કુતુબમિનાર નહીં, જ્‍યારે આ તો મેરુસ્‍તંભ, એટલે જ આચાર્ય વરાહમિહીરની અદ્‌ભુત વેધશાળા !

Article also available in :

અનુક્રમણિકા

તાજેતરમાં જ દેહલી ખાતેના સાકેત ન્‍યાયમંદિરમાં કુતુબમિનાર પર સ્વામિત્વના અધિકાર વિશેની એક યાચના (અરજી) નોંધાઈ. ખરું જોતા ઘણીવાર મુસલમાનો કુતુબમિનાર પર તેમનો અધિકાર નોંધાવતા હોય છે; પણ વાસ્‍તવમાં કુતુબમિનાર કોણે બાંધ્‍યો ? તે ચોક્કસ શું છે ? એ વિષય અંગેની માહિતીની ચર્ચા કરનારો લેખ અહીં પ્રસ્‍તુત કરી રહ્યા છીએ.

આચાર્ય વરાહમિહીર અનેક વેધયંત્રો અને વેધશાળાઓના નિર્માતા હતા. અહીં એક વાત પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે, દેહલીના મિહરૌલીમાં આવેલો મેરુસ્‍તંભ એટલે વરાહમિહીરની અદ્‌ભુત વેધશાળા હતી. એ માટે આપણને તેના નિર્માણની આવશ્‍યકતા, નિર્માણ કાર્યનો સમયગાળો, તેની રચના, તેમાંનો તૂટેલો ભાગ, તેનો ઇતિહાસ, તેની સ્‍થાપત્‍યકલાના સર્વ પાસાં અને  પુરાવાઓનો સૂક્ષ્મ રીતે અભ્‍યાસ કરવાની આવશ્‍યકતા છે.

કુતુબ મિનાર

 

૧. ક્રૂરકર્મા કુતુબુદ્દીને હિંદુઓનો વંશવિચ્‍છેદ કરવો અને મંદિરોનો વિધ્‍વંસ કરીને ત્‍યાં મસ્‍જિદો બાંધવી

‘તબકાત-એ-નાસિરી’ નામના ઇતિહાસના ગ્રંથના અભિપ્રાય પ્રમાણે કુતુબુદ્દીનની ટચલી આંગળી તોડવામાં આવી હતી. તેથી તેને ‘ઐબક’ (હાથથી અપંગ) એમ સંબોધવામાં આવતો હતો. ઇતિહાસનો હજી એક ગ્રંથ ‘તાજુલ-મા-આસીર’ કહે છે કે, કુતુબુદ્દીન ઐબક એ કાફિરોનો (હિંદુઓનો) વિધ્‍વંસક છે. તેણે ધારદાર તલવારથી મૂર્તિપૂજકોના સર્વ સંસાર નરકની આગમાં ધકેલી દીધા. પ્રતિમાઓ અને મૂર્તિઓના સ્‍થાને મસ્‍જિદો અને મદરસાઓનો પાયો રચ્‍યો. તેના આવા કૃત્‍યોને કારણે લોકોને નૌશેરા, રુસ્‍તમ અને હાતિમતાઈની લડાઈઓનું વિસ્‍મરણ થયું હતું.

વર્ષ ૧૨૦૬ થી ૧૨૧૦ સુધી હિંદુસ્‍થાનમાં મુસલમાનોના અધિકૃત ભૂપ્રદેશનું નામ સુલતાન હતું. આ ૪ વર્ષોમાં કુતુબુદ્દીનનો મોટાભાગનો સમય ઠેકઠેકાણે દોડધામ કરીને વિદ્રોહ (બળવો) દબાવી દેવામાં ગયો. આ સમયગાળામાં તે ૨ વાર ગઝની ગયો, તેમજ નાની-મોટી લડાઈઓમાં વ્‍યસ્‍ત રહ્યો અને નવેમ્‍બર ૧૨૧૦ના આરંભના દિવસોમાં લાહોરના ચોગાનમાં ઘોડા પરથી પડીને મૃત્‍યુ પામ્‍યો.

 

૨. એક પણ ઇતિહાસકારે કુતુબમિનાર બનાવ્‍યો હોવાનું શ્રેય કુતુબુદ્દીનને ન આપવું

વિશ્‍વના એક પણ ઇતિહાસકારે તેને કહેવાતો કુતુબમિનાર બનાવવાનું શ્રેય આપ્‍યું નહીં. પ્રખ્‍યાત ઇતિહાસકાર અને જમ્‍મુ-કાશ્‍મીરના માજી ન્‍યાયમૂર્તિ આર.બી. કંવર સેનએ આ વિષય પર એક સંપૂર્ણ પુસ્‍તક લખીને પ્રકાશિત કર્યું છે. તેમાં ‘કુતુબુદ્દીન ઐબકનો આ મિનાર સાથે કોઈપણ સંબંધ નહોતો’, (Qutubuddin Aibak, the first Muslim ruler of Delhi, was not the author or founder of Qutub Minar) એવું સ્‍પષ્‍ટ નોંધ્‍યું છે. નામની સમાનતાને કારણે પણ જો માની લઈએ કે, તેણે આ મિનાર બનાવ્‍યો, તો પણ પ્રશ્‍ન ઊભો થાય છે કે, ‘તેણે મિનારના નિર્માણનો આરંભ ક્યારે કર્યો ? તે માટે કુલ કેટલા લોકોએ કામ કર્યું ? કારીગરો કોણ કોણ હતા ? આ નિર્માણ કાર્ય પર કેટલો ખર્ચ થયો ? આ સંપૂર્ણ રીતે ક્યારે તૈયાર થયો ? અને કુતુબુદ્દીન ઐબકની સત્‍યતાની દિનાંકોમાં ક્યાંય પણ આ મિનારની ચાર ભીંતોની અંદર ખ્રિસ્‍તપૂર્વ ૨૮૦ વર્ષો જૂનો પ્રાચીન ‘ગરુડસ્‍તંભ’ ક્યાંથી આવ્‍યો ?

 

૩. મુસલમાન ઇતિહાસકારોએ ‘કુતુબમિનાર’નું શ્રેય કુતુબુદ્દીનને આપવું

‘કુતુબ’ આ ઉર્દૂ શબ્‍દ છે અને તેનો અર્થ ‘ધ્રુવ’ એવો થાય છે અને કુતુબમિનારનો સાદો સરળ અર્થ ‘ધ્રુવસ્‍તંભ અથવા ધ્રુવનો તારો નિહાળવા માટેનો મિનાર’, એવો થાય છે. અરબી ભાષામાં પણ કુતુબમિનારનો અર્થ ‘નક્ષત્ર નિરીક્ષણનો સ્‍તંભ’ એમ છે, એટલે આ હિંદુ સ્‍તંભનો ઉપયોગ નક્ષત્રોનું નિરીક્ષણ કરવા માટે થતો હતો. તેથી કરીને બોલી ભાષામાં તેને ‘કુતુબમિનાર’ સંબોધવામાં આવતું હતું. આજે પણ દિશાદર્શક ચુંબકીય યંત્ર જે પાણીના વહાણ અને પનડૂબી (સબમરીન)માં લગાડેલું હોય છે, તેને બોલી ભાષામાં ‘કુતુબનામા’ અથવા ‘કુતુબઘડી’ કહેવામાં આવે છે. મુસલમાન ઇતિહાસકારોએ આ સાદા શબ્‍દને ‘કુતુબુદ્દીન’ સાથે જોડી દીધો અને અડધી ઊંઘમાં ‘કુતુબમિનાર’નું શ્રેય કુતુબુદ્દીનને આપ્‍યું.

જ્‍યોતિષી ડૉ. જિતેંદ્ર વ્‍યાસ

 

૪. દેહલી ખાતેના કહેવાતા કુતુબમિનારના ખોદકામ દરમિયાન અનેક દેવતાઓની મૂર્તિઓ નીકળવી; પણ તે સંતાડીને અલોપ કરી દેવામાં આવવી

મેરુસ્‍તંભનું વાસ્‍તવિક સ્‍વરૂપ અત્‍યારના જેવું નહોતું, જ્‍યારે તે અતિશય વિશાળકાય હતું. ૨૭ નક્ષત્રો સમજવા માટે એની ચારે બાજુએથી ૨૭ નક્ષત્ર ભવન હતા કે, જે બાંધવા માટે આજના હિસાબ પ્રમાણે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્‍યા હતા. આ સ્‍તંભ ‘દેહલીનો લાટ’, પૃથ્‍વીરાજ નો ‘વિજયસ્‍તંભ’, ‘સૂર્યસ્‍તંભ’, ‘વેધસ્‍તંભ’, ‘વિક્રમસ્‍તંભ’ આદિ નામોથી સુપરિચિત હતો. વર્ષ ૧૯૭૬માં દેહલી ખાતેના કહેવાતા કુતુબમિનારનું ખોદકામ કરવામાં આવ્‍યું. જેમાં અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ નીકળી. કેટલીક તળિયેથી, તો કેટલીક ભીંતોમાંથી નીકળી. તે સમયે પુરાતત્‍વ વિભાગના મંત્રી એ કૉંગ્રેસના સદસ્‍ય અને મુસલમાન પણ હતા. આ સિવાય કુતુબમિનારના દસ્‍તાવેજ જોયા પછી વધુ એક પુરાવો આપણને મળે છે કે, અનેક હિંદુ રાજાઓ અને મુસલમાન સુલતાનોએ વારંવાર એનું સમારકામ કર્યું; પરંતુ ક્યાંય પણ આ ભવનનું નામ ‘કુતુબમિનાર’ તરીકે નોંધાવેલું નથી, તેમજ એના આદ્યનિર્માતા તરીકે કુતુબુદ્દીનના નામની ક્યાંય પણ નોંધ નથી. આ બન્‍ને વલણને કારણે તેને કુતુબમિનારમાં હિંદુ પુરાવા મળી આવવા  યોગ્‍ય લાગ્‍યું નહીં. તેથી રાત્રે ખોદકામ દરમિયાન જે હિંદુ મૂર્તિઓ મળી આવી, તે સમયે દૂર લઈ જઈને અલોપ કરી દેવામાં આવી.

 

૫. ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓની હેરાફેરી વિશે પ્રખ્‍યાત ઇતિહાસકાર સ્‍વ. પુ. ના. ઓકે તે સમયના પુરાતત્‍વ વિભાગ પ્રમુખ અને રાષ્‍ટ્રપતિને ફરિયાદ કરવી

દેવી-દેવતાઓની મૂર્તિઓની હેરાફેરી વિશે પ્રખ્‍યાત ઇતિહાસકાર સ્‍વ. પુ.ના. ઓકે માર્ચ ૧૯૮૭ અને વર્ષ ૧૯૮૮માં અનેક પત્રો લખીને ભારતના તે સમયના પુરાતત્‍વ વિભાગ પ્રમુખ જાગતપતિ જોશી અને તે સમયના રાષ્‍ટ્રપતિ શંકર દયાળ શર્માને ફરિયાદ કરી; પરંતુ તેઓ બન્‍ને ચૂપ રહ્યા. ઉપરોક્ત સર્વ પુરાવા પરથી એ સ્‍પષ્‍ટ થાય છે કે, કહેવાતા ગુલામવંશના સુલતાન કુતુબુદ્દીનનો કુતુબમિનાર સાથે કોઈજ સંબંધ નહોતો અને નથી. કુતુબુદ્દીન જેવો વિધ્‍વંસક ક્યારેય પણ આ મિનારનો નિર્માતા હોઈ શકે નહીં.

 

૬. કુતુબમિનારના પરિસરમાં વિશ્‍વના સર્વાધિક શુદ્ધ ‘પિટવા’ લોખંડના માધ્‍યમ દ્વારા ‘ગરુડસ્‍તંભ’નું નિર્માણ કરવામાં આવવું

બાંધેલા નિર્માણ કાર્યનો સમયગાળો ધ્‍યાનમાં લેતા આ બાબત ચોક્કસ છે કે, પ્રસ્‍તુત મેરુસ્‍તંભ એ અતિશય વિચારપૂર્વક, યોજનાબદ્ધ, શાંતિથી અને એકાદ શક્તિશાળી હિંદુ સમ્રાટ ની દેખરેખ હેઠળ બનાવવામાં આવેલા હિંદુ સ્‍થાપત્‍યકલાનું અજોડ ઉદાહરણ છે. તેને તે સમયના સમ્રાટે મુક્ત હસ્‍તે ધન અને સમય ફાળવીને ઘણા પ્રેમથી બનાવ્‍યો છે. એ કહેવાતા કુતુબમિનારના પરિસરમાં બાંધેલા આ ગરુડસ્‍તંભનું લોખંડ એટલું શુદ્ધ છે કે, જેને વિશ્‍વનું સૌથી અધિક શુદ્ધ ‘પિટવા’ લોખંડ કહેવામાં આવ્‍યું છે. આ સ્‍તંભમાં લોખંડ ૯૯.૭૨૦ ટકા, કાર્બન ૦.૦૮૦ ટકા અને ફોસ્‍ફરસ ૦.૧૧૯ ટકા છે. આ લોહસ્‍તંભ પર ક્યારેય ઉઝરડો પડતો નથી અને ધૂળ બાઝતી નથી. આજે સહસ્રો વર્ષો થઈ ગયા હોવા છતાં તેના પર વાવાઝોડું, વરસાદ અને ગરમી ઇત્યાદિનો કોઈપણ પ્રભાવ પડેલો નથી. સંપૂર્ણ વિશ્‍વમાં ‘ભારતીય ધાતુવિજ્ઞાન’નું આ એક અજોડ ઉદાહરણ છે. જેનો વિશ્‍વ આખામાં ક્યાંય પણ જોટો નથી. વરાહમિહીરના ‘બૃહત્ સંહિતા’ના અધ્‍યાય ૫૭ માંના શ્‍લોક ૧ થી ૮ના ‘વજ્રલેપાધ્‍યાય’માં ધાતુઓના સંઘમાં અને વજ્રલેપ બનાવવાની વિધિ કહી છે કે, જે ૧ કરોડ વર્ષો સુધી ખરાબ થતો નથી.

 

૭. મેરુસ્‍તંભ હિંદુ સ્‍થાપત્‍યકલાનું એક અનુપમ ઉદાહરણ

પ્રખ્‍યાત ઇતિહાસકાર અને પુરાતત્ત્વવેત્તા ડૉ. ડી.એસ. ત્રિવેદીએ ‘કુતુબમિનાર કે વિષ્‍ણુધ્‍વજ’ નામનો એક શોધગ્રંથ લખ્‍યો. એ માટે તેમાં ભૂંસી શકાય નહીં એવા પુરાવા આપ્‍યા છે. તે અનુસાર કુતુબમિનાર એ હિંદુ સ્‍થાપત્‍યકલાનું એક અજોડ ઉદાહરણ છે, જેને ખ્રિસ્‍તપૂર્વ ૨૮૦માં હિંદુ સમ્રાટ સમુદ્રગુપ્‍તએ નિર્માણ કર્યો છે. આ પુસ્‍તકની ભૂમિકા દ્વારા ઇતિહાસમર્મજ્ઞ સર રામાસ્‍વામી અય્યરે સ્‍પષ્‍ટ જણાવ્‍યું કે, સમુદ્રગુપ્‍તએ તેના શાસનકાળમાં કુલ ૩ વેધશાળાઓની રચના કરી. તેમાં પહેલી દેહલી ખાતેની મિહારાવલી (મિહરૌલી), બીજી ગયા (બિહાર) ખાતે અને ત્રીજી ફિરોજ ખા (તુર્કસ્‍થાન) ખાતે બનાવી. આ સ્‍થાન પર (મિહારાવલી) ખ્રિસ્‍તાબ્‍દ ૪ થી સદીમાં નિર્મિત લોહસ્‍તંભ (વિષ્‍ણુસ્‍તંભ) તેમના પુત્ર ચંદ્રગુપ્‍ત મૌર્યની ખ્‍યાતિમાં ગાડવામાં ( દાટવામાં ) આવ્‍યો.

 

૮. કુતુબમિનારના ખોદકામમાં સંસ્‍કૃત ભાષામાંના શિલાલેખો અને હિંદુ ધર્મ સાથે સંબંધિત ચિહ્‌નો મળી આવવા

કુતુબમિનારના ખોદકામમાં સંસ્‍કૃતમાં લખાયેલા શિલાલેખ અને લાલ પત્‍થરો પર કામધેનુ, તેમજ વરાહ કોતરેલા રાજચિહ્‌નો મળી આવ્‍યા. ગાય અને વરાહ આ બન્‍ને પ્રાણીઓ વિશે ઇસ્‍લામમાં ભયંકર શત્રુત્વ અને ઘૃણા છે. ભારત અથવા ભારતની બહાર કોઈપણ મસ્‍જિદમાં ગાય, સ્‍વસ્‍તિક, ઘંટ, વિષ્‍ણુ, ગરુડ, વૃક્ષો, પાંદડા-ફૂલોનાં તોરણ અને સુશોભન આદિ વિશેના ચિહ્‌નો કદી મળી આવશે નહીં; કારણકે ઇસ્‍લામ ધર્મનું જ્‍યાં નિર્માણ થયું, ત્‍યાં નહોતા વૃક્ષો, નહોતા સુંદર પશુ-પક્ષીઓ, નહોતા ફૂલ-પાંદડા તેમજ આ વસ્‍તુઓને ચીતરવાની ત્‍યાં સ્‍થાપત્‍ય પરંપરા પણ નહોતી. સમય જતાં તે પરંપરા રૂઢિ બની ગઈ, તેમજ કોઈપણ જીવિત પ્રાણીની આકૃતિ નહીં દોરવાનો નિયમ ઇસ્‍લામ સ્‍થાપત્‍ય કલાનું અનિવાર્ય ઘટક બની ગયું. ભારત સરકારના પુરાતત્‍વ વિભાગે દેહલી પર એક પુસ્‍તક પ્રકાશિત કર્યું, એના પૃષ્‍ઠ ક્રમાંક ૫૫ પર જણાવ્‍યું છે કે, ‘જનશ્રુતિ’ અનુસાર કુતુબમિનાર એ દેહલીના અંતિમ શાસક સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણે બનાવ્‍યો, જ્‍યાં જઈને તેની દીકરી જમુના નદીનું ઉગમસ્‍થાન સંપૂર્ણ રૂપે નિહાળતી હતી અને નદીનું નિત્‍ય પૂજન કરતી હતી. છતાંય આ મિનારનું બહારનું સ્‍વરૂપ ઈસ્‍લામિક હોવાનું દેખાય છે અને તેની અંદર હિંદુ સ્‍થાપત્‍ય શૈલી પણ મોટા પ્રમાણમાં દેખાઈ આવે છે. આ સંદર્ભમાં આમાં મળી આવનારા દેવનાગરી ભાષાના શિલાલેખ અને મંદિર આદિના મૂર્તિમંત પત્‍થરો સ્‍વયં આ વાસ્‍તવિક સ્‍થિતિના પુરાવા છે.

આચાર્ય વરાહમિહીર

 

૯. ખ્રિસ્‍તની ૧૪મી સદીના અંત સુધી, એટલે જ ફિરોજશાહ તુઘલકના સમયગાળા સુધી કુતુબમિનારને હિંદુ ભવન સમજવામાં આવવું

ભારત સરકારના પુરાતત્‍વ વિભાગનું આ એક ઉદાહરણ આશ્‍ચર્યજનક છે અને મહત્‍વપૂર્ણ છે; કારણકે એ આ સંશોધન પત્રને આગળ લઈ જવા માટે દીવાદાંડીનું કાર્ય કરી રહ્યું છે. કુતુબમિનારના ત્રીજા માળ પર એક દસ્‍તાવેજ જોવા મળે છે. તેમાં  ‘પિરથી નિરપ: સ્‍તંભ, મલિકદીન કીરતિસ્‍તંભ સુલત્રાણ ઉલ્‍લાઉદ્દીન કી જય સ્‍તંભ ।’, એમ કહ્યું છે.

અહીં ‘પિરથી નિરપ:’ સ્‍તંભ પરથી કેવળ મહારાજા પૃથ્‍વીરાજ ચૌહાણજીનો ઉલ્‍લેખ અભિપ્રેત છે, જેમનો શાસનકાળ વર્ષ ૧૧૭૫ થી ૧૧૯૩ સુધી હતો. આ દસ્‍તાવેજ સર્વ મુસલમાન શાસકોના નિર્માણકાર્યના સંદર્ભમાંના સર્વ દાવાઓને ખોટા પુરવાર કરે છે. વિખ્‍યાત પુરાતત્ત્વવેત્તા અને ન્‍યાયમૂર્તિ આર.બી. કંવર સેનના અભિપ્રાય અનુસાર હિંદુ સ્‍થાપત્‍યકલાનું અનુપમ ઉદાહરણ આ ‘જય સ્‍તંભ’ ચૌહાણ વંશના સમ્રાટ વિશાલદેવ વિગ્રહરાજે તેના દેહલીના વિજય સમયે બનાવ્‍યો. કુતુબમિનારના ૫ મા માળના પ્રવેશદ્વાર પર એક દસ્‍તાવેજ જોવા મળે છે. સર્વ મુસલમાન શાસકોના ખોટા દાવાઓનું ખંડન કરીને આ ભવનનું સાચું નામ પણ કહે છે. તેથી તે સૌથી વધારે મહત્ત્વનો છે. આ દસ્‍તાવેજ આજે પણ સ્‍પષ્‍ટ રીતે વાંચી શકાય છે.

‘ઓ સ્‍વસ્‍તિ શ્રી સુરિત્રાણ ફેરોજશાહિ વિજયરાતે સંવત ૧૪૨૫ વરિષ્‍ઠ ફાગણ સુદ ૫ શુક્રદિને મુકરો જીર્ણોદ્ધાર કૃતં શ્રી વિશ્‍વકર્માપ્રાસાદે સુત્રધારી ચાહડદેવપાલ સુતદોહીત્ર સુત્રપાલ: પ્રતિષ્‍ઠા નિષ્‍પાતિત ઉદૈગજ ૯૨’

આ દસ્‍તાવેજમાં કુતુબમિનારને ‘વિશ્‍વકર્મા પ્રાસાદ’ સંબોધવામાં આવ્‍યું છે. આમાં એક વાત સ્‍પષ્‍ટ થઈ કે, ખ્રિસ્‍તના ૧૪ મી સદીના અંત સુધી ફિરોજશાહ તુઘલકના સમયગાળાસુધી આ વિશાળ ભવનને મુસલમાનોની રચના સમજવામાં આવતી નહોતી, જ્‍યારે હિંદુ ભવન સમજવામાં આવતું હતું. ચાહડદેવપાલનો પુત્ર કે દોહિત્રએ વર્ષ ૧૪ ફેબ્રુઆરી ૧૩૭૦ ના દિવસે આ ભવનનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્‍ઠાપના કરી.

 

૧૦. કુતુબમિનારની મેરુપૃષ્‍ઠીય અથવા શ્રીયંત્ર જેવી અને કમળની પાંખડીઓ જેવી સુશોભિત રચના એ હિંદુ વાસ્‍તુકલાનું અનુપમ ઉદાહરણ !

વાસ્‍તુકલાની દૃષ્‍ટિએ એક પક્ષી બનીને કુતુબમિનારના અંતિમ માળે લોખંડના સ્‍તંભ પર ચઢીને નીચે જોઈએ, તો કુતુબમિનારની રચના સ્‍પષ્‍ટ રીતે મેરુપૃષ્‍ઠીય અથવા શ્રીયંત્ર જેવી અને કમળની પાંખડીઓ જેવી સુશોભિત છે. સૌથી નીચે ૧૬ ગજ ઊંડો અને ૧૬ ગજ પહોળો ઘેરાવ ધરાવતી કમલકર્ણિકા છે. પછી એક કમળમાં બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું કમળ નીકળી રહ્યું હોવાનું દેખાઈ આવે છે. આ હિંદુ વાસ્‍તુકલાનું અજોડ ઉદાહરણ છે. મિનારની ૧૨ દિશાઓમાં ૧૨ રાશિઓ અને ૭ ખંડો ૭ સ્‍વર્ગ દર્શાવે છે. કેટલાક વિદ્વાનોએ ભાગવત્ મહાપુરાણ પ્રમાણે આ કુતુબમિનાર તાદૃશ (તેના જેવું જ)  મેરુપર્વતના નમુનામાંથી સ્‍થાપન કર્યો છે અને શ્‍લોકમાં ‘યોજન’નું વર્ણન ‘ગજ’ના માપથી ગણ્‍યું છે.

 

૧૧. મેરુસ્‍તંભને મુસલમાન સ્‍વરૂપ આપવા માટે તેની ચારે બાજુ કુરાનની કલમો કોતરવામાં આવવી

અરબી ભાષામાં ધ્રુવને ‘કુતુબ’ અને સ્‍તંભને ‘મિનાર’ કહે છે. સંસ્‍કૃત ભાષામાં ‘ધ્રુવ’ને ‘મેરુ’ પણ કહે છે. અંતે કુતુબમિનાર એ મેરુસ્‍તંભનો જ અરબી અનુવાદ છે. એને મુસલમાની રચના પુરવાર કરવા માટે મુસલમાનોએ મેરુસ્‍તંભના ચારે બાજુ કુરાનની કલમો અને અન્‍ય મુસલમાન સુલતાનોની ખોટી પ્રશંસા કોતરી, જ્‍યારે કે મુસલમાન ઈતિહાસકાર સર સૈયદે પ્રામાણિકતાથી ‘અસર-ઉસ-સંદ્દી’માં લખ્‍યું, ‘આ મિનાર મુસલમાન કૃતિ નથી પણ રાજપૂત સમયગાળામાં બંધાયેલું એક હિંદુ ભવન છે.’ હિંદુ વાસ્‍તુકલા પ્રમાણે પ્રત્‍યેક મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વાભિમુખ હોય છે. જે દિશામાં સૂર્ય ઊગે છે, તેજ દિશામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ હોય છે. મુસલમાન સ્‍થાપત્‍ય કલા અનુસાર મસ્‍જિદનું પ્રવેશદ્વાર પશ્‍ચિમાભિમુખ હોય છે, તેમજ ‘એક મુસલમાન કાબા (પશ્‍ચિમ દિશામાં) મોઢું રાખીને જ નમાજપઠન કરશે’, એ ઇસ્‍લામિક વાસ્‍તુકલાની અનિવાર્ય શરત છે; પરંતુ કુતુબમિનાર તો પશ્‍ચિમાભિમુખ નથી.

 

૧૨. વેધશાળા અને છાયાપ્રમાણ આદિ અનુસાર એ મેરુસ્‍તંભ હોવાનું પુરવાર થવું

અત્‍યાર સુધી એ તો સ્‍પષ્‍ટ છે કે, આ કાંઈ ઇસ્‍લામિક ભવન નથી. આ સ્‍થાન પર કોઈપણ ઉત્કૃષ્ટ મંદિરના લક્ષણો દેખાઈ આવે છે. રાત્રે દિશા-બોધ થવા માટે સપ્‍તર્ષિઓને જોવા માટે, ગ્રહો અને ઉચિત લગ્‍નોને યોગ્ય રીતે સમજવા માટે આપણને સહુ પ્રથમ ધ્રુવ તારાનો આશરો લેવો પડે છે. એવી સ્‍થિતિમાં જ્‍યોતિષ નિયમો પ્રમાણે સર્વ વેધશાળાઓના પ્રવેશદ્વારો અને ઝરૂખાઓ ઉત્તરાભિમુખ હોય છે. આ મિનાર પણ ઉત્તરાભિમુખ છે, એટલે કે આ એક વેધશાળા છે.

જ્‍યોતિષ સિદ્ધાંત અનુસાર પ્રાચીન જંતરમંતર અને દેહલી ખાતેના કર્મ-ક્લય યંત્રો પ્રમાણે આ મિનારનો ઝોક દક્ષિણ ભણી રહેલો છે. આનું મુખ્‍ય કારણ એ છે કે, ૨૧ જૂનના દિવસે જ્‍યારે વર્ષનો સૌથી મોટો દિવસ હોય છે, ત્‍યારે બપોરે ૧૨ કલાકે આ વિશાળ મિનારનો પડછાયો જમીન પર પડતો નથી. આ બાબત અંગે તજ્‌જ્ઞોએ સંશોધન કર્યું અને ૨૧ જૂન, ૧૯૭૦ના દિવસે વિવિધ જાણીતા પત્રકારો અને જ્‍યોતિષ તજ્‌જ્ઞોની એક ટુકડીએ વ્‍યવહારિક દૃષ્‍ટિએ આનું પરીક્ષણ કર્યું. ત્‍યારે તેમાં તથ્‍ય હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું. જેના સમાચાર અનેક સમાચારપત્રોમાં પ્રકાશિત થયા છે.

૨૧ જૂનના દિવસે તેનો પૃથ્‍વી પર પડછાયો નહીં પડવાનું કારણ એ છે કે, ૨૧ જૂનના દિવસે સૂર્ય મધ્‍યરેખાથી ૨૩-૩૦ ડિગ્રીથી ઉત્તર દિશામાં હોય છે. મેરુસ્‍તંભનો અક્ષાંશ ૨૮-૩૦-૩૮ ડિગ્રી છે. મધ્‍યરેખાના નિર્માણકાળમાં તેનો ઝોક ૫-૧-૨૮ ડિગ્રી દક્ષિણ દિશા ભણી આપવામાં આવ્‍યો છે. તેથી તેનો પડછાયો તે દિવસે પૃથ્‍વી પર પડતો નથી. સૌથી ટૂંકા દિવસે એટલે જ કે ૨૩ ડિસેમ્‍બરના દિવસે આ મિનારનો પડછાયો ત્રણ ગણો સૌથી લાંબો દેખાઈ આવે છે. આ દિવસે આ પડછાયાનું માપ ૨૮૦ ફૂટ નોંધવામાં આવ્‍યું છે. આ પુરાવા થકી જ એ સ્‍પષ્‍ટ થાય છે કે, કુતુબમિનાર એ પ્રાચીન ‘પંચસિદ્ધાંતિકો’ની શૈલી પર નિર્મિત વરાહમિહિરની વેધશાળા જ છે અને બીજું કાંઈ નથી.

 

૧૩. મેરુસ્‍તંભનો (કહેવાતા કુતુબમિનારનો) વરાહમિહિર સાથે વિવિધ રીતે સંબંધ હોવો

૧૩ અ. મિહરૌલી એટલે આચાર્ય વરાહમિહીર જ્‍યાં રહેતા હતા તે સ્‍થાન !

મેરુસ્‍તંભ મિહરૌલીમા છે. મિહરૌલી આ અપભ્રંશ શબ્‍દ છે. શુદ્ધ શબ્‍દ છે, ‘મિહિર+આલય=મિહારાલય’. અર્થાત્ આચાર્ય વરાહમિહીર જ્‍યાં રહેતા હતા તે સ્‍થાનને ‘મિહિરાલય’ કહેવામાં આવેલું છે. ડૉ. ડી.એસ. ત્રિવેદીની વ્‍યાખ્‍યા આનાથી અલગ છે. તેઓ શુદ્ધ શબ્‍દ ‘મિહિરાવલી’ને માને છે. મિહીરનો અર્થ છે સૂર્ય અને અવલીનો અર્થ છે હરોળ/પંક્તિ, જેમ કે દીપ-અવલી=દીપાવલી. તેવી જ રીતે મિહિરાવલીનો અર્થ થાય છે, ‘સૂર્યાદી નક્ષત્રો નિહાળનારી વેધશાળા’ અને અહીં આ જ અર્થ અભિપ્રેત છે. આમાં અધિક ઊંડા ઉતરીએ, તો વિશ્‍લેષક ભરત અનુસાર સૂર્ય જેવી તેજસ્‍વી બુદ્ધિ ધરાવનારી વ્‍યક્તિને ‘મિહીર’ કહે છે. વિશ્‍વની અદ્‌ભુત હિંદુ સ્‍થાપત્‍ય કળાથી ઓતપ્રોત આ ગૌરવશાળી વેધશાળાના નિર્માણ પાછળ પણ વિશ્‍વનું અદ્વિતીય અને અનેરું મગજ રહ્યું હશે.

૧૩ આ. મેરુસ્‍તંભ વરાહમિહીરના સિવાય અન્‍ય કોઈએ પણ બનાવ્‍યો ન હોવો

૨૧ જૂન ૧૯૮૪ ના દિવસે મારા ગુરુદેવ ડૉ. ભોજરાજ  દ્વિવેદીએ તેમના સમકક્ષ વિદ્વાન સહકારી પંડિત જગન્‍નાથ ભસીન, પંડિત જગન્‍નાથ ભારદ્વાજ, પંડિત સત્‍યવીર શાસ્‍ત્રી અને મહાન વીર થુલ્‍લી આદિના સાથે કુતુબમિનારનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા. તેમને સહુને મિનારની ચારેકોરથી સુકાઈ ગયેલા તળાવ જેવું વિશાળ આંગણું નજરે પડ્યું. ખરું જોતા એક અતિશય મોટા તળાવની વચ્‍ચોવચ આ સ્‍તંભ બનાવવામાં આવ્‍યો હતો, જેથી કરીને રાત્રે તળાવના નિર્મળ જળમાં ગ્રહો-નક્ષત્રોનું સ્‍પષ્‍ટ પ્રતિબિંબ દેખાઈ આવે, તેમજ દિવસે સૂર્યના પ્રતિબિંબના આધારે આંખો પર જોર આપ્‍યા વિના સૂર્યનો વેધ લઈ શકાય. ચોક્કસ જ આ આયોજન મિહિરાચાર્ય સિવાય અન્‍ય કોઈનું હોઈ જ શકે નહીં. પંડિત માયારામે સ્‍પષ્‍ટતાથી  કહ્યું કે, આ વેધશાળા વરાહમિહીરની જ હતી.

૧૩ ઇ. મેરુસ્‍તંભ જ વરાહમિહીરના વિશ્‍વવિદ્યાલય અને વેધશાળા હોવા

લગ્‍નનો ઉદય અને અસ્‍ત જોવા માટે સૂર્ય-ચંદ્ર ઇત્‍યાદિ ગ્રહોના ચોક્કસ ઉદય-અસ્‍ત કાળનાં સમયની ગણતરી માટે, ગ્રહોની યુતિ, પ્રતિયુતિ, શ્રંગોન્‍નતી અને પરસ્‍પર યુદ્ધ નિહાળવા માટે તે શહેરની સૌથી ઊંચી સપાટી ધરાવતા વિસ્‍તાર પર જઈને જોવું પડે છે. કુતુબમિનારની ઊંચાઈ ૧૦૬ ફૂટ હોવાની પાછળ આ જ કારણ છે. જો આ સ્‍તંભને કુતૂહલ અથવા વિલાસ (સુખ) માટે બનાવવામાં આવ્‍યો હોત, તો તેમાં આ પ્રકારની સગવડ અને આનંદ પામવા માટે એકાદ જગા ચોક્કસ હશે; પરંતુ તેવું નથી. આનો અર્થ આ મેરુસ્‍તંભ જ વરાહમિહીરનું વશ્‍વવિદ્યાલય અને વેધશાળા છે. બૃહત્ સંહિતામાંના વ્રજલેપાધ્‍યાય ૫૭ માંના શ્‍લોક ૧ થી ૮ અંતર્ગત ધાતુસંઘ અને વ્રજલેપની વિધિઓ કહેવામાં આવી છે, જેમાં એક કરોડ વર્ષો સુધી દેવપ્રાસાદ, પ્રતિમા, થાંભલાઓ અને કૂવાઓ આદિને ખરાબ થવા દેતા નહોતા. મોટેભાગે આ જ  તંત્રજ્ઞાન ગરુડધ્‍વજ લોહસ્‍તંભમાં અવિરત થવા પામ્‍યું છે.

 

૧૩ ઈ. મેરુસ્‍તંભના નિર્માણમાં વરાહમિહીરે વિવિધ તંત્રોનો ઉપયોગ કરવો

પંચસિદ્ધાંતિકાના અધ્‍યાય ૧૩માંના શ્‍લોક ૧૦ અને ૧૧માં કહેવામાં આવ્‍યું છે કે, વર્ષમાંના ૬ મોટા દિવસોમાં બપોરના ૧૨ કલાકે સૂર્ય ક્ષિતિજની સર્વોત્તમ ઊંચાઈ પર હશે, ત્‍યારે ઊંચા ભવનોના પડછાયા પૃથ્‍વી પર પડતા નથી. તે પ્રમાણે તે ૫ અંશ દક્ષિણ ભણી ઝૂક્યું છે. ભવનોના પડછાયા પરથી વર્ષના સૌથી મોટા દિવસનો વેધ (નિરીક્ષણ) વ્‍યવહારુ પરીક્ષણના આધારે કરવામાં આવતો હતો. આ સૂત્રનું વર્ણન વરાહમિહીર વ્‍યતિરિક્ત કોઈપણ પ્રાચીન ગ્રંથો જેવા કે, નારદસંહિતા, ગર્ગસંહિતા, બૃહત્ પરાશર, હોરાશાસ્‍ત્ર, ભૃગુસંહિતા, આર્યભટ્ટીય, સત્‍યજાતકમ્ બૃહદ્યવનજાતક ઇત્યાદિમાં મળતું નથી. વરાહમિહીરે આ તંત્રનો ઉપયોગ મેરુસ્‍તંભના નિર્માણમાં સંપૂર્ણ રીતે કર્યો છે કે જે પ્રત્‍યક્ષમાં લીધેલી પરીક્ષાઓથી પ્રમાણિત છે.

 

૧૪. મિહરૌલીમાં આવેલો મેરુસ્‍તંભ જ એ વરાહમિહીરની વેધશાળા હોવી

‘પંચસિદ્ધાંતિકા’માં વરાહમિહીરે ફરી ફરીને ‘મેરુપર્વત’નું વર્ણન કર્યું છે. આ મેરુપર્વત મેરુસ્‍તંભ જ હોઈ શકે. બૃહત્ સંહિતામાં પ્રાસાદલક્ષણાના અધ્‍યાયમાં પણ વરાહમિહીરના સહુથી પહેલાં ‘મેરુપ્રાસાદ’ બનાવવાનો વિધિ આપ્‍યો છે. વાસ્‍તુશાસ્‍ત્રમાં પ્રખર જ્ઞાતા ગુપ્તકાલે પણ ‘વરાહમિહીર જેવા બીજા કોઈ થયા નથી. આ સ્‍તંભ ખ્રિસ્‍તપૂર્વેનું નિર્માણ છે અને ચોક્કસ જ વરાહમિહીર તેના અગાઉ થઈ ગયા હતા. છેવટે આ મેરુસ્‍તંભના માધ્‍યમ દ્વારા આપણને વરાહમિહીરનું નિવાસસ્‍થાન, તેમનું કાર્યક્ષેત્ર, તંત્ર, તેમની પ્રતિભા અને તેમના સમયગાળાનો પ્રબળ સંકેત મળે છે.’ આ સર્વ પ્રબળ પુરાવા પરથી એ પ્રમાણસર પુરવાર થાય છે કે, મિહરૌલીમાં આવેલો મેરુસ્‍તંભ જ એ વરાહમિહીરની વેધશાળા હતી.’

– જ્‍યોતિષી ડૉ. જિતેંદ્ર વ્‍યાસ, જોધપુર, રાજસ્‍થાન. (૧ ઑક્‍ટોબર ૨૦૧૨)
(‘કાશ્‍મીર વિદ્યાપીઠ, શ્રીનગર’ ખાતે ઑક્‍ટોબર ૨૦૧૨માં થયેલી ૪૬ મી ‘ઑલ ઇંડિયા ઓરિએન્‍ટલ કૉન્‍ફરન્‍સ’માં પ્રસ્‍તુત કરવામાં આવેલો શોધનિબંધ)

Leave a Comment