માણગાંવ ખાતે પ.પ. ટેંબ્‍યેસ્‍વામીએ સ્‍થાપન કરેલું શ્રી દત્તમંદિર

Article also available in :

શ્રી ક્ષેત્ર માણગાંવ (સિંધુદુર્ગ) : પ.પ. વાસુદેવાનંદ સરસ્‍વતી
(ટેંબ્‍યેસ્‍વામી) મહારાજના વાસ્‍તવ્‍યથી પુનિત થયેલું તીર્થક્ષેત્ર

માણગાંવ દત્તમંદિરમાંની શ્રી દત્તમૂર્તિ અને પ.પ. વાસુદેવાનંદ સરસ્‍વતી (ટેંબ્‍યેસ્‍વામી) મહારાજની મૂર્તિ

સનાતન વૈદિક ધર્મ મહાભારત કાળથી હિંદુ ધર્મના નામથી સંબોધવામાં આવવા લાગ્‍યો. આ ધર્મની વિશિષ્‍ટતા એટલે (વ્‍યવચ્‍છેદક લક્ષણ) વર્ણાશ્રમવ્‍યવસ્‍થા છે. આ વ્‍યવસ્‍થાને જ્‍યારે જ્‍યારે ગ્‍લાનિ આવીને ધર્મની પાયમાલી થવા લાગી ત્‍યારે ત્‍યારે આ વ્‍યવસ્‍થાના રક્ષણ માટે અને પુનઃજીવન માટે ‘દત્તસંપ્રદાય’ પ્રવર્તિત થયો. આ મહાન કાર્ય માટે શ્રી વિષ્‍ણુના ૨૪ અવતાર થયા. તેમાંનો દત્ત અવતાર છઠ્ઠો અવતાર છે. અન્‍ય સર્વ અવતારો સગુણ-દેહનો ત્‍યાગ કરીને પોતાના મૂળ વૈષ્‍ણવ તત્ત્વમાં સમાઈ જાય છે; પણ શ્રી દત્ત નિર્ગુણ હોવા છતાં સગુણ રૂપે પૂર્ણ બ્રહ્મ સ્‍વરૂપથી અવિનાશી અને ચિરંજીવી છે.

અન્‍ય અવતારો પ્રમાણે દુષ્‍ટોનો સંહાર કરીને સમાપ્‍ત થનારો આ અવતાર નથી. પોતાના ઉપદેશથી જગત્‌નો ઉદ્ધાર કરતા કરતા ચિરંજીવ રહેનારો આ અવતાર છે. તેનું પ્રાચીનત્‍વ પુરાણકાળથી પણ પહેલાંનું છે. આજે પણ ભક્તોના ઐહિક અને પારમાર્થિક ઉત્‍કર્ષ માટે શ્રી દત્ત મહારાજ સિદ્ધ હોવાની પ્રતીતિ આવે છે, એ આ અવતારનું અર્વાચિનત્‍વ છે. ૩ મુખી દત્ત અવતારની કલ્પના ગુરુચરિત્રના કાળથી હશે, એવું લાગે છે. શ્રી દત્તાત્રેય પ્રમુખતાથી એકમુખી જ ત્રિગુણ અવતાર છે અને આગળ જતાં તેમને ત્રિગુણાત્‍મક ત્રિમૂર્તિ સ્‍વરૂપ પ્રાપ્‍ત થયું.

આજે આપણને પ્રમુખતાથી ત્રિમુખી દત્તમૂર્તિ જોવા મળે છે; પરંતુ મહાભારત, પુરાણો, અર્વાચિન ઉપનિષદોમાં દત્ત એકમુખી જ છે. શ્રી દત્ત ભગવાનનો અવતાર જેવી રીતે અવિનાશી તેવી જ રીતે સર્વદૂર સંચારી છે. આર્ત, પીડિત, દુઃખી લોકોનું રક્ષણ કરતા કરતા શ્રી દત્ત મહારાજ સર્વત્ર ભ્રમણ કરતા હોય છે. શ્રીગુરુસ્‍વરૂપમાં ઉપદેશ આપતા હોય છે. તેઓ વ્‍યક્તિ રૂપથી સર્વત્ર ફરતા હોય છે. અનંત જીવોનો ઉદ્ધાર કરતા હોય છે.

દત્ત અવતાર પ્રમુખતાથી વર્ણાશ્રમ પદ્ધતિની ફરી એકવાર સ્‍થાપના કરનારો છે અને તે મુખ્‍યત્‍વે બ્રાહ્મણવર્ણનો પુરસ્‍કાર કરનારો છે, તો પણ અન્‍ય જાતિના લોકોને તેમની ઉપાસના કરવાનો પ્રતિબંધ નથી. શ્રી ગુરુચરિત્રમાંના શબર સુત, કિરાત, માતંગ, મ્‍લેંચ્‍છ, યવન ઇત્‍યાદિની કથાઓ વાંચવા જેવી છે. ત્રિમુખી અથવા ૧ મુખી દત્તની મૂર્તિ પ્રમાણે જ દત્ત પાદુકાઓની પૂજા-અર્ચના અનેક ઠેકાણે કરવાની પ્રથા છે. ‘ગુરુવાર’ આ દત્તપ્રભુના વાર તરીકે દત્તભક્તોને તે પવિત્ર અને પ્રિય છે. માગશર પૂર્ણિમાના દિવસે દત્તજયંતી ઘણા ઉત્‍સાહભેર રીતે ઊજવવામાં આવે છે. શ્રી દત્તગુરુના ૧૬ અવતાર થયા છે.

 

માણગાંવ ખાતે પ.પ. ટેંબ્‍યેસ્‍વામીએ સ્‍થાપન કરેલું શ્રી દત્તમંદિર

વર્ષ ૧૮૫૪માં અહીંના શ્રી યક્ષિણી માતાના મંદિરના પાસેના ઘરમાં એક શ્રેષ્‍ઠ દત્તભક્ત દંપતિ પ.પૂ. ગણેશ ભટ અને સૌ. રમાબાઈના પવિત્ર કૂખે પ.પ. (પરિવ્રાજક પરમહંસ) વાસુદેવાનંદ સરસ્‍વતી (ટેંબ્‍યેસ્‍વામી) મહારાજનો જન્‍મ થયો. ટેંબ્‍યેસ્‍વામીના જન્‍મથી નિર્જન માણગાંવનો કાયાપલટ થઈને તેનું રૂપાંતર દેવ નગરીમાં થયું.

 

શ્રીદત્તપ્રભુની રાજધાની એટલે નરસોબાચી વાડી !

પ.પ. વાસુદેવાનંદ સરસ્‍વતી ટેંબ્‍યેસ્‍વામી મહારાજને નરસોબાવાડીનું ઘણું આકર્ષણ હતું. ત્‍યાં નિવાસ કરતી વેળાએ પરમ બ્રહ્મયોગી ગોવિંદસ્‍વામીની સાક્ષીથી સાક્ષાત દત્તપ્રભુ દ્વારા પરમહંસ વાસુદેવાનંદ સરસ્‍વતી ટેંબ્‍યેસ્‍વામી દીક્ષિત બન્‍યા અને દત્તપ્રભુની ઉપાસના ચાલુ થઈ. આ પ્રેરણામાંથી જ વર્ષ ૧૮૮૩, વૈશાખ સુદ પાંચમ ૧૮૦૫માં માણગાંવ ખાતે પોતે ટેંબ્‍યેસ્‍વામીએ દત્તમંદિરની સ્‍થાપના કરી. માણગાંવ પંચક્રોશી દત્તભક્તોથી ઊભરાઈ. શ્રી દત્તપ્રભુની મૂર્તિ, મંદિર માટે ભૂમિ અને પછી મંદિર ઊભું કરવું, ઇત્‍યાદિ કામો દત્તપ્રભુની ઇચ્‍છાથી આપમેળે જ કેવી રીતે થતા ગયા, તેનું વર્ણન ટેંબ્‍યેસ્‍વામીના ચરિત્રમાં છે અને તે વાંચવું મહત્ત્વનું છે. ત્‍યારથી પ.પ. વાસુદેવાનંદ સરસ્‍વતી સ્‍વામી મહારાજ, તેમજ તેમના દત્તમંદિરની કીર્તિ દૂર સુધી ફેલાઈ. શ્રી દત્તમંદિર પરિસરને તીર્થક્ષેત્રનું સ્‍વરૂપ પ્રાપ્‍ત થયું છે. ટેંબ્‍યેસ્‍વામીના દર્શન થાય અને સહવાસ મળે, એ માટે ભક્તો મોટી સંખ્‍યામાં માણગાંવ આવવા લાગ્‍યા.

પ્રત્‍યેક શનિવારે ૫ સહસ્રથી વધુ ભક્તો આવે છે, તેમજ પ્રત્‍યેક પૂર્ણિમા અને દત્તજયંતી ઉત્‍સવના દિવસે તો સહસ્રો ભક્તો અહીં આવે છે. આજે પણ શ્રી ટેંબ્‍યેસ્‍વામીનું ‘શ્રી ક્ષેત્ર માણગાંવ’ તીર્થક્ષેત્ર તરીકે સંપૂર્ણ વિશ્‍વનું આકર્ષણકેંદ્ર બની ગયું છે.

શ્રી દત્તમંદિરનું સંકેતસ્‍થળ (વેબસાઈટ) – www.tembyeswami.in

સંકલક : શ્રી. હેમંત પાવસકર, માણગાંવ, સિંધુદુર્ગ

Leave a Comment