વાસ્‍તુ જે ભાવનાથી બાંધવામાં આવી હોય, તેનામાં તે ભાવના નિર્માણ થાય છે !

દેવાલયનું પણ તેમજ છે. કર બચે, દીકરો જન્‍મે અને અન્‍ય વાસનાપૂર્તિ માટે બંધાવેલા દેવાલયમાં, તે ભાવના હોવાથી ત્‍યાં ગયા પછી આનંદ મળતો નથી.

વાસ્‍તુશાસ્‍ત્ર – સહસ્રો વર્ષો પહેલાં વાસ્‍તુશાસ્‍ત્રનો ઊંડાણથી અભ્‍યાસ કરનારો મહાન હિંદુ ધર્મ !

માનવીનું આયુષ્‍ય કેટલાંક વર્ષોનું હોય છે, જ્‍યારે દેવતા ચિરંતન છે. તેને કારણે ભારતમાં પ્રાચીન કાળથી માનવી માટે કેટલાંક દસકા અથવા શતક ટકી શકે તેવા માટીના ઘર બનાવવામાં આવતા હતાં, જ્‍યારે દેવતાઓની મૂર્તિઓની સ્‍થાપના સહસ્રો વર્ષો ટકી શકે તેવા પત્‍થરનાં મંદિરોમાં કરવામાં આવતી હતી.

વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર ઘરમાં પૂજાઘર કેવું હોવું જોઈએ ?

પૂજાઘર બનાવતી વેળાએ તે સીધું લાદી પર ન મૂકવું. પૂજાઘર આરસપહાણ અથવા લાકડાનું બનેલું હોવું. કાચનું બનેલું પૂજાઘર ટાળવું. પૂજાઘર ક્યાં છે તેનાં કરતાં ત્‍યાં નિયમિત પૂજા-અર્ચના ભાવપૂર્ણ થાય છે ને, એ પણ મહત્ત્વનું છે

વાસ્‍તુના સ્‍પંદનો

વાસ્‍તુમાંના એકાદ ઓરડામાંના ત્રાસદાયક સ્‍પંદનો ઉપર ઉલ્‍લેખ કરેલા વાસ્‍તુદોષને કારણે નિર્માણ થયા છે, અનિષ્‍ટ શક્તિઓના ત્રાસને કારણે નિર્માણ થયા છે કે પછી ઘરમાંની અવ્‍યવસ્‍થિત રચનાને કારણે નિર્માણ થયા છે, આ વાત જાણી લેવી.

સાત્ત્વિક વાસ્‍તુ

દેવતાનાં નામો સર્વાધિક સાત્ત્વિક અને ચૈતન્‍યયુક્ત હોવાથી ઘરને દેવતાનું નામ આપવું સૌથી યોગ્‍ય પુરવાર થાય છે. ‘શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ, ગંધ અને તેની સાથે સંબંધિત શક્તિ એકત્રિત હોય છે’, આ અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય સિદ્ધાંત હોવાથી ઘરને દેવતાનું નામ આપ્‍યા પછી દેવતાના નામ સાથે તેનો સ્‍પર્શ, રૂપ, રસ, ગંધ અને સંબંધિત શક્તિ એકત્રિત આવે છે.

વાસ્‍તુ અને દિશા

ઘરનો મુખ્‍ય દરવાજો અથવા પ્રવેશદ્વાર કઈ દિશામાં હોવું જોઈએ તેના પર ઘરનું સૌંદર્ય વર્ધન સાથે જ અન્‍ય બાબતો પણ સંકળાયેલી હોય છે. ઘરનો મુખ્‍ય દરવાજો પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ. રસોડું ખુલ્‍લું, હવા-ઉજાસ ધરાવતું તે સાથે જ દિશા પણ ધ્‍યાનમાં લેવી.