વાસ્‍તુ જે ભાવનાથી બાંધવામાં આવી હોય, તેનામાં તે ભાવના નિર્માણ થાય છે !

Article also available in :

૧. ધનવાન લોકો પોતાની શ્રીમંતાઈના અભિમાનથી મસમોટું ઘર બાંધે છે. તે બહારથી ઝગમગાટ ધરાવતું અને પ્રદર્શનીય લાગે, એવું હોય છે. તેથી બહારથી જનારા પથિકોને તેમની સાંભળેલી વૃત્તિને કારણે તેનું વૈષમ્‍ય લાગે છે. કેટલાકને તેની ઈર્ષ્‍યા લાગે છે. વાસ્‍તુ પણ જે ભાવનાથી બાંધી હોય, તેનામાં તે ભાવના હોય છે અને તે બહાર તે રીતે પ્રગટ થાય છે.

૨. દેવાલયનું પણ તેમજ છે. કર બચે, દીકરો જન્‍મે અને અન્‍ય વાસનાપૂર્તિ માટે બંધાવેલા દેવાલયમાં, તે ભાવના હોવાથી ત્‍યાં ગયા પછી આનંદ મળતો નથી.

૩. બનારસ વિદ્યાપીઠ પાસે આરસપહાણનું મસમોટું શિવમંદિર બાંધ્‍યું છે. તે ઠેકાણેની વાસ્‍તુ પ્રદર્શનીય છે. પણ તેમાંના ભગવાન ભણી કોઈનું પણ ધ્‍યાન જતું નથી અને ત્‍યાં તે પ્રમાણમાં ભક્તિભાવથી પૂજા પણ થતી નથી. તે કેવળ પ્રેક્ષણીય વાસ્‍તુ છે. પરંતુ હેમાડપંથી દેવાલયો, ચારધામ રહેલાં દેવાલયો સહસ્રો વર્ષોથી કાર્યરત છે અને લોકોને ત્‍યાં ગયા પછી આનંદ મળે છે.’

પ.પૂ. પાંડે મહારાજ (દિશાચક્ર, પૃષ્‍ઠ ક્ર. ૯૯-૧૦૦)

Leave a Comment