પિતરોની શાંતિ માટે વિવિધ દેશોમાં કરવામાં આવનારી પારંપારિક કૃતિઓ !

Article also available in :

અનુક્રમણિકા

‘પિતૃપક્ષમાં ‘શ્રાદ્ધ-પિંડદાન’ આ પિતૃઋણ ચૂકતું કરવાનું એક માધ્‍યમ છે. માતા-પિતા, તેમજ સગાસંબંધીઓનો મૃત્યુ પછીનો પ્રવાસ સુખદાયી અને ક્લેશરહિત થાય, તેમને સદ્‌ગતિ મળે, તે માટેનો સંસ્‍કાર એટલે જ ‘શ્રાદ્ધ.’ શ્રાદ્ધમાંના મંત્રોચ્‍ચારોમાં પિતરોને ગતિ દેવાની સૂક્ષ્મ શક્તિ સમાયેલી હોય છે. એમ ભલે હોય, તો પણ હિંદુવિરોધકો તેને ‘શ્રાદ્ધ એટલે બ્રાહ્મણોની પેટ ભરવાની સગવડ, તેમજ મૃત્‍યુ ઉપરાંત પિતરો માટે દાન-વિધિ કરવા કરતાં ગરીબોની સેવા કરો, તેમને અન્‍નદાન કરો’, એમ કહીને ટીકા કરે છે. પૂર્વજો વિશે કૃતજ્ઞતા વ્‍યક્ત કરવાની સંકલ્‍પના કેવળ ભારતમાં જ હોવાને બદલે વિદેશમાં પણ પિતરોની શાંતિ માટે વિવિધ પારંપારિક કૃતિઓ કરવામાં આવે છે. તેમાં પૂર્વજોની મુક્તિ માટે શાસ્‍ત્રોક્ત સંકલ્‍પના ભલે ન હોય, તો પણ ઓછામાં ઓછું ‘પૂર્વજો વિશે કૃતજ્ઞ રહેવું જોઈએ’, એટલી ભાવના તો નિશ્‍ચિત જ હોય છે. તેમજ વિદેશમાં અન્‍ય પંથોમાં જન્‍મેલા અનેક પશ્‍ચિમીઓ તેમના પૂર્વજોને મુક્તિ મળે, એ હેતુથી ભારતમાં આવીને પિંડદાન અને તર્પણ વિધિ કરે છે. તેથી શ્રાદ્ધવિધિ પર ટીકા કરનારાઓને ઉત્તર આપી શકાય, એ માટે જાણકારી આપનારો લેખ અત્રે આપી રહ્યા છીએ.

સંકલક: શ્રી. રમેશ શિંદે

 

૧. અન્‍ય પંથોમાં પૂર્વજોના આત્‍માને શાંતિ
મળે, તે માટે કરવામાં આવતી પારંપારિક કૃતિઓ !

૧ અ. પારસી પંથ

પારસી બાંધવોમાં ‘પતેતી’ આ મુખ્‍ય તહેવાર નિમિત્તે વર્ષના છેવટના ૯ દિવસ પિતરોની શાંતિના દિવસો તરીકે ઊજવવામાં આવે છે. દસમા દિવસે ‘પતેતી’ તહેવાર ઊજવવામાં આવે છે. આ દિવસથી જ પારસી નવવર્ષનો આરંભ થાય છે. હિંદુ સંસ્‍કૃતિમાં આત્‍મા ‘અમર’ માનવામાં આવે છે, તે જ ધારણા પારસી સમાજમાં દેખાઈ આવે છે. ‘અવેસ્‍તા’માં (પારસીઓના ધર્મગ્રંથમાં) પિતરોને ‘ફ્રાવશી’ કહ્યું છે અને ‘દુષ્‍કાળ સમયે તેઓ સ્‍વર્ગમાંના સરોવરમાંથી તેમના વંશજો માટે પાણી લાવે છે’, એવું માનવામાં આવે છે. તેથી તેમનાં પૂર્વજોને શાંતિ મળે, તે માટે ૯ દિવસ જુદી જુદી વિધિઓ કર્યા પછી અંતિમ દિવસે ‘પતેતી’ ઊજવવામાં આવે છે. પારસી લોકોની મૂળ દેવતા ‘અગ્‍નિ’ હોવાથી તેઓ અગ્‍નિની પૂજા કરે છે. તેમાં પ્રજ્‍વલિત અગ્‍નિમાં ચંદનના લાકડાની આહુતિ આપવામાં આવે છે. ‘પતેતી’ અર્થાત્ પાપોમાંથી મુક્ત થવાનો દિવસ ! ‘પાપેતી’ અર્થાત્ પાપોનો નાશ કરનારો દિવસ. એ જ શબ્‍દનો આગળ અપભ્રંશ થઈને ‘પતેતી’ થયો હોવાનું જાણકારો કહે છે. સામાન્‍ય રીતે ઑગસ્‍ટ માસમાં આ સમયગાળો આવે છે.

૧ આ. કૅથોલિક પંથ

અમેરિકા, લૅટીન અમેરિકા અને યુરોપમાંના અનેક દેશોમાં નવેંબર માસમાં પિતરોને તૃપ્‍ત કરવાની પ્રથા છે. આ પૂર્વજોના આત્‍મા સાથે સંબંધિત દિવસ ભલે હોય, તો પણ તેને ઉત્‍સવની જેમ ઊજવવાની પ્રથા છે. ૩૧ ઑક્‍ટોબરની સાંજથી ૨ નવેંબરની રાત્ર સુધી આ ઉત્‍સવ ઊજવવામાં આવે છે. તેમાં ૩૧ ઑક્‍ટોબરની સાંજે ‘હૅલોવીન યાત્રા’ (તેમાંનો ‘હૅલો’ આ ‘હોલી’ અર્થાત્ પવિત્રનો અપભ્રંશ છે.) કાઢવામાં આવે છે. ૧ નવેંબરના દિવસે ‘ઑલ સેંટ્‌સ ડે’ (સર્વ સંત દિન), જ્‍યારે ૨ નવેંબરે ‘ઑલ સોલ્‍સ ડે’ (સર્વ આત્‍મા દિન) હોય છે. આ સમયગાળાને ‘હૅલો માસ’ અર્થાત્ ‘પવિત્ર કાળ’ પણ કહેવામાં આવે છે.

ખ્રિસ્‍તી પંથમાંનો આ ઉત્‍સવ હોવા છતાં તેનું મૂળ ખ્રિસ્‍તપૂર્વેના સમયગાળામાંના મૂર્તિપૂજક રોમન સંસ્‍કૃતિ સાથે જોડાયેલું છે. રોમન લોકો મૃત-આત્‍માઓને સંતુષ્‍ટ કરવા માટે સાર્વજનિક બલિદાનો સાથે જ ‘લેમુરિયા’ નામનો તહેવાર ઊજવતા હતા. તેઓ સ્‍મશાનમાં જઈને ત્‍યાંના મૃતાત્‍માઓને કેક અને વાઈન અર્પણ કરતા હતા. સમયજતાં ચર્ચે આ દિવસને ‘ઑલ સોલ્‍સ ડે’ તરીકે સ્‍વીકારીને ઊજવવાનો પ્રારંભ કર્યો. આ ઉત્‍સવ ૨ નવેંબરના દિવસે ઊજવવામાં આવે છે.

૧ આ ૧. ‘ઑલ સેંટ્‌સ ડે’

આ દિવસે સ્‍વર્ગપ્રાપ્‍તિ થયેલા જ્ઞાત-અજ્ઞાત સર્વ પૂર્વજોનું, સંતોનું સ્‍મરણ કરવામાં આવે છે. આ દિવસે શાસકીય રજા રાખવામાં આવે છે.

૧ આ ૨. ‘ઑલ સોલ્‍સ ડે’
સોલ કેક

મરણ પામેલા; પણ સ્‍વર્ગપ્રાપ્‍તિ ન થયેલા જ્ઞાત-અજ્ઞાત સર્વ પૂર્વજોનું પાપક્ષાલન થાય, તે માટે તે દિવસે પ્રાર્થના કરવામાં આવે છે.

કેટલાક દેશોમાં પિતરોના આગમનના આનંદ પ્રિત્‍યર્થ ત્‍યાં ‘સોલ કેક’ નામનો ગો પદાર્થ બનાવવાની પ્રથા છે. ત્‍યાંના લોકોનો વિશ્‍વાસ છે કે, તે પદાર્થ ખાવાથી પરલોકમાં રહેલા મૃતાત્‍માઓને સુખ અને શાંતિની પ્રાપ્‍તિ થાય છે.

૧ ઇ. બૌદ્ધ પંથ

ચીનના બુદ્ધિસ્‍ટ અને તાઓ પરંપરા અનુસાર ચીની દિનદર્શિકાના ૭ મા માસમાંના ૧૫મા દિવસે પૂર્વજોના સંદર્ભમાં ‘ઘોસ્‍ટ ફેસ્‍ટિવલ’ (ભૂતોનો/મૃતોનો ઉત્‍સવ) અથવા ‘યુલાન ફેસ્‍ટિવલ’ ઊજવવામાં આવે છે. ઑગસ્‍ટ થી સપ્‍ટેંબર માસના સમયગાળામાં આ દિવસ આવે છે. આ ૭ મા માસને ‘ઘોસ્‍ટ માસ’ (ભૂતોનો/મૃતોનો માસ) તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળામાં ‘સ્‍વર્ગમાંના, તેમજ નરકમાંના પૂર્વજોના આત્‍માઓ ભૂતલ પર આવે છે’, એવી ત્‍યાંની માન્‍યતા છે. આ કાળમાં પૂર્વજોને દુઃખમાંથી મુક્ત કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. તેમાં પરંપરાગત ભોજન બનાવવું (મોટાભાગે શાકાહારી), ધૂપ બાળવો, ‘જૉસ પેપર’ (બાંબુના કાગળમાંથી બનાવેલું આત્‍માનું ચલાન/ધન) બાળવો ઇત્‍યાદિ કરવામાં આવે છે. આ કાગળમાંથી વસ્‍ત્ર, સોનાના અલંકારોના પ્રતીક રહેલા અલંકારો ઇત્‍યાદિ બનાવીને બાળવામાં આવે છે. આ સમયે ભોજન કરતી વેળાએ ‘પૂર્વજ જાણે કેમ ત્‍યાં પ્રત્‍યક્ષ ઉપસ્‍થિત ન હોય’, તે રીતે તેમના માટે આસન ખાલી રાખીને તેમને ભોજન પીરસવામાં આવે છે. રાત્રે કાગળની નાવ, તેમજ દીવડા પાણીમાં છોડીને પૂર્વજોને દિશાદર્શન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બૌદ્ધ પરંપરા રહેલા મોટાભાગના દેશોમાં આ ઉત્‍સવ થોડા-ઘણાં ફેરથી ઊજવવામાં આવે છે.

 

૨. વિદેશના વિવિધ દેશોમાં પૂર્વજોના
આત્‍માઓ માટે કરવામાં આવનારી પારંપારિક કૃતિઓ

૨ અ. યુરોપના દેશોમાં પૂર્વજોની શાંતિ માટે વિવિધ કૃતિઓ

૨ અ ૧. બેલ્‍જિયમ : ૨ નવેંબરના દિવસે ‘ઑલ સોલ્‍સ ડે’ના દિવસે રજા ન હોવાથી આગલા દિવસે અર્થાત્ ‘ઑલ સેંટ્‌સ ડે’ના દિવસે દફનભૂમિમાં જઈને પ્રાર્થના કરે છે, તેમજ મૃતાત્‍માઓની કબર પર દીવો પ્રજ્‍વલિત કરવામાં આવે છે.

૨ અ ૨. પોર્તુગલ : ૨ નવેંબરના દિવસે સંપૂર્ણ પરિવાર સાથે દફનભૂમિમાં જઈને પ્રાર્થના કરવામાં આવે છે. તેમજ સાંજે નાના બાળકો ભેગા મળીને પ્રત્‍યેક ઘરના પ્રવેશદ્વાર પાસે જઈને ઊભા રહે છે. ત્‍યાં તેમને કેક ઇત્‍યાદિ મિષ્‍ટાન્‍ન આપવામાં આવે છે.

૨ અ ૩. જર્મની : જર્મનીમાં કબરોનું રંગરોગાન કરવામાં આવે છે, ભૂમિ પર કોલસો પાથરીને તેના પર લાલ રંગના બોરથી ચિત્રો દોરવામાં આવે છે અને કબરોની ફૂલો અને કળીની માળાથી સજાવટ કરવામાં આવે છે. અંતમાં બધા મળીને પ્રાર્થના કરે છે.

૨ અ ૪. ફ્રાન્‍સ : ફ્રાન્‍સમાં ચર્ચમાં રાત્રિની પ્રાર્થનાને અંતે લોકોએ તેમનાં પિતરોના સંદર્ભમાં ચર્ચા કરવાનું આવશ્‍યક માનવામાં આવે છે. ત્‍યાર પછી તેઓ તેમના ઘરે ભોજનગૃહમાં એક નવું ધોળું વસ્‍ત્ર પાથરીને તેના પર શરબત, દહીં, મિષ્‍ટાન્‍ન ઇત્‍યાદિ મૂકીને સજાવટ કરે છે. તેમજ નજીક જ અગ્‍નિપાત્રમાં લાકડાનું એક મોટું થડ બળવા માટે મૂકે છે. ત્‍યાર પછી લોકો સૂવા જતા રહે છે. થોડી વાર પછી વ્‍યાવસાયિક વાદ્યમંડળના લોકો વાદ્યો વગાડીને તેમને ઊંઘમાંથી ઊઠાડે છે અને મૃતાત્‍માઓ વતી તેમને આશીર્વાદ આપે છે. આ સમયે સજાવટ કરેલા સર્વ ખાદ્યપદાર્થો તે વાદ્યમંડળના પ્રમુખને અર્પણ કરવામાં આવે છે.

ફ્રાન્‍સમાં પિતરો માટે ખાદ્યપદાર્થો મૂકીને સજાવેલું પટલ (ટેબલ)

 

૩. લૅટીન અમેરિકા ખાતેના દેશોમાં ઊજવવાની પદ્ધતિ

૩ અ. લૅટીન અમેરિકાના બ્રાઝિલ, અર્જેંટિના, બોલિવિયા, ચિલી, ઇક્વાડોર, પેરૂ, ઉરુગ્‍વે ઇત્‍યાદિ દેશોમાં ૨ નવેંબરના દિવસે લોકો દફનભૂમિમાં જઈને તેમના પૂર્વજોને, તેમજ સગાંસંબંધીઓને ફૂલો અર્પણ કરે છે.

૩ આ. મેક્સિકો : આ દેશમાં આને ‘મૃતોનો દિન’ તરીકે ઓળખવામાં આવે છે. આને સ્‍થાનિક ભાષામાં ‘અલ્ દેઓ દે લૉસ મુર્તોસ’ એવું નામ છે. આ મૂળ ઉત્‍સવ ખ્રિસ્‍તપૂર્વ ૩૦૦૦ વર્ષો પહેલાંના કાળમાં ‘ઍઝટેક’ આ મૂર્તિપૂજકોનો હોવાનું માનવામાં આવે છે. સ્‍પેને આક્રમણ કરીને આ સંસ્‍કૃતિનો નાશ કર્યો. વર્તમાન કાળમાં તે મૂળ મેક્સિકન, યુરોપિયન અને સ્‍પૅનિશ સંસ્‍કૃતિના સંમિશ્ર પરંપરા દ્વારા ઊજવવામાં આવે છે. તેમાં ૧ નવેંબરના દિવસે બાળપણમાં મૃત થયેલાઓ માટે, જ્‍યારે ૨ નવેંબરના દિવસે પ્રૌઢ મૃતકો માટે પ્રાર્થના કરવામાં આવે છે.

૩ ઇ. ગ્‍વાટેમાલા : આ દિવસે માંસ અને શાકથી ‘ફિયાંબ્રે’ નામનો પદાર્થ બનાવીને તે મૃતોની કબર પર મૂકવામાં આવે છે. તેમજ આ દિવસે પતંગ ચગાવવાનો વિશેષ ઉત્‍સવ હોય છે. મૃતાત્‍માઓ સાથે સંબંધ જોડવાના પ્રતીક તરીકે આ પતંગ ચગાવવામાં આવે છે.

 

૪. એશિયા ખંડમાંના દેશોમાં પણ પિતૃપૂજાની પ્રથા !

એશિયા ખંડમાં ભારત છોડતાં અન્‍ય દેશોમાં પણ પિતૃપૂજાની પ્રથા કોઈક ને કોઈક સ્‍વરૂપમાં પ્રચલિત છે. તેમજ મોટાભાગના સર્વ ઠેકાણે પિતરોને આવાહન કરતી વેળાએ વિશેષ કૃતિઓ કરવામાં આવે છે.

૪ અ. ચીન

ચીનની ‘હાન’ પરંપરા અનુસાર ગત ૨ સહસ્ર ૫૦૦ વર્ષથી ‘ક્વીંગમિંગ’ અથવા ‘ચિંગ મિંગ’ ઉત્‍સવ પૂર્વજોનાં સ્‍મરણાર્થે કરવામાં આવે છે. ચીનના સૂર્ય પંચાંગ અનુસાર આ સમય નક્કી કરવામાં આવે છે. સામાન્‍ય રીતે ૪ થી ૬ એપ્રિલના સમયગાળામાં આ ઉત્‍સવ ઊજવવામાં આવે છે. આ ઉત્‍સવ નિમિત્તે પૂર્વજોના કબરોની સ્‍વચ્‍છતા કરવામાં આવે છે. ત્‍યાં પૂર્વજો માટે પારંપારિક ખાદ્યપદાર્થો મૂકવા, સુગંધી અગરબત્તી લગાડવી, તેમજ ‘જૉસ પેપર’ બાળવો, આવી કૃતિઓ કરવામાં આવે છે. આ ઉત્‍સવ ચીન, તૈવાન, મલેશિયા, હોંગકોંગ, સિંગાપૂર, ઇંડોનેશિયા આ દેશોમાં પણ ઊજવવામાં આવે છે.

૪ આ. જાપાન

જાપાનમાં આને ‘બૉન ફેસ્‍ટિવલ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘બુદ્ધિસ્‍ટ-કન્‍ફ્‍યુશિયસ’ પરંપરામાં આ પૂર્વજોના સન્‍માનના ઉત્‍સવ તરીકે ઊજવવામાં આવે છે. આ વિશે માન્‍યતા એવી છે કે, આ કાળમાં પૂર્વજોના આત્‍માઓ મૂળ ઘરના પૂજાસ્‍થાન પાસે આવે છે. તેથી સંપૂર્ણ પરિવાર મૂળ ઘરે ભેગો થાય છે અને પૂર્વજોની કબરો ચોખ્‍ખી કરીને ત્‍યાં ધૂપબત્તી કરે છે. પ્રતિવર્ષ ૮ ઑગસ્‍ટથી ૭ સપ્‍ટેંબરના સમયગાળામાં આ ઉત્‍સવ ૩ દિવસ ઊજવવામાં આવે છે. આ મહોત્‍સવ જાપાનમાં ‘દીપોત્‍સવ’ની જેમ ઊજવવામાં આવે છે. જાપાની લોકોની માન્‍યતા છે કે, જ્‍યાં સુધી પૂર્વજોને આ પ્રકાશ બતાવીશું નહીં, ત્‍યાં સુધી પૂર્વજોને તેમનાં વંશજોના ઘરોનો માર્ગ શોધવામાં અડચણ આવશે. તેથી આ કાળમાં કબરોની ચારે બાજુએ ઊંચા બાંબુ ભૂમિમાં ખોડીને તેના પર રંગબેરંગી ફાનસ લટકાવે છે અને તેની નીચે મીણબત્તીના પ્રકાશમાં બેસીને લોકો તેમના પૂર્વજોને આવાહન કરે છે.

આ ઉત્‍સવ મૂળ સંસ્‍કૃત ભાષામાંના ‘ઉલ્‍લંબન’ (ઊંધું ટાંગવું) આ શબ્‍દનો અપભ્રંશ બનીને ‘ઓબોન’ અથવા ‘બોન’ આ નામથી હવે ઓળખવામાં આવે છે. આ કાળમાં ‘બોન ઓદોરી’ આ નૃત્‍ય કરવામાં આવે છે. આ નૃત્‍યપરંપરા વિશે કથા એવી છે કે, ગૌતમ બુદ્ધના એક શિષ્‍ય મહામુદ્‌ગલાયને (મોકુરેને) તેની દિવ્‍ય દૃષ્‍ટિથી જોયું કે, તેનાં મૃત માતા મુક્ત થવાને બદલે ભૂતોના સકંજામાં પકડાયા છે અને દુઃખી છે. તે અત્‍યંત ચિંતાગ્રસ્‍ત થઈને બુદ્ધ પાસે જાય છે અને ‘માતાને આમાંથી કેવી રીતે મુક્ત કરું’, એવો પ્રશ્‍ન પૂછે છે. ત્‍યારે બુદ્ધ તેને અનેક બૌદ્ધ ભિક્ષુઓને દાન આપવા માટે કહે છે. મોકુરેન તે પ્રમાણે કૃતિ કરે છે અને તેને તેનાં માતા ભૂતોના સકંજામાંથી મુક્ત થયાં હોવાનું દેખાય છે. તેથી તે અતિશય આનંદિત થઈને નૃત્‍ય કરે છે. ત્‍યારથી આ કાળમાં ‘બોન ઓદોરી’ અથવા ‘બોન ડાન્‍સ’ કરવાની પ્રથા ચાલુ થઈ.

બોન ડાન્‍સ

૪ ઇ. કંબોડિયા

બૌદ્ધ પરંપરામાંના ‘પચૂમ બેન’ (Pchum Ben)ને ‘પૂર્વજોનો દિવસ’ (એન્‍સેસ્‍ટર્સ ડે) તરીકે પણ ઓળખવામાં આવે છે. ખ્‍મેર પરંપરામાંની દિનદર્શિકાના ૧૦મા માસના ૧૫મા દિવસે આ વિધિ કરવામાં આવે છે. (૨૩ સપ્‍ટેંબરથી ૧૨ ઑક્‍ટોબર સુધીના સમયગાળામાં આ વિધિ કરવામાં આવે છે.) આ દિવસે સાર્વજનિક રજા ઘોષિત કરવામાં આવે છે.

આમાં લગભગ ૭ પેઢી સુધીના મૃત સગાંસંબંધીઓ અને પૂર્વજોનું સન્‍માન કરવામાં આવે છે. પ્રતિવર્ષ ૧૫ દિવસ કુટુંબો અન્‍ન રાંધીને તે તેમના સ્‍થાનિક પ્રાર્થના સ્‍થળે લઈ જાય છે. ત્‍યાર પછી ભાતના પિંડ કરીને તે ખાલી ખેતરોમાં તેમજ હવામાં ફેંકવામાં આવે છે.

કંબોડિયામાં પ્રાર્થનાસ્‍થળોનાં ઠેકાણે પિતરો માટે કુટુંબીજનોએ લાવેલું ભોજન

પ્રત્‍યેક કુટુંબ બૌદ્ધ ભિક્ષુઓને પોતાની પાસેનું અન્‍ન (મોટાભાગે રાંધેલા ભાત) દાન કરે છે. ભિક્ષુઓને અન્‍નદાન કરીને મેળવેલું પુણ્‍ય સૂક્ષ્મ જગત્‌ના દિવંગત પૂર્વજો પાસે હસ્‍તાંતરિત થાય છે, એવું માનવામાં આવે છે. તે ભિક્ષુઓ પણ સંપૂર્ણ રાત્ર જપ કરીને અને પિતૃપૂજાની એક અઘરી વિધિ કરીને તેમાં પોતે સહભાગી બને છે.

૪ ઈ. શ્રીલંકા

અહીંની બૌદ્ધ પરંપરા અનુસાર વ્‍યક્તિ મૃત થયા પછી ૭મા દિવસે, ૩ માસ પછી અને વરસીના દિવસે મૃતાત્‍માઓને અન્‍નદાન કરવામાં આવે છે. તેને ‘મતકદાનય’ કહેવામાં આવે છે. ‘અન્‍નદાન કરીને મેળવેલા પુણ્‍યની તુલનામાં તે મૃતાત્‍માઓને તેમના લોકમાં યોગ્‍ય તે વસ્‍તુઓ મળે છે’, એવું માનવામાં આવે છે. જે મૃતાત્‍માઓ તેમના લોક સુધી પહોંચી શકતા નથી, તેઓ તરતા રહીને વિવિધ પ્રકારની બીમારી, તેમજ આપત્તિ લાવીને જીવિત વ્‍યક્તિઓને ત્રાસ આપી શકે છે, એવી તે કુટુંબની ધારણા હોય છે. તેથી બૌદ્ધ ભિક્ષુઓને આમંત્રિત કરીને તે આત્‍માઓથી સુરક્ષિત રહેવા માટે વિધિ કરવામાં આવે છે.

૪ ઉ. મ્‍યાનમાર (બ્રહ્મદેશ)

અહીં આ તહેવાર જાપાનની બરાબર ઊલટી પદ્ધતિથી, અર્થાત્ આનંદને બદલે શોક સમારંભના રૂપમાં કરે છે. તે દિવસે સવારથી તે રાત્ર સુધી લોકોના ઘરે રડવું-રાડો પાડવાનું નિરંતર ચાલુ હોય છે. પરંપરા અનુસાર આ શોક સમારંભમાં કેવળ તે જ લોકોને સહભાગી થવાનો અધિકાર હોય છે કે જેમના કુટુંબમાં પાછલાં ૩ વર્ષોમાં ઓછામાં ઓછું  એક વ્‍યક્તિનું મૃત્‍યુ થયું હોય. મ્‍યાનમારમાં આ તહેવાર ઑગસ્‍ટના અંતમાં કે સપ્‍ટેંબરના આરંભમાં ઊજવવામાં આવે છે અને ત્‍યાં પણ આ નિમિત્તે વિવિધ ખાદ્યપદાર્થો અને વસ્‍ત્રોનું દાન કરવામાં આવે છે.

૪ ઊ. ફિલીપીન્‍સ

આ દેશમાં સ્‍પૅનિશ લોકોના આક્રમણ પૂર્વે પ્રચલિત રહેલા પ્રાચીન ફિલિપિનો ‘ઍનિટિજમ’ આ પંથ અનુસાર પોતાને દૃશ્‍યમાન સ્‍થૂળ જગત્ પ્રમાણે જ એક સૂક્ષ્મ જગત્ પણ સમાંતર કાર્યરત છે, એવી માન્યતા છે. તેમાં જગત્‌માંના પ્રત્‍યેક ભાગમાં આત્‍માઓ (ઍનિટો) વાસ કરે છે. ઍનિટો એટલે પૂર્વજોના આત્‍માઓ છે અને તેઓ જીવિત વ્‍યક્તિઓના જીવનમાં બનતા પ્રસંગો પર પ્રભાવ પાડે છે. ત્‍યાંનો ‘પેગૅનિટો’ સમારંભ આ એક પ્રકારનો આધ્‍યાત્‍મિક સમારંભ છે, જેમાં પારંપારિક ‘શમન’ (મૃતાત્‍માઓ સાથે સંવાદ સાધ્‍ય કરી શકે તેવી વ્‍યક્તિ) આત્‍માઓ સાથે સંભાષણ કરે છે. ૧૯ ફેબ્રુઆરીના દિવસે આ ઉત્‍સવ કરવામાં આવે છે.

સ્‍પૅનિશ આક્રમણ પછી તેમણે ખ્રિસ્તી પંથનો સ્વીકાર કર્યો. ૨ નવેંબરના દિવસે કુટુંબીજનો દફનભૂમિમાં જઈને કબરો સ્‍વચ્‍છ અને સમારકામ કરીને તેના પર ફૂલો ચડાવે છે, તેમજ મીણબત્તી લગાડે છે. આ દિવસે નાના બાળકોને મીણબત્તી ઓગળીને પડેલું મીણ ભેગું કરીને તે મીણના ગોળા કરવાનું કહેવામાં આવે છે. તેમાંથી ‘જ્‍યાં અંત થાય છે, તે અંતમાંથી જ પુનર્નિર્મિતિ થાય છે’, આ સંદેશ આપવામાં આવે છે.

વિવિધ પંથોના, તેમજ અમેરિકા, યુરોપ અને એશિયા ખંડોમાંના અનેક દેશોમાંનાં ઉદાહરણો દ્વારા પ્રત્‍યેક ઠેકાણે પૂર્વજોનું મહત્ત્વ રેખાંકિત થાય છે. તેમજ સર્વ ઠેકાણે આ સમયગાળો ઑગસ્‍ટથી નવેંબર આ સમયગાળામાં હોય છે, એ પણ સ્‍પષ્‍ટ થાય છે. વિશેષ એટલે ભારતમાં પણ પિતૃપક્ષનો ભાદરવો માસ લગભગ (ઑગસ્‍ટ અથવા સપ્‍ટેંબર) આ જ સમયગાળામાં આવે છે.

આમાંથી પૂર્વજો માટે શાસ્‍ત્રોક્ત પદ્ધતિથી શ્રાદ્ધ કરવા બાબતે હિંદુ ધર્મ પર જ ટીકા કરનારાઓનો હિંદુદ્વેષ સ્‍પષ્‍ટ થાય છે.

 

૫. રશિયન સામ્યવાદી નેતા સાઝી
ઉમાલાતોવાએ ભારતમાં આવીને તર્પણ અને પિંડદાન કરવું

૫ અ. કટ્ટર વિરોધક રહેલા યેલ્‍તસિન સ્‍વપ્નમાં
આવવા અને તેઓ અસંતુષ્‍ટ હોવાની તેમને જાણ થવી

માર્ચ ૨૦૧૦માં રશિયન નેતા સાઝી ઉમાલાતોવાએ રશિયાના માજી રાષ્‍ટ્રપતિ બોરિસ યેલ્‍તસિનના આત્‍માને શાંતિ મળે એ માટે ભારતમાં તર્પણ અને પિંડદાન કર્યું હતું. ઉમાલાતોવા રશિયાનાં માજી સાંસદ સદસ્‍ય છે અને તેઓ ‘પાર્ટી ઓફ પીસ એંડ યુનિટી’નાં સંસ્‍થાપક અધ્‍યક્ષા રહ્યા છે. તેઓ સામ્‍યવાદી (કમ્‍યુનિસ્‍ટ) વિચારસરણી સાથે સંબંધિત નેતા હતાં. ગોર્બાચેવ અને યેલ્‍તસિનનાં તેઓ કટ્ટર વિરોધક હતાં. તેમનો સોવિએત સંઘના વિઘટન માટે તીવ્ર વિરોધ હતો. સોવિએત સંઘના વિઘટન પરથી તેમનામાં તીવ્ર મતભેદ પણ થયા હતા. ઉમાલાતોવાનું કહેવું હતું કે, યેલ્‍તસિન ફરીફરીને તેમનાં સ્‍વપ્નમાં આવે છે અને તેમની સાથે રાજકીય સૂત્રો પરથી વિવાદ કરે છે. ક્યારેક તેઓ અપરાધી ભાવનાને કારણે દુઃખી વર્તાય છે. એવું લાગે છે કે, યેલ્‍તસિનનો આત્‍મા અસંતુષ્‍ટ અને અશાંત છે.

૫ આ. ઉમાલાતોવા દ્વારા યેલ્‍તસિનના આત્‍માની
શાંતિ માટે યજ્ઞ અને તર્પણ કરવાની ઇચ્‍છા પ્રદર્શિત

ઉમાલાતોવાએ તેમનાં સ્‍વપ્ન વિશે હરિદ્વાર ખાતેના દેવ સંસ્‍કૃતિ વિશ્‍વવિદ્યાલયના વિદેશ વિભાગના અધ્‍યક્ષ ડૉ. જ્ઞાનેશ્‍વર મિશ્ર સાથે ચર્ચા કરી અને તેમની પાસે યેલ્‍તસિનના આત્‍માની શાંતિ માટે યજ્ઞ અને તર્પણ કરવાની ઇચ્‍છા પ્રદર્શિત કરી.

૫ ઇ. શ્રાદ્ધ-તર્પણ કર્યા પછી સહજતા વર્તાવવી અને
ઉમાલાતોવાએ વૈદિક ધર્મની દીક્ષા લેવાનો નિર્ણય લેવો

ઉમાલાતોવાની ઇચ્‍છા અનુસાર હરિદ્વારમાં પંડિત ઉદય મિશ્ર અને પંડિત શિવપ્રસાદ મિશ્રના માર્ગદર્શન હેઠળ આ વિધિ પૂર્ણ કરવામાં આવ્‍યા. ત્‍યાં તેમણે યેલ્‍તસિન માટે તર્પણ કર્યું. તેમજ તેમણે તેમનાં માતા-પિતા અને અફઘાનિસ્‍તાનમાં મરી ગયેલા તેમનાં બે ભાઈઓ માટે પણ યજ્ઞ અને પિંડદાન કર્યું, તેમજ શાંતિ માટે પ્રાર્થના કરી. ત્‍યાર પછી ઉમાલાતોવાએ કહ્યું, ‘‘શ્રાદ્ધ-તર્પણ કર્યા પછી મને પુષ્‍કળ સહજતા જણાય છે. મને લાગે છે કે, મારા પર જે કાંઈ ઋણ હતું, તે ચૂકતું થયું છે.’’ ત્‍યાર પછી ઉમાલાતોવા ભારતીય સંસ્‍કૃતિ અને તત્ત્વજ્ઞાનથી એટલાં તો પ્રભાવિત થયાં કે, તેમણે વૈદિક ધર્મની દીક્ષા લેવાનો નિર્ણય લીધો.

 

૬. શાસ્‍ત્ર અનુસાર અમાસ
એ પિતરો માટે ‘સર્વાધિક પ્રિય તિથિ’
હોવા પાછળનું કારણ અને તે તિથિનું મહત્ત્વ

આ સંદર્ભમાં મત્‍સ્‍યપુરાણમાં એક કથા છે. મત્‍સ્‍યપુરાણમાં અચ્‍છોદ સરોવર અને અચ્‍છોદ નદીનો ઉલ્‍લેખ છે. સરોવર અને નદી કાશ્‍મીરમાં છે.

अच्छोदा नाम तेषां तु मानसी कन्यका नदी ॥
अच्छोदं नाम च सरः पितृभिर्निर्मितं पुरा ।
अच्छोदा तु तपश्चक्रे दिव्यं वर्षसहस्रकम् ॥

– મત્‍સ્‍યપુરાણ, અધ્‍યાય ૧૪, શ્‍લોક ૨ અને ૩

અર્થ : ભગવાન મરીચિના વંશજ જ્‍યાં રહેતા હતા, ત્‍યાં જ અચ્‍છોદા નામક નદી વહે છે, જે પિતૃગણોની માનસકન્‍યા છે. પ્રાચીનકાળમાં પિતરોએ ત્‍યાં અચ્‍છોદ નામક સરોવર નિર્માણ કર્યું હતું. પહેલાં અચ્‍છોદએ (અગ્‍નિષ્‍વાત્તનાં માનસપુત્રી) ૧ સહસ્ર વર્ષો સુધી ઘોર તપશ્‍ચર્યા કરી હતી.

કાશ્‍મીર ભારતનું પ્રાચીન રાજ્‍ય છે. મરીચિના પુત્ર કશ્‍યપના નામે પહેલાં કાશ્‍મીરનું નામ ‘કશ્‍યપમર’ અથવા ‘કશેમર્ર’ હતું. મત્‍સ્‍ય પુરાણમાં કહ્યું છે કે, સોમપથ નામના ઠેકાણે મરીચિના પુત્ર અગ્‍નિષ્‍વાત્ત નામના દેવતાના પિતૃગણ નિવાસ કરતા હતા. સમયજતાં ત્‍યાં જ અગ્‍નિષ્‍વાત્તનાં માનસપુત્રી અચ્‍છોદાએ ૧ સહસ્ર વર્ષ ઘોર તપસ્‍યા કરી. તેમની તપસ્‍યાથી પ્રસન્‍ન થઈને દેવતાસમ સુંદર અને કાંતિમય પિતૃગણ વરદાન આપવા માટે અચ્‍છોદા પાસે આવ્‍યા. સર્વ પિતરો મનને મોહી લે તેવા હતા. તેમના સૌંદર્ય અને રૂપબળથી પ્રભાવિત થઈને અચ્‍છોદા ‘અમાવસુ’ નામક એક પિતર પર આસક્ત થયાં. પિતૃગણ વિશે આવા પ્રકારની ઇચ્‍છા મનમાં ધરાવવી, આ મોટો અપરાધ હતો. ત્‍યારે અમાવસુએ તાત્‍કાલિક અચ્‍છોદાની વાસનાનો અસ્‍વીકાર કરીને તેને શાપ આપ્‍યો. જે પુણ્‍યતિથિએ અમાવસુએ અચ્‍છોદાની વાસનાનો અસ્‍વીકાર કર્યો હતો, તેની મર્યાદાપ્રિયતાને કારણે તે તિથિ તેના નામથી જ ‘અમાવસ્‍યા (અમાસ)’ આ નામથી પ્રસિદ્ધ થઈ અને ત્‍યારથી આપણાં પિતરોની તે સર્વાધિક પ્રિય તિથિ છે.

 

૭. વિદેશમાં રહેનારા ભારતીઓએ દૂરભાષ દ્વારા
પુરોહિત પાસેથી શ્રાદ્ધ અને તર્પણ વિધિ કરાવવા અયોગ્‍ય !

ગત કેટલાક વર્ષોથી વિદેશમાં રહેનારા ભારતીઓ તેમનાં પિતરોનું તર્પણ અને પિંડદાન વિધિ કરવા માટે ઉજ્‍જન અને ગયા ખાતેના પુરોહિતોની સહાયતાથી દૂરભાષ દ્વારા પહેલેથી નામનોંધણી કરી લેતા હોય છે. કેટલાક આચાર્યોએ તેને માન્‍યતા પણ આપી છે. તે દૂરભાષ પરથી અગાઉથી નોંધ કરતી વેળાએ જ યજમાન દ્વારા સંકલ્‍પ કરાવી લે છે. ત્‍યાર પછી યજમાને કહેલાં નામોથી પુરોહિત તર્પણ અને પિંડદાન કરે છે. આપદ્‌ધર્મની કેટલીક પરિસ્‍થિતિમાં બ્રાહ્મણ દ્વારા તર્પણ કરાવી લઈ શકાય છે; પણ કેવળ ધનના લોભને કારણે વિદેશમાં રહીને આ રીતે દૂરભાષ દ્વારા સંકલ્‍પ અને શ્રાદ્ધ વિધિ કરવા અયોગ્‍ય છે. પિતરોની મુક્તિ માટે વ્‍યક્તિએ પોતે તીર્થસ્‍થાન પર દેવતાઓની સાક્ષીથી પોતાનાં પિતરોનું તર્પણ અને પિંડદાન કરવું જોઈએ. તેથી પિતરોની તૃપ્‍તિ થઈને તેમની મુક્તિનો માર્ગ નિષ્‍કંટક બને છે.

હોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા સિલ્‍વેસ્‍ટર સ્‍ટેલોન તેમના મૃત દીકરાના આત્‍માને શાંતિ મળે, તે માટે સંપૂર્ણ કુટુંબને ભારતમાં મોકલીને હરિદ્વાર ખાતે તેનું પિંડદાન અને શ્રાદ્ધ કરાવી લે છે, જ્‍યારે વિદેશસ્‍થિત હિંદુઓ અમને તે માટે સમય ન હોવાનું કહે છે, આ બાબત અયોગ્‍ય જ !

 

૮. હિંદુ ધર્મમાં શ્રાદ્ધમાંનો
મહત્ત્વનો ઘટક રહેલા પવિત્ર દર્ભનું મહત્ત્વ

મહાભારતની કથા અનુસાર ગરુડદેવ સ્‍વર્ગમાંથી અમૃત કલશ લઈને આવ્‍યા ત્‍યારે તેમણે થોડો સમય તે કલશ દર્ભ પર મૂક્યો હતો. દર્ભ પર અમૃત કલશ મૂક્યો હોવાથી દર્ભને પવિત્ર ગણવામાં આવે છે.

શ્રાદ્ધ સમયે દર્ભમાંથી બનાવેલી વીંટી અનામિકામાં ધારણ કરવાની પરંપરા છે. એવું કહેવાય છે કે, દર્ભના અગ્રભાગમાં બ્રહ્મા, મધ્‍યભાગમાં વિષ્‍ણુ અને મૂળભાગમાં ભગવાન શિવજી નિવાસ કરે છે. શ્રાદ્ધકર્મમાં દર્ભની વીંટી ધારણ કરવાથી ‘અમે પવિત્ર થઈને અમારા પિતરોની શાંતિ માટે શ્રાદ્ધકર્મ અને પિંડદાન કર્યું’, એવો તેનો અર્થ છે.

 

૯. સુવર્ણદાન કરતાં પિતરો માટે પિંડદાન
અને અન્‍નદાન કરવું શ્રેષ્‍ઠ હોવાનું ધ્‍યાનમાં આવવું

એક પ્રચલિત કથા અનુસાર કર્ણના મૃત્‍યુ પછી તેનો આત્‍મા જ્‍યારે સ્‍વર્ગમાં પહોંચ્‍યો, ત્‍યારે તેને ભોજન કરવા માટે પુષ્‍કળ પ્રમાણમાં સોનું અને આભૂષણો આપવામાં આવ્‍યાં. એ જોઈને કર્ણના આત્‍માને પ્રશ્‍ન થયો. ત્‍યારે તેણે ઇંદ્રદેવને પૂછ્‍યું કે, તેને ભોજનને બદલે સોનું શા માટે આપવામાં આવ્‍યું ? ત્‍યારે ઇંદ્રએ કર્ણને કહ્યું કે, ‘તમે જીવિત હતા ત્‍યારે સંપૂર્ણ જીવન સુવર્ણદાન જ કર્યું; પણ કદીયે તમારા પિતરોને અન્‍નદાન કર્યું નહીં.’ ત્‍યારે કર્ણએ કહ્યું કે, ‘હું મારા પૂર્વજો વિશે જાણતો નહોતો. તેથી હું તેમને કાંઈ દાન કરી શક્યો નહીં.’ કર્ણને તેની ભૂલ સુધારી લેવાની તક આપવામાં આવી અને તેને પિતૃપક્ષના ૧૬ દિવસ પૃથ્‍વી પર પાછો મોકલવામાં આવ્‍યો. ત્‍યાં તેણે તેના પૂર્વજોનું સ્‍મરણ કરીને તેમનું શ્રાદ્ધ કર્યું અને અન્‍નદાન કર્યું. તેમજ તેમના માટે તર્પણ કર્યું.

આ પ્રચલિત કથા દ્વારા આપણે સમજી શકીએ કે, સુવર્ણદાન કરતાં પેતાના પિતરો માટે પિંડદાન, અન્‍નદાન અને તર્પણ કરવાનું મહત્ત્વ વધારે છે !

 

૧૦. ધર્મશાસ્‍ત્રનો અભ્‍યાસ કર્યા વિના શ્રાદ્ધ
જેવી મહત્ત્વની વિધિ વિશે આરોપ કરવા અજ્ઞાનમૂલક !

હિંદુવિરોધકો શ્રાદ્ધ વિશે બ્રાહ્મણોને લક્ષ્ય કરીને વિવિધ આરોપ કરે છે. શ્રાદ્ધાદિ વિધિ કરાવી લેવા બાબતે બ્રાહ્મણો વિશે જે ઉલ્‍લેખ આવે છે, તે વિશે જાણી લેવાથી આ આરોપોમાંનું જૂઠાણું ઉજાગર થાય છે.

ઉદા. શ્રાદ્ધકર્મ કરનારા બ્રાહ્મણો વિશે શાસ્‍ત્રગ્રંથમાં કેટલાક નિયમો વિશદ કર્યા છે, ઉદા. સદર બ્રાહ્મણ વેદજ્ઞાની હોવા જોઈએ. તેઓ પતિતપાવન હોવા જોઈએ. તેઓ શાંતચિત્ત, નિયમ-ધર્મ અનુસાર આચરણ કરનારા, તપ કરનારા, ધર્મશાસ્‍ત્ર પર શ્રદ્ધા ધરાવનારા, પિતાનો આદર કરનારા, આચારશીલ અને અગ્‍નિહોત્રી હોવા જોઈએ. જો આવી યોગ્‍યતાના બ્રાહ્મણ ન મળે, તો તત્ત્વજ્ઞાની યોગીને બોલાવીને શ્રાદ્ધકર્મ કરવું. એવા યોગી પણ ન મળે, તો એકાદ વાનપ્રસ્‍થીને અન્‍નદાન આપીને શ્રાદ્ધકર્મ કરવું. વાનપ્રસ્‍થી પણ મળે નહીં, તો મોક્ષની ઇચ્‍છા ધરાવનારા, અર્થાત્ સાધકવૃત્તિ રહેલા સત્‌પુરુષને અન્‍નદાન કરવું.

જે બ્રાહ્મણ ધ્‍યાન-પૂજા, યજ્ઞ ઇત્‍યાદિ નિયમિત રહેલાં કર્મો કરતો નથી, તેને બોલાવીને શ્રાદ્ધકર્મ કરવાથી પિતરોને આસુરી યોનિ પ્રાપ્‍ત થાય છે. એટલું જ નહીં, જ્‍યારે મદ્યપી, વેશ્‍યાગમન કરનારો, અસત્‍ય બોલનારો, માતા-પિતા, ગુરુનો આદર ન કરનારો, ચરિત્રહીન, વેદોની નિંદા કરનારો, ઈશ્‍વર પર વિશ્‍વાસ ન ધરાવનારો, તેમજ ઉપકાર ન માનનારા એવા બ્રાહ્મણોને શ્રાદ્ધકર્મ કરવા માટે બોલાવવા નહીં, તેમજ તેમને દક્ષિણા પણ આપવી નહીં. જે દાન સદાચારી વ્‍યક્તિને આપવામાં આવે છે, તેને જ ‘દાન’ કહેવામાં આવે છે. દાન આપતી વેળાએ કુટુંબની ઉપેક્ષા કરીને દાન આપવું નહીં.

શાસ્‍ત્રોમાં કહેવામાં આવેલા આ નિયમોને કારણે વિરોધકોએ કરેલા આરોપોમાંનું જૂઠાણું સ્‍પષ્‍ટ થાય છે.

 

હિંદુ ધર્મમાંના સિદ્ધાંતો વૈશ્‍વિક
હોવાથી તેમને પંથોનું બંધન ન હોવું
અને અન્‍ય પંથીઓને પણ તેનો લાભ થવો

હિંદુ ધર્મમાંનાં સિદ્ધાંતોને ચિરંતન અને વૈશ્‍વિક સિદ્ધાંત માનવામાં આવે છે. હિંદુ હોય, કે અન્‍ય કોઈપણ પંથની વ્‍યક્તિ હોય, જે કોઈ ધર્મશાસ્‍ત્રનું પાલન કરશે, તેને નક્કી જ લાભ થશે. જે રીતે એકાદ ઔષધ લેનારી વ્‍યક્તિને, પછી ભલે તે કોઈપણ પંથ, જાતિ, ધર્મની હોય, તેને તેનો લાભ થાય છે, તેવી જ રીતે હિંદુ ધર્મશાસ્‍ત્ર અનુસાર કૃતિ કરવાથી સહુકોઈને જ લાભ થાય છે.

વર્તમાનમાં વિદેશમાંના પ્રગત દેશોમાં મોટાભાગના (૬૦ થી ૮૦ ટકા) લોકો માનસિક બીમારીથી ગ્રસ્‍ત છે. અમેરિકામાં જ પાંચમાંથી એક વ્‍યક્તિને માનસિક બીમારી છે, જ્‍યારે તેની તુલનામાં ભારત જેવા વિકસિત થઇ રહેલા ; પરંતુ આધ્‍યાત્‍મિક દેશમાં તેનું પ્રમાણ ઓછું શા માટે, તેનો અભ્‍યાસ શા માટે કરવામાં આવતો નથી ? કેવળ આધુનિક વિજ્ઞાન અને ભૌતિક પ્રગતિના આધાર પર સર્વ સમસ્‍યાઓ પર ઉપાય મળતા નથી. આ જ કારણસર ગયા (બિહાર) ખાતેના તીર્થક્ષેત્રે અનેક વિદેશી નાગરિકો શ્રાદ્ધ-પિંડદાન, તર્પણ ઇત્‍યાદિ કરવા માટે આવે છે.

હોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા સિલ્‍વેસ્‍ટર સ્ટૅલૉને
તેમના મૃત દીકરાની શાંતિ માટે પિંડદાન અને શ્રાદ્ધ કરવું

હોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા સિલ્‍વેસ્‍ટર સ્ટૅલૉનને તેમના મૃત દીકરાના આત્‍માનું નિરંતર ભાન થતું હતું. તેને કારણે તેમણે દીકરાના આત્‍માને શાંતિ મળે, તે માટે સંપૂર્ણ કુટુંબને ભારતમાં મોકલીને હરિદ્વાર ખાતે પિંડદાન અને શ્રાદ્ધવિધિ કરાવી લીધા. આ વિધિ પછી એક પણ હિંદુએ એમ કહ્યું કે, તેઓ ખ્રિસ્‍તી હોવાથી તેમનું પિંડદાન થઈ શકે નહીં ? આનો અર્થ જ એમ કે હિંદુ ધર્મમાંના શ્રાદ્ધવિધિનો પંથ સાથે કોઈપણ સંબંધ નથી.

 – શ્રી. રમેશ શિંદે, રાષ્‍ટ્રીય પ્રવક્તા, હિંદુ જનજાગૃતિ સમિતિ.

Leave a Comment