વાસ્‍તુના સ્‍પંદનો

Article also available in :

‘પોતાના વાસ્‍તુમાં ત્રાસદાયક કે સારાં સ્‍પંદનો જણાય છે’, તેનો અભ્‍યાસ કરીને જો વાસ્‍તુમાં ત્રાસદાયક સ્‍પંદનો હોય, તો તે દૂર કરવા માટે આધ્‍યાત્‍મિક ઉપાય કરો !

‘પોતાના વાસ્‍તુમાં ત્રાસદાયક સ્‍પંદનો હોય, તો તેનું આપણી સાધના પર પરિણામ થાય છે. આપણી સાધના તે ત્રાસદાયક સ્‍પંદનો સાથે લડવામાં વ્‍યય (ખર્ચ) થાય છે. તેમજ ત્રાસદાયક સ્‍પંદનોને કારણે માથાનો દુઃખાવો, ઊલટી જેવું લાગવું, જેવા શારીરિક ત્રાસ અને અસ્‍વસ્‍થતા લાગવી, નિરુત્‍સાહ જણાવવું જેવા માનસિક ત્રાસ પણ થઈ શકે છે. અનિષ્‍ટ શક્તિઓનો તીવ્ર ત્રાસ રહેલા સાધકોની સાધના પર તો વાસ્‍તુમાંનાં ત્રાસદાયક સ્‍પંદનોનું વધારે પરિણામ થાય છે; કારણકે મૂળમાં જ તે સાધકો પર અનિષ્ટ શક્તિઓને આક્રમણ કરવાનું સહેલું પડે છે અને વાસ્તુમાં ત્રાસદાયી સ્પંદનો હોય તો અનિષ્ટ શક્તિઓને તે સાધકો પર આક્રમણ કરવાનું વધારે સહેલું પડે છે. તેથી તે સાધકોની સાધના વધારે પ્રમાણમાં વ્યય થાય છે.

(સદ્દગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ

 

૧. વાસ્‍તુમાં ત્રાસદાયક સ્‍પંદનો નિર્માણ થવાનાં કારણો અને તેના પરના ઉપાય

૧ અ. વાસ્‍તુદોષ

વાસ્‍તુમાં જો કાંઈ દોષ હોય અથવા વાસ્‍તુની રચના સદોષ હોય તો વાસ્‍તુદોષ નિર્માણ થાય છે. વાસ્‍તુદોષ દૂર કરવા માટે વાસ્‍તુશાંતિ કરવી, વાસ્‍તુમાં પ્રત્‍યેક ઓરડામાં ચારેય ભીંત પર દેવતાઓની સાત્ત્વિક નામજપ-પટ્ટીઓનું છત લગાડવું, એવા ઉપાય કરી શકાય છે. સનાતને ‘નામજપ-પટ્ટીઓના વાસ્‍તુશુદ્ધિ-સંચ’ ઉપલબ્‍ધ કરી આપ્‍યા છે.

૧ આ. અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ

વાસ્‍તુમાંની અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ દૂર કરવા માટે વાસ્‍તુમાં ગોમૂત્ર છાંટીને, ઉદબત્તી ફેરવીને અથવા વિભૂતિ ફૂંકીને વાસ્‍તુની પ્રતિદિન શુદ્ધિ કરવી, તો પણ વાસ્‍તુમાં જો ત્રાસ જણાતો હોય તો વાસ્‍તુની નારિયેળથી નજર ઉતારવી. વાસ્‍તુમાં ધીમા અવાજમાં ભગવાનનો નામજપ લગાડી રાખવો.

૧ ઇ. વાસ્‍તુમાંના સામાનની અવ્‍યવસ્‍થિત રચના

વાસ્‍તુમાંનું સામાન અસ્‍તવ્‍યસ્‍ત ફેલાયેલું હોય અથવા તે અવ્‍યસ્‍થિત મૂક્યું હોય, તો વાસ્‍તુમાં ત્રાસદાયક સ્‍પંદનો નિર્માણ થાય છે. તેના પર ઉપાય તરીકે, વાસ્‍તુમાં રહેલા સામાનની રચના સાત્ત્વિક કરવી, તેમજ તે સમય સમય પર જગ્‍યાએ મૂકવું.

 

૨. ‘વાસ્‍તુમાં ત્રાસદાયક કે સારાં સ્‍પંદનો જણાય છે’, તેનો અભ્‍યાસ કેવી રીતે કરવો ?

સાધકોએ પોતાની વાસ્‍તુમાંના પ્રત્‍યેક ઓરડામાં ત્રાસદાયક કે સારાં સ્‍પંદનો જણાય છે, તેનો અભ્‍યાસ આગળ જણાવ્‍યા પ્રમાણે કરવો.

અ. વાસ્‍તુના પ્રત્‍યેક ઓરડામાં આંખો ખુલ્‍લી રાખીને અને મન એકાગ્ર કરીને ૨ – ૩ મિનિટ રોકાવું. ત્‍યારે ‘મનને ત્રાસદાયક જણાય છે કે સારું’, તે જોવું.

આ. આંખોને ત્રાસદાયક જણાઈને માથું ભારે થતું હોય, છાતી પર દબાણ આવતું હોય અને મન અસ્‍વસ્‍થ થતું હોય, તો ‘તે ત્રાસદાયક સ્‍પંદનો છે’, એમ સમજવું.

ઇ. આનાથી ઊલટું આંખોને ઠંડક જણાતી હોય, મનને હલકું, આનંદ અથવા શાંતિ જણાતી હોય, તો ‘તે સારાં સ્‍પંદનો છે’, એમ સમજવું. ક્યારેક માથાને ભારેપણું જણાય છે; પણ આંખોને ત્રાસદાયક જણાતું નથી. ત્‍યારે ‘તે ઓરડામાંનાં સ્‍પંદનો સારી શક્તિનાં છે’, એમ સમજવું.

ઈ. ઓરડામાં ત્રાસદાયક સ્‍પંદનો હોય, તો તે મંદ કે તીવ્ર સ્‍વરૂપનાં છે, તે જણાવનારાં સ્‍પંદનોની તીવ્રતા અનુસાર ઓળખવું. ઓરડામાં થોડો ત્રાસ જણાતો હોય તો ‘તે મંદ સ્‍વરૂપનાં ત્રાસદાયક સ્‍પંદનો છે’, એમ સમજવું. ત્રાસને અનુસરીને આધ્‍યાત્‍મિક ઉપાયયોજના કરવી.

 

૩. ઓરડામાંના ત્રાસદાયક સ્‍પંદનો શાનાથી નિર્માણ થયા છે, આ વાત કેવી રીતે ઓળખવી ?

વાસ્‍તુમાંના એકાદ ઓરડામાંના ત્રાસદાયક સ્‍પંદનો ઉપર ઉલ્‍લેખ કરેલા વાસ્‍તુદોષને કારણે નિર્માણ થયા છે, અનિષ્‍ટ શક્તિઓના ત્રાસને કારણે નિર્માણ થયા છે કે પછી ઘરમાંની અવ્‍યવસ્‍થિત રચનાને કારણે નિર્માણ થયા છે, આ વાત જાણી લેવી.

અ. ઘરમાં જો વાસ્‍તુદોષ હોય, તો પ્રત્‍યેક ઓરડામાં જ ત્રાસદાયક જણાય છે.

આ. એકાદ ઓરડો સુઘડ હોય; પણ જો ત્‍યાં દબાણ જણાતું હોય, તો તે ત્રાસ અનિષ્‍ટ શક્તિઓના ત્રાસને કારણે હોઈ શકે. એકાદ ઓરડામાંની અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ તે ઓરડામાંના એકાદ ભાગમાં ગયા પછી વધારે પ્રમાણમાં જણાય છે, એવું પણ ધ્‍યાનમાં આવે છે. તે માટે ઓરડામાં બધે ઠેકાણે ફરી જોવું અને ઓરડામાંના ત્રાસદાયક ભાગની નોંધ રાખવી. ઓરડામાંના તે ભાગમાં આધ્‍યાત્‍મિક ઉપાયો કરવા પડે છે.

ઇ. ઓરડો અવ્‍યવસ્‍થિત હોય અથવા સામાનની રચના અસાત્ત્વિક કરી હોય, તો તે આંખોને જણાય છે. ઓરડામાં પુષ્‍કળ સામાન હોય તો ખુલ્‍લી જગ્‍યા ઓછી હોય છે. ત્‍યારે પણ ઓરડામાં ત્રાસદાયક સ્‍પંદનો જણાઈ શકે છે. ઓરડામાંના ત્રાસદાયક સ્‍પંદનોનું બરાબર કારણ સમજાવાથી ઉપાયયોજના કરવાનું સહેલું પડે છે.

– (સદ્દગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૪.૫.૨૦૧૯)

Leave a Comment