૃસ્થાને બેસાડી દેવસ્થાને શાલિગ્રામ અથવા બાળકૃષ્ણ મૂકવા.

આવશ્યક સંખ્યામાં  બ્રાહ્મણ ઉપલબ્ધ ન હોય તો અથવા યોગ્ય બ્રાહ્મણ ન મળે તો શું કરવું ?

આવે વખતે દેવસ્થાને બાળકૃષ્ણ અને પિતૃસ્થાને દર્ મૂકવા અથવા બન્ને સ્થાનો પર દર્ભ મૂકવા. તેને ચટ અથવા દર્ભબટુ (દર્ભમાંથી બનાવેલા કુર્ચા) કહે છે. ચટ માંડીને કરેલા શ્રાદ્ધને ચટશ્રાદ્ધ કહે છે. આ  શ્રાદ્ધમાં દક્ષિણા પણ અપાય છે.

 

શ્રાદ્ધકર્તા  અને શ્રાદ્ધભોક્તા માટે વિધિનિષેધ

આપણા પિતરોને માટે શ્રાદ્ધ કરનારો તે શ્રાદ્ધકર્તા અને શ્રાદ્ધ માટે નિમંત્રિત કરેલાં બ્રાહ્મણ તે શ્રાદ્ધભોક્તા છે.

૧. શ્રાદ્ધને દિવસે પુર્નોજન, અસત્ય ભાષણ, જુગાર, હિંસા, પ્રવાસ અને કલહ, શ્રાદ્ધને દિવસે અને તેની આગલી રાત્રે સ્ત્રીસંગ આ ચીજો કર્તાને અને ભોક્તાને પણ નિષિદ્ધ છે.

૨. શ્રાદ્ધમાં કોઈ પણ પરિસ્થિતીમાં ધર્મજ્ઞાનથી માંસદાન અને માંસ સેવન કરવું નહીં. પિંડદાનની  પહેલાં ચંદનનો તિલક લગાડવો નહીં.

૩. શ્રાદ્ધને સમયે ઘંટનાદ કરવો નહીં. પિતૃપૂજા કરતી વખતે ભૂલથી ઘંટનાદ થાય તો પિતૃદેવતા  ત્યાં રહેતાં નથી.

૪. કર્તાએ સફેદ વસ્ત્ર પરિધાન કરવાં.

૫. ભોક્તાએ ભસ્મનું ઊર્ધ્વપુંડ્ર (તિલક) ધારણ કરવું અને ભોજન પછી દસ વખત ગાયત્રી જપ કરવો.

ધાર્મિક વિધિની બાબતમાં આટલું ઊંડાણ ફક્ત હિંદુ ધર્મમાં જ છે . – સંકલક

શ્રાદ્ધમાં મુખ્ય પિંડ પહેલાની ત્રણ પેઢીઓ માટે જ હોય છે, તો પણ તેની આગળની પેઢીઓમાંથી કોઇને ગતિ મળી ન હોય તેને માટે શ્રાદ્ધમાં ધર્મપિંડ અપાય છે. આવી રીતે શ્રાદ્ધ એ હિંદુ ધર્મમાં કહેલી એક પરિપૂર્ણ વિધિ છે.

દેવપૂજા કરતી વખતે હંમેશા જમણા પગનું ઘુંટણ જમીન પર ટેકવવું. પિતરોની પૂજા કરતી વખતે ડાબા પગનો ઘુંટણ જમીન પર ટેકાવવો.  ઘરમાં મંગળકાર્ય થયું હોય તો એક વર્ષ સુધી શ્રાદ્ધમાં પિંડદાન અયોગ્ય છે.

 

શ્રાદ્ધનું  જમણ

 

આદર્શ ભોજન 

શ્રાદ્ધને દિવસે કરવામાં આવતું ભોજન આર્દશ હોય છે. આવું ભોજન વર્ષભર કરવું આવશ્યક હોય છે; પણ વર્ષભર ન જામે તો, શ્રાદ્ધનાં દિવસે તો તે કરવું.

ભોજન કરવાં માટે વાપરવાંનું અગ્નિ

શ્રાદ્ધનું ભોજન ગૃહ્યાગ્નિ પર (લગ્નમાં પાણી ગ્રહણ પછી વિવાહહોમ થઈ ગયા પછી તે અગ્નિ ઘરે લાવીને સ્થાપન કરે છે અને તેનાં પર સવાર અને સાંજ આહુતી આપે છે. આવા સંસ્કારયુક્ત અગ્નિને ગૃહ્યાગ્નિ કહે છે.) અથવા લૌકિકાગ્નિ પર (સંસ્કારરહિત અગ્નિ પર) કરવો.

જમણ પીરસવાની  પદ્ધતિ

અ.  પિતૃપાત્રમાં (પિતરો માટેનાં પાનમાં) ઊલટી દિશામાં (ઘડિયાળનાં કાંટાંની વિરૂદ્ધ દિશામાં) ભસ્મની રેખા (પિશંગી) કાઢવી.

આ. જમણ મોહાની પત્રાવળી પર અથવા કેળાનાં પાન પર પીરસવું.

ઇ.  શ્રાદ્ધીય બ્રાહ્મણની થાળીમાં મીઠું પીરસવું નહીં.

ઈ. પકવાન (લાડુ વગેરે) હાથથી જ પીરસવા; પણ શાક, કચુંબર, ચટણી ઇત્યાદિ પદાર્થ ક્યારે પણ હાથથી પીરસવા નહીં. તે માટે કડછી, ચમચાનો વાપર કરવો.

ઉ. પાન પર પદાર્થ પીરસવાનો ક્રમ અને જગ્યા : શ્રાદ્ધને દિવસે પાનના ડાબે, જમણે, સામે અને વચ્ચે એવા ચારે ભાગના (ચોરસ) પદાર્થ કહ્યા છે.

૧. શરૂઆતમાં પાનને ઘી લગાડવું.

૨. મધ્ય ભાગમાં ભાત પીરસવા.

૩. જમણી બાજુએ ખીર, અળુ, ફળભાજી પીરસવી.

૪. ડાબી બાજુએ લિંબુ, ચટણી અને કચુંબર પીરસવું.

૫. સામેની બાજુએ સંભાર (ખાટી દાળ), કઢી, પાપડ, સેવ, ભજિયા અને માષવટક (ઉડદના વડા), લાડુ આ પદાર્થો હોવા જોઈએ.

૬. છેવટે ભાત પર ઘી અને દાળ પીરસવા.

જમણ પીરસતી સમયે એકને ઓછું અને બીજાને વધારે, એકને સારૂં અને બીજાને હલકું, એવું ક્યારે પણ કરવું નહીં. ખાસ કરીને શ્રાદ્ધને દિવસે તો આવો ભેદભાવ બિલકુલ કરવો નહીં. શ્રાદ્ધવિધિ પૂરી થઈ ગયા સિવાય નાના બાળકો, અતિથીઓને અને બીજાં કોઈને પણ અન્ન આપવું નહીં.

 

દેવોને અને પિતરોને
અન્ન  નિવેદન  કરવાની  પદ્ધતિ

દેવોને અન્ન નિવેદન કરવું

દેવોને પીરસેલું પાન તેમની દિશામાં મૂકીને તેની વિરૂદ્ધ દિશામાં પાનની સામે બેસીને જમણો ગોઠણ નીચે ટેકાવવો. જમણો હાથ પાનની ઉપર અને ડાબો હાથ પાનની નીચે, એવી રીતે પાન પકડીને દેવોને અન્ન નિવેદન કરવું.

પિતરોને અન્ન નિવેદન કરવું

પિતરોને પીરસેલું પાન તેમની દિશામાં મૂકીને તેની વિરૂદ્ધ દિશામાં પાનની સામે બેસીને ડાબો ગોઠણ નીચે ટેકાવવો. ડાબો હાથ પાનની ઉપર અને જમણો હાથ પાનની નીચે, એવી રીતે પાન પકડીને પિતરોને અન્ન નિવેદન કરવું.

શ્રાદ્ધમાં બ્રાહ્મણોજનને વખતે પિતર
બ્રાહ્મણ કોઈ વિશિષ્ટ  પદાર્થ માંગે તો તે પીરસવું કે નહીં ?

  શ્રાદ્ધમાં ભોજનને સમયે બ્રાહ્મણોને પ્રાથના કરવી,  જે અન્ન તૈયાર કર્યુ છે, તેમાંથી જે જોઈએ તે ગ્રહણ કરો.  આનો જ અર્થ તેનાં સિવાય અન્ય પદાર્થ માંગ્યાં તો તે પીરસવાંની આવશ્યક્તા નથી. તેમ જ શાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણોએ શ્રાદ્ધભોજન ગ્રહણ કરતી વખતે મૌન ધારણ કરવાંનું હોય, તો પદાર્થ માંગવાંનો પ્રશ્ર્ન જ નથી આવતો.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ : શ્રાદ્ધનું મહત્ત્વ અને શાસ્ત્રીય વિવેચન અને શ્રાદ્ધમાંની કૃતિઓ પાછળનું અધ્યાત્મશાસ્ત્ર