સંસ્‍કૃત ભાષાનું વિદેશીઓએ જાણેલું મહત્ત્વ અને ભારતીઓ દ્વારા થનારું સંસ્‍કૃતનું અક્ષમ્‍ય દુર્લક્ષ !

Article also available in :

ગત ૭ દશકો નિરંતર મેકૉલેપ્રણિત શિક્ષણ પદ્ધતિ જ વિદ્યાર્થીઓને શીખવવામાં આવતી હોવાથી અંગ્રેજી ભાષાને જ ‘કરીયર’નું કેંદ્રબિંદુ માનવામાં આવે છે. અંગ્રેજી ભાષાનો વધતો પ્રભાવ અને ભારતીય મન પર રહેલી તેની પ્રચંડ છાપ (અસર) જોતાં સદર લેખ દ્વારા અભારતીઓને સંસ્‍કૃત ભાષાનું મહત્ત્વ કેટલું છે અને સ્‍વભાષામાં રહેલા અમૂલ્‍ય, અલૌકિક એવા જ્ઞાનથી ભારતીઓ કેટલા અનભિજ્ઞ છે, આ વાત ધ્‍યાનમાં આવે છે. સંસ્‍કૃતનું મહત્ત્વ ધ્‍યાનમાં લઈને તેના સંરક્ષણનું કર્તવ્‍ય પાર પાડવા માટે પ્રત્‍યેકને પોતાનામાં રહેલું સ્‍વભાષાભિમાન વૃદ્ધિંગત કરવાની અનિવાર્યતા ધ્‍યાનમાં લાવી આપનારો આ લેખ !

 

૧. વિદેશીઓએ ઓળખેલું સંસ્‍કૃત ભાષાનું મહત્ત્વ !

જે.ટી. ગ્‍લોવર લંડન ખાતે ‘સેંટ જેમ્‍સ બોઈઝ સ્‍કૂલ’ના ઉપપ્રાચાર્ય છે. તેઓ વૈદિક ગણિત શીખ્‍યા. ગત ૨૫ વર્ષ તેઓ લંડનમાં તે વિષય શીખવી રહ્યા છે. પ્રતિવર્ષ ૧૦૦ છોકરાઓ ગણિત શીખીને બહાર પડે છે. તેમાં બ્રિટિશ, અમેરિકન, ચીની, વેસ્‍ટ ઇંડિયન્‍સ ઇત્‍યાદિ વંશના છોકરાઓ હોય છે; પણ ભારતીઓ હોતા નથી. ‘આ ભારતીય ગણિતશાસ્‍ત્ર ભારતની પ્રત્‍યેક શાળામાં શીખવવું જોઈએ’, એવું તેઓ અગત્‍યતાપૂર્વક કહે છે; પણ ગણકયંત્રનું (‘કેલક્યુલેટર’નું) વેચાણ બંધ થશે, એવી આપણને ચિંતા થાય છે. જાન્‍યુઆરી ૨૦૧૧માં બંગળુરૂની નેશનલ હાઈસ્‍કૂલમાં વિશ્‍વ સંસ્‍કૃત પુસ્‍તક મેળો ભરાયો હતો. તે સમયે ગ્‍લોવર ત્‍યાં આવ્‍યા હતા. ૨૫ વર્ષનો યુવક માયકલ વિલિયમ્‍સ મૅંચેસ્‍ટરથી આ મેળા માટે આવ્યેા હતો. ત્‍યાંના વિદ્યાપીઠમાં આ યુવક  સંસ્‍કૃત શીખવે છે અને પીએચ.ડી.નો અભ્‍યાસ કરે છે. તે સહજ રીતે સંસ્‍કૃત બોલી રહ્યો હતો. તે  શાંકરમતનો અભ્‍યાસ પણ કરી રહ્યો  છે. આ ઠેકાણે બહારના દેશમાંથી આવનારા અનેક સંસ્‍કૃતપ્રેમીઓ જોયા પછી પોતાની જ લજ્જા આવે છે. બહારના આવીને ‘તમારી ભાષા ઉપયુક્ત છે. સારી છે. તેને સુસ્‍થિતિમાં લાવો’, એમ કહેવું, શું તે આપણા માટે ઓછાપણું નથી ? આપણે તેને ‘મૃતભાષા’ પુરવાર કરી દીધી છે.

 

૨. ભારતીય શાળાઓના પાઠ્યક્રમમાં
યુરોપિયન વિદ્વાનોના તત્ત્વોનો સમાવેશ; પણ
ભારતના શ્રેષ્‍ઠ મહાપુરુષોની શિખામણ ભણી દુર્લક્ષ !

આપણે ત્‍યાં રાજ્‍યશાસ્‍ત્ર શીખનારા વિદ્યાર્થીઓને પશ્‍ચિમી અને ખાસ કરીને યુરોપિયન વિદ્વાનોએ શું કહ્યું છે, એ જ શીખવવામાં આવે છે. તેમાં પ્‍લુટો, ઍરિસ્‍ટોટલ, મૅકિયાવલી ઇત્‍યાદિનું ભરણું હોય છે; પણ તેમને ચાણક્યનીતિ, શ્રીકૃષ્‍ણનીતિ, કણકનીતિ, વિદૂરનીતિ અથવા ભીષ્‍મનીતિ શીખવવામાં આવતી નથી. કોઈપણ યુરોપિયન તત્ત્વજ્ઞ કરતાં આપણે ત્‍યાંના લોકો શ્રેષ્‍ઠ અને વિદ્વાન હતા, એ શીખવવામાં આવતું નથી, તો પછી તે આગળની પેઢી સુધી કેમ પહોંચશે ? તે માટે સંસ્‍કૃતનો અભ્‍યાસ જોઈએ. બરાબર ત્‍યાં જ અડચણ છે. શાળા અને મહાવિદ્યાલયો ઇત્‍યાદિ સ્‍થાનોએ સંસ્‍કૃત વિષય લેનારાઓની સંખ્‍યા ઘટી રહી છે. સમર્થ રામદાસ સ્‍વામીનો ‘દાસબોધ’ વ્‍યવસ્‍થાપન અભ્‍યાસ માટે (‘મેનેજમેંટ સ્‍ટડી’ માટે) ઉપયુક્ત ગ્રંથ બ્રિટનમાં શીખવવામાં આવે છે. આપણે ત્‍યાં ‘દાસબોધ’ બાળવાની ભાષા કરવામાં આવે છે ! તે અંગ્રેજી ભાષામાં આપણા પાઠ્યક્રમમાં લાગુ થાય, તે પછી જ તેની કિંમત સમજાશે શું ?

 

૩. સંસ્‍કૃત પુસ્‍તક મેળાવડામાં એકઠા
થયેલા સંસ્‍કૃતપ્રેમીઓ, એક આશાનું કિરણ

આશાનું કિરણ એટલું જ કે, તે મેળામાં ગીતા, યોગ, પર્યાવરણ, કલા, વિજ્ઞાન, લલિત ઇત્‍યાદિ અનેક વિષયો પર પુસ્‍તકો, સીડી,  ડિવીડી મળીને ૩૦૦ વિમોચનો થયા. કુલ ૪ કરોડ રૂપિયાથી વધારે કિંમતના પુસ્‍તકોનું વેચાણ થયું અને દાનપાત્રમાં ૯૦ લાખ રૂપિયા ભેગા થયા. સંસ્‍કૃત પુસ્‍તકો વેચાતા લેવા માટે લોકો હરોળમાં ઊભા હતા ! આ દૃશ્‍ય સપના જેવું લાગતું હતું. મધ્‍યપ્રદેશમાં ‘જિરી’ નામક સંસ્‍કૃત ગામમાંથી ૪૩ લોકો આવ્‍યા હતા. આ ગામમાં કેવળ સંસ્‍કૃતમાં જ બોલવામાં આવે છે. કર્ણાટક અને બિહારમાં પણ આવા ગામો હોવાની જાણ થાય છે; પણ તેમનાં નામો જ્ઞાત નથી. સંમેલન માટે અમેરિકા, બ્રિટન, ફ્રાન્‍સ, ઇસ્રાયલ, નેપાળ, બ્રહ્મદેશ, પોલેંડ ઇત્‍યાદિ દેશોના પ્રતિનિધિઓ આવ્‍યા હતા.

 

૪. પુરાતન સાહિત્‍યનું મૂલ્‍ય ધ્‍યાનમાં ન
આવવાથી ભારતીઓ દ્વારા થનારું અક્ષમ્‍ય દુર્લક્ષ !

આનાથી ઊલટું એક સ્‍વિસ વિદુષી કેટલાક વર્ષો પહેલાં આપણે ત્‍યાં આવ્‍યાં હતાં. પુણે પરિસરના અનેક ગામોમાં તેઓ ફર્યા. લોકો પાસેથી પહેલાંના દસ્‍તાવેજો, પોથીઓ ઇત્‍યાદિ સામાન પૈસા આપીને તેમણે લીધું. અનેક લોકોએ મેડા, મેડીઓમાં ગોતી ગોતીને તેમને જૂનાં દસ્‍તાવેજો, પોથીઓ અને હસ્‍તલિખિતો આપ્‍યા. આ મૂરખ સ્‍ત્રી આવી ધૂળ ખાતી સામગ્રી માટે ૫ થી ૧૦ સહસ્ર રૂપિયા ગણે છે, તેની કેટલાક લોકોને મોજ લાગી. આવા ૧૬૯ દસ્‍તાવેજો લઈને તે રવાના થઈ ગયાં. તેમાં શું મહત્ત્વનું હતું, તે દેનાર જાણતો નહોતો. આજે આપણે ત્‍યાંના એક સંસ્‍કૃત પીએચ.ડી. ધારકને ભારેખમ વેતન આપીને તે સર્વ સાહિત્‍યનું ભાષાંતર કરીને સંગણકમાં સંગ્રહી રાખવાનું કામ ત્‍યાં ચાલી રહ્યું છે. તેમાંથી એકાદ મહત્ત્વપૂર્ણ વિષય પરનો ગ્રંથ આપણે ત્‍યાં આવશે, ત્‍યારે કોપીરાઈટ (હક્કધારક) ત્‍યાંના હશે એટલું જ !

 

૫. વિદેશમાં યોગ વિદ્યાનો પ્રચાર
થતો હોય, ત્‍યારે ભારતમાં યોગ વિદ્યાનો પ્રચાર
કરનારાઓની અપકીર્તિ (બદનામી) થવી, આ મોટું ષડ્‌યંત્ર !

ભારત બહાર સંસ્‍કૃતનો અને સંસ્‍કૃતિનો મોટા પ્રમાણમાં પ્રચાર મહેશ યોગીએ કર્યો. સમગ્ર જગત્‌ના ૧૮૨ દેશમાં તેમનાં કેંદ્રો છે. તેમના અનેક વિદેશી સાધકો શાકાહારી છે અને હિંદુ ધારણા અનુસાર જીવનશૈલી જીવી રહ્યા છે. ભારતમાં યોગ અને અન્‍ય પ્રકારનું કાર્ય કરનારાઓની રીતસર અપકીર્તિ કરવામાં આવે છે. યોગઋષિ બાબા રામદેવને સંડોવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અનેક સાધુ-સંતોની અપકીર્તિનું અભિયાન જાણે કેમ પ્રસારમાધ્‍યમો દ્વારા ચલાવ્‍યું ન હોય ! થોડા વર્ષો પછી તેમની નિર્દોષતા સિદ્ધ થાય, ત્‍યાં સુધી સમય નીકળી ગયો હોય છે. લોકો સુધી ભૂલભરેલો સંદેશ પહેલેથી જ પહોંચાડવામાં આવ્‍યો હોય છે. આ ષડ્‌યંત્રનો ઉત્તર ક્યારે આપશો….?

– ડૉ. સચ્‍ચિદાનંદ શેવડે, રાષ્‍ટ્રીય પ્રવચનકાર, મુંબઈ.

સંદર્ભ : દૈનિક ‘તરુણ ભારત’, ૧૫.૩.૨૦૧૫

Leave a Comment