કૃત્રિમ ઠંડાપીણાંનાં દુષ્‍પરિણામ

Article also available in :

 

૧. હાડકાં દુર્બળ થવાં

કૃત્રિમ ઠંડાપીણાંની ‘પી.એચ.’ સામાન્‍ય રીતે ૩.૪ હોય છે. તેથી દાંત અને હાડકાં દુર્બળ બને છે. માનવી આયુષ્‍યના લગભગ ૩૦ વર્ષ પૂર્ણ થયા પછી આપણાં શરીરમાં હાડકાંની નિર્મિતિ પ્રક્રિયા બંધ થાય છે. ત્‍યાર પછી ખાદ્યપદાર્થોમાંની અમ્‍લતાના પ્રમાણ અનુસાર હાડકાં દુર્બળ થવાનો પ્રારંભ થાય છે.

 

૨. શરીરનું તાપમાન અને પીણાનું તાપમાન આમાંની વિષમતાને કારણે વ્‍યક્તિની પચનશક્તિ પર વિપરિત પરિણામ થવું

સ્‍વાસ્‍થ્‍યની દૃષ્‍ટિએ જોઈએ, તો આ પીણાંમાં જીવનસત્ત્વો અથવા ખનિજ તત્ત્વો જરા પણ હોતા નથી. તેમાં સાકર (શુગર), કાર્બોલિક અમ્‍લ (એસિડ), તેમજ અન્‍ય રસાયણો હોય છે. આપણા શરીરનું સામાન્‍ય તાપમાન ૩૭ અંશ (ડિગ્રી) તાપાંશ (સેલ્‍સિયસ) હોય છે, જ્‍યારે એકાદ ઠંડાપીણાંનું તાપમાન તેના કરતાં અતિશય ન્‍યૂન અર્થાત્ શૂન્‍ય અંશ (ડિગ્રી) તાપાંશ (સેલ્‍સિયસ) સુધી પણ હોય છે. શરીરનું તાપમાન અને પીણાંનું તાપમાન આમાંની વિષમતા વ્‍યક્તિની પચનશક્તિ પર વિપરિત પ્રભાવ પાડે છે. પરિણામે વ્‍યક્તિએ ખાધેલા ભોજનનું અપચન થાય છે. તેથી વાયુ અને દુર્ગંધ નિર્માણ થઈને દાંતમાં ફેલાય છે તેમજ અનેક રોગોને જણે છે.’

 

૩. પ્રયોગમાંના નિષ્‍કર્ષ

‘એક પ્રયોગમાં એક તૂટેલા દાંતને આવા એક પીણાંની નાની શીશીમાં નાખીને બંધ કરવામાં આવ્‍યો. ૧૦ દિવસ પછી તે દાંત નિરીક્ષણ માટે કાઢવાનો હતો; પણ તે દાંત તેમાં હતો જ નહીં, અર્થાત્ તે ઓગળી ગયો હતો. ધ્‍યાનમાં લો, આટલો મજબૂત દાંત પણ હાનિકારક પીણાંના દુષ્‍પ્રભાવને કારણે ઓગળીને નષ્‍ટ થાય છે, જ્‍યારે આ પદાર્થો પચન માટે અનેક કલાક જ્‍યાં પડી રહ્યા હોય, તે કોમળ અને નાજુક આંતરડાની શી દશા થતી હશે ?’

 

૪. બાળકોનો સ્‍વભાવ હિંસક અને આક્રમક બનવો

‘દિવસમાં ઠંડાપીણાંની ૪-૫ બાટલીઓ પીનારા છોકરાઓમાંથી ૧૫ ટકા બાળકોનો સ્‍વભાવ હિંસક અને આક્રમક થાય છે !’

સંદર્ભ : આધુનિક વૈદ્ય (ડૉ.) પ્રકાશ પ્રભુ, એમ્.ડી., હિન્‍દવી, ૧૧.૪.૨૦૧૦ અને દૈ. સામના, ૨૭.૩.૨૦૧૨

Leave a Comment