ગોવાનો વૈભવશાળી ઇતિહાસ !

Article also available in :

૧. ગોવા પરશુરામની ભૂમિ જ !

ભગવાન શ્રીવિષ્‍ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાને સમુદ્ર હટાવીને કોકણ-ભૂમિ નિર્માણ કરી. ‘ગોમંતક’ અથવા ‘ગોવા રાષ્‍ટ્ર’ તેના ૭ વિભાગોમાંથી એક છે. બીજી એક પરંપરા અનુસાર શ્રી પરશુરામ ભગવાને ગોમંતકમાં પેડણે તાલુકાના હરમલ ખાતે અશ્‍વમેધ યજ્ઞ કર્યો. એક પૌરાણિક કથા અનુસાર ભગવાને શિવે પાર્વતીનો ત્‍યાગ કર્યો અને કૈલાસ છોડી દઈને ગોમંતકમાં ‘ગોમંતકેશ’ તરીકે નિવાસ કર્યો હતો. સપ્‍તર્ષિઓએ અહીં ૭૦ લાખ વર્ષ તપશ્‍ચર્યા કરી હતી અને શિવને પ્રસન્‍ન કરી લીધા હતા. શિવે સપ્‍તકોટેશ્‍વરનાં રૂપમાં તેમને દર્શન આપ્‍યા અને આશીર્વાદ આપ્યા હતા.

ગોવા, કોકણીમાં ‘ગોંય’ અને મરાઠીમાં ‘ગોવે’ તરીકે જ્ઞાત છે. મદ્રાસ શબ્‍દકોશમાં તેને સંસ્‍કૃતમાં ‘ગો’ અર્થાત્ ગાય શબ્‍દ સાથે જોડ્યો છે અને તે અર્થમાં તેને ‘ગોપાલોનો દેશ’ એવી રીતે સંબોધવામાં આવે છે. ‘ગોમંત’ આ શબ્‍દનું તે સંક્ષિપ્‍ત રૂપ છે. મહાભારત પુરાણના ભીષ્‍મપર્વના ૯મા કાંડમાં ‘ગોમંતક’ આ શબ્‍દનો ઉલ્‍લેખ જોવા મળે છે. ગોમંતક આ શબ્‍દ ‘ગો’ + ‘ગોમંત’ + ‘ક’ આ રીતે ઉત્‍પન્‍ન થયો છે. ‘ગો’ એટલે ‘ગાય’, ‘ગોમંત’ અર્થાત્ ‘ગાયોનું પાલન કરનારો’ અને ‘ક’ આ પ્રત્‍યય તેને જોડીને તે દુર્લભ સ્‍થિતિ દર્શાવે છે.

હરિવંશ પુરાણમાં ‘ગોમાંચલ’ પર્વતનો ઉલ્‍લેખ જોવા મળે છે. તે પર્વતમાં ભગવાન શ્રીકૃષ્‍ણ અને મગધ દેશના રાજા જરાસંધમાં ઘનઘોર યુદ્ધ થાય છે અને તેમાં જરાસંધનો સંપૂર્ણ પરાજય થાય છે. શિલહારા રાજા ગણરાદિત્‍ય (વર્ષ ૧૧૧૫)ના કોલ્‍હાપુર સનદમાં ‘ગોમાંચલ’ સદૃશ ‘ગોમંત દુર્ગ’ શબ્‍દનો ઉલ્‍લેખ છે. આના પરથી કોલ્‍હાપુરના શિલહારા રાજા પાસે ‘ગોમંત દુર્ગ’નું સ્‍વામીત્‍વ હતું, એ ધ્‍યાનમાં આવે છે. આ કિલ્‍લા ફરતેના પ્રદેશને જ ‘ગોમંતક’ કહ્યું છે. ગોવાની પૂર્વમાં સહ્યાદ્રી પર્વત અને પશ્‍ચિમ ભણી અરબી સમુદ્રથી ગોવા ખાતે અનેક વર્ષોથી સંસ્‍કૃતિની અરસ-પરસ લેણ-દેણ થઈ. ગોવાના સાંસ્‍કૃતિક વિકાસમાં તેની આજે અમીટ છાપ ઉમટી છે.

 

૨. ગોવાના પ્રાચીન સત્તાધીશો

ભોજ, સાતવાહન, મૌર્ય, બદામીના ચાલુક્ય, શિલહારા, કદંબ, વિજયનગર, બહામની રાજાઓ ઇત્‍યાદિ પ્રાચીન રાજઘરાણાઓએ ગોવા પર રાજ્‍ય કર્યું.

ભોજ રાજઘરાણાએ કોકણ પર સત્તા સ્‍થાપિત કર્યા પછી પારોડા નદીના કિનારે ચંદ્રપુર (અત્‍યારે ચાંદોર) તેમની રાજધાનીનું શહેર હતું.

ત્‍યાર પછી રાજધાનીનું શહેર ગોપકાપટ્ટણ (અત્‍યારનું વડલે ગોંય) ખાતે સ્‍થળાંતરિત કરવામાં આવ્‍યું. કદંબ રાજવટ સમયે રાજધાની શહેરનો ઘણો વિકાસ થયો હતો.

 

૩. કદંબનો વૈભવશાળી ઇતિહાસ

વૈભવશાળી કદંબકાલીન સોનાના નાણાં

કદંબ રાજઘરાણાની રાજવટમાં ગોવાની ગૌરવશાળી પ્રતિષ્‍ઠા અને કીર્તિ સર્વદૂર ફેલાઈ હતી. કદંબ રાજઘરાણાના મૂળ વંશજ જયંત ત્રિનેત્ર અને ચતુર્ભુજ હતા. ભગવાન શિવજીએ ત્રિપુરાસુર પર વિજય પ્રાપ્‍ત કર્યા પછી શિવજીના કપાળ પરના પરસેવાનું એક ટીપું કદંબ વૃક્ષ નીચે પડ્યું. ‘આ ટીપામાંથી જયંત અવતરિત થયા હતા’, એવો આ રાજઘરાણાનો દાવો હતો. કદંબ રાજઘરાણાના કુળદેવ સપ્‍તકોટેશ્‍વર શિવજી અને કુળદેવી શ્રી ચામુંડામાતા હતાં. કદંબ રાજા જયકેશી દ્વિતીયની રાજવટમાં ગોવાની કીર્તિ અને પ્રતિષ્‍ઠાએ ઊંચાઈનું શિખર સર કર્યું હતું. સિંહની છાપ ધરાવનારું સોનાનું નાણું એ તેમના વૈભવની સાક્ષી પુરાવે છે.

 

૪. ગોવાના મધ્‍યયુગીન રાજ્‍યકર્તાઓ

વર્ષ ૧૩૦૦ થી ૧૫૧૦ આ સમયગાળામાં કદંબ, ચાલુક્ય, વિજયનગર ઇત્‍યાદિ રાજઘરાણા અને બહામની રાજાઓએ ગોવા પર રાજ્‍ય કર્યું. વર્ષ ૧૪૮૯ થી ૧૫૧૦ના સમયગાળામાં ગોવા પર બિજાપુરના યુસુફ આદિલશાહીની રાજવટ હતી.

ગોવાની ભૌગોલિક, સાંસ્‍કૃતિક, રાજકીય, સામાજિક સ્‍થિતિનો અભ્‍યાસ કરવાથી ગોવા ભારતનો અવિભાજ્‍ય ઘટક છે, એ સિદ્ધ થાય છે !

 

૫. પોર્ટુગીઝોની ક્રૂર રાજવટ (૧૫૧૦ થી ૧૯૬૧)

નિયમોનું પાલન ન કરનારાઓને જીવતા સળગાવી મૂકવા

* વર્ષ ૧૫૬૦માં ‘ઇન્‍ક્વિઝિશન’ની સ્‍થાપના

* હિંદુઓએ ધાર્મિક પ્રતિમાઓ અથવા ચિહ્‌નો જાળવવા એટલે ગંભીર સ્‍વરૂપનો ગુનો અને હિંદુઓનાં મંદિરો તોડીપાડવાનો આદેશ

* હિંદુ તહેવારો ઊજવવા માટે પ્રતિબંધ

* હિંદુઓના ઘરની ઝડતી લઈને ધાર્મિક વસ્‍તુઓ જોવા મળે, તો કઠોર શિક્ષા

 

૬. ગોવા મુક્તિ માટે રાષ્‍ટ્રીય ચળવળ

* પોર્ટુગલમાં વર્ષ ૧૯૨૬માં સાલાઝારની હુકુમશાહી રાજવટ ચાલુ

* વર્ષ ૧૯૩૩માં વસાહત કાયદો સંમત કરીને જનતાની નાગરી સ્‍વતંત્રતા ઝૂંટવી લેવામાં આવી.

* અભિવ્‍યક્તિ સ્‍વતંત્રતા અને સંગઠન સ્‍વતંત્રતા પર પ્રતિબંધ

* પોર્ટુગીઝ અધિકારીઓ દ્વારા ગોવાની જનતા પર અનન્‍વિત અત્‍યાચાર

* કેટલાક રાષ્‍ટ્રવાદી નેતાઓ એકત્ર આવીને ગોવા કૉંગ્રેસ કમિટી, ગોમંતક પ્રજા મંડળ, ગોમંતકીય યુવક સંઘ, ગોવા સેવા સંઘ, આઝાદ ગોમંતક દળ, ગોવા વિમોચન સમિતિ ઇત્‍યાદિ સંગઠનોની સ્‍થાપના

* પોર્ટુગીઝ રાજવટથી મુક્ત કરવો અને ગોવાને ભારતમાતા સાથે જોડવો, આ ઉદ્દેશ

* ટી.બી. કુન્‍હા, ડૉ. જ્‍યુલિઆંવ મિનેઝિસ, શ્‍યામરાવ મડકઈકર, પા.પુ. શિરોડકર, પુરુષોત્તમ કાકોડકર, પીટર આલ્‍વારિશ, વિશ્‍વનાથ લવંદે ઇત્‍યાદિ નેતાઓ પાસે ગોવા મુક્તિની ચળવળનું નેતૃત્‍વ

* ગોવાના લોકોમાં રાષ્‍ટ્રવાદની ભાવનાનું નિર્માણ

 

૭. દીપાજી રાણેનો ઉઠાવ

પોર્ટુગીઝ સરકારે વર્ષ ૧૮૫૧માં એક આદેશ કાઢ્યો. તેમાં હિંદુઓને પશ્‍ચિમી કપડાં પહેરવાની સખતાઈ કરી. તહેવાર-ઉત્‍સવ ઊજવવા, પાલખીમાં શોભાયાત્રા કાઢવી, કપાળ પર કંકુ લગાડવું અને ઘર સામે તુલસી-વૃંદાવન હોવા પર પ્રતિબંધ મૂક્યો. આ જુલમી આદેશના વિરોધમાં હિંદુઓમાં તીવ્ર પ્રતિક્રિયાઓ આવી. દીપાજી રાણેના નેતૃત્‍વમાં આના વિરોધમાં બંડ પોકારવામાં આવ્‍યું. દીપાજી રાણેએ પોર્ટુગીઝોને હેરાન કરી મૂક્યા અને પોર્ટુગીઝ સરકારને આ જુલમી આદેશ પાછો લેવા માટે વિવશ કર્યા.

ડૉ. રામ મનોહર લોહિયા

ડૉ. રામ મનોહર લોહિયાએ ૧૮ જૂન ૧૯૪૬ના દિવસે મડગાવ ખાતેના નગરપાલિકા મેદાન પરથી ગોવાના લોકોને સંબોધિત કર્યા. તેમણે ગોવાની જનતાને નાગરી સ્‍વતંત્રતા માટે પોર્ટુગીઝ સત્તાના વિરોધમાં લડાઈ લડવાનું આવાહન કર્યું. તેમણે ગોવામાં સ્‍વતંત્રતા ચળવળનો તણખલો સળગાવ્‍યો. તેને કારણે ૧૮ જૂન આ દિવસ ‘ક્રાંતિદિન’ તરીકે ઓળખવામાં આવે છે.

 

૮. પોર્ટુગીઝો પર છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા આક્રમણ

બેતુલ ખાતે છત્રપતિ શિવાજી મહારાજે બાંધેલા કિલ્‍લા પરની સમુદ્રની દિશામાં રહેલી તોપ

ગોવામાં પોર્ટુગીઝોએ હિંદુઓની ધાર્મિક સતામણી આરંભ કરી હતી. તેથી છત્રપતિ શિવાજી મહારાજ ઘણા ક્રોધે ભરાયા હતા. વર્ષ ૧૬૬૪માં છત્રપતિ શિવાજી મહારાજે આદિલશાહનો પરાભવ કરીને કુડાળ, પેડણે અને ડિચોલી નિયંત્રણ હેઠળ લીધા. વર્ષ ૧૬૬૭માં તેમણે બાર્દેંશ પર આક્રમણ કર્યું અને પોર્ટુગીઝોને શાંતિ પ્રસ્‍તાવ પર હસ્‍તાક્ષર કરવાની ફરજ પાડી.

 

૯. ‘ઑપરેશન વિજય’થી માંડીને તે ભારતનું ૨૫મું ઘટકરાજ્‍ય થયું ત્‍યાં સુધી

ઑપરેશન વિજય

* ભારત સરકારે અંતે ગોવા મુક્તિ માટે લશ્‍કરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો.

* ભારતીય સૈન્‍યદળે ‘ઑપરેશન વિજય’ દ્વારા ગોવા પર આક્રમણ કરીને પોર્ટુગીઝોના સકંજામાંથી ગોવાની મુક્તિ કરીને ૧૯ ડિસેંબર ૧૯૬૧ના દિવસે ગોવા શેષ ભારતમાં સહભાગી થયો.

* ૨૪ સપ્‍ટેંબર ૧૯૬૨ના દિવસે ભારતીય સંસદે ૧૨મી બંધારણીય દુરસ્‍તી સંમત કરીને ગોવા, દમણ અને દિવને સંઘપ્રદેશનો દરજ્‍જો આપ્‍યો.

* ગોવા ખાતે ડિસેંબર ૧૯૬૨માં ૩૦ વિધાનસભા મતદારસંઘ અને ૨ લોકસભા મતદારસંઘ માટે સાર્વત્રિક ચૂંટણીઓ સંપન્‍ન થઈ. આ ચૂંટણીમાં મહારાષ્‍ટ્રવાદી ગોમંતક પક્ષ વિજયી થયો અને ૨૦ ડિસેંબર ૧૯૬૨માં પ્રથમ લોકપ્રિય સરકાર સત્તારૂઢ થઈ.

* જનમત સંમતિ (વચન) : ગોવાના લોકોએ ગોવા સંઘપ્રદેશ જ રાખવાનો નિર્ણય આપ્‍યો.

* ત્‍યાર પછી સર્વત્રિક ચૂંટણીમાં મહારાષ્‍ટ્રવાદી ગોમંતક પક્ષ ફરી સત્તાસ્‍થાને આરૂઢ થયો.

* ૩૦ મે ૧૯૮૭માં ગોવા ભારતનું ૨૫મું બંધારણીય રાજ્‍ય બન્‍યું.’

ગોવામુક્તિ માટે લડનારા સર્વ જ્ઞાત-અજ્ઞાત ક્રાંતિકારીઓને અને ધર્માંતરણનો વિરોધ કરતા કરતા હુતાત્‍મા થયેલા સહુકોઈને અભિવાદન !

Leave a Comment