અણુયુદ્ધને કારણે થનારા પ્રદૂષણથી રક્ષણ થવા માટે કરવાનો ઉપાય : અગ્‍નિહોત્ર

Article also available in :

આ લેખમાં આપણે અગ્‍નિહોત્ર કરવાનું મહત્ત્વ, ત્રીજા મહાયુદ્ધની ભીષણતા અને તેના પરના ઉપાય તેમજ સાધકો સહિત સામાન્‍યજનોનો જીવ બચાવવાના ઉપાય, આ વિષયો પર જાણકારી લેવાના છીએ.

 

૧. અગ્‍નિહોત્ર કરવાનું મહત્ત્વ

ત્રિકાલજ્ઞાની સંતોએ ક્‍હ્યું છે જ કે, હવે આગળ ભીષણ આપત્‍કાળ છે અને તેમાં આખા જગતની ઘણી એવી લોકસંખ્‍યા નષ્‍ટ થવાની છે. આપત્‍કાળનો આરંભ થયો છે જ. અનિષ્‍ટ શક્તિનો પ્રકોપ વૃદ્ધિંગત થયેલા કળિયુગમાં આપત્‍કાળમાં ત્રીજું મહાયુદ્ધ ફાટી નીકળશે. આતંકવાદી યંત્રણાથી સંપૂર્ણ દેશને, સમાજને, પરિણામે જો પોતાનો બચાવ કરવો હોય, તો અગ્‍નિની સહાયતાથી બ્રહ્માંડમંડળની સંબંધિત લહેરો ભૂમંડળ ભણી આકર્ષિત કરનારું અને સ્‍ત્રી, પુરુષ, બાળકો આ રીતે કોઈપણ કરી શકે તેવું અગ્‍નિહોત્ર.

 

૨.  ત્રીજા મહાયુદ્ધની
ભીષણતા અને તેના પરના ઉપાય

ત્રીજા મહાયુદ્ધમાં અણુબૉંબના કિરણોત્‍સર્ગ દ્વારા પ્રદૂષણ થવાનું છે. બીજા મહાયુદ્ધ કરતાં હવે જગતના લગભગ બધા જ રાષ્‍ટ્રો પાસે મહાસંહારક એવાં અણ્‍વસ્‍ત્રો છે. તેને કારણે તેનો એકબીજાને સામાસામી મારો કરવામાં આવશે. આ યુદ્ધમાં જો બચવું હોય, તો તેના માટે અણ્‍વસ્‍ત્રો નકામા કરનારો તેમજ તે અણ્‍વસ્‍ત્રો દ્વારા નીકળનારા કિરણોત્‍સર્ગ નષ્‍ટ કરનારો ઉપાય પણ હોવો જોઈએ. તેના માટે સ્‍થૂળ ઉપાયો ઉપયોગી નહીં પડે; કારણકે અણુબૉંબ હંમેશાંના બૉંબ કરતાં સૂક્ષ્મ છે. (ઉદા. બાણ મારીને શત્રુનો નાશ કરવો), સ્‍થૂળ અધિક સૂક્ષ્મ (ઉદા. મંત્રોચ્‍ચાર કરીને બાણ મારવો), સૂક્ષ્મતર (ઉદા. માત્ર મંત્રો બોલવા) અને સૂક્ષ્મતમ (ઉદા. સંતોનો સંકલ્‍પ) એવા એકથી ચડિયાતા પ્રભાવશાળી સ્‍તર હોય છે. સ્‍થૂળ કરતાં સૂક્ષ્મ અનેક ગણું પ્રભાવી હોય છે.

અણુબૉંબ જેવા પ્રભાવી સંહારકનો કિરણોત્‍સર્ગ રોકવા માટે સૂક્ષ્મમાંથી કાંઈક કરવું પડશે. તેના માટે ઋષિમુનિઓએ યજ્ઞના પ્રથમાવતાર રહેલું ‘અગ્‍નિહોત્ર’ ઉપાય કહ્યો છે. કરવામાં ઘણો સહેલો અને બહુ જ થોડા સમયમાં થનારો; છતાં પણ પ્રભાવી અને સૂક્ષ્મનું પરિણામ સાધ્‍ય કરી આપનારો એવો આ ઉપાય છે. તેને કારણે વાતાવરણ ચૈતન્‍યદાયી બને છે અને સંરક્ષણકવચ પણ નિર્માણ થાય છે. અગ્‍નિહોત્ર યજ્ઞ બંધનમુક્ત હોવાથી તે સ્‍ત્રી, પુરુષ, બાળકો આ રીતે કોઈપણ સહજ રીતે કરી શકે છે. અગ્‍નિહોત્ર કરવું એટલે આકાશમંડળમાંના સૂક્ષ્મ દેવતાઓનાં તત્ત્વોને જાગૃત કરીને તેમની લહેરો ભૂમિમંડળ પર ખેંચી લાવવાનું એક પ્રભાવી માધ્‍યમ છે. અગ્‍નિહોત્રને કારણે વાયુમંડળમાં સિદ્ધ (તૈયાર) થનારું દિવ્‍ય તેજોમંડળ પારદર્શક કાચના તેજોગોળા જેવું હોય છે અને અણુબૉંબમાંના અતિશય સૂક્ષ્મ સંહારક કિરણોને પણ આ વાયુમંડળ ભેદવું અશક્ય હોય છે. તેને કારણે સંહારક ઘટકોથી પણ જીવનું અને સંબંધિત વાયુમંડળનું રક્ષણ થઈ શકે છે.

સર્વસામાન્‍ય લોકો જો આટલું કરે, તો પણ ઘણું થયું. તેનાથી પણ પ્રભાવી, એટલે જ સૂક્ષ્મ ઉપાય એટલે સાધના કરવી. સાધનાથી આત્‍મબળ પ્રાપ્‍ત થાય છે અને આપણા કાર્યને બળ પ્રાપ્‍ત થાય છે. સામાન્‍ય વ્‍યક્તિને અગ્‍નિહોત્ર કરવાથી જે લાભ થશે, તે જ લાભ સાધના કરનારા અને ૬૦ ટકા આધ્‍યાત્‍મિક પ્રગતિ થયેલા સાધકે માત્ર પ્રાર્થના કરવાથી સાધ્‍ય થશે.

આગળ આવનારા આપત્‍કાળ માટે પોતાનો જીવ ન જાય અને અન્‍યોનો પણ બચી જાય, તે માટે અગ્‍નિહોત્ર અને સાધના કરો !

 

૩.  સાધકો સહિત સામાન્‍ય
જનોનો જીવ બચાવવા માટેના ઉપાય

અ. બૉંબસ્‍ફોટ એટલે ‘ભસ્‍માસુર’

આ સંહારકાળમાં મોટાભાગના લોકો પાસે દેવતાની તેજરૂપી શક્તિ નથી; એટલા માટે દુર્જનો તે સ્‍તર પર અત્યુચ્ચ તબક્કાના અધિકતમ સ્તર પર વિધ્વંસક એવા તેજરૂપી ઉર્જા બનાવનારા સ્ફોટકો સિદ્ધ કરીને તેનો ઉપયોગ કરવાનું નિયોજન કરે છે. આ તેજરૂપી ઉત્‍સર્જિત થનારી રજ-તમયુક્ત ઉર્જા વાયુમંડળમાં આવેલી રહીસહી સાત્ત્વિકતાનો પણ કોળિયો કરી જાય છે. એટલા માટે જ બૉંબસ્‍ફોટને ‘ભસ્‍માસુર’ આ સંજ્ઞા આપવામાં આવી છે.

આ. અણુયુદ્ધને કારણે થનારા પ્રદૂષણ
ની સામે રક્ષણ થવા માટે કરવાના ઉપાય

અણુયુદ્ધને કારણે થનારું પ્રદૂષણ એ વાયુમંડળમાં ભયંકર પ્રમાણમાં રજ-તમયુક્ત એવા ઝંઝાવાતનું સર્જન કરનારું હોવાથી તે સંદર્ભમાં માનવીએ અત્‍યારથી જ પગલાં ભરવા પડશે, નહીં તો પછી આ પ્રદૂષણ અનેક માનવી જીવોના સંહારને કારણીભૂત થશે.

ઇ. શ્રીરામે ૧૪ હજાર વર્ષ સુધી કરેલું
રાજ્‍ય અને યુધિષ્‍ઠિરે કરેલા બે રાજસૂય યજ્ઞથી કિરણોત્‍સર્ગ
નું પરિણામ નષ્‍ટ થયું. હવે કળિયુગમાં આપણે શું કરવું જોઈએ ?

ઉપર ઉદ્‍ધૃત કરેલી પંક્તિઓ આવનારા મહાસંહારક કાળની ટકોર દર્શાવનારી હોવા છતાં, પણ તેમાંથી કલ્‍યાણકારી એવા ઉપાય સુદ્ધા દર્શાવ્‍યા હોવાથી તેના માટે માનવીએ પ્રયત્નો કરવા અત્‍યંત આવશ્‍યક  છે. આ પ્રયત્નો જો તેજ-નિર્મિતિના હશે, તો જ રજ-તમાત્‍મક એવા બૉંબ વિસ્‍ફોટ દ્વારા ઉત્‍સર્જિત થનારા ભયંકર એવા વિનાશકારી તેજનો માનવી સામનો કરી શકશે અને તેના દેહમાં વસેલી ચેતનાનું રક્ષણ થઈ શકશે. તે ઉપાય એટલે અગ્‍નિહોત્ર અને સાધના કરવી.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘અગ્‍નિહોત્ર’

 

૪.  વાયુ પ્રદૂષણ પર નક્કર ઉપાય – અગ્‍નિહોત્ર !

ગત વર્ષે વધતા પ્રદૂષણને કારણે દિલ્હી નિવાસીઓ હેરાન થઈ ગયા હતા. પ્રદૂષણના સ્‍તરે ઉચ્‍ચાંક પ્રાપ્‍ત કર્યો હતો. ત્યારે ત્યાંના આરોગ્‍યમંત્રીઓએ વાહનો રસ્‍તા પર લાવવા માટે ‘સમ-વિષમ’ સંકલ્‍પના ફરીવાર લાગુ કરવાનું નક્કી કર્યું. ‘સફર ઇંડિયા’ (સિસ્‍ટીમ ઑફ એર ક્વાલિટી એંડ વેધર ફોરકાસ્ટિંગ રિસર્ચ) સંસ્‍થાએ આપેલા અહેવાલ અનુસાર પાછલા ૫ વર્ષોમાં સૌથી વધારે પ્રદૂષણ આ વર્ષે થયું. ત્‍યાંના પ્રદૂષણે બધી જ સીમાઓ પાર કરી દીધી હોવાથી શાળાઓ બંધ રાખવી પડી અને છેવટના પર્યાય તરીકે લોકોએ ઘર-બહાર નીકળવું નહીં, એવી સૂચના પણ આપવામાં આવી હતી. પ્રદૂષણની સમસ્‍યા આટલી ગંભીર થાય, ત્‍યાં સુધી શાસને સમયસર ઉપાયયોજના શા માટે કરી નહીં, આ પ્રશ્‍ન પણ તેટલો જ ગંભીર છે.

આ ઘટના પછી મુંબઈ અને પુણે સાથે જ અન્‍ય રાજ્‍યોમાંના મહત્ત્વના શહેરોમાંના વધતા પ્રદૂષણ વિશે ચર્ચા થવા લાગી. ‘સફર ઇંડિયા’ના અહેવાલ અનુસાર દેહલીની પછી તરત જ પ્રદૂષિત શહેર તરીકે પુણેનો ક્રમાંક લાગ્‍યો છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવા છતાં પુણેએ પ્રદૂષણમાં મુંબઈને પણ પાછળ ધકેલી દીધી. પુણેનું તાપમાન અલ્‍પ થવાથી ત્‍યાંનું પ્રદૂષણ વધ્‍યું હોવાનો તજ્‌જ્ઞોનો મત છે. હવામાંના વધતા જતા પ્રદૂષકોને કારણે શરદી, ઉધરસ અને શ્‍વસનના અનેક વિકારોને કારણે પુણેનિવાસીઓ પણ ત્રસ્‍ત થયા. તેમાં જ પુણેમાં દ્વિચક્રી વાહનોની સંખ્‍યા પણ વધારે હોવાથી પ્રદૂષણમાં ઉમેરો થાય છે. એક સમયે શુદ્ધ હવા અને પાણી માટે ઓળખાણ ધરાવતા પુણેની ઓળખાણ પ્રદૂષિત શહેર તરીકે થવી, આને દુર્ભાગ્‍ય કહેવું પડશે.

પ્રદૂષણના વિવિધ દુષ્‍પરિણામ શાળાના પાઠ્યપુસ્‍તકોમાં આપવામાં આવે છે; પણ તેના પર નક્કર ઉપાયનું આચરણ થતું નથી. પૃથ્‍વીનું સંતુલન બગાડવામાં પ્રદૂષણ આ મહત્ત્વનો ઘટક છે; તે સાથે જ પ્રદૂષણને કારણે માનવી શરીર અને મનનું સંતુલન બગડે છે. શારીરિક વિકારોને કારણે માનવી નિરાશ થતો હોવાથી સકારાત્‍મક વિચાર ગ્રહણ કરવાની ક્ષમતા ઓછી થાય છે. પરિણામે અયોગ્‍ય વિચારોને કારણે અયોગ્‍ય કૃતિ પણ અજાણતા જ થઈ જાય છે. વેદ અને પુરાણોમાં માનવીએ સકારાત્‍મક રહીને આનંદી કેવી રીતે થવું, તેના અનેક ગુહ્યો લખી રાખ્‍યા છે. માનવીનું મન સકારાત્મક રહે એ માટે તેની આજુબાજુનો પરિસર પણ સકારાત્મક, સ્વચ્છ અને સુંદર હોવો  જોઈએ. પરિસર સ્‍વચ્‍છ થવા માટે હવા સ્‍વચ્‍છ હોવી જોઈએ અને હવા સ્‍વચ્‍છ હોવા માટે નિયમિત અગ્‍નિહોત્ર કરવું, આ ઉપાય છે.

અગ્‍નિહોત્રના પરિણામ સ્‍વરૂપ ભૌતિક દૃષ્‍ટિએ વાયુશુદ્ધતા થઈને માનવી મનની શુદ્ધિ થાય છે. મન શુદ્ધ થયા પછી આપમેળે જ તેનો વિચાર-આચાર પર પ્રભાવ પડીને અંતિમતઃ માનવી આનંદી બને છે. અગ્‍નિહોત્રમાં વાપરવામાં આવતી સામગ્રીને કારણે હવામાંનું પ્રદૂષિત ઘટકોનું પ્રમાણ ઓછું થાય છે, આ બાબત શાસ્‍ત્રીય દૃષ્‍ટિએ સિદ્ધ થયું છે. સમગ્ર જગત્‌ના અનેક દેશોમાં આ વિશે અભ્‍યાસ થઈને ત્‍યાં પણ પ્રદૂષણ પર ઉપાય તરીકે અગ્‍નિહોત્રનો અવલંબ કરવામાં આવે છે. આના પરથી વૈદિક પરંપરાનું મહત્ત્વ ધ્‍યાનમાં આવે છે. વાયુશુદ્ધતાના બાહ્ય ઉપાય સાથે જ સાધના અર્થાત ધર્માચરણ કરવું પણ તેટલું જ આવશ્‍યક બને છે. હિંદુ સંસ્‍કૃતિનું મહત્ત્વ જાણીને શાસન તેમાંની એવી કેટલીક ધાર્મિક કૃતિઓને ઉજાગર કરશે, ત્‍યારે દેશની ખરા વિકાસ ભણી માર્ગક્રમણ આરંભ થશે.

 – કુ. ઋતુજા શિંદે, પુણે.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment