શ્રીલંકા ખાતેના બૌદ્ધોએ હિંદુ મંદિરો પર કરેલાં આક્રમણોનું એક ઉદાહરણ – શ્રીલંકા ખાતેના કૅન્‍ડી શહેરમાંનું બૌદ્ધ મંદિર !

Article also available in :

‘દલિદા મલિગાવા’ નામનું બૌદ્ધ મંદિર

૧. કૅન્‍ડી શહેર બૌદ્ધ ધર્મીઓની દૃષ્‍ટિએ શ્રીલંકામાંનું સૌથી મહત્ત્વપૂર્ણ સ્‍થાન હોવું

બુદ્ધ આવી ગયા હોવાની માન્‍યતા ધરાવતું શ્રીલંકા ખાતેનું કૅન્‍ડી શહેર સ્‍થિત ‘દલિદા માલિગાવા’ નામનું બૌદ્ધ મંદિર

‘જાન્‍યુઆરી ૨૦૧૮માં અમે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ સાથે શ્રીલંકાના પ્રવાસ પર હતા ત્‍યારે કૅન્‍ડી શહેરમાં ગયા હતા. કૅન્‍ડી શહેર બૌદ્ધ ધર્મની દૃષ્‍ટિએ શ્રીલંકામાંનું સૌથી મહત્ત્વપૂર્ણ સ્‍થાન છે. એવું કહેવામાં આવે છે કે, ‘આ ઠેકાણે બુદ્ધ આવી ગયા અને તેમનો દાંત આ શહેરના ‘દલિદા મલિગાવા’ નામના બૌદ્ધ મંદિરમાં છે.’ ‘દલિદા’ એટલે દાંત અને ‘મલિગાવા’ એટલે મંદિર.

૨. ‘દલિદા મલિગાવા’ બૌદ્ધ મંદિરની શૈલી, પત્‍થર પર કંડારેલાં શિલ્‍પો હિંદુ મંદિરોની શૈલી પ્રમાણે હોવાથી ‘આ મૂળ હિંદુઓનું મંદિર છે’, એમ લાગવું

અમે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ સાથે ‘દલિદા મલિગાવા’ મંદિર જોવા માટે ગયા હતા. ‘આ બૌદ્ધ મંદિર છે’, એમ કહેવાય છે; પરંતુ ‘તે મંદિરની શૈલી, અંદરના સ્‍તંભ, પત્‍થર પર કંડારેલું શિલ્‍પ’, આ બધું જોયા પછી ‘આ હિંદુઓનું મંદિર છે’, એમ ધ્‍યાનમાં આવે છે. આ મંદિરની અંદર ચિત્રો દોર્યાં છે. તે મંદિરની ફરતે રહેલાં ચિત્રો જોયા પછી લાગે છે, ‘પહેલાં ત્‍યાં હિંદુ દેવતાઓનાં શિલ્‍પો હતાં. બૌદ્ધોએ આક્રમણ કર્યા પછી તેમણે મંદિર નિયંત્રણમાં લીધું અને ‘ત્‍યાં બુદ્ધનું સ્‍થાન છે’, એવો ખોટો પ્રચાર કર્યો હોવો જોઈએ.’

‘દલિદા મલિગાવા’ આ બૌદ્ધ મંદિરમાંના સ્‍તંભ પર હિંદુ મંદિરોની શૈલી પ્રમાણે કરેલું કોતરકામ !

૩. બૌદ્ધ મંદિરના પરિસરમાંના શ્રીવિષ્‍ણુના મંદિર વિશે લોકોને જ્ઞાત ન હોવું

બૌદ્ધ મંદિરના પરિસરમાં શ્રીવિષ્‍ણુનું મંદિર છે. આ મંદિરમાં જવાની કોઈને પણ અનુમતિ નથી. લોકોને તે મંદિર વિશે કાંઈ જ્ઞાત નથી. તે મંદિરના ગર્ભગૃહ સામે પડદો લગાડેલો છે. મંદિર ખુલ્‍લુ ન હોવાથી કોઈ પણ ‘મંદિરની અંદર શું છે ?’, તે જોઈ શકતા નથી.

૪. બૌદ્ધ ધર્મગુરુઓએ ઇતિહાસનું વિકૃતિકરણ કરવું

બૌદ્ધ જે જે સ્‍થાન પર ગયા, ત્‍યાં હિંદુ ધર્મસ્‍થાનો પર મોટા પ્રમાણમાં આક્રમણો કરીને ‘આ હિંદુઓના નહીં, જ્‍યારે બૌદ્ધોનાં જ સ્‍થાનો છે’, એમ કહીને બૌદ્ધ ધર્મગુરુઓએ ઇતિહાસનું વિકૃતિકરણ કર્યું હોવાનું દેખાઈ આવે છે.

૫. બૌદ્ધ મંદિરના પરિસરમાં રહેલું સંગ્રહાલય !

કૅન્‍ડી શહેરના આ બૌદ્ધ મંદિરની પાછળની બાજુમાં એક સંગ્રહાલય છે. અનેક બૌદ્ધ દેશોએ આ સંગ્રહાલય માટે તેમના દેશમાંની અલગ અલગ વિશિષ્‍ટતા ધરાવતી વસ્‍તુઓ અને પ્રતિકૃતિ (રેપ્‍લીકાજ) આપી છે. આ સંગ્રહાલયમાં ભારતનો સૌથી મોટો ઓરડો (દાલાન) છે.

૬. અન્‍ય દેશોની આક્રમકતા અને ભારતની સહિષ્‍ણુતા !

પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાન આ દેશોમાંનાં બૌદ્ધ સ્‍થાનોનો ત્‍યાંના મુસલમાનોએ વિધ્‍વંસ કર્યો છે. ભારત આ એકમાત્ર દેશ છે કે, અહીંની સરકાર બૌદ્ધ સ્‍થાનોનું જતન કરવાનો પ્રયત્ન કરે છે અને બૌદ્ધોને પુષ્‍કળ માન આપે છે. ભારત સરકારે બૌદ્ધ ધર્મીઓને ભારતમાંનાં બૌદ્ધસ્‍થાનો જોવા માટે એક સ્‍વતંત્ર આગગાડીની વ્‍યવસ્‍થા પણ કરી છે.’

 

બૌદ્ધોની હિંદુ મંદિરોના સંદર્ભમાં રહેલી માનસિકતા !

‘અમે શ્રીવિષ્‍ણુના મંદિરમાં જવા લાગ્‍યા ત્‍યારે માર્ગદર્શકે (ગાઈડે) અમને કહ્યું, ‘‘બુદ્ધ મંદિરમાં તમેં ચંપલ પહેરી શકો નહીં; પણ વિષ્‍ણુ મંદિરમાં તમે ચંપલ પહેરીને જઈ શકો છો.’’ – શ્રી. વિનાયક શાનભાગ

– શ્રી. વિનાયક શાનભાગ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

ભારત સરકારે કરોડો રૂપિયાનો વ્‍યય કરીને બૌદ્ધ મંદિરના ઓરડામાં (દાલાનમાં) મૂકવા માટે બૌદ્ધ ધર્મ માટેની વિશેષ પ્રતિકૃતિઓ આપી છે. આનાથી ઊલટું આપણા દેશમાં હિંદુ ધર્મ માટે સરકાર આવું કરતી હોય, એવું ક્યાંયે દેખાઈ આવતું નથી.

(‘બૌદ્ધ પંથ આ ઉપાસના પદ્ધતિ છે અને તે હિંદુ ધર્મનું જ એક અંગ છે’, એવો ભારતીઓનો દૃષ્‍ટિકોણ છે. પરંતુ શ્રીલંકામાં બૌદ્ધ પંથીઓ હિંદુ ધર્મ પર જ આક્રમણ કરી રહ્યા છે. ‘આ સંદર્ભમાંની વસ્‍તુસ્‍થિતિ સમાજને સમજાય’, આ હેતુથી સદર લેખ પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. ‘આ લેખમાંની પરિસ્‍થિતિ ભારતીય બૌદ્ધ પંથીઓ સાથે સંબંધિત નથી.’ – સંપાદક)

Leave a Comment