સ્‍વદેશી ચળવળમાં એટલે જ કે, ‘આત્‍મનિર્ભર’ ભારત માટે પોતના પ્રાણ આપનારા હુતાત્‍મા બાબૂ ગેનૂ !

આજે ‘આત્‍મનિર્ભર’ આ શબ્‍દનું ચલણ છે. કેટલાક લોકો તે અંગે ભારે આશ્‍ચર્યથી, તો કેટલાક લોકો મજાક સ્‍વરૂપમાં બોલે છે; પણ એક બાબત કહેવી પડે એમ છે કે, ‘આત્‍મનિર્ભર’ ભારત માટે પોતાના પ્રાણ આપનારા બાબૂ ગેનૂ પ્રથમ હુતાત્‍મા હતા. સ્‍વતંત્રતાની ચળવળમાં બાબૂ ગેનૂએ પોતાના પ્રાણ આપ્‍યા.

તે વેળાએ ‘આત્‍મનિર્ભર’ આ શબ્‍દ એટલો વિખ્‍યાત ન હતો પણ ‘સ્‍વદેશી’ શબ્‍દને મહત્વ હતું. ખરું જોતાં બન્‍નેનો અર્થ લગભગ એ જ થાય છે. સ્‍વદેશી માટેની ચળવળનો આરંભ થયો, તે સમયે બાબૂ ગેનૂ અર્થતજ્‌જ્ઞ નહોતા. અર્થશાસ્‍ત્રનું તેમને પુસ્‍તકીય જ્ઞાન નહોતું. પુસ્‍તકો વાંચવા અને અભ્‍યાસ કરવા માટે તેઓ નિશાળમાં ક્યાં ગયા હતા ?

લેખક : દ્વારકાનાથ સંઝગિરી

હુતાત્‍મા બાબૂ ગેનૂ

 

૧. ‘આત્‍મનિર્ભર ભારત’ નિર્માણ કરતી
વેળાએ હુતાત્‍મા બાબૂ ગેનૂનું સ્‍મરણ કરવું આવશ્‍યક !

આજે હુતાત્‍મા બાબૂ ગેનૂનું પરેલ ખાતે એક બાવલું છે. કાલબાદેવી ખાતે તેમના નામથી એક રસ્‍તો છે; પરંતુ તેની ક્યાં કોઈને જાણ છે ? બાબૂ ગેનૂ આજે કોઈને યાદ આવે છે ખરાં ? વિસ્‍મરણના પડદા પાછળ તેઓ ક્યારના જતાં રહ્યા છે. ઓછામાં ઓછું, ‘આત્‍મનિર્ભર ભારત’નું નિર્માણ કરતી વેળાએ તેમનું સ્‍મરણ કરવું આવશ્‍યક છે. ચાર આંસુ તેમના માટે જાળવી રાખશો. બાબૂ ગેનૂ  જેવા અસંખ્‍ય માણસોએ પોતાના પ્રાણ આપ્‍યા; તેથી જ આજે આપણે સુખેથી રહીએ છીએ, સ્‍વતંત્રતામાં જીવીએ છીએ, ઓછામાં ઓછું એનું ભાન રાખીશું તોય ઘણું છે.

 

૨. બાબૂ ગેનૂના ઘરની આર્થિક પરિસ્‍થિતિ

બાબૂ ગેનુનો જન્‍મ થયો એ ગામ મ્‍હાળુંગે પડવળ, તાલુકો આંબેગાવ, જિલ્‍લો પુના હોઈને તેમનો જન્‍મ ગેનૂ કૃષ્‍ણાજી સૈદ નામના એક ગરીબ ખેડૂતના ઘરે થયો. તેમના કુટુંબમાં માતા, પિતા, બે મોટાભાઈ અને એક બહેન એમ સદસ્‍યો હતા. ઘરમાં ઘણી જ ગરીબી હતી. તેમની પાસે ઐશ્‍વર્ય ગણો તો એક જ નિશાની હતી, તે એટલે તેમનો એક બળદ ! જે ખેતી કરવામાં તેમને સહાયતા કરતો. બાબૂ બે વર્ષના હતા ત્‍યારે ગેનૂ સૈદ આ જગત છોડી ગયા, ત્‍યાર પછી બળદ ગયો અને દરિદ્રતાનો અંધકાર ઘરમાં ફરી વળ્‍યો. તેવા અંધકારમાં ઓછામાં ઓછું એક માટીનો દીવો પ્રગટાવી શકાય, તેથી બાબૂ ગેનૂનાં માતા મુંબઈમાં આવીને ઘરે ઘરે ઘરકામ કરવાં લાગ્‍યાં. તેણે સંતાનોને પાડોશીઓના ભરોસે ગામમાં જ રાખ્યા.

મુંબઈ જતી વેળાએ તેને કેટલો મોટો પથ્થર પોતાના હૃદય પર મૂકવો પડ્યો હશે, એનો આપણે વિચાર કરી શકતા નથી. તે કારણસર બાબૂ ગેનૂ અને પુસ્‍તકીય શિક્ષણનો દૂરથી પણ સંબંધ થયો નહીં; પણ માણસ કેવળ પુસ્‍તકમાંથી જ શીખે છે, એવું નથી. માણસ જો કુશળ હોય અને તેનું મન સંવેદનક્ષમ હશે, તો જગતમાં કાર્ય કરતી વેળાએ તે જ્ઞાનકણ એકત્રિત કરતો જાય છે. બાબૂ ગેનૂએ પણ તેવું જ કર્યું.

 

૩. બાબૂ ગેનૂએ મુંબઈમાં મિલ કામદાર તરીકે કામ કરવું

બાબૂ ગેનૂ  થોડા મોટા થયા પછી મુંબઈ આવ્‍યા અને મિલમાં કામદાર તરીકે કામે લાગ્‍યા. ક્યારેક તેમને કામ મળતું, ક્યારેક ન મળતું, કારખાનામાં પિતા સુધી નામ લખવાની રીત હતી, તેથી  બાબૂ ગેનૂ સૈદ મટીને ‘બાબૂ ગેનૂ’ નામ થયું. તે ‘ફિનિક્સ મિલ’ની ચાલીમાં રહેતા હતા. ત્‍યાનું વિશ્‍વ હવે બદલાઈ ગયું છે. હવે તે વસ્‍તી કરોડપતિઓની થઈ છે. તેમનો સ્‍વદેશી સાથે સંબંધ નથી. જો તેઓને બાબૂ ગેનૂની યાદ આવતી હોય, તો ટ્રમ્‍પ દ્વારકાનાથ સંઝગિરીના લેખ વાંચે છે, એના પર હું વિશ્‍વાસ મૂકવા સિદ્ધ છું.

 

૪. બાબૂ ગેનૂનું કૉંગ્રેસના સદસ્ય બનવું
અને સ્‍વદેશી ચળવળમાં ક્રિયાશીલ બનીને સહભાગી થવું

મુંબઈમાં રહેતી વેળાએ બાબૂ ગેનૂ મોહનદાસ ગાંધીજીની ‘સ્‍વદેશી ચળવળ’ ભણી આકર્ષિત થયા. ભગતસિંગ તેમને સ્‍ફૂર્તિ આપતા; પણ ગાંધીજીના અહિંસક માર્ગ પર તેમનો વિશ્‍વાસ હતો. તેથી તેઓ ૪ આના આપીને કૉંગ્રેસના સદસ્ય (નોંધાયેલો ક્રમાંક ૮૧૯૪૧) બન્‍યા. આજના કૉંગ્રેસના સદસ્‍યોને તેમનું નામ જ્ઞાત નહીં હોય. તેઓ રાજકીય કામકાજના કારણે મોટાભાઈના લગ્‍નમાં જઈ શક્યા નહોતા. માતાના નિધન પછી બાબૂ ગેનૂ પોતાનું સર્વસ્‍વ અર્પણ કરવા માટે મુક્ત થયા.

વર્ષ ૧૯૩૦ના ગાળામાં ગાંધીજીએ પરદેશી કપડાંનો બહિષ્‍કાર કરવાની ચળવળનો આરંભ કર્યો હતો. બાબૂ ગેનૂને તેની પાછળ રહેલું વૈશ્‍વિક અર્થકારણ સમજાતું નહોતું. તેમને એટલું જ સમજાતું હતું કે, અંગ્રેજો અહીંનો કાચો માલ મૅંચેસ્‍ટર ખાતે મોકલે છે અને ત્‍યાંની મિલમાં તૈયાર થયેલું કાપડ ભારતમાં મોકલીને પ્રચંડ લાભ મેળવે છે. અહીંના સ્‍થાનિક વણકરોના પેટ પર પાટું મારવું, એક સમયે અંગ્રેજોએ નિર્દયતાથી વણકરોના તોડેલાં હાથ, ગરીબોની નોકરીઓ જવી, ઇત્‍યાદિ બાબતો સમજવા જેટલી બુદ્ધિમત્તા બાબૂ ગેનૂ પાસે હતી. બ્રિટિશરોનો મૂળ ઉદ્દેશ આર્થિક લૂંટ કરવી અને તેમની પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટે આ ચળવળ છે, એ તેમને સમજાતું હતું. તેથી પરદેશી માલના ટ્રક રોકવા, પરદેશી માલની વિરોધમાં ચલાવેલી ચળવળમાં સહભાગી બનવું, ઇત્‍યાદિ તેમણે ચાલુ કર્યું.

 

૫. બાબૂ ગેનૂએ પરદેશી માલ ભરેલાં ટ્રક
સામે સૂઈ જવું, બ્રિટિશ સાર્જંટે તેમના શરીર પરથી ટ્રક લઈ જવો

એમ કરતાં કરતાં ૧૨ ડિસેંબર ૧૯૩૦નો દિવસ ઉગ્‍યો. કાલબાદેવીના મૂળજી જેઠા માર્કેંટમાંથી પરદેશી માલ ભરીને ટ્રક દ્વારા તે બહાર જવાનો હતો. કૉંગ્રેસના કાર્યકર્તાઓ ત્‍યાં એકઠાં થયા. તેમણે ટ્રક રોક્યા. તે ટ્રક ફ્રેજર નામના ઉદ્યોગપતિના હતા. બાબૂ ગેનૂના જૂથનું નામ હતું તાનાજી જૂથ ! તેમણે ટ્રક રોક્યા. પોલીસોએ તેમને ત્‍યાંથી હાંકી કાઢ્યા. તેઓ ફરીથી ટ્રક સામે સૂઈ ગયા. બ્રિટિશ પોલીસ સાર્જંટે ‘તેમના પરથી ટ્રક લઈ જાવ’; એવો આદેશ આપ્‍યો. ટ્રક ચલાવનારો ચાલક ભારતીય હતો. કેટલાક લોકોના મત પ્રમાણે તેનું નામ બલવીર, તો કેટલાક લોકોના અભિપ્રાયે તે વિઠ્ઠલ ધોંડુ હતો. તેણે બ્રેક માર્યો અને કહ્યું કે, ‘‘આ મારા દેશવાસીઓ છે. તેમના શરીર પરથી હું ટ્રક લઈ જઈશ નહીં.’’ ગોરો પોલીસ સાર્જંટ ક્રોધે ભરાયો. તેણે પોતે ટ્રક ચલાવવા લીધો. એમ હોવા છતાં બાબૂ ગેનૂ ડગમગ્‍યા નહીં અને ટ્રક સામે સૂઈ ગયા.

પેલા નિષ્‍ઠુર સાર્જંટે ટ્રક તેમના શરીર પરથી ચલાવ્‍યો. ત્‍યાં એકઠી થયેલી ભીડ વાસ્‍તવમાં પહેલા તો સ્‍તબ્‍ધ થઈ અને પછી ભડકી ઊઠી. બાબૂ ગેનૂને નજીકની ‘જીટી હૉસ્‍પીટલ’માં લઈ જવામાં આવ્‍યા. તેમના મગજને મોટી ઇજા પહોંચી હતી અને ૨૨ વર્ષની ઉમરે તેમણે તે રુગ્‍ણાલયમાં છેવટનો શ્‍વાસ લીધો. કેટલા એ ગજબના ધૈર્યવાન તેઓ અને કેવું એ પ્રાણ હથેળી પર લઈને જીવવું !

કોરોનાના વર્તમાન સમયમાં મૃતદેહ લેવા પણ ન જનારાં સગાંવહાલાંઓને લાગનારો  મૃત્‍યુનો ડર જોયા પછી બાબૂ ગેનૂનું ધૈર્ય આકાશને છેદીને ઉપર ગયા જેવું લાગે છે. ત્‍યારપછી રસ્‍તા પર જ્‍યાં બાબૂ ગેનૂનું લોહી ઢોળાયું હતું, ત્‍યાં લોકોએ ફૂલ ચઢાવ્‍યાં. એકાએક તે સ્‍થાન તીર્થક્ષેત્ર બન્‍યું અને ત્‍યાંથી જનારા લોકો ટોપી ઉતારીને જવા લાગ્‍યા.

 

૬. આ ઘટનાની નોંધ બ્રિટિશરોએ ‘આકસ્‍મિક ઘટના’
તરીકે કરવી અને નાગરિકોએ ઠેકઠેકાણે પરદેશી કપડાંની હોળી કરવી

બ્રિટિશરોએ આ ઘટનાની નોંધ ‘આકસ્‍મિક ઘટના’ એમ કરી. ‘ડ્રાયવર બેભાન થયો તેથી બ્રિટિશ સાર્જંટે સ્‍ટેઅરિંગ હાથમાં લીધું. તેનું નિયંત્રણ રહ્યું નહીં અને દુર્ભાગ્‍યથી ટ્રક બાબૂ ગેનૂના શરીર પરથી ગયો. તેને કચડી નાખવાનો જરાપણ હેતુ નહોતો’, એવું સ્‍પષ્‍ટીકરણ બ્રિટિશરો દ્વારા આપવામાં આવ્‍યું; પણ મુંબઈની જનતાએ તે સ્‍પષ્‍ટીકરણ માન્‍યું જ નહીં. મુંબઈ સળગી ઉઠ્યું અને ઠેકઠેકાણે પરદેશી કપડાંની હોળી થઈ. સહસ્રો માણસો અંતિમ યાત્રામાં એકઠા થયા. તેમને બાબૂ ગેનૂના અંતિમસંસ્‍કાર લોકમાન્‍ય તિલકના અંતિમસંસ્‍કાર જ્‍યાં કર્યા હતા, તેમની બાજુમાં, એટલે કે ચોપાટી પર કરવા હતા. માંડમાંડ બ્રિટિશ અધિકારીઓએ તેમને સમજાવ્‍યા અને ગિરગામના સ્‍મશાનમાં બાબૂ ગેનૂ પર અંતિમસંસ્‍કાર કરવામાં આવ્‍યા.

Leave a Comment