અનુક્રમણિકા

ચંદ્રામૃત રસ શ્વસનસંસ્થાને બળ આપનારી ઔષધી છે.
૧. ગુણધર્મ અને સંભાવ્ય ઉપયોગ
આ શ્વસનસંસ્થાને બળ આપનારું ઔષધ છે. તેનો વિકારમાં સંભાવ્ય ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેથી વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ ઔષધ લેવું.
| ઉપયોગ | ઔષધ લેવાની પદ્ધતિ | સમયગાળો |
|---|---|---|
| અ. સર્વ પ્રકારની ઉધરસ | દિવસમાં ૨ – ૩ વાર ૧ થી ૪ ગોળીઓનું ચૂર્ણ પા થી ૧ ચમચી મધમાં ભેળવીને અથવા કેવળ તેટલી ગોળીઓ ચગળીને ખાવી. | ૪ – ૫ દિવસ |
| આ. શ્વસનસંસ્થાના સર્વ વિકારોમાં શ્વસનસંસ્થાને બળ દેવા માટે ઉપયુક્ત | દિવસમાં ૨ – ૩ વાર ૧ – ૨ ગોળીઓનું ચૂર્ણ અડધી ચમચી મધમાં ભેળવીને અથવા પાણી સાથે લેવું. | ૧ થી ૩ માસ
|
૨. સૂચના
અ. વયજૂથ ૩ થી ૭ માટે પા અને ૮ થી ૧૪ માટે અડધા પ્રમાણમાં ઔષધ લેવું.
૩. ઔષધનું સુયોગ્ય પરિણામ થવા માટે આ કરવું ટાળવું !
મેંદો અને ચણાના લોટ (બેસન)ના પદાર્થો; ખાટા, ખારા, વધારે તળેલા અને તીખા પદાર્થો; આઈસ્ક્રીમ, કાકવી (ગોળ બનવા પહેલાંનું પ્રવાહી), દહીં, પનીર, ચીઝ; વાસી, કસમયે અને અતિપ્રમાણમાં ભોજન; તડકામાં ફરવું; તેમજ રાત્રે જાગરણ.
૪. ઔષધ લેતી સમયે ઉપાસ્ય દેવતાને પ્રાર્થના કરવી !
‘હે ભગવાન, આ ઔષધ હું આપના ચરણોમાં અર્પણ કરીને આપના ‘પ્રસાદ’ તરીકે ગ્રહણ કરું છું. આ ઔષધથી મારા વિકાર દૂર થવા દેશો.’
– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૬.૨૦૨૧)
તાવમાં ઉપયોગી એવી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ
શ્વસનસંસ્થાના વિકારોમાં ઉપયોગી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ
આયુર્વેદિક ઔષધિઓ અને તેમની સમાપ્તિ તિથિ (એક્સપાયરી ડેટ)
હૃદય અને શ્વસનસંસ્થાને બળ આપનારી કેટલીક આયુર્વેદિક પ્રસિદ્ધ ઔષધિઓ
વાસા (અરડૂસી) ચૂર્ણ
વાળા (ખસ) ચૂર્ણ