આર્યભટ્ટે ૧ સહસ્ર ૫૦૦ વર્ષો પહેલાં માપ્‍યો પૃથ્‍વીનો વ્‍યાસ !

Article also available in :

ગુજરાતમાં સોમનાથ મંદિરનો રહસ્‍યમય
‘બાણસ્‍તંભ’ પ્રાચીન ભારતીય સંસ્‍કૃતિનો છે સાક્ષીદાર !

ગુજરાતમાં સમુદ્રકિનારે વેરાવળ ખાતે રહેલું સોમનાથ મંદિર હિંદુઓ માટે સૌથી પવિત્ર તીર્થક્ષેત્રોમાંનું એક છે. અનેક પરકીય આક્રમણકર્તાઓએ વારંવાર ઉદ્‌ધ્‍વસ્‍ત કર્યા પછી તેની અનેકવાર પુનર્બાંધણી કરવામાં આવી. સોમનાથ મંદિરના પરિસરમાં ‘બાણસ્‍તંભ’ નામની એક વાસ્‍તુ છે. આ સ્‍તંભ ફરતે અનેક રહસ્‍યો છે.

સોમનાથ મંદિરનો રહસ્‍યમય ‘બાણસ્‍તંભ’ પ્રાચીન ભારતીય સંસ્‍કૃતિનો સાક્ષીદાર !
કૈ. શિરીષ દેશમુખ

આ સ્‍તંભ ક્યારે બાંધવામાં આવ્‍યો, તેનો ચોક્કસ પુરાવો નથી. છતાં પણ કેટલાક પુરાતત્‍વ તજ્‌જ્ઞોના મતમાં તે ૬ ઠ્ઠા શતકમાં ક્યારેક બાંધવામાં આવ્‍યો હશે. મહત્ત્વની વાત એટલે આ સ્‍તંભની વાસ્‍તુ વિશેષ નોંધ કરવા જેવી નથી પણ તેના પર રહેલો સંસ્‍કૃત શિલાલેખ ખરો આશ્‍ચર્યજનક છે. આ શિલાલેખ સંસ્‍કૃત ભાષામાં છે અને તેનો અર્થ ‘આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં કોઈપણ નડતર નથી’, એવો છે.

 

૧. સોમનાથ મંદિરથી દક્ષિણ ધ્રુવની
રેખામાં કોઈપણ ભૂખંડ ન જડવો અને
‘બાણસ્‍તંભ’એ કેવળ દક્ષિણ ધ્રુવ ભણી જ નિર્દેંશ કરવો

વિશેષ એટલે હવે ઉપલબ્‍ધ રહેલા આધુનિક સાધનોએ આ માર્ગ પર ભૂમિનો ટુકડો ન હોવાની પુષ્‍ટી કરી છે; પણ ધ્‍યાનમાં લેવા જેવું મહત્ત્વનું સૂત્ર એ છે કે, ૧ સહસ્ર ૫૦૦ વર્ષો પહેલાં તે સ્‍તંભ પર અર્થાત્ ‘બાણસ્‍તંભ’ પર લખેલું હતું, જ્‍યારે ‘ગૂગલ’ અથવા આધુનિક ભૂ-મૅપિંગ ઉપકરણો, ડ્રોન અથવા ઉપગ્રહો ન હતા. બીજા શબ્‍દોમાં કહીએ તો તે કાળમાં એવા ભારતીય વૈજ્ઞાનિકો હતા, જેમને પૃથ્‍વી ગોળ છે અને ઉત્તર તેમજ દક્ષિણ ધ્રુવ છે, તેની જાણ હતી. ‘તે કાળમાં ભારત પછાત દેશ છે. તેમાં કહેવાતા તાંત્રિક વૈજ્ઞાનિક પછાતપણું છે’, એવું આજના ભારતીય બુદ્ધિવાદીઓ કહે છે; પરંતુ ભારતમાં એવા વિદ્વાન માણસો હતા કે, જે સોમનાથ મંદિરથી દક્ષિણ ધ્રુવની રેખા એટલી તો અચૂકતાથી દર્શાવી શકે છે, તેમાં કોઈપણ ભૂખંડ ન આવે. ‘બાણસ્‍તંભ’ કેવળ દક્ષિણ ધ્રુવ ભણી જ નિર્દેંશ કરતો નથી, જ્‍યારે પ્રાચીન ભારતમાંના ખગોળશાસ્‍ત્ર, ભૂગોળ, ગણિત અને સાગરી શાસ્‍ત્રનું જ્ઞાન પણ સ્‍પષ્‍ટ કરે છે.

 

૨. આર્યભટ્ટે ખ્રિસ્‍તાબ્‍દ ૫૦૦ માં ‘ગોળ પૃથ્‍વીનો
વ્‍યાસ સુમારે ૪૦ સહસ્‍ત્ર ૧૬૮ કિલોમીટર છે’, એમ કહેવું

‘વિશેષ એટલે પૃથ્‍વી ગોળ છે, એ યુરોપમાંના શાસ્‍ત્રજ્ઞોએ પ્રથમ શોધી કાઢ્યું’, એવું સર્વત્ર માનવામાં ભલે આવતું હોય, તો પણ વસ્‍તુસ્‍થિતિ ભારતીઓને તે પહેલાં જ જ્ઞાત હતી. આર્યભટ્ટે ખ્રિસ્‍તાબ્‍દ ૫૦૦ માં ‘આ ગોળ પૃથ્‍વીનો વ્‍યાસ સુમારે ૪૦ સહસ્‍ત્ર ૧૬૮ કિલોમીટર’ એટલો માપ્‍યો હતો. આજના આધુનિક તંત્રજ્ઞાનની સહાયતાથી પૃથ્‍વીનો વ્‍યાસ ૪૦ સહસ્ર ૭૫ કિલોમીટર માનવામાં આવ્‍યો છે, અર્થાત્ આર્યભટ્ટના મૂલ્‍યાંકનમાં કેવળ ૦.૨ ટકા જેટલો નગણ્‍ય ફેર હતો.

તેથી લગભગ ૧ સહસ્‍ત્ર ૫૦૦ વર્ષો પહેલાં આર્યભટ્ટે જે શોધી કાઢ્યું હતું અને અંટાર્ક્‍ટિકા  ભણી નિર્દેંશ કરનારા સોમનાથ મંદિરમાંનો ‘બાણસ્‍તંભ’ આ શોધનો સાક્ષીદાર છે.

– કૈ. શિરીષ દેશમુખ (આધ્યાત્મિક સ્તર ૬૪ %) (૧૩.૧૦.૨૦૨૨)

(સૌજન્ય : શ્રી. રામ તાયડે, બૅંગળુરુ)

Leave a Comment