સમષ્‍ટિ સાધના તરીકે ઈશ્‍વરી રાજ્‍ય આવવા માટે પ્રયત્ન કરતી વેળા ફળની અપેક્ષા ન હોવી; કારણકે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ સાધનામાં ‘ઈશ્‍વરપ્રાપ્‍તિ’ એ જ મુખ્‍ય ધ્‍યેય છે એમ શીખવ્‍યું હોવું

Article also available in :

અનુક્રમણિકા

 

૧. વર્તમાનમાં પોતે સાધના (વ્‍યષ્‍ટિ સાધના) કરવા સાથે જ સમાજને પણ અધ્‍યાત્‍મ ભણી વાળવો અને ધર્માચરણી બનાવવો, એ સમષ્‍ટિ સાધના આવશ્‍યક પુરવાર થઈ હોવી અને સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલે તેવી સાધના કરવા માટે શીખવતા હોવા

સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીને સર્વત્ર ઈશ્‍વરી રાજ્‍ય આવે એવું લાગે છે. તેમનો કેટલો વ્‍યાપક વિચાર છે ! ઈશ્‍વરી રાજ્‍યમાં બધા લોકો સાધના અને ધર્માચરણ કરનારા સાત્ત્વિક લોકો હશે. ત્‍યારે વાતાવરણ સત્‍યયુગ જેવું હશે. વર્તમાનના રજ-તમ વૃદ્ધિંગત થયેલા કળિયુગમાં એકાદને સાધના કરવી હોય તો તે કરવામાં નડતર ઉત્‍પન્‍ન થાય છે; કારણકે વર્તમાન વાતાવરણ અને સમાજ સાધના માટે પૂરક નથી. તેથી વર્તમાનમાં પોતે સાધના (વ્‍યષ્‍ટિ સાધના) કરવા સાથે જ સમાજને પણ અધ્‍યાત્‍મ ભણી વાળવો અને ધર્માચરણી બનાવવો, આ સમષ્‍ટિ સાધના આવશ્‍યક પુરવાર થઈ છે. સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી સનાતનના સાધકોને વ્‍યષ્‍ટિ સાધના સાથે જ સમષ્‍ટિ સાધના કરવા માટે પણ શીખવે છે. જો ઈશ્‍વરપ્રાપ્‍તિ કરવી હોય, તો સાધનાનાં આ બન્‍ને પાસાં આત્‍મસાત્ કરવા આવશ્‍યક છે; કારણકે ઈશ્‍વર સમગ્ર વિશ્‍વનો કારભાર સંભાળતા હોય છે.

સદ્‌ગુરુ ડૉ. મુકુલ ગાડગીળ

 

૨. ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે સમષ્‍ટિ સાધના થાય; તે માટે ઈશ્‍વરી રાજ્‍ય આવવા માટે નિરપેક્ષતાથી પ્રયત્નો કરતા હોવાનું સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ કહેવું અને તે ઉત્તર યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયનને ગમવો

ઈશ્‍વરી રાજ્‍ય આવે તે માટે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ સમાજમાંના અનેક સંતો સાથે નિકટતા સાધીને તેમને આ કાર્યમાં સહભાગી કરી લેવાના પ્રયત્નો કર્યા છે. સમાજમાંના કેટલાક સંતોને પણ સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનું કાર્ય ગમ્‍યું અને તેઓ એક ને એક પ્રકારે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીને સહાયતા કરવા લાગ્‍યા. આ સંતોમાંથી એક હતા ૨૦.૫.૨૦૧૯ના દિવસે દેહત્‍યાગ કરેલા મહારાષ્‍ટ્રના કલ્‍યાણ, જિલ્‍લો થાણાના યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયન ! એક દિવસ યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયને સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીને કહ્યું, ‘‘આ કળિયુગમાં ઈશ્‍વરી રાજ્‍ય આવવું કેવી રીતે સંભવ છે ! તમે નાહક પ્રયત્ન કરી રહ્યા છો.’’ ત્‍યારે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ તેમને કહ્યું, ‘‘ઈશ્‍વરી રાજ્‍ય આવવા માટે અમે નિરપેક્ષતાથી પ્રયત્ન કરી રહ્યા છીએ. અમને ફળની અપેક્ષા નથી. તે ઈશ્‍વરના હાથમાં છે. અમે આ પ્રયત્ન ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે અમારી સમષ્‍ટિ સાધના થાય; એ માટે કરી રહ્યા છીએ.’’ આ ઉત્તરથી યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયનને સંતોષ થયો અને તેમણે કેવળ મંદ સ્‍મિત કર્યું.

 

૩. ઈશ્‍વરી રાજ્‍યની સ્‍થાપના થવા માટે ૨૫ વર્ષ જેટલો પ્રદીર્ઘ કાળ પ્રતીક્ષા કરવી પડશે અને તેટલા વર્ષો સાધના કરવી પડશે, એમ જાણતા હોવા છતાં પણ સહસ્રો સાધકો આ કાર્ય સાથે જોડાઈ જવા; કારણકે ‘ઈશ્‍વરી રાજ્‍ય આવવું’ આ તેમનું ખરું ધ્‍યેય હોવાને બદલે ‘ઈશ્‍વરપ્રાપ્‍તિ’ એજ ખરું ધ્‍યેય હોવું

સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ દેશ-વિદેશના સહસ્રો સાધકો ઈશ્‍વરી રાજ્‍ય આવવા માટે ગત ૨૫ વર્ષથી વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધના કરી રહ્યા છે. સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ સૂક્ષ્મમાંથી ઉત્તર મેળવીને ‘વર્ષ ૨૦૨૩માં ઈશ્‍વરી રાજ્‍ય આવશે’, એવું આરંભમાં જ કહ્યું હતું. હવે વર્તમાન સ્‍થિતિ અનુસાર ઈશ્‍વરી રાજ્‍ય વર્ષ ૨૦૨૫માં આવવાનું છે. આના પરથી ધ્‍યાનમાં આવે છે કે, જ્‍યાં સુધી ઈશ્‍વરી રાજ્‍ય આવવા જેટલી વ્‍યષ્‍ટિ સાધના નહીં થાય, તેમજ સાધકો દ્વારા સમષ્‍ટિ સાધના આવશ્‍યક તેટલા પ્રમાણમાં થઈને સમાજ સાત્ત્વિક બનશે નહીં, ત્‍યાં સુધી ઈશ્‍વરી રાજ્‍ય આવવાનું નથી. ઈશ્‍વરી રાજ્‍યની સ્‍થાપના થવા માટે ૨૫ વર્ષો જેટલા પ્રદીર્ઘ કાળની પ્રતીક્ષા કરવી પડશે અને તેટલાં વર્ષો વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધના કરવી પડશે, એ જાણતા હોવા છતાં પણ સહસ્રો સાધકો આ કાર્ય સાથે જોડાઈ ગયા છે. આ તેમણે આચરેલું એક રીતે તપ જ છે; કારણકે ‘ઈશ્‍વરી રાજ્‍ય આવવું’ આ તેમનું ખરું ધ્‍યેય હોવાને બદલે ‘ઈશ્‍વરપ્રાપ્‍તિ’ આ તેમનું ખરું ધ્‍યેય છે !

 

૪. એક કુટુંબના ઉદાહરણ પરથી ‘ઈશ્‍વરી રાજ્‍ય આવવાની પ્રક્રિયા કેવી હશે ?’, તેની કલ્‍પના કરી શકવી

સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ જ્‍યારે વર્ષ ૧૯૮૬માં ‘અધ્‍યાત્‍મ’ આ વિષય પરના અભ્‍યાસવર્ગો લેવાનો આરંભ કર્યો, ત્‍યારે ગણ્‍યાં-ગાંઠ્યા અધ્‍યાત્‍મમાંના જિજ્ઞાસુઓ અભ્‍યાસવર્ગ માટે આવતા હતા. ધીમે ધીમે આ જિજ્ઞાસુઓ સાધના કરવા લાગ્‍યા. તેથી તેમનામાં સાધકત્‍વ નિર્માણ થયું. તે સાધકોએ તેમના કુટુંબીજનોને સાધના કહી. ધીમે ધીમે તેમના કુટુંબીજનો પણ સાધક બનવા લાગ્‍યા. કેટલાક કુટુંબીજનોએ તે સાધકોને સાધનામાં વિરોધ પણ કર્યો; પરંતુ સાધકોએ સાધના છોડી નહીં. સાધનાને કારણે તે સાધકોમાં થયેલા સારાં પરિવર્તનો, ગુણસંવર્ધન અને સાધનાના થનારા અન્‍ય લાભ વિરોધ કરનારાઓને ધ્‍યાનમાં આવવા લાગ્‍યા. તેને કારણે તેમનો વિરોધ ઓલવાતો ગયો અને વિરોધકો પણ સાધના કરવા લાગ્‍યા અને સાધક બન્‍યા. આ રીતે કુટુંબોના કુટુંબો સાધના કરવા લાગ્‍યા અને સનાતન સંસ્‍થાની સાધકસંખ્‍યા ક્યારે સહસ્રો બની ગઈ, તે સમજાયું જ નહીં. સાધના કરીને પ્રથમ પોતાનામાં ઈશ્‍વરી રાજ્‍ય આવે, તો જ આપણે અન્‍ય વ્‍યક્તિઓમાં ઈશ્‍વરી રાજ્‍ય લાવી શકીશું.

પોતાનામાં ઈશ્‍વરી રાજ્‍ય લાવવું એટલે બીજું ત્રીજું કાંઈ નથી પણ સ્‍વભાવદોષ-નિર્મૂલન, ગુણસંવર્ધન અને અહં-નિર્મૂલન કરીને પોતાને શુદ્ધ કરવા, પંડમાં સાધકત્‍વ લાવવું, ધર્માચરણ કરવું અને ઈશ્‍વરનાં ચરણોમાં લીન રહેવું. આ રીતે એક વ્‍યક્તિને કારણે તેના કુટુંબમાં ઈશ્‍વરી રાજ્‍ય આવે છે. આગળ એક કુટુંબને કારણે અનેક કુટુંબો સાત્ત્વિક થઈને એક ગામમાં ઈશ્‍વરી રાજ્‍ય આવે છે. એક ગામને કારણે અનેક ગામોમાં ઈશ્‍વરી રાજ્‍ય આવે છે. આગળ તે વૃદ્ધિંગત થતું જઈને સંપૂર્ણ દેશમાં ઈશ્‍વરી રાજ્‍ય આવે છે અને એક દેશને કારણે અનેક દેશ સાત્ત્વિક થઈ શકે છે. આ શૃંખલા અભિક્રિયા (ચેન રિઍક્‍શન) છે. સનાતન સંસ્‍થાના સાધકો દેશ-વિદેશમાં ગુરુકૃપાથી આ જ કાર્ય કરી રહ્યા છે.

 

૫. એક સહસ્રથી વધારે દૈવી બાળકો ઈશ્‍વરે સનાતનને જ આપવાનું કારણ એટલે સનાતન સંસ્‍થા ઈશ્‍વરી રાજ્‍ય લાવવા માટે પ્રયત્નરત હોવી અને ઈશ્‍વરને ઈશ્‍વરી રાજ્‍ય આવવું અપેક્ષિત હોવું

સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ સનાતનના સાધકો ગત ૨૫ વર્ષ તેમની સમષ્‍ટિ સાધના તરીકે ઈશ્‍વરી રાજ્‍ય લાવવા માટે પ્રયત્નરત છે. એમ હોવાથી ઈશ્‍વર તેમની કેવી રીતે સહાયતા કરે છે, તેનું એક ઉદાહરણ એટલે સનાતનના સાધકોના કૂખે જન્‍મેલા દૈવી બાળકો ! કેટલાંક દૈવી બાળકો ઉચ્‍ચ સ્‍વર્ગલોકમાંથી પૃથ્‍વી પર જન્‍મેલા છે, જ્‍યારે કેટલાંક મહર્લોકમાંથી ! દિનાંક ૩૧.૫.૨૦૨૨ સુધી કુલ ૧ સહસ્ર ૧૬૬ બાળકોની ગુણવિશેષતાઓ સનાતનને જ્ઞાત છે. આ બાળકો પ્રગલ્‍ભ છે, ઈશ્‍વર પ્રત્‍યે તેમનામાં પુષ્‍કળ ભાવ પણ છે, તેમજ તેમને રાષ્‍ટ્ર અને ધર્મના કાર્ય માટે તાલાવેલી છે. સનાતનને જન્‍મથી જ સંતપદે બિરાજમાન થયેલા ૨ બાલસંતોનો પણ લાભ થયો છે. આ બાલસંત જનલોકમાંથી પૃથ્‍વી પર જન્‍મ્‍યા છે. આ બાળકોની પેઢી જ આગળ જતાં ઈશ્‍વરી રાજ્‍યની ધુરા સંભાળશે. તેવી કૌવત તેમનામાં અત્‍યારે નાનપણમાં જ દેખાઈ આવે છે. આટલા દૈવી બાળકો ઈશ્‍વરે સનાતનને જ આપ્‍યા છે; કારણકે સનાતન સંસ્‍થા ઈશ્‍વરી રાજ્‍ય લાવવા માટે પ્રયત્નરત છે અને ઈશ્‍વરને પણ ઈશ્‍વરી રાજ્‍ય આવવું અપેક્ષિત છે.

 

૬. સનાતનના સંતો અને ઉન્‍નતિ કરેલા સાધકો ઈશ્‍વરી રાજ્‍ય ચલાવવા માટે સમર્થ હોવા, તેમજ સનાતનના આશ્રમો પણ ઈશ્‍વરી રાજ્‍ય સાકાર થયા પ્રમાણે જ કાર્યરત હોવા

ઈશ્‍વરી રાજ્‍ય સામાન્‍ય લોકો નહીં, જ્‍યારે સંતો અને ઉન્‍નતિ કરેલા સાધકો જ ચલાવી શકે છે; કારણકે તેમનામાં જ અલ્‍પ સ્‍વભાવદોષ, અલ્‍પ અહં, નેતૃત્‍વગુણ, અન્‍યોનો વિચાર કરવો, ત્‍યાગી વૃત્તિ અને પ્રીતિ (નિરપેક્ષ પ્રેમ) આ ગુણ, તેમજ રાષ્‍ટ્ર અને ધર્મ પ્રત્‍યે પ્રેમ હોય છે. સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધના વિશે કરેલા અચૂક માર્ગદર્શનને કારણે ૩૧.૫.૨૦૨૨ સુધી સનાતન સંસ્‍થાના ૧૨૧ સાધકો સંતપદ પર બિરાજમાન થયા છે અને ૧ સહસ્ર ૩૬૭ સાધકો સંત થવાના માર્ગ પર છે. * હજી પણ આ સંખ્‍યા વધતી જ જાય છે. હજી સુધી આટલી સંખ્‍યામાં સંત અને સાધકો સિદ્ધ થયા હોવાથી તેઓ પણ દૈવી બાળકોની જેમ ઈશ્‍વરી રાજ્‍ય ચલાવવા માટે સમર્થ છે, તેમજ સનાતનના આશ્રમો પણ ઈશ્‍વરી રાજ્‍ય સાકાર થયા પ્રમાણે જ કાર્યરત છે. સનાતનના આશ્રમોમાંથી પણ સાધકોનું ઘડતર થઈ રહ્યું છે. આ રીતે ઈશ્‍વરે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના માધ્‍યમ દ્વારા ઈશ્‍વરી રાજ્‍ય ચલાવવાની સિદ્ધતા કરાવી લીધી છે.

– (સદ્‌ગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, પીએચ.ડી., ગોવા. (૨૩.૫.૨૦૨૨)

* ૨૧.૧૧.૨૦૨૩ સુધી સનાતન સંસ્થાના ૧૨૭ સાધકો સંતપદ પર બિરાજમાન થયા છે અને ૧૦૪૭ (+ ૨૨૯ બાળસાધકો) સાધકો સંત થવાના માર્ગ પર છે.

કૃતજ્ઞતા

‘સનાતન સંસ્‍થાના સાધકોને સાધનામાં અચૂક માર્ગદર્શન કરીને તેમની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરાવી દેનારા અને તેમને સંતપદ સુધી લઈ જનારા સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી જેવા મહાન ગુરુ મળ્યા છે, આ સાધકોનું પરમ ભાગ્‍ય છે, તેમજ ‘ઈશ્‍વરી રાજ્‍યની સ્‍થાપના કરવી’, આ મોટું ધ્‍યેય સાધકો સમક્ષ રાખવું, તે સાધ્‍ય કરવા માટે દિશાદર્શન કરવું અને તે ધ્‍યેય દૃષ્‍ટિ સામે જ હોવાનું ઉદાહરણ પણ આપવું, આ સર્વ સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી દ્વારા થયું છે. ‘ઈશ્‍વરપ્રાપ્‍તિ’ આ અંતિમ ધ્‍યેય સામે રાખીને નિરપેક્ષ રીતે સાધનામાં કેવી રીતે પ્રયત્નો કરવા ?’, આ બાબત સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીની કૃપાથી જ સાધકો શીખી શક્યા. એ માટે સર્વ સાધકો સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞ છે !

સનાતન સંસ્‍થાના કાર્યમાં સહસ્રો સાધકો ‘ઈશ્‍વરી રાજ્‍ય’ના ધ્‍યેય સાથે નહીં, પરંતુ ‘ઈશ્‍વરપ્રાપ્‍તિ’ માટે જોડાયેલા છે.

Leave a Comment