શ્રીકૃષ્ણ એટલે પૂર્ણાવતાર !

ભગવાન શ્રીવિષ્ણુનો આઠમો અને અનન્ય પૂર્ણાવતાર એટલે ભગવાન શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ એક જ સમયે ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિઓના સ્તર પર કાર્ય કરી શકે છે; તેથી તેમને પૂર્ણાવતાર એમ કહ્યું છે.

શ્રીકૃષ્ણનું સંપૂર્ણ જીવન જ આદર્શમય હતું. નાનપણમાં પોતાની લીલાઓથી ગોકુળવાસીઓને મોહિનીથી વશ કરી લેનારા શ્રીકૃષ્ણએ આગળ જતાં અનેક અદ્વિતીય પરાક્રમો કરીને પોતાના અવતારી કાર્યની ઓળખાણ કરાવી આપી. અર્જુનને ગીતાનો ઉપદેશ આપીને અખિલ માનવજાત સમક્ષ જીવનનું તત્ત્વજ્ઞાન પ્રસ્તુત કરનારા શ્રીકૃષ્ણ એકમેવાદ્વિતીય છે.