શ્રીપાદ શ્રીવલ્‍લભના વાસ્‍તવ્‍યથી પુનિત થયેલું કર્ણાટક ખાતેનું જાગૃત તીર્થક્ષેત્ર કુરવપુર !

Article also available in :

કર્ણાટકના રાયચુર જિલ્‍લામાં વસેલું કુરવપુર અતિશય જાગૃત તીર્થક્ષેત્ર ! કૃષ્‍ણા નદીથી ઘેરાયેલા આ નિસર્ગરમ્‍ય બેટ પર શ્રી દત્તાત્રેયના પહેલા અવતાર શ્રીપાદ શ્રીવલ્લભે ૧૪ વર્ષ નિવાસ કર્યો. તેમના અવતાર-કાર્યની સમાપ્‍તિ પછી તેઓ અંતર્ધાન પામ્‍યા.

શ્રી દત્ત અવતારી યોગીરાજ શ્રી વાસુદેવાનંદ સરસ્‍વતી (ટેંબેસ્‍વામી)ને શ્રીક્ષેત્ર કુરવપુર ખાતે જ ‘દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્‍લભદિગંબરા ।’ આ અઢાર અક્ષરના મંત્રનો સાક્ષાત્‍કાર થયો. આ જ ઠેકાણે વાસુદેવાનંદ સરસ્‍વતીના નિવાસથી પાવન થયેલી ગુફા છે. અહીં જ પાચલેગાવકર મહારાજને શ્રીપાદ શ્રીવલ્‍લભનો સાક્ષાત્‍કાર થયો.

सर्वजगद्रक्षाय गुरुदत्तात्रेयायश्रीपादश्रीवल्लभपर नमः ।

શ્રીદત્તાત્રેયના પહેલા અવતાર શ્રીપાદ શ્રીવલ્‍લભનું ચૈતન્‍યમયી અને નયનમનોહર ચિત્ર !

 

શ્રીક્ષેત્ર કુરવપુર ખાતેનું શ્રીપાદ શ્રીવલ્‍લભ દત્તાત્રેય દેવસ્‍થાન ! દેવસ્‍થાન દ્વારા વધારેમાં વધારે ચૈતન્‍ય મળવા માટે મનોમન પ્રાર્થના કરીએ.

 

શ્રીપાદ શ્રીવલ્‍લભના અસ્‍તિત્‍વથી પુનિત થયેલો મંદિરનો પરિસર !

Leave a Comment