કોરોનાના સંકટકાળમાં નિર્બંધો વચ્‍ચે રામનવમી આ રીતે ઊજવો !

અનેક ભક્તો રામનવમીના દિવસે રામજન્‍મ સમયે શ્રીરામના મંદિરમાં જઈને દર્શન લે છે. આ વેળાએ અનેક ઠેકાણે કોરોનાની પાર્શ્‍વભૂમિ પર અવર-જવર પ્રતિબંધ હોવાથી ધાર્મિક સ્‍થળો બંધ છે. આવા નિર્બંધ રહેલા ઠેકાણે મંદિરોમાં જવાનું સંભવ નથી. તેથી રામનવમી નિમિત્તે ઘરે જ શ્રીરામની ભાવપૂર્ણ આરાધના કરવી.

૧. નામજપ કળિયુગમાં સર્વશ્રેષ્‍ઠ સાધના છે, એમ કહેવામાં આવ્‍યું છે. તેથી રામનવમીના દિવસે ‘શ્રીરામ જય રામ જય જય રામ’ આ નામજપ વધારેમાં વધારે અને ભાવપૂર્ણ રીતે કરવાનો પ્રયત્ન કરવો. ઘરના સદસ્‍યો ઘરે જ નામજપ, તેમજ રામરક્ષા બોલી શકે છે.

૨. કેટલાક ઠેકાણે ઘરે રામજન્‍મોત્‍સવ ઊજવવાની પ્રથા હોય છે. આવા સમયે મધ્‍યાહ્‌ન કાળે (બપોરના સમયે) શ્રીરામની પંચોપચાર અથવા ષોડશોપચારથી પૂજા કરવી. પૂજા માટે શ્રીરામની મૂર્તિ અથવા પ્રતિમા (ચિત્ર) ઉપલબ્‍ધ ન હોય, તો શ્રીરામનું મુખપૃષ્‍ઠ પર ચિત્ર રહેલો એકાદ ગ્રંથ અથવા નામપટ્ટી પૂજા માટે રાખી શકાય છે. તે પણ સંભવ ન હોય, તો પાટલા પર ‘શ્રી રામ જય રામ જય જય રામ’ આ નામમંત્ર લખીને તેની પૂજા કરવી. શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ, ગંધ અને તેની સાથે સંબંધિત શક્તિ એકત્ર હોય છે, એવો અધ્‍યાત્‍મમાંનો સિદ્ધાંત છે. તે અનુસાર શ્રીરામની મૂર્તિમાં જે તત્વ હોય છે, તે જ શબ્‍દોમાં અર્થાત્ શ્રીરામના નામજપમાં પણ હોય છે.

૩. પૂજા માટે સામગ્રી મળવામાં અડચણ હોય, તો ઉપલબ્‍ધ પૂજા સામગ્રીમાં શ્રીરામની ભાવપૂર્ણ પૂજા કરીને રામજન્‍મોત્‍સવ ઊજવવો. જે પૂજા સામગ્રી ઉપલબ્‍ધ ન હોય, તો તેને બદલે અક્ષત સમર્પિત કરવા. પંજરીનો નેવૈદ્ય ધરાવવો બને નહીં, તો અન્‍ય મીઠી વાનગી ધરાવવી.

કોરોનાને કારણે આપત્‍કાલીન પરિસ્‍થિતિ નિર્માણ થઈ છે અને સર્વસામાન્‍ય લોકોનું જીવન કઠિન થયું છે. અપૂર્ણ વૈદ્યકીય સુવિધાઓને કારણે આ ત્રાસમાં વધારો થાય છે. સમગ્ર રીતે વિચાર કરતા બધાનું જ જીવન ‘રામભરોસે’ થઈ ગયું છે. ‘રામભરોસે’ આ ભાવના અનેક લોકો દુઃખી થઈને વ્‍યક્ત કરતા હોય છે, તો પણ સાચા અર્થમાં ભગવાન જ ભક્તને તારી લેતા હોવાથી હવે તોયે ભગવાનના ઠામે શ્રદ્ધા દૃઢ કરીને આપણો સંપૂર્ણ ભાર શ્રીરામજીનાં ચરણોમાં મૂકીને શ્રીરામનવમીના નિમિત્તે ઝંપલાવી દઈને સાધના કરવાનો નિશ્‍ચય કરીએ.

 

   રામનવમીના દિવસે રામરાજ્‍ય સ્‍થાપનાનો સંકલ્‍પ કરીએ !

રામરાજ્‍યમાંની પ્રજા ધર્માચરણી હતી; તેથી જ તેને શ્રીરામ જેવા સાત્વિક રાજ્‍યકર્તા મળ્યા અને તેઓ આદર્શ રામરાજ્‍ય ઉપભોગી શક્યા. આપણે પણ જો ધર્માચરણી અને ઈશ્‍વરના ભક્ત બનીએ, તો પહેલા જેવું જ રામરાજ્‍ય (ધર્માધિષ્‍ઠિત હિંદુ રાષ્‍ટ્ર) હવે પણ અવતરશે !

નિત્‍ય ધર્માચરણ અને ધર્માધિષ્‍ઠિત રાજ્‍યકારભાર દ્વારા આદર્શ રાજ્‍ય કારભાર કરનારા મર્યાદા પુરુષોત્તમ અર્થાત્ પ્રભુ શ્રીરામ ! પ્રજાનું જીવન સંપન્‍ન કરનારા; ગુનેગારી, ભ્રષ્‍ટાચાર ઇત્‍યાદિ માટે સ્‍થાન ન ધરાવનારા એવી રામરાજ્‍યની ખ્‍યાતિ હતી. એવું આદર્શ રાજ્‍ય (હિંદુ રાષ્‍ટ્ર) સ્‍થાપવાનો નિર્ધાર કરીએ.

Leave a Comment