અમ્‍લપિત્ત (ઍસિડિટી) : વર્તમાન સમયની મોટી સમસ્‍યા અને તેના પરના ઉપાય !

Article also available in :

અમ્‍લપિત્ત

 

૧. અમ્‍લપિત્તનો ત્રાસ ધરાવતા રુગ્‍ણો મનથી જ ઔષધિઓ લેતા હોવાથી તેમને વિવિધ શારીરિક ત્રાસ થવા

આપણી આસપાસ અમ્‍લપિત્તનો (ઍસિડિટીનો) ત્રાસ ધરાવતા ૪-૫ લોકો તોયે હોય છે. અમ્‍લપિત્તના રુગ્‍ણો પિત્તની ઔષધી પોતાના મનથી વર્ષોથી લેતા હોય છે, એવું ઘણીવાર ધ્‍યાનમાં આવે છે. તેમાં ‘પ્રોટૉન પમ્‍પ ઇન્‍હિબિટર્સ’ વર્ગમાં આવતી ઔષધિઓ સૌથી વધારે પ્રમાણમાં લેવામાં આવે છે. આ ઔષધિઓ વૈદ્યકીય સલાહ વિના વધારે સમય લેવાથી કિડનીની વિવિધ બીમારીઓ, પ્રસંગે કિડની નકામી બની જવી, વિવિધ હૃદયવિકાર, તેમજ હાડકા દુર્બળ થઈને અસ્‍થિભંગ થવા જેવી ગંભીર સમસ્‍યાઓ નિર્માણ થઈ શકે છે. આ ગોળીઓ સાથે જ રુગ્‍ણ ‘ડોમપેરિડોન’ ઔષધ પણ પોતાના મનથી વારંવાર લેતો જોવા મળે છે. સ્‍ત્રીઓમાં ‘ડોમપેરિડોન’ને કારણે ‘પ્રોલૅક્ટિન’ હાર્મોનનું પ્રમાણ વધારે થઈને માસિક અટકાવ અનિયમિત થઈ શકે છે. તેને કારણે આ ઔષધિઓ આધુનિક વૈદ્યની સલાહ વિના લેવાનું ટાળવું જોઈએ.

 

૨. અમ્‍લપિત્ત દૂર કરવાના ઉપાય !

ડૉ. શિલ્‍પા ચિટણીસ-જોશી

અમ્‍લપિત્તના ત્રાસ પાછળનાં કારણોનો તજ્‌જ્ઞોની સહાયતાથી શોધ લઈને તેના પર કાયમ સ્‍વરૂપમાં ઉપચાર કરવા અતિ આવશ્‍યક છે. તે માટે જીવનશૈલીમાં પરિવર્તન કરવાની તૈયારી હોવી જોઈએ. વધારે સમય થોડું થોડું ખાવું, ખાધા પછી તરત ન બેસવું, તીખું અથવા મસલાવાળા પદાર્થોનું ઓછા પ્રમાણમાં સેવન કરવું, તમાકુ અને આલ્‍કોહોલનું સેવન ટાળવું, નિયમિત વ્‍યાયામ કરીને વજન ઓછું રાખવું, માનસિક તણાવ ઓછો કરવા માટે પ્રયત્નો કરવા, આવી બધી બાબતોનો ઘણો લાભ થઈ શકે છે. નયણે કોઠે પાણી પીવું (ગરમ નહીં) તેનો પણ લાભ થઈ શકે છે.

 

૩. છાતીમાં બળતરા થવા લાગે તો લવિંગ, આદું, તજ, છાસ, જીરૂં, વરિયાળી, ઠંડુ દૂધ અને નારિયેળ-પાણી લેવું !

અન્‍નનળી  અને જઠર વચ્‍ચે એક દ્વાર હોય છે. જઠરમાં અમ્‍લનું પ્રમાણ વધે કે તે દ્વાર બંધ થાય છે અને અમ્‍લને ઉપર અન્‍નનળીમાં આવવા દેતું નથી. અમ્‍લપિત્ત થવાનું એક કારણ એટલે જઠરમાં ઓછું અમ્‍લ હોવું, એ પણ હોઈ શકે. તેને કારણે અન્‍નનલિકા અને જઠરમાંનું દ્વાર પૂર્ણ રીતે બંધ થતું નથી અને અમ્‍લ અન્‍નનલિકામાંથી ઉપર આવીને છાતીમાં બળતરા થવા લાગે છે. આવા સમયે અમ્‍લપિત્ત માટે લવિંગ, આદું, તજ, છાસ, જીરૂં, વરિયાળી, ઠંડુ દૂધ, નારિયેળ-પાણી આવા પદાર્થોનું સેવન લાભદાયક પુરવાર થઈ શકે છે. નિરંતર ગોળીઓ લેવા કરતાં આ ઉત્તમ અને સુરક્ષિત છે.

જેમને અમ્‍લપિત્તનો વધારે ત્રાસ થતો હોય, તો તેમણે જઠર અને આંતરડાના વિકારના તજ્‌જ્ઞોની સલાહ સમયસર લેવી ઉત્તમ !

–  ડૉ. શિલ્‍પા ચિટણીસ જોશી, સ્‍ત્રીરોગ અને વંધ્‍યત્‍વ તજ્‌જ્ઞ, કોથરૂડ, પુણે

Leave a Comment