પાણીની શક્તિ અને સકારાત્‍મકતા

Article also available in :

બધાયની જેમ મને પણ રસોડું ચોખ્ખું કર્યા વિના ઉંઘ આવતી નથી; પણ ચોખ્ખું કર્યા પછી હું એક વાત અગત્યતાપૂર્વક કરી રહી છું, જેનો મને ઘણો લાભ થયો છે. હું રાત્રે સૂતી સમયે જો રસોડામાં રહેલા પૂજાઘરમાં સાંજે કરેલો દીવો જો ઓલવાઈ ગયો હોય, તો તે પાછો કરું છું જ; પણ તે સાથે જ પીવાના પાણીના વાસણ પાસે પણ એક દીવો કરું અને જે દિવસે બને, તે દિવસે ત્યાં એક ફૂલ પણ ચડાવું છું, તેમજ મનોભાવથી પાણીના સર્વ વાસણો પ્રત્યે હાથ જોડીને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

કેટલાક લોકોને ઉપરનો ભાગ વાંચતી વેળાએ વિચિત્ર અથવા હાસ્યાસ્પદ લાગશે, પણ હું એક ડૉક્ટર છું. વિજ્ઞાનની પરીક્ષામાંથી કસીને તપાસ્યા વિના સહેજે કોઈપણ વાત પર વિશ્વાસ રાખતી નથી; પણ ૬ મહિના પહેલાં ‘પાણી’ આ વિષય પર અત્યંત અભ્યાસપૂર્ણ એવું સંશોધન મારા હાથમાં આવ્યું. ત્‍યાર પછી ધાર્મિક પુસ્તકોમાં તેના જેવા જ સંદર્ભ પણ મળ્યા. તે અત્રે સહેલી ભાષામાં આપી રહી છું.

 

૧. પાણીમાં બહારથી આવનારી પ્રત્‍યેક પ્રકારની ઊર્જા પ્રમાણે પરિવર્તન થવું

પાણી એટલે જીવન. પાણીને પોતાની એવી વિશિષ્‍ટ સ્‍મરણશક્તિ હોય છે. પાણી પીતી વેળાએ જે રીતે પોતાના વિચારો હોય છે અથવા જે માનસિક સ્થિતિમાં આપણે પાણી પીએ છીએ, તેનું પ્રચંડ પરિણામ પાણી પર અને પર્યાયથી પોતાના પર થાય છે. પાણીમાં બહારથી આવનારી પ્રત્યેક પ્રકારની ઊર્જા પ્રમાણે પરિવર્તન થતું હોય છે અને આ પરિવર્તન પ્રમાણે તે તમારા શરીર પર પરિણામ કરતું હોય છે.

 

૨. પ્રત્‍યેક વ્‍યક્તિના શરીર પર પાણી દ્વારા થનારા વિવિધ પ્રકારના કાર્ય

પાણી પ્રત્‍યેક વ્‍યક્તિના શરીર પર જુદા જુદા પ્રકારથી કાર્ય કરે છે. આપણા શરીરનો લગભગ ૭૦ થી ૭૫ ટકા ભાગ પાણીથી બન્‍યો છે, અર્થાત્ શરીરનું કાર્ય કેવી રીતે ચાલવું જોઈએ, એ પ્રમુખતાથી આપણે જે પાણી ગ્રહણ કરીએ છીએ, તે જ નક્કી કરતું હોય છે. પાણી પીતી વેળાએ તમારા વિચાર, પાણી ભણી જોવાની તમારી દૃષ્ટિ, પાણી પીતી વેળાએ આજુબાજુમાં આવતા અવાજ, પાણી પીતી વેળાએ તમારા મનમાંની ભાવનાઓ અને તમારા મોઢામાંથી નીકળનારા ઉચ્ચાર આ બધાનું પાણી પર પ્રચંડ પરિણામ થાય છે. જે પ્રત્યક્ષમાં ‘માયક્રોસ્કોપ’ નીચે પણ જોઈ શકાય છે. તમારી માનસિક સ્થિતિ જો પ્રચંડ સકારાત્મક હોય અને હાથમાં લીધેલા પાણી વિશે જો તમે પ્રચંડ કૃતજ્ઞ હોવ, તો ડહોળું અથવા દૂષિત પાણી પણ તમને કાંઈપણ અપાય કરી શકતું નથી. તેમજ જો તમારી માનસિક સ્થિતિ નકારાત્મક હોય અને પાણી પીતી વેળાએ જો તમે પાણી વિશે કાળજી રાખતા ન હોવ, તો અતિશય શુદ્ધ પાણી પણ પ્રચંડ અપાયકારક પુરવાર થઈ શકે છે.

 

૩. પાણીની ‘કોશસંસ્‍થા’ માનવીના મજ્‍જાસંસ્‍થા પ્રમાણે કાર્ય કરતી હોવી

પાણી એ ‘જીવિત’ છે અને માનવીની મજ્‍જાસંસ્‍થા જે પ્રમાણે કાર્ય કરે છે, તે પ્રમાણે પાણી અને તેની ‘કોશસંસ્‍થા’ કાર્ય કરે છે. જે પાણી હાથમાં લઈને અથવા પાસે રાખીને પ્રેમની ભાવનાઓ મનમાં લાવવામાં આવે છે, તે પાણીના કોશ અથવા કણોનો (મોલેક્યુલ) આકાર ઘણો સુંદર હોય છે અને જે પાણી હાથમાં ઝાલીને અથવા પાસે રાખીને ગુસ્સો કે દ્વેષ જેવી ભાવનાઓ મનમાં લાવવામાં આવે છે, તે પાણીના કણોનો આકાર ઘણો વિચિત્ર અને કાબરચિતરો હોય છે. જે રીતે પાણી પીતી વેળાએ તમે પાણીને ટ્રીટ (વર્તણૂક) કરો છો, તે પાણી ઘણા વધારે સમય માટે ‘સ્મરણ રાખે છે’ અને તે પ્રમાણે તમારા શરીર પર સારું કે નરસું પરિણામ કરે છે.

 

૪. ‘વોટર થેરપી’નો ઉદય થવો

પાણીનો વિચાર વર્તમાનમાં ‘લિક્વિડ કૉમ્પ્‍યુટર’ તરીકે પણ કરવામાં આવે છે અને તેમાં પાણીનો ‘સ્મરણ રાખવું’ (મેમરી) આ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. વર્તમાનમાં પાણીના આ જ ગુણધર્મનો ઉપયોગ કરીને ‘તમને જે કાંઈ સારા ઉદ્દેશ સાધ્ય કરવાના છે, તે ઉદ્દેશ એક હાથમાં પાણીનો ગ્લાસ લઈને પછી મનમાં બોલીને પછી તે પાણી પીવું’, જેવી વિવિધ ‘વોટર થેરપી’નો ઉદય થઈ રહ્યો છે. આ બધી વૈજ્ઞાનિક જાણકારી છે અને જેમને વધારે વિગતવાર જાણકારી જોઈતી હોય, તેમણે ઇંટરનેટ પર ડૉ. મસારૂ ઇમોતોનું પાણી વિશેનું સંશોધન વાંચવું.

 

૫.પાણીની દિવ્‍ય અને શક્તિશાળી ક્ષમતા ધ્‍યાનમાં આવે, તે માટે કરવાના પ્રયત્ન

પાણીની આ દિવ્‍ય અને શક્તિશાળી ક્ષમતાઓને હિંદુ સંસ્‍કૃતિ અને રૂઢિઓ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો. તેમાંથી જે કાંઈ હાથ આવ્યું, તેના પરથી હું આગળની બાબતો ગત ૬ મહિનાઓથી કરી રહી છું.

૧. પીવાનું પાણી તાંબાના વાસણમાં રાખીને જ સંગ્રહ કરવો અને બને ત્યાં સુધી તાંબાના ગ્લાસથી જ પીવું; કારણકે તાંબુ આ ધાતુ ઊર્જાનું ‘સુવાહક’ છે.

૨. પ્રતિદિન રાત્રે તે તાંબાનું વાસણ આમલી અને હળદરનો ઉપયોગ કરીને ધોવું.

૩. ત્યારપછી તેમાં ચોખ્ખું પાણી સુતરાઉ કપડામાંથી ગાળીને ભરવું.

૪. ત્યારપછી આ પાણીના વાસણની એકબાજુએ એક દીવો પ્રજ્વલિત કરીને વાસણ પર એક ફૂલ ચડાવવું અને પાણી વિશે મનમાં અત્યંત કૃતજ્ઞતાભાવ લાવીને હાથ જોડવા.

(‘અમને આયુષ્ય, આરોગ્ય અને જીવન પ્રદાન કર્યું, તે વિશે કૃતજ્ઞ છીએ’, આ રીતે અથવા આ પ્રકારના કોઈપણ સારા વિચાર મનમાં લાવીને કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય.)

૫. સવારે ઉઠ્યા પછી આ જ વાસણમાંથી પાણી પીને દિવસનો આરંભ કરવો.

૬. પાણી પીવાનો સૌથી યોગ્ય માર્ગ એટલે બન્ને હાથના ખોબા કરીને તેમાંથી પાણી પીવું; પરંતુ તે આપણાથી થતું નથી. તેથી પાણી પીતી વેળાએ જે પવાલામાં પીવાના હોવ, તે બન્ને હાથથી ઝાલીને પાણી પીવું.

૭. પાણી પીતી વેળાએ જાણીજોઈને કેટલીક સેકંડ પાણીનો ગ્લાસ બન્ને હાથમાં ઝાલીને મનમાં સારા વિચાર, સારી ભાવનાઓ છે, તેની નિશ્ચિતી કરીને જ પાણી પીવું.

૮. આ જ બાબત કોઈના ઘરે ગયા પછી અથવા બહાર ગયા પછી કોઈપણ પાણી પીવાનો વારો આવે, તો જાણીજોઈને થોડી વધારે સમય માટે કરવી.

૯. કેવળ તરસ લાગે પછી જ પાણી પીવું. કારણવિના વારેઘડીએ પાણી પીવું નહીં.

૧૦. આહારમાં પાણી વધારે પ્રમાણમાં (૮૦-૯૦ ટકા) હોય તેવા ફળોનો સમાવેશ કરવો.

 

૬. યોગ્ય પ્રકારથી પાણી પીવાથી થયેલા લાભ

ઉપર જણાવ્યા પ્રમાણે પાણી પીવાથી અને ૬ મહિના નિરંતર પ્રયત્ન કરવાથી મને નીચે જણાવ્યા પ્રમાણે લાભ થયા :

અ. મારી નાની દીકરી, જે પ્રતિ મહિને બીમાર પડતી હતી અને તેને ‘ઍંટીબાયોટિક્સ’ (પ્રતિજૈવિકો) પ્રત્યેક મહિને આપવા પડતા હતા, તે સંપૂર્ણ રીતે બંધ થયું.

આ. મારું માનસિક અને શારીરિક આરોગ્‍ય ઘણું સારું થયું, જે કેટલાક મહિનાઓ પહેલાં ઘણું બગડી ગયું હતું.

ઇ. મારા ઘરના લોકોનો પિત્તનો (‘ઍસિડિટિ’નો) ત્રાસ લગભગ બંધ થયો છે.

ઈ. પ્રતિદિન સવારે ઘરનું વાતાવરણ ઘણું સરસ, હસતું-રમતું અને ઊર્જાથી ભરેલું હોય છે.

ઉ. મારો પાણી ભણીનો અને કુલ રસોડા ભણી જોવાનો દૃષ્ટિકોણ પલટાઈ ગયો છે.

ઊ. એકાદ દિવસ જો દીવો લગાડવાનું ભૂલી જાઉં, તો પાણીના સ્વાદમાં જણાવા જેવો ફેર જણાય છે.

એ. મેં મારી નાની દીકરીને પણ આ ટેવો પાડી છે. તે આ બાબતો આનંદથી કરે છે.

 

૭. પાણી વિશે કરેલા પ્રયોગ વૈજ્ઞાનિક અને તાર્કિક પદ્ધતિથી પુરવાર થયેલા હોવા

આવી પદ્ધતિથી પાણી પીવાનો પ્રારંભ કરવાથી સદૈવ નિરોગી રહેવા માટે લાભ થઈ શકશે. આ લખાણને અંધશ્રદ્ધા સમજવાનો પ્રશ્ન જ નથી; કારણકે ઉપર જણાવેલાં સૂત્રો વૈજ્ઞાનિક અને તાર્કિક પદ્ધતિથી પુરવાર થયેલા છે. આપણાં તીર્થક્ષેત્રો અથવા નદીઓના કુંડ અથવા દેવાલયમાં આપવામાં આવતું તીર્થ અથવા જમવા પહેલાં પાણીથી ૫ વાર લેવામાં આવતી અપોષ્ણી ઇત્‍યાદિ સર્વ હિંદુ સંસ્કૃતિએ પુરાતન કાળથી પાણીના અસીમિત અને જીવિત શક્તિનો અભ્યાસ કરીને જ આપણા સુધી પાણીનું મહત્ત્વ અને લાભ પહોંચાડવા માટે પુરવાર કરેલા પ્રકાર છે. તેનું ભાન રાખવું, એ આપણું આદ્યકર્તવ્ય છે. કેવળ રસોડાનું જ નહીં પણ, જીવનનું એક પણ કામ પાણી વિના થઈ શકે નહીં. તેથી આજથી જ પાણીની શક્તિ જાણી લઈને તેનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો પ્રારંભ કરીએ.

– ડૉ. ગૌરી કૈવલ્ય ગાયકવાડ, બાર્શી, જિલ્લો સોલાપુર

Leave a Comment