ગીતા જયંતી

ભગવાન્ શ્રીકૃષ્ણ ! નામ લેતાં જ મન આદર અને આનંદથી ભરાઈ જાય છે. ભગવાન્ શ્રીકૃષ્ણ પ્રત્યે મનમાં અત્યધિક આદર શા માટે હોય છે ? ભગવદ્દગીતા દ્વારા તેમણે આપેલા દિવ્ય જ્ઞાનને કારણે ! ખરૂં જોતાં આ જ્ઞાન માટે ‘દિવ્ય’, ‘અપ્રતિમ’, ‘અલૌકિક’, ‘અદ્દભૂત’ જેવા શબ્દો પણ અપૂરાં પડે છે.

શ્રીકૃષ્ણ એટલે પૂર્ણાવતાર !

ભગવાન શ્રીવિષ્ણુનો આઠમો અને અનન્ય પૂર્ણાવતાર એટલે ભગવાન શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ એક જ સમયે ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિઓના સ્તર પર કાર્ય કરી શકે છે; તેથી તેમને પૂર્ણાવતાર એમ કહ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના

ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવા પહેલાં ઉપાસકે પોતાને મધ્યમાથી, અર્થાત્ વચલી આંગળીથી બે ઊભી લીટીનું ચંદન લગાડવું અથવા ભરચક ઊભું ચંદન લગાડવું.શ્રીકૃષ્ણ ભગવાનની પૂજામાં તેમની પ્રતિમાને ચંદન લગાડવા માટે ગોપીચંદનનો ઉપયોગ કરવામાં આવે છે.