વિવાહ નિશ્‍ચિત કરતી વેળાએ વર-કન્‍યાની જન્‍મકુંડળીઓનો મેળ બેસાડવાનું મહત્ત્વ

Article also available in :

હિંદુ ધર્મમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ કહ્યા છે. તેમાંથી ‘કામ’  પુરુષાર્થ સાધ્‍ય કરી લઈને ધીમે ધીમે ‘મોક્ષ’ પુરુષાર્થ ભણી જવાનું ફાવે, તે માટે વિવાહસંસ્‍કારનું પ્રયોજન છે. સ્‍ત્રી-પુરુષોના જીવનમાં રહેલી અનેક મહત્ત્વપૂર્ણ બાબતો વિવાહ સાથે જોડાયેલી હોય છે, ઉદા. સ્‍ત્રી-પુરુષનો એક-બીજા પ્રત્‍યે રહેલો પ્રેમ, તેમના સંબંધ, સંતાન, જીવનમાંના અન્‍ય સુખ, સમાજમાં રહેલું સ્‍થાન અને જીવનમાં કરેલી ઉન્‍નતિ. વિવાહ નિશ્‍ચિત કરવા પહેલાં ભાવિ વર-કન્‍યાના જન્‍માક્ષરોનો મેળ બેસે છે કે કેમ, એ જોવું યોગ્‍ય હોય છે. તેના માટે બન્‍નેની જન્‍મકુંડળીઓ યોગ્‍ય હોવી જોઈએ, તેમ જ તેનો મેળ બેસાડનારો જ્‍યોતિષી પણ જ્ઞાની હોવો જોઈએ. વર-કન્‍યાની જન્‍મકુંડળીઓનો મેળ બેસવાનું મહત્ત્વ, તેમજ વૈવાહિક જીવન આનંદી થવા માટે શું કરવું, આ વિશેનો ઊહાપોહ સદર લેખમાં કર્યો છે.

વિવાહ યોગ

 

૧. વર-કન્‍યાની જન્‍મકુંડળીઓનો મેળ બેસાડવાનો ઉદ્દેશ

વિવાહ પછી પતિ-પત્નીએ આગળનું જીવન સમર્થ રીતે માર્ગક્રમણ કરવાનું હોવાથી તેમના સ્‍વભાવ મળવા, એકબીજા સાથે બનવું, એકબીજાને સમજી લેવા, આ ભાગ સૌથી વધારે મહત્ત્વનું હોય છે. તેમજ તેમનાં જીવનમાંની આર્થિક સ્‍થિતિ, ગૃહસૌખ્‍ય, સંતાનસુખ, આરોગ્‍ય ઇત્‍યાદિ બાબતો મહત્ત્વની હોય છે. પરંતુ આ સર્વ બાબતો ભવિષ્‍યમાંની હોવાથી વિવાહ નિશ્‍ચિત કરતી વેળાએ તેનો અણસાર લેવાનું કઠિન બને છે. આવા સમયે જ્‍યોતિષશાસ્‍ત્રનો આધાર લેવામાં આવે છે. જન્‍મ, વિવાહ અને મૃત્‍યુ પ્રારબ્‍ધ અનુસાર હોય છે. જન્‍મકુંડળી એટલે આપણા પૂર્વસુકૃતનો (પ્રારબ્‍ધનો) અરીસો હોવાથી તેમાં પ્રારબ્‍ધને અધીન બાબતો જાણી શકાય છે.

 

૨. વર-કન્‍યાની જન્‍મકુંડળીઓ મેળવતી વેળાએ
ગુણમેલન, ગ્રહમેલન અને કુંડળીમેલન કરવાનું મહત્ત્વ

૨ અ. ગુણમેલન

શ્રી. રાજ ધનંજય કર્વે, જ્‍યોતિષ વિશારદ

વર-કન્‍યાનો સ્‍વભાવ એકબીજાને પૂરક હોવો, આ ગુણમેલનનો મુખ્‍ય ઉદ્દેશ છે. જો પતિ-પત્ની સાવ વિરુદ્ધ સ્‍વભાવવાળા હોય, તો જીવનમાં ડગલે-ને-પગલે અસંતોષ રહે છે, ઉદા. ગુણમેલનમાં કઈ રાશિની વ્‍યક્તિનું કઈ રાશિની વ્‍યક્તિ સાથે બને છે અથવા જરાય બનતું નથી, તે આપેલું હોય છે, ઉદા. કર્ક અને કુંભ રાશિઓની વ્‍યક્તિઓનું એકબીજા સાથે બનતું નથી. કર્ક રાશિઓની વ્‍યક્તિઓ સામાન્‍ય રીતે કલાપ્રિય, ભાવનાશીલ, નિસર્ગપ્રેમી હોય છે. આનાથી ઊલટું કુંભ રાશિની વ્‍યક્તિ સામાન્‍ય રીતે વિરક્ત, પોતાના કામ સિવાય અન્‍ય કશામાં પણ રુચિ ન રહેલી, સંશોધક વૃત્તિ ધરાવનારી હોય છે. તેથી તેમના આચાર-વિચાર, રુચિ-અરુચિ, જીવનશૈલી ઇત્‍યાદિ એકબીજાથી સાવ વિરુદ્ધ હોવાથી તેમનું બનતું નથી. આનાથી ઊલટું પતિ-પત્નીનો સ્‍વભાવ જો એકબીજાને અનુકૂળ હોય, તો તેમનામાં સમજણ રહે છે. તેમજ જીવનમાં ગમે તેટલી કઠિન પરિસ્‍થિતિ આવે, તો પણ તેઓ એકબીજાને સમજી લઈને આધાર આપી શકે છે.

૨ આ. ગ્રહમેલન અને પત્રિકામેલન

આમાં આર્થિક સ્‍થિતિ, ગૃહસૌખ્‍ય, સંતાનસુખ, આરોગ્‍ય ઇત્‍યાદિ બાબતોનો વિચાર કરીને ‘વૈવાહિક જીવન કેટલા પ્રમાણમાં યશસ્‍વી બનશે ?’, તેનો વિચાર કરવામાં આવે છે.

 

૩. મંગળ દોષ

મંગળ દોષ વિશે સમાજમાં અવાસ્‍તવિક ભય અને ગેરસમજ હોવાનું દેખાઈ આવે છે. મંગળ આ દાહક ગ્રહ હોવાથી વૈવાહિક જીવનમાં અડચણો ઉત્‍પન્‍ન કરે છે; પણ પંચાંગમાં મંગળ દોષના અનેક અપવાદ આપ્‍યા છે, જેને કારણે લગભગ ૯૦ ટકા મંગળ દોષ ધરાવતી જન્‍મકુંડળીઓમાંનો મંગળ ગ્રહ નિર્દોષ બને છે. તેને કારણે મંગળ દોષના સંદર્ભમાં સાંભળેલી જાણકારી યોગ્‍ય, એમ ધારી લેવા કરતાં ‘કુંડળીમાં મંગળ દોષ છે ખરો ?’ અને હોય, તો ‘મંગળ કયા કારણસર નિર્દોષ થઈ શકે ?’, તેની જ્‍યોતિષ પાસેથી નિશ્ચિતિ કરી લેવી.

 

૪. વર્તમાન વિજ્ઞાનયુગમાં પણ વર-કન્‍યા
ની જન્‍મકુંડળીઓનો મેળ બેસાડી લેવો શ્રેયસ્કર  !

વર્તમાનમાં ભારતીય સમાજ પર પશ્‍ચિમી (કુ)સંસ્‍કૃતિનો પ્રભાવ હોવાથી તેનું આંધળું અનુકરણ કરવામાં આવી રહ્યું છે. તેથી એક સમયે વિશ્‍વગુરુપદ પર રહેલા ભારતની પ્રત્‍યેક ક્ષેત્રમાં અધોગતિ થતી હોવાનું દેખાઈ આવે છે. વિવાહના સંદર્ભમાં તેનો વિચાર કરીએ, તો ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ પુષ્‍કળ વધી ગયું છે. પ્રેમવિવાહના સંદર્ભમાં વર-કન્‍યા એકબીજાને પહેલેથી જ ઓળખતા હોવાથી, મોટાભાગના લોકોને ‘કુંડળી જોવાની આવશ્‍યકતા છે ખરી ?’, એવો પ્રશ્‍ન ઉપસ્‍થિત થાય છે. તેનો ઉત્તર એમ છે કે ‘અવશ્‍ય જોવી.’ તેનું કારણ ‘દૂરથી ડુંગર રળિયામણા’ આ કહેવત પ્રમાણે ‘વર-કન્‍યાનું આરંભમાં એકબીજા સાથે મળે છે’, એવું ઉપરછલ્‍લું ભલે દેખાતું હોય, તો પણ પ્રત્‍યક્ષમાં સ્‍થિતિ જુદી જ હોય છે. વિવાહ પછી આવનારી અડચણોનો સામનો કરતી વેળાએ તેમને એકબીજાના સ્‍વભાવદોષ દેખાવા લાગે છે. પરિસ્‍થિતિ સાથે મેળ બેસાડી લેતી વેળાએ તેમના વારંવાર ઝગડા થવા લાગે છે. તેથી ‘આપણું બનતું નથી, તો આપણે છૂટા પડીએ’, એવો ઉતાવળે છૂટાછેડાનો નિર્ણય લેવાની તેમની માનસિકતા હોય છે. તેમજ વર્તમાન યુવાપેઢી ઘણીવાર ‘બાહ્ય આકર્ષણ’ને પ્રેમ માને છે. પ્રેમપ્રકરણમાં ઘણીવાર ફસામણ થવાની પણ સંભાવના હોય છે. તેથી જ્‍યોતિષીનો મત લેવો શ્રેયસ્‍કર જ છે !

 

૫. વૈવાહિક જીવન આનંદી બનાવવા માટે સાધના કરો !

વર્તમાન યુગ એ કળિયુગ હોવાથી માનવીને સુખ કરતાં દુઃખ જ વધારે પ્રમાણમાં થાય છે. માનવીની જીવનશૈલી નિસર્ગને પ્રતિકૂળ થઈ હોવાથી સર્વ સાધનો હાથવેંત હોવા છતાં પણ માનવી ‘આનંદી’ નથી. વૈવાહિક જીવનના સંદર્ભમાં વિચાર કરવાથી આજે સર્વ રીતે સુખી કુટુંબો જવલ્‍લે જ જોવા મળે છે. વૈવાહિક જીવન આનંદી થવા માટે ‘સાધના કરવી’ એ જ ઉત્તમ માર્ગ છે. ‘સાધના’ અર્થાત્ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે પ્રતિદિન કરવાના પ્રયત્ન. ઈશ્‍વરપ્રાપ્‍તિ એટલે ઈશ્‍વરના ગુણ પોતાનામાં લાવવા અને પોતાનામાંના દોષ દૂર કરવા. વૈવાહિક જીવનમાંની સૌથી મોટી અડચણ એટલે પતિ-પત્નીની એકબીજાથી અને કુટુંબીજનો પાસેથી રહેલી અપેક્ષાઓ ! પ્રત્‍યેક માનવીમાં અહંકાર હોવાથી પ્રત્‍યેક પ્રસંગમાં તે ‘સામેવાળાની કેવી રીતે ભૂલ છે અને હું કેવી રીતે સાચો છું’, એવો વિચાર કરતો હોય છે.

આપણે પોતાને પાલટી શકીએ; પણ બીજાને પાલટી શકીએ નહીં, આ વાત અહીં ધ્‍યાનમાં લેવી જોઈએ. પતિ-પત્નીએ ‘આપણી ખામીઓ કઈ કઈ છે ?, આપણે સામેની વ્‍યક્તિને શું સહાયતા કરી શકીએ ?’, એવો વિચાર કરવાથી કૌટુંબિક વાતાવરણમાં ઘણો સુધાર થશે. આપણામાંના સ્‍વભાવદોષ અને અભિમાન દૂર કરવા માટે પ્રયત્ન કરવા, એ જ સાધના છે. ‘જીવનમાં આનંદપ્રાપ્‍તિ કેવી રીતે કરવી ?’, આ બાબત વિજ્ઞાન નહીં, જ્‍યારે અધ્‍યાત્‍મશાસ્‍ત્ર શીખવે છે. જીવનમાંની પ્રત્‍યેક બાબતનું આધ્‍યાત્‍મિકીકરણ કરવાથી જીવન ખરા અર્થમાં આનંદી થશે.’

– શ્રી. રાજ ધનંજય કર્વે, જ્‍યોતિષ વિશારદ, ગોવા. (૧૦.૧૨.૨૦૧૯)

 

વાચકોને નમ્ર આવાહન !

જીવનમાં આવનારા મુખ્ય સોળ પ્રસંગોમાં ઈશ્વરની સમીપ જવા માટે કરવામાં આવતા સંસ્કાર હિંદુ ધર્મએ કહ્યા છે. તેમાંનો સૌથી મહત્ત્વનો સંસ્કાર એટલે ‘વિવાહસંસ્કાર’ ! વિવાહમાંની ધાર્મિક વિધિઓ પાછળનું શાસ્ત્ર કહેવા સાથે જ વિવાહમાં રહેલા ગેરપ્રકારો વિશે ધ્યાન દોરીને વિવાહ આદર્શ રીતે કેવી રીતે કરવા, એનું દિશાદર્શન સનાતન સંસ્થાના ‘વિવાહસંસ્કાર – શાસ્ત્ર અને વર્તમાનની અયોગ્ય પ્રથાઓ’ આ લઘુગ્રંથમાં કરવામાં આવ્યું છે. સનાતન સંસ્થાના ગ્રંથ Sanatanshop.com આ સંકેતસ્થળ પર ‘ઑનલાઇન’ ઉપલબ્ધ છે. એનો વાચકોએ અવશ્ય લાભ લેવો !

Leave a Comment