આયુર્વેદના પ્રાથમિક ઉપચાર

Article also available in :

 

૧. ગળું દુઃખવું અથવા ગળામાં વળવળવું
(ચળ આવવી), તેમજ કોઈપણ પ્રકારની ઉધરસ

‘દિવસમાં ૨ – ૩ વાર ‘ચંદ્રામૃત રસ’ ઔષધીની ૧ – ૨ ગોળીઓ ચાવીને  ખાવી.’ – વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૫.૭.૨૦૨૨)

વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર

૧ અ. અનુભવ

ઘણીવાર કોઈપણ કારણસર મારા ગળામાં દુઃખતું અને તાવની લાગણી થતી કે તરત જ હું ‘ચંદ્રામૃત રસ’ની ૧ ગોળી ચાવતો. મોટાભાગે કેવળ એક ગોળીને કારણે પણ મારું ગળામાં દુઃખવાનું બંધ થઈને તાવની લાગણી પણ જતી રહેતી, તેમજ ઉધરસ આવવાનું પણ ટળી જતું’. –  (પૂ.) સંદીપ આળશી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૫.૭.૨૦૨૨)

 

૨. કોરી ઉધરસ (વાતજ કાસ)

‘કેટલીક વાર ઉધરસનો કેવળ ઠાંસો આવે છે; પરંતુ કફ પડતો નથી અથવા જો પડે તો થોડો પડે છે. આ પ્રકારની ઉધરસમાં ‘શ્‍વાસનલિકા અંદરથી છોલાઈ ગઈ છે કે શું ?’, એમ લાગવા માંડે છે. ઉધરસ ખાઈ ખાઈને પાંસળાં અને પેટ દુઃખવા લાગે છે. કેટલીક વાર ઉધરસ પરની ઔષધિઓ લઈને પણ કફ સૂકાઈ જવાથી પણ આવી ઉધરસ આવે છે. કેટલીક વાર ઊંઘમાં ઠંડી હવા નાક-મોંમાં જવાથી આવી ઉધરસ આવે છે. આ વાત (વાયુ)ને કારણે આવનારી ઉધરસના ચિહ્‌નો છે. આયુર્વેદમાં આને ‘વાતજ કાસ’ કહે છે. ‘કાસ’ એટલે ‘ઉધરસ’. આવા સમયે આગળ જણાવેલા ઉપચાર કરવા.

અડધી વાટકી ગરમ પાણી લેવું. તેમાં ૨ ચમચી (૧૦ મિ.લી.) ચોખ્‍ખું ઘી અને ચપટી મીઠું નાખવું અને હલાવી હલાવીને પીવું. (ઘી ને બદલે તળેલું તેલ પણ વાપરી શકાય. તળેલું તેલ એટલે જેમાં ‘વડા, પાપડ, ભજિયાં એવા ખાદ્યપદાર્થો તળ્યા હોય, એવું તેલ.) પી લીધા પછી વાટકીને અંદરથી લાગેલું (ચોંટેલું) ઘી વાટકીમાં થોડું ગરમ પાણી નાખીને હલાવીને પીવું. ૧ – ૨ વાર આ પ્રમાણે કરવાથી ઉધરસ થોભે છે, એવો અનુભવ છે. જો ઉધરસ સાથે તાવ અથવા તાવની લાગણી હોય તો ઘી સાથે ૧ ચમચી તુલસીનો રસ પણ લેવો.’ – વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર (૨૫.૭.૨૦૨૨)

૨ અ. અનુભવ

‘મારી દીકરી ચિ. મુક્તા સાડાચાર વર્ષની છે. જુલાઈ ૨૦૨૨ના ત્રીજા અઠવાડિયામાં તેને શરદી થઈને કોરી ઉધરસ ચાલુ થઈ. ઉધરસ ખાઈ ખાઈને તે હેરાન થઈ ગઈ હતી. તેમાં જ તેને થોડો તાવ પણ આવ્‍યો. આવા સમયે એક ચમચી તુલસીના રસમાં ૧ ચમચી (૫ મિ.લી.) ઘી અને થોડું મીઠું નાખીને હલાવીને તેને પાઈ દીધું. તે સમયે તેનો ઉધરસનો ઠાંસો ઘણો ઓછો થયો. ત્‍યાર પછી આશરે ૪ કલાક રહીને થોડી ઉધરસ આવ્‍યા પછી તેને આ પ્રમાણે જ ઘી પાયું. પછી તેને ઉધરસ આવી નહીં અને તાવ પણ ઉતરી ગયો.’ – સૌ. રાઘવી મયુરેશ કોનેકર, ઢવળી, ફોંડા, ગોવા. (૨૫.૭.૨૦૨૨)

 

૩. તાવની લાગણી અથવા તાવ આવવો

‘૨ દિવસ તુલસીના ૨ – ૨ પાન સવાર-સાંજ ચાવીને ખાવા. એક ભોજનના સમયે કાંઈ જ લેવું નહીં. ઉપવાસ કરીને ત્‍યાર પછી જ્‍યારે ભૂખ લાગે, ત્‍યારે થોડી ફીકી દાળ ૧ ચમચી ઘી નાખીને પીવી. ૨ દિવસ અન્‍ય કાંઈ ખાવાને બદલે કેવળ ગરમ ગરમ ફીકીદાળ-ભાત જમવા. ફીકીદાળ-ભાત પર થોડું ઘી લેવું. સ્‍વાદ પૂરતું અથાણું લઈએ, તો પણ ચાલે. સંપૂર્ણ સારું લાગે ત્‍યાંસુધી આ જ આહાર લેવો. નાસ્‍તો કરવો નહીં. તેને બદલે એક ચમચી કાળીદ્રાક્ષ ચાવીને ખાવી અથવા એક વાટકી ભરીને ગરમ પાણીમાં થોડો ગોળ નાખીને હલાવીને પીવું. તરસ લાગે ત્‍યારે ગરમ પાણી જ પીવું. વિશ્રાંતિ લેવી. એમ કરવાથી તાવ પ્રતિબંધિત થવા માટે સહાયતા થશે. જો તાવ આવે જ તો તેનો વધારે ત્રાસ થતો નથી અને તે ઝડપથી સાજો થવા લાગે છે.’ – વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૫.૭.૨૦૨૨)

 

૪. માથું દુઃખવું

‘સૂતશેખર રસ’ આ ઔષધીની એક ગોળીનું ઝીણું ચૂર્ણ બનાવવું. (એક થાળીમાં ગોળી મૂકીને તેના પર પવાલાથી અથવા વાટકીથી દાબ આપવાથી ગોળીનું ચૂર્ણ થાય છે.) આ ચૂર્ણ બજર (છીંકણી) સૂંઘે છે, તે રીતે નાકમાં ખેંચવું. એમ કરવાનું જો ન ફાવતું હોય, તો એક ચમચી પ્રવાહી ઘીમાં આ ગોળીનું ચૂર્ણ ભેળવવું. ચત્તા સૂઈ જઈને આ ઘી માં ભેળવેલી ઔષધીના ૨ – ૨ ટીપાં બન્‍ને નસકોરામાં નાખીને ૨ મિનિટ સૂઈ રહેવું. ત્‍યાર પછી ઊઠીને ઘીમાં ભેળવેલું બાકી રહેલું ઔષધ ચાટીને ખાઈ જવું.’

 

૫. બદ્ધકોષ્‍ઠતા (કબજિયાત)

‘બદ્ધકોષ્‍ઠતા માટે ગંધર્વ હરીતકી વટી’ આ ઔષધીની ૨ થી ૪ ગોળીઓ રાત્રે સૂવા પહેલાં નવશેકા પાણી સાથે લેવી. તે સાથે જો ભૂખ ન લાગવી, આહાર ન જવો, અપચો થવો, પેટમાં વાયુ (ગૅસ) થવો, આ લક્ષણો હોય, તો ‘લશુનાદી વટી’ ઔષધીની ૧ – ૨ ગોળીઓ બન્‍ને સમયના ભોજનની ૧૫ મિ. પહેલાં ચાવીને  ખાવી. તેને કારણે પાચક સ્રાવ સારી રીતે નિર્માણ થાય છે. બદ્ધકોષ્‍ઠતા પરના આ ઉપચાર ૧૫ દિવસ કરવા.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૭.૭.૨૦૨૨)

અત્રે ‘પ્રાથમિક ઉપચાર’ આપ્‍યા છે. જો ઔષધિઓ લઈને પણ સારું ન લાગે તો ઔષધ-ઉપચાર ન કરતા સહન કરવાને બદલે સ્‍થાનિક વૈદ્યને મળવું.

Leave a Comment