શ્રીક્ષેત્ર રાક્ષસભુવન ખાતેના શ્રી પાંચાળેશ્‍વર મંદિરનો ઇતિહાસ અને માહાત્‍મ્‍ય

Article also available in :

‘મહારાષ્‍ટ્રના બીડ જિલ્‍લાના ગેવરાઈ તાલુકામાંના શ્રીક્ષેત્ર રાક્ષસભુવન ખાતે ગોદાવરી નદીના પાત્રમાં શ્રી પાંચાળેશ્‍વર મંદિર છે. શ્રી નૃસિંહ સરસ્‍વતીએ ગુરુચરિત્રમાં આ સ્‍થાનનો ઉલ્રલેખ કરેલો છે. ‘અહીં શ્રી દત્તગુરુ પ્રતિદિન બપોરના ભોજન માટે સૂક્ષ્મમાંથી પધારે છે’, એવું આ ક્ષેત્રનું માહાત્‍મ્‍ય છે. આ ઠેકાણે ચક્રધર સ્‍વામીએ કેટલોક સમય તપશ્‍ચર્યા કરી હોવાથી આ મહાનુભવ પંથના પૂજનીય સ્‍થળ તરીકે પ્રસિદ્ધ છે.

 

૧. પાંચાળેશ્‍વર આ દત્તાત્રેયના ભોજનનું સ્‍થાન

શ્રી ક્ષેત્ર પાંચાળેશ્‍વર – દત્ત મહારાજ પ્રતિદિન અહીં મધ્‍યાહ્‌ન ભોજન કરે છે.

હું અહીંનો વિશ્‍વસ્‍ત છું. હું નાનપણથી જ અહીં સેવા કરું છું. આ દત્તાત્રેયનું ભોજનસ્‍થાન છે. દત્તાત્રેય કાશીમાં સ્‍નાન કરે છે, કોલ્‍હાપુરમાં ભિક્ષા માગે છે અને પાંચાળેશ્‍વરમાં ભોજન કરે છે.

 

૨. પાંચાળ રાજાના નામ પરથી આ
ગામને ‘શ્રીક્ષેત્ર પાંચાળેશ્‍વર’ એવું નામ પડવું

પાંચાળરાજા અને આત્‍મઋષિની વિનંતિ પરથી અહીં દત્તાત્રેય ભગવાન પ્રતિદિન બપોરે ૧૨ કલાકે ભોજન કરવા આવે છે. દત્તાત્રેયએ પાંચાળરાજા અને આત્‍મઋષિને વરદાન આપ્‍યું છે, ‘જ્‍યાં સુધી ચંદ્ર અને સૂર્ય છે, ત્‍યાં સુધી હું આ ઠેકાણે આવીને ભોજન કરીશ.’ પાંચાળ રાજાના નામ પરથી આ ગામને શ્રીક્ષેત્ર પાંચાળેશ્‍વર નામ પડ્યું. આત્‍મઋષિના નામથી આ સ્‍થાનને ‘આત્‍મતીર્થ’ કહેવામાં આવે છે.

 

૩. દત્તાત્રેય, ગોવિંદપ્રભુ અને
ચક્રધરસ્‍વામીએ આ ઠેકાણે ક્રીડા કરવી

ગોવિંદપ્રભુ મહારાજ પંચલિંગથી સંન્‍યાસ લઈને આ ઠેકાણે આવ્‍યા. તેવી જ રીતે ચક્રધરસ્‍વામી આ જ ઠેકાણે દત્તાત્રેય ભગવાનને મળ્યા. દત્તાત્રેય, ગોવિંદપ્રભુ અને ચક્રધરસ્‍વામીએ આ ઠેકાણે ક્રીડા કરી.

 

૪. આધ્‍યાત્‍મિક મહત્ત્વ

દત્તાત્રેયની કૃપાથી ભૂતબાધા, કરણી અને માનસિક વ્‍યાધિઓથી ત્રસ્‍ત થયેલી વ્‍યક્તિ જો આ ઠેકાણે આવીને એકનિષ્‍ઠ સેવા કરે, તો તે વ્‍યક્તિ ૧ માસમાં સારી થઈ જાય છે. અહીં દૂરથી આવીને લોકો સેવા કરે છે અને તૃપ્‍ત થાય છે.

 

૫. ઊજવવામાં આવતા ઉત્‍સવો

ચૈત્ર વદ સાતમે અહીં જાત્રા ભરાય છે, તેમજ દેવતાની પાલખીની આગળ ચાલનારું સરઘસ અને પાલખી નીકળે છે. અહીં ધાર્મિક કાર્યક્રમો થાય છે. અહીં દત્તજયંતી, શ્રીકૃષ્‍ણ જયંતી અને સર્વજ્ઞ ચક્રધરપ્રભુ જયંતી આ રીતે ઉત્‍સવો ઊજવવામાં આવે છે.

દત્તજયંતીના ૭ દવસ પહેલાં સપ્‍તાહ હોય છે. પૂર્ણિમાના દિવસે જાત્રા ઉત્‍સવ થઈને સપ્‍તાહની સમાપ્‍તિ થાય છે. ‘દત્ત મહારાજની કૃપાથી અનેક માનસિક રુગ્‍ણો સાજા થાય છે’, એવો મારો પોતાનો અનુભવ છે.

 

૬. દત્તગુરુનું વામકુક્ષી
(બપોરના ભોજન પછીની વિશ્રાંતિ) કરવાનું ઠેકાણું

શ્રી પાંચાળેશ્‍વર મંદિરની જમણી બાજુએ, અર્થાત આપણી ડાબી બાજુએ શ્રી દત્તગુરુનું વામકુક્ષી લેવાનું, અર્થાત્ બપોરના ભોજન પછી ડાબે પડખે સૂઈને વિશ્રાંતિ લેવાનું સ્‍થાન છે. અહીં સુંદર મંદિરો બાંધેલા છે. મંદિર ફરતાં ઘટાદાર વૃક્ષો છે. ફરતે મક્કમ કિલ્‍લેબંધી છે. મંદિર સામે ભવ્‍ય પ્રવેશદ્વાર છે. તેના પર નગારખાનું બાંધેલું છે.

 

૭. અનુભૂતિ

વૈદ્યકીય ઉપચારોથી સાજો ન થનારો દીકરાનો રોગ શ્રીક્ષેત્ર પાંચાળેશ્‍વર ખાતે ગયા પછી મટી જવો : દત્તપ્રભુના ચમત્‍કાર જેટલા કહીએ, તેટલા ઓછા જ છે. હું મારો પાતાનો અનુભવ કહું છું. હું કાંઈ કામ નિમિત્તે સંભાજીનગર (ઔરંગાબાદ) ગયો હતો; કારણકે મારા પિતાજી ત્‍યાં સેવા કરતા હતા. મારો એકનો એક દિકરો ઘણો માંદો હતો. વૈદ્યકીય ઉપચારોનું કાંઈ પરિણામ થતું નહોતું. એક જાણકાર માણસે મને કહ્યું, ‘‘તમે શ્રીક્ષેત્ર પાંચાળેશ્‍વર જાઓ.’’ તે પ્રમાણે હું અહીં આવ્‍યો અને દીકરામાં પૂર્ણતઃ પરિવર્તન થયું. હું અને મારું કુટુંબ હવે આનંદમાં છીએ.’’

 શ્રી બાબાસાહેબ ગુલાબરાવ કોઠી, શ્રી પાંચાળેશ્‍વર મંદિર ટ્રસ્‍ટ, રાક્ષસભુવન. (૧૬.૧૧.૨૦૧૪)

Leave a Comment