મૂત્રાશય સાથે સંબંધિત વિકારો માટેના ઉપાય !

Article also available in :

૧. મૂત્ર ન થતું હોય તો

ધાણા અને ગોખરુનો ઉકાળો ઘી નાખીને લેવો

૨. ત્રાસ થઈને મૂત્ર થતું હોય તો

અર્થાત્ મૂત્રકૃચ્‍છ્રમાં આપવામાં આવતા દ્રવ્‍યમાં ગોખરુ એ શ્રેષ્‍ઠ દ્રવ્‍ય છે.

૩. મૂત્રનું પ્રમાણ વધે તો

અજમો અને તલ એકત્રિત કરીને લેવા

૪. પથરી

૧. ઇંદ્રજવ ચૂર્ણ તૃણપંચમૂલ ઉકાળા સાથે આપવું.

૨. કળથી (એક જાતનું હલકું કઠોળ) નો ઉકાળો + શરપંખાનું ચૂર્ણ ૨ ગ્રામ સૈંધવ નાખીને પીવું.

૩. ગોખરુનું ચૂર્ણ અને મધ, ઘેંટાના દૂધ સાથે ૭ દિવસ પીવું.

૪. કુશાવલેહ : કુશમૂળિયા, કાસમૂળિયા, શેરડીના મૂળ, શરમૂળ, ખસ પ્રત્‍યેક ૪૦૦ ગ્રામ લઈને ૨૦ લિટર પાણીમાં ઉકાળીને ૫ લિટર રહે ત્‍યાં સુધી ઉકાળો કરવો અને તેમાં કાકડીના બી, કોળાના બી, ચીભડાના બી, જ્‍યેષ્‍ઠીમધ, આમળા નાખવા.

૫. મૂત્રાશયના વિકાર, પથરી અને પ્રમેહનાશક

ગુળવેલસત્ત્વ, વંશલોચન, વરુણની છાલ, પ્રિયંગુછાલ, એલચી, નાગકેસર પ્રત્‍યેક ૧ તોલો લઈને તેનો અવલેહ (ચાટણ) બનાવવો.

૬. મૂત્રાશયમાં સોજો આવીને તાવ આવે તો

ધાણા અને સૂંઠનું પાણી પીવું.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment