વીર્યવાન, બુદ્ધિસંપન્‍ન, મહાતેજસ્‍વી અને મહાબલી હનુમાન !

Article also available in :

અનુક્રમણિકા

૧. વાલ્‍મીકિ રામાયણમાં હનુમાનની જન્‍મકથા

વાલ્‍મીકિ રામાયણમાં કિષ્‍કિંધા કાંડ, સર્ગ ૬૬માં હનુમાનના જન્‍મના વર્ણનની કથા નીચે પ્રસ્‍તુત કરી છે.

૧ અ. પવનદેવના આશીર્વાદથી અંજનાને
વીર્યવાન, બુદ્ધિસંપન્‍ન અને મહાતેજસ્‍વી પુત્ર પ્રાપ્‍ત થવો

પહેલાના સમયમાં પુંજિકસ્‍થલા નામની એક અપ્‍સરા હતી. કોઈ શાપના કારણે તેને વાંદરીનું રૂપ પ્રાપ્‍ત થયું. તેનું નામ અંજના હતું. તે એક વખત માનવી રૂપ ધારણ કરીને, સરસ વસ્‍ત્રો અને અલંકાર પહેરીને પર્વત પર વિહાર કરી રહી હતી. ત્‍યારે પવનદેવના કારણે તેની ચૂંદડી ઊડી ગઈ. પવનદેવ  તેના પર મોહિત થયા અને તેને આલિંગન આપ્‍યું. તે ગભરાઈને બોલી, ‘एकपत्निव्रतम् इदं को नाशयितुम् इच्छति ।’ એટલે કે મારો પતિવ્રતાનો ધર્મ કોણ નષ્‍ટ કરવા ઇચ્‍છે છે ?

(સંદર્ભ : વાલ્‍મીકિ રામાયણ કાંડ ૪, સર્ગ ૬૫, શ્‍લોક ૧૬)

આ પ્રશ્‍ન સંદર્ભમાં પવનદેવ બોલ્‍યા ‘‘હું તારા પતિવ્રતા ધર્મને ભ્રષ્‍ટ કરતો નહોતો. ગભરાઈશ નહીં. મેં તને મનથી આલિંગન આપ્‍યું છે. તને વીર્યવાન, બુદ્ધિસંપન્‍ન, મહાતેજસ્‍વી, મહાબલી અને મહાપરાક્રમી પુત્ર થશે. આગળ જતા અંજનીને એવો જ પુત્ર થયો.

૧ આ. ફળ સમજીને સૂર્યને ખાવા માટે તેમના ભણી
ઝડપથી ધસી ગયેલા બાળક હનુમાન પર ઇંદ્રનું ક્રોધે ભરાઈને
વજ્ર ફેંકવું, ઇંદ્રના વજ્રને માન આપવા માટે બાળક હનુમાન દ્વારા
વજ્રનો ઘા પોતાની હડપચી પર ઝીલી લેવો અને ત્‍યારથી હનુમાન નામ પડવું

સૂર્યોદય થઈ રહ્યો હતો. ઉગતા સૂર્યનો લાલ ગોળો જોઈને તેને પાકેલું ફળ સમજીને હનુમાને આકાશમાં સૂર્યની દિશામાં ઉડાન કર્યું. તેથી ઇંદ્રએ ક્રોધે ભરાઈને હનુમાન પર પોતાનું વજ્ર ફેંક્યું. વિશાળ પહાડોનો ચૂરો (ભૂકો) કરનારા સામર્થ્‍યવાન હનુમાનજીએ કેવળ ઇંદ્રના વજ્રનું માન રાખવા માટે તેને પોતાની હડપચી પર ઝીલી લીધું અને ખોટાખોટા મૂર્છિત થઈ ગયા. ત્‍યારથી તેમણે હનુમાન નામ ધારણ કર્યું. હનુમાન શબ્‍દની વ્‍યુત્‍પત્તિ આ પ્રમાણે છે. ‘हनु : अस्य अस्ति इति’ એટલે કે જેની હડપચી વિશેષ છે, એવા વજ્રગ (વજ્ર સમાન જેનું અંગ/શરીર છે) કહેવામાં આવવા લાગ્‍યા. તેનો જ અપભ્રંશ થઈને બજરંગ નામ પડ્યું.

હનુમાને જન્‍મથી જ સૂર્યબિંબ ભણી કરેલા ઉડાનથી કુંડલિની શક્તિ જાગૃત થઈ ગઈ હતી.

 

૨. અંજની માતા જેવી તેજસ્‍વી
વીરમાતાના કૂખે જન્‍મેલા તેજસ્‍વી પુત્ર હનુમાન !

૨ અ. હનુમાનની વિનંતીથી શ્રીરામનું અંજની માતાને મળવા જવું અને
માતાની સામે તેમના પુત્રની પ્રશંસા નહીં કરવા માટે હનુમાને શ્રીરામને વિનંતી કરવી

રાવણવધ અને સીતાશુદ્ધિ કર્યા પછી પ્રભુ શ્રીરામચંદ્ર અયોધ્‍યા પાછા ફરતી વેળાએ માર્ગમાં ઋષ્‍યમૂક પર્વત પર વિશ્રામ કરવા હેતુ થોડો સમય થોભ્‍યા. આ પર્વત પર હનુમાનનાં પૂજ્‍ય માતા તપશ્‍ચર્યા કરી રહ્યાં હતાં. પોતાની માતાને ભગવાન દર્શન આપે એવી વિનંતી હનુમાને પ્રભુ રામચંદ્રને કરી. ત્‍યાર પછી જ્‍યારે પ્રભુ શ્રીરામચંદ્ર, લક્ષ્મણ અને સીતાને લઈને હનુમાન અંજની માતાને મળવા નીકળ્યા, ત્‍યારે હનુમાને શ્રીરામ, લક્ષ્મણ અને સીતાને વિનંતી કરી કે તેઓ તેમની જરા સરખી પણ પ્રશંસા ન કરે.

૨ આ. હનુમાને પોતે રાવણવધ નહીં કરીને
શ્રીરામપ્રભુને કષ્‍ટ આપ્‍યું, તેથી દુઃખી થયેલાં અંજનીમાતાનું ક્રોધિત થવું

અંજનીમાતાની સમક્ષ જતાવેંત જ શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાને તેમને નમસ્‍કાર કર્યા અને રાવણવધના યુદ્ધના સમયનું વર્ણન ટૂંકમાં તેમની સામે કર્યું. બોલવાના આવેશમાં હનુમાનની પ્રશંસા નહીં કરવાની વાત તેઓ ભૂલી ગયા અને અંજની માતાની સામે હનુમાનની ઘણી પ્રશંસા કરી. આમ તો કોઈપણ માતાને પોતાના પુત્રની પ્રશંસા સાંભળીને ઘણો આનંદ થયો હોત; પરંતુ અંજનીમાતા તેમના પુત્રએ પોતે રાવણવધ કેમ કર્યો નહીં ?, ભગવાનને શા માટે કષ્‍ટ આપ્‍યું, તે કારણથી દુઃખી થયાં હતાં. તેઓ અત્‍યંત ક્રોધે ભરાઈને બોલ્‍યાં,

हा कां माझ्या उदरी आला । गर्भीहुनी का नाहे गळाला ।
आपण असतां कष्टवीला । स्वामी कां राम ॥
माझी ये दुग्धाची हे प्रौढी । कळिकाळाची नरडी मुरडी ।
रावणादिक बापुडी । घुंगुर्डी काय ?॥
क्षणामधे रावण वधुनी । जरि कां आणिता राघवपत्नी ।
तरि पुत्राचा माझे मनी । उल्हास होता ॥ समर्थ रामदास

(સંદર્ભ: અંજની ગીત, કડવું ૮ થી ૧૦)

અર્થ : આ હનુમાન મારા પેટે કેમ જન્‍મ્‍યો ? ગર્ભમાં જ કેમ અંત ન પામ્‍યો ? પોતે આટલો શૂર હોવા છતાં પણ ભગવાનને કેમ રાવણવધ કરવાનું કષ્‍ટ આપ્‍યું ? મારા દૂધમાં કળિકાળને પણ નષ્‍ટ કરવાનું સામર્થ્‍ય હતું તો સામે રાવણની તો વાત જ ક્યાં રહી ? હનુમાન ક્ષણમાત્રમાં રાવણનો વધ કરીને સીતામાતાને છોડાવી લાવ્‍યો હોત, તો મને મારા પુત્ર પર અભિમાન થયું હોત.

૨ ઇ. શ્રીરામ પ્રભુની આજ્ઞા ન હોવાથી હનુમાને રાવણનો વધ
ન કર્યો, એવું સીતામાતા દ્વારા ક્રોધે ભરાયેલાં અંજનીમાતાને સમજાવવું

અંજનીમાતાએ ગર્જના કરીને પોતાના સ્‍તનમાંથી દૂધની સેર છોડી, જેથી તે સમયે સામેની પત્‍થરની ભીંતને ભેદીને તેના ત્રણ ટુકડા થયા. પોતાના ચોટલાને લંકા ફરતે વીંટાળીને લંકાને ઉપાડીને દેખાડી. ત્‍યારે પ્રભુ શ્રીરામચંદ્ર સમેત સહુ અચંબો પામ્‍યા. તેમણે અંજનીમાતાની પ્રશંસા કરી. ત્‍યારે સીતામાતાએ એમ કહીને અંજનીમાતાના ક્રોધનું શમન કર્યું કે શ્રીરામપ્રભુની આજ્ઞા નહીં હોવાથી હનુમાને એકલપંડે રાવણનો વધ કર્યો નહીં અને મને છોડાવી નહીં. અંજનીમાતા સમાન તેજસ્‍વી વીરમાતાની કુખે હનુમાન જેવો બળવાન અને મહાપરાક્રમી પુત્ર જન્‍મે છે, તેમાં આશ્‍ચર્ય કેવું !

ડૉ. ર.શં. તેમજ દાદા ઘાટે (સંદર્ભ: માસિક આદિમાતા, એપ્રિલ ૨૦૦૪)

Leave a Comment