શું ખરેખર સમાન નાગરિક કાયદાનું પાલન થશે ?

Article also available in :

શ્રી. ચેતન રાજહંસ

ઉત્તરાખંડના ભાજપના શ્રી. પુષ્‍કરસિંગ ધામીએ મુખ્‍યમંત્રી પદ પર આરૂઢ થતાં જ ‘સમાન નાગરિક કાયદો’ લાગુ કરવાની ઘોષણા કરી છે. આ કાયદાની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્‍છેદ 44 માં હોવા છતાં પણ ‘પ્રજાસત્તાક’ ભારતને 72 વર્ષ પૂર્ણ થયા તો પણ સર્વપક્ષીય સરકારોએ આ કાયદો કરવાની નીડર સાહસિકતા બતાવી નહોતી; પરિણામે ગોવા સિવાય (ગોવામાં પહેલાંના પોર્ટુગીઝ કાયદાઓ આજે પણ લાગુ હોવાથી તે છે.) ભારતના કોઈપણ રાજ્‍યમાં સમાન નાગરિક કાયદો નથી. એમ ભલે હોય, તો પણ આ કાયદાના સંદર્ભમાં અનેક આક્ષેપો પણ છે. તે માટે જ આ લેખ પ્રપંચ..

 

1. સમાન નાગરિક સંહિતા એટલે શું ?

સમાન નાગરિક સંહિતા એટલે ધર્મ, જાતિ, સમુદાયના પેલેપાર જઈને સંપૂર્ણ દેશમાં સમાન કાયદો લાગુ કરવો. જો સમાન નાગરિક કાયદો લાગુ કરવામાં આવે, તો લગ્‍ન, છૂટાછેડા, વારસાહક અને દત્તક લેવા જેવા સામાજિક વિષયો સંપૂર્ણ દેશમાં સમાન કાયદામાં સમાવિષ્‍ટ થશે. તેમાં ધર્મના આધાર પર સ્‍વતંત્ર ન્‍યાયાલય કે સ્‍વતંત્ર કાયદાવ્‍યવસ્‍થા નહીં હોય. ભારતીય બંધારણનો અનુચ્‍છેદ 44 રાજ્‍યને સર્વ ધર્મ માટે યોગ્‍ય સમયે ‘સમાન નાગરિક સંહિતા’ બનાવવાનો નિર્દેંશ કરે છે. અહીં સ્‍પષ્‍ટ કરવા જેવું સૂત્ર એટલે, સમાન નાગરિક કાયદો કેવળ સાર્વજનિક જીવનમાં સમાનતા લાવી શકે છે, વ્‍યક્તિગત જીવનમાં નહીં.

 

2. સમાન નાગરિક કાયદાના સમર્થકોની ભૂમિકા

અ. વર્તમાનમાં વિવિધ ધર્મપંથોના વિવિધ પ્રકારના કાયદાઓ ન્‍યાયયંત્રણા પરનો ભાર વધારી રહ્યા છે. આ ભાર હલકો થાય, તેમજ તે વિશે ન્‍યાયપ્રક્રિયા સુલભ થશે. વર્તમાનમાં લગ્‍ન, છૂટાછેડા, દત્તક પ્રક્રિયા અને માલમત્તાની વહેંચણી વિશે પ્રત્‍યેક ધર્મપંથના લોકો તેમના ધાર્મિક કાયદાના આધાર પર ન્‍યાયાલયમાં જાય છે.

આ. સમાન નાગરિક કાયદાને કારણે નાગરિકોને સમાન વર્તણૂક મળશે અને મતપેઢી માટે ધર્મપંથોનો લાભ ઊઠાવનારા વર્તમાન રાજકારણમાં સુધારણા થશે.

ઇ. કેટલાક ધર્મપંથોમાંના ધાર્મિક કાયદાઓના નામ હેઠળ ચાલુ રહેલો લૈંગિક ભેદભાવ દૂર કરવામાં આવશે. ખાસ કરીને મુસ્‍લિમ કાયદા અનુસાર ચાર વિવાહ માન્‍ય છે. ચાર વિવાહને કારણે વૈવાહિક સ્‍ત્રીના વૈવાહિક જીવન પર જ અત્‍યાચાર થાય છે.

 

3. સમાન નાગરિક કાયદાનો વિરોધ
કરનારાઓકરનારાઓના આક્ષેપ અને સ્‍પષ્‍ટીકરણ

અ. સમાન નાગરિક કાયદાનો વિરોધ કરનારાઓ કહે છે કે, આ કાયદો એટલે સર્વ ધર્મમાંના લોકો પર હિંદુ કાયદો લાગુ કરવા જેવું છે.

સ્‍પષ્‍ટીકરણ : ખરુંજોતાં જ્‍યાં સુધી સમાન નાગરિક કાયદાનું માળખું (રચના, મસુદો) સિદ્ધ કરવામાં આવતું નથી, ત્‍યાં સુધી તેનાં વિશે આ રીતે વાંધો ઊઠાવવો અયોગ્‍ય છે. હજીસુધી સમાન નાગરિક કાયદાનો કોઈપણ પ્રકારનો મસુદો ઘોષિત થયો નથી તો પણ ‘આ કાયદો મુસ્‍લિમવિરોધી છે’, એવો દુષ્‍પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

આ. ભારતીય બંધારણના અનુચ્‍છેદ 25 માં કોઈપણ ધર્મના લોકોને તેમના ધર્મનો પ્રસાર-પ્રચાર કરવાની સ્‍વતંત્રતા અને સંરક્ષણ આપવામાં આવ્‍યું છે. તેને કારણે સમાન નાગરિક સંહિતાને કારણે કોઈકને કોઈક ધર્મસ્‍વતંત્રતા પર કાપ આવશે જ.

સ્‍પષ્‍ટીકરણ : વિરોધકોનો આ આક્ષેપ પણ નિરર્થક છે. સમાન નાગરિક કાયદો વ્‍યક્તિગત ધર્મસ્‍વતંત્રતાના સંદર્ભમાં નથી જ્‍યારે સાર્વજનિક જીવન સાથે સંબંધિત છે. વિવાહ, છૂટાછેડા, ઉત્તરાધિકાર, સગાંસંબંધીઓમાં સંપત્તિની વહેંચણી, એકાદ કુટુંબમાં દત્તક જવું ઇત્‍યાદિ બાબતો આ કેવળ વ્‍યક્તિગત નથી પણ તેમાં અન્‍ય વ્‍યક્તિઓનો સહભાગ હોય છે.

 

4. શું સમાન નાગરિક કાયદાનું પાલન થશે ખરું ?

ભારતીય સમાજમાંનો હિંદુ સમાજ કાયદાપ્રિય છે. આજસુધી હિંદુસમાજ માટે 1. હિંદુ વિવાહ કાયદો – 1955, 2. હિંદુ ઉત્તરાધિકાર કાયદો – 1956, 3. હિંદુ સંપત્તિ વ્‍યવન કાયદો – 1916, 4. હિંદુ અજ્ઞાનત્વ અને પાલકત્વ અધિનિયમ – 1956 અને 5. હિંદુ દત્તક અને ભરણપોષણ કાયદો, આ રીતે 5 કાયદા કરવામાં આવ્‍યા છે. આ સર્વ કાયદાઓનું હિંદુ સમાજ દ્વારા પાલન કરવામાં આવ્‍યું; પણ અન્‍ય ધર્મપંથોનું શું ? તેમના ધર્મને અથવા વિચારોને નિયંત્રિત કરનારા એક તોયે કાયદાનું પાલન તેમના દ્વારા થાય છે ખરું ? વર્ષ 2019માં ‘ટ્રીપલ તલાક’નો કાયદો આવ્‍યો, તો પણ ઉત્તરપ્રદેશમાં દર મહિને 10 તોયે ‘ત્રણ તલાક’ બની રહ્યા છે, એવી અધિકૃત આંકડાવારી છે. વર્ષ 2020માં કેંદ્ર સરકારે ‘નાગરિક સુધારણા કાયદો’ (સીએએ) કર્યો; પણ તેના પરથી એવી તો ધમાચકડી થઈ, એટલા રમખાણો કરવામાં આવ્‍યા કે, અંતે આ કાયદો થઈને 2 વર્ષ વીતી ગયા, તો પણ તેના અમલ માટે ‘નોટિફિકેશન’ લાગુ કરવાનું સાહસ કેંદ્રિય ગૃહખાતાએ બતાવ્‍યું નથી. હિજાબ પ્રતિબંધ સંદર્ભમાં ન્‍યાયાલયનો નિકાલ આવ્‍યા પછી સીધા પરીક્ષાનો જ બહિષ્‍કાર કરનારી હિજાબી વિદ્યાર્થિનીઓનું ઉદાહરણ તાજું જ છે. તેથી સમાન નાગરિક સંહિતા લાગુ થાય, તો પણ તેનું ખરેખર પાલન થશે ખરું, આ એક પ્રશ્‍ન જ છે !

– શ્રી. ચેતન રાજહંસ, રાષ્‍ટ્રીય પ્રવક્તા, સનાતન સંસ્‍થા

Leave a Comment