સ્‍વતંત્રતાવીર સાવરકરનું અંદમાન ખાતેનું કાર્ય !

Article also available in :

સ્‍વતંત્રતાવીર સાવરકર અંદમાનમાંથી છૂટ્યા, તેને ૨.૫.૨૦૨૧ ના દિવસે ૧૦૦ વર્ષો પૂર્ણ થયા. બાબારાવ અને તાત્‍યારાવ સાવરકર એ બન્‍ને ભાઈઓ ૩ સહસ્‍ત્ર ૫૮૬ દિવસો પછી ૨.૫.૧૯૨૧ ના દિવસે અંદમાનમાંથી મુક્ત થયા. આ વિશે સ્‍વતંત્રતાવીર સાવરકરે અંદમાનમાં કરેલા કાર્ય વિશે, કવિ સુધાકરપંત દેશપાંડેએ કરેલી કવિતા અને અન્‍ય સૂત્રો અહીં આપી રહ્યા છીએ.

સ્‍વતંત્રતાવીર સાવરકર

 

૧. હિંદુ બંદીવાનોને ધાર્મિક પુસ્‍તકો વાંચવાનો અધિકાર મેળવી આપવો

સંત જ્ઞાનેશ્‍વરની ભક્તિ, જગદગુરુ સંત તુકારામની ભક્તિ, સંત નામદેવનું  પ્રચાર કાર્ય  અને સમર્થ રામદાસનો પ્રતિકાર આ ‘ચતુ:સૂત્રી’ સ્‍વતંત્રતાવીર સાવરકર પાસે એકત્રિત થઈ હતી; તેથી જ સ્‍વતંત્રતાવીર સાવરકર અંદમાનની પરિસ્‍થિતિનો સામનો કરી શક્યા. તેઓ અંદમાનમાં હતા ત્‍યારે મુસલમાન વોર્ડન પાસે તો શું પણ બંદીવાનો પાસે પણ કુરાન હતું અને તેઓ કામ ટાળવા માટે બેસીને વાંચતા રહેતા; પણ સંત તુલસીદાસનું રામાયણ ૫ અથવા ૧૦ હિંદુઓ એકત્રિત થઈને રજાના દિવસે વાંચન કરવા બેઠા હોય, તો પણ મુસલમાન બંડેલ અથવા મિઝા ખાન તેમને ડંડા મારીને તેમનું વાંચન બંધ કરતા. સાવરકરે આ બાબતનો પણ સંગઠિત થઈને પ્રતિકાર કરીને હિંદુ કેદીઓને ધાર્મિક પુસ્‍તકો વાંચવાનો અધિકાર મેળવી આપ્‍યો.

શ્રી. વિદ્યાધરપંત નારગોલકર

 

૨. કારાગૃહમાં ૨ સહસ્‍ત્ર પુસ્‍તકોના ગ્રંથાલયનું નિર્માણ કરવું !

બંદીવાનોને ‘રાષ્‍ટ્રીય પુરુષ કોણ ?’, એમ પૂછવામાં આવ્‍યા પછી ક્રાંતિયુદ્ધમાંનાં કેવળ લક્ષ્મીબાઇનું નામ એક જણે કહ્યું. સ્‍વતંત્રતાવીર સાવરકરે ઘણા દિવસ ચર્ચા સંવાદ પ્રવચનો ઇત્‍યાદિ કર્યા પછી બંદીવાનોને તાત્‍યા ટોપે, કુંવર સિંહ, નાના પેશવા આદિનો પરિચય થયો. આ પ્રવૃત્તિમાંથી જ કારાગૃહમાં એક ગ્રંથાલયનું નિર્માણ કરવું એવું નક્કી થયું; પણ સારી પુસ્‍તકોનાં પાનાં ફાડવાં, તેમાં શાહી રેડવી, પાર્સલ આવ્‍યા વિશની જાણ ન કરવી ઇત્‍યાદિ બાબતો કરતો. આટલી અડચણો આવ્‍યા પછી પણ સાવરકરના પ્રયત્ન થકી ૨ સહસ્‍ત્ર પુસ્‍તકોનું ગ્રંથાલય કારાગૃહમાં નિર્માણ થયું.

 

૩. અંદમાનમાં છોકરીઓ માટે પહેલી હિંદી શાળા ખોલવી !

કારાગૃહની બહાર અંદમાનમાં છોકરીઓ માટે પ્રથમ હિન્‍દી શાળા ચાલુ કરી. સ્‍વાતંત્ર્યવીર સાવરકર હિંદી પુસ્‍તકો મંગાવવાનો ખર્ચ કરતા; કારણકે હિંદી એ રાષ્‍ટ્રભાષા તરીકે પ્રત્‍યેક વ્‍યક્તિએ શીખવી જોઈએ, એ માટે તેમના પ્રયત્ન હતા.

 

૪. અંદમાનમાં શુદ્ધિકરણ માટેનું આંદોલન (શંખ આગળ બાંગનો ડંખ ઢીલો પડ્યો)

અંદમાનમાં સ્‍વાતંત્રવીર સાવરકર કુરાન વાંચવા માટે ઉર્દૂ ભાષા શીખ્‍યા. સ્‍વતંત્રતાવીર સાવરકરે અંદમાનમાં શુદ્ધિકરણનું આંદોલન ચલાવ્‍યું. તેમણે વર્ષ ૧૯૧૩ માં મુસલમાનો હિંદુઓને વટલાવી રહ્યા હતા ત્‍યારે તેમના પર પહેલો ખટલો (દાવો) પ્રવિષ્‍ટ કર્યો. આ કાર્ય તેમણે વર્ષ ૧૯૨૧ સુધી કર્યું. મુસલમાન બંદીવાનો બાંગ પોકારીને હિંદુ બંદીવાનોને ત્રાસ આપતા. સ્‍વતંત્રતાવીર સાવરકરે હિંદુ બંદીવાનોને શંખ લાવી આપીને પરોઢિયે તેનો શંખનાદ કરવા માટે કહ્યું. છેવટે શંખ આગળ બાંગનો ડંખ નરમ પડ્યો. સ્‍વતંત્રતાવીર સાવરકરે અંદમાનમાં હિંદી ભાષાનો પ્રચાર કર્યો. ‘સલામ’ જઈને ‘રામ રામ’ આવ્‍યું. ‘શાદી’ જઈને ‘વિવાહ, લગ્‍ન’ જેવા શબ્‍દો આવ્‍યા અને અંદમાનમાંનુ વેંત જેટલું પઠાણી રાજ્‍ય જઈને વેંત જેટલું હિંદુ રાજ્‍ય આવ્‍યું. સ્‍વતંત્રતાવીર સાવરકરે રાજ્‍ય કર્યું તેથી અંદમાનના ભાગલા પડ્યા નહીં.

છેવટે સ્‍વતંત્રતાવીર સાવરકરને મુક્ત કરવાની આજ્ઞા થઈ. સ્‍વતંત્રતાવીર સાવરકરે પોતાની પાસેના પુસ્‍તકો અને અન્‍ય વસ્‍તુઓની વહેંચણી કરી. બંદીવાનોએ પોતાના ૫ રૂપિયાના વેતનમાંથી લાવેલી ભેટવસ્‍તુઓ દરવાજા પાસે મૂકી. સ્‍વતંત્રતાવીર સાવરકરે તે વસ્‍તુઓની પણ બધા વચ્‍ચે વહેંચણી કરી. સ્‍વતંત્રતાવીર સાવરકરને ૨ પ્રિય મિત્રો મળવા માટે આવ્‍યા, ત્‍યારે તેમણે તેમની પાસે સોગંદ લેવડાવી.

એક ઈશ્‍વર, એક દેશ, એક આશા । એક જાતિ, એક જીવ, એક ભાષા

સ્‍વતંત્રતાવીર સાવરકરનું અંદમાન ખાતેનું આ કાર્ય આપણે કાયમ હૃદયમાં સ્‍મરણરૂપે રાખીએ અને બોલીએ,

હંમેશાં દેશકાર્ય માટે શરીર આપણું ઘસાય

હંમેશાં હિંદુ રાષ્‍ટ્ર આપણા મનમાં વસે

સાચી દેશભક્તિ કાર્ય થકી દૃશ્‍યમાન થાય

મુખેથી ભક્તિની ચર્ચા ત્‍યાં હોવી ન જોઈએ

આ જ પ્રાર્થના છે તે વિશ્‍વ નિયંત્રકના ચરણોમાં

આપનો બંધુજન

શ્રી. વિદ્યાધરપંત નારગોલકર, મહામંત્રી, સ્‍વતંત્રતાવીર સાવરકર સ્‍મૃતિ પ્રતિષ્‍ઠાન

॥ દીવાદાંડી ॥

કારાગૃહના ઝરૂખામાંથી ડોકિયું કરે છે રવિ અંદર ।

પ્રતિબિંબ જોઈને પોતાનું ત્‍યાં,પરત ફરી જાય ક્ષણમાત્રમાં ॥

બંદી ગ્રહ સાથે ક્યારેય નહોતું અંધકારનું સગપણ ।

ચળકતો હતો સ્‍વાતંત્ર્યનો સૂરજ ત્‍યાં રાતદિન ।

દેશભક્તિની જ્‍યોતિ પ્રગટાવી લાખ્‍ખો હૃદયમાં ॥

સ્‍વતંત્રતાની ઘૂંટી પ્રાશન કરીને જન્‍મ પામ્‍યો ।

માતાનો વિરહ થવાથી મૂર્છા પામ્‍યો ।

અગસ્‍તિ બનીને પ્રાશન કરી લે છે સાગર ક્ષણમાત્રમાં ॥

બંધન મુક્ત કરવા માતાને યાતનાઓ સહન કરી ।

‘અરિમર્દન’ વચન આપીને મનમાં જ્‍યોતિ પ્રજ્‍જ્‍વળી ઊઠી ।

ક્રાંતિવીર બનીને રહે છે તે અંધકારમાં દીવાદાંડી સમાન ॥

કવિ સુધાકરપંત  દેશપાંડે

Leave a Comment