પ.પૂ. રામાનંદ મહારાજની અનુભૂતિ

ગુરુ આજ્ઞાપાલનનો આદર્શ

એકવાર જમી લીધા પછી પ. પૂ. બાબાએ રામજીદાદાને અને મામા ઉજ્જેનકરને કહ્યું, હવે સાત-સાત લાડવા ખાવ. રામજીદાદાએ મૂંગે મોઢે લાડવા ખાધા. તેમને ત્રાસ થયો નહીં. મામાએ કહ્યું,હવે પેટમાં જગા નથી. કેવી રીતે ખાઉં ? લાડવા ખાતી વખતે તેમને ત્રાસ થયો. આ પ્રસંગ દ્વારા આજ્ઞાપાલનથી ત્રાસ થતો નથી અને આજ્ઞાપાલનનો આદર્શ, એવી રીતે બન્ને બાબતો શીખવા મળે છે.