આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૨

સનાતન ગત અનેક વર્ષોથી કહે છે, તે આપત્‍કાળ બારણું ખખડાવી રહ્યો છે. ગમે ત્‍યારે તે અંદર પ્રવેશ કરી શકે છે. ગત વર્ષથી ચાલુ રહેલું કોરોના મહામારીનું સંકટ આ આપત્‍કાળની નાનકડી ઝલક છે. પ્રત્‍યક્ષમાંનો આપત્‍કાળ આનાથી અનેક ગણો ભયાનક અને અમાનુષ હશે. તેનાં વિવિધ રૂપો હશે. તેમાં માનવનિર્મિત, તેમજ નૈસર્ગિક પ્રકાર રહેશે. તેમાંના કેટલાકની જાણકારી આપણે આ લેખમાલિકા દ્વારા કરી લેવાના છીએ. આ આપત્‍કાળમાં પોતાનો અને પોતાના કુટુંબનો બચાવ કરવા માટે શું કરી શકાય, તેની થોડીઘણી જાણકારી આ લેખમાલિકા દ્વારા આપવાનો પ્રયત્ન કર્યો છે. તેનો વાચકોએ લાભ કરી લેવો, એ જ આ લેખમાલિકા પ્રસિદ્ધ કરવા પાછળનો ઉદ્દેશ છે. આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે અણુબૉંબનું આક્રમણ માનીને જ ચાલવું પડશે. અણુબૉંબ એટલે શું ?, અણુબૉંબના સ્‍ફોટનું સ્‍વરૂપ, તેના સ્‍ફોટના માનવી જીવન પરના દુષ્‍પરિણામો વિશેની માહિતી આપણે ગત લેખમાં જોઈ.

ભાગ ૧ વાચવા માટે : આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૧

 

૧ અ ૧ ઉ. અણુબૉંબનું આક્રમણ થવા પહેલાં પોતાનું રક્ષણ કરવાની ઉપાયયોજના

૧. સુરક્ષિત આશરો લેવાનું ફાવે તે માટે ભોંયતળિયું અથવા મકાનનો વચ્‍ચેનો ભાગ પહેલેથી જ જોઈ રાખવો અથવા બને તો ઘર ફરતે ખંદક (ઊંડો ખાડો) ખોદી રાખવો 

અણુબૉંબનું આક્રમણ ગમે ત્‍યારે થઈ શકે છે. તેથી નાગરિકોએ આ આપત્તિનો સામનો કરવા માટે પોતાનું ઘર, કામની જગ્‍યા અથવા શાળા જેવા સ્‍થાનો પર જ્‍યાં આપણે દિવસનો મોટાભાગનો સમય વ્‍યતીત કરીએ છીએ, તેમજ હંમેશાંના પ્રવાસના માર્ગ પર હોઈએ છીએ, તેની નજીકના સુરક્ષિત સ્‍થાનો શોધી રાખવા. ભૂમિગત રહેલું ભોંયતળિયું અને મોટા મક્કમ રહેલા મકાનનો વચલો ભાગ અણુબૉંબના આક્રમણ સામે સુરક્ષિત રહેવાનાં સર્વોત્તમ સ્‍થાનો હોય છે. જો આવી જગ્‍યાઓ ઉપલબ્‍ધ ન હોય અને જેમને સંભવ છે તેમણે ઘરની સામે ખુલ્‍લી જગ્‍યામાં યુદ્ધ પ્રસંગે બાંધે છે તેવા ખંદક (ઊંડો ખાડો) ખોદીને તેનો ઉપયોગ કરી શકે છે.

સંદર્ભ : www.nrc.gov/about-nrc/emerg-preparedness/about-emerg-preparedness/potassium-iodide-use.html

૧ અ ૧ ઊ. અણુબૉંબનો સ્‍ફોટ થયા પછી તેમાંથી કિરણોત્‍સર્ગ ચાલુ થાય એ પહેલાં પોતાના રક્ષણ માટે કરવાની ઉપાયયોજના

૧ અ ૧ ઊ ૧. અણુબૉંબના સ્‍ફોટના સ્‍થાનથી તરત જ દૂર જવું

અણુબૉંબ પડ્યો હોવાનું સમજાય કે તરત જ તેના કિરણોત્‍સર્ગનું પોતાના પર પરિણામ થવા પહેલાં પોતાને બચાવવાનો પ્રયત્ન કરવો. તે માટે વહેલામાં વહેલી તકે સ્‍ફોટના સ્‍થાનથી દૂર જવું. તે માટે ફૉલઆઊટનો સમયગાળો ઉપયોગી થઈ શકે છે. ઉપર જણાવ્‍યા પ્રમાણે આ સમયગાળો ૧૫ મિ. અથવા તેના કરતાં વધુ હોઈ શકે છે. કિરણોત્‍સર્ગનું ઠેકાણું ઘરથી નજીક હોય, તો ઘરે જ રોકાઈ જવું.

૧ અ ૧ ઊ ૨. કિરણોત્‍સર્ગના સમયે ઉત્‍સર્જિત થનારા ગામા કિરણોથી બચવા માટે બની શકે તો ખંદકમાં સંતાઈ રહેવું

સ્‍ફોટ પછી થનારા કિરણોત્‍સર્ગ સમયે પ્રસારિત થનારા ગામા કિરણોથી બચાવ કરવા માટે બને તો આપણે ૪ – ૫ ફૂટ ઊંડા એવા ખંદકનો ઉપયોગ કરવો; પણ ખંદકની જગ્‍યા સ્‍ફોટના ધક્કાથી ધ્‍વસ્‍ત થઈને આપણે દટાઈ ન જઈએ, એટલી સુરક્ષિત છે ને, તેની ખાત્રી કરવી.

૧ અ ૧ ઊ ૩. ઘર અથવા મકાનના છાપરે જવું ટાળવું

ફૉલઆઊટ અર્થાત્ જ કિરણોત્‍સર્ગ ધરાવતી ધૂળ મકાનના છાપરા પર, તેમજ બહારની ભીંતો પર વહેલી ભેગી થાય છે; તેથી બની શકે ત્‍યાં સુધી ઊંચાઈ ધરાવતા માળા પર જવાનું ટાળવું, તેમજ બહારની ભીંત અને છાપરાથી દૂર રહેવું.

૧ અ ૧ ઊ ૪. અણુબૉંબના સ્‍ફોટ સમયે થનારો પ્રચંડ પ્રકાશ જોવા માટે કે અવાજ સાંભળવા માટે બારી પાસે જવાનું ટાળવું

અણુબૉંબના સ્‍ફોટ સમયે પહેલા પ્રચંડ પ્રકાશ થાય છે અને પછી પ્રચંડ અવાજ આવે છે. જો આપણને આવો પ્રચંડ પ્રકાશ જણાય, તો કુતૂહલ ખાતર બારી પાસે જઈને જોવું નહીં. શૉક વેવ્‍જ (shock waves)ને કારણે (સ્‍ફોટને કારણે નિર્માણ થયેલી હવાના આત્‍યંતિક તીવ્ર દબાણની લહેરોને કારણે) ઇજા થઈ શકે છે. આવા પ્રસંગે રક્ષણ થવા માટે ઓરડામાંનું કબાટ અથવા તેવા જ કાંઈક આંતરે, આડપડદે સંતાઈ જવું. આવી શૉક વેવ્‍જને કારણે જ મોટાભાગના ઘરો મોટા પ્રમાણમાં ભાંગી પડતા હોય છે.

૧ અ ૧ ઊ ૫. ઘરના સર્વ બારી-બારણાં બંધ કરીને તેમાંની નાની નાની તિરાડો પણ બંધ કરવી

અણુબૉંબના સ્‍ફોટ સમયે તમે જો ઘરમાં જ હોવ, તો (તમારે ઘરમાં જ રહેવું પડે તો) બહારની હવા અથવા ધૂળ ઘરમાં આવે નહીં, તે માટે (અંદર આવવાથી રોકવા સામે) બારણાં, બારી ઇત્‍યાદિ બંધ કરી લેવાં. બારી-બારણાં, ભીંતો અને લાદીમાં જો તિરાડો હોય, તો તે બંધ કરવા માટે સેલોટેપ ઇત્‍યાદિનો ઉપયોગ કરવો.

૧ અ ૧ ઊ ૬. જો વાહનમાં હોવ તો વાહન સુરક્ષિત સ્‍થાન પર ઊભું કરીને કરવાની કૃતિઓ

સ્‍ફોટ સમયે જો તમે એકાદ વાહનમાં બેઠા હોવ, તો હવામાં ઉડનારા અવશેષો સામે, તેમજ ઉષ્‍માથી રક્ષણ થવા માટે વાહન સુરક્ષિત ઠેકાણે ઊભું કરવું. પાસે જ એકાદ સુરક્ષિત સ્‍થાન શોધીને ત્‍યાં સંતાઈ જવું. જો સુરક્ષિત સ્‍થાન દેખાતું ન હોય, તો વાહનમાં જ પોતાની ડોક અને માથું હાથથી ઢાંકીને રક્ષણ કરવું. જો આપણે બહાર હશું, તો બને તેટલું ભૂમિ સામે મોઢું કરીને સૂઈ રહેવું.

૧ અ ૧ ઊ ૭. કિરણોત્‍સર્ગ સામે રક્ષણ કરી શકે એવી સામગ્રીનો (ઉદા. સીસાંના પત્રા, કેમિકલ પ્રોટેક્‍ટીવ માસ્‍કનો) ઉપયોગ કરવો

સીસું, કૉંક્રીટ અથવા પાણીના અંતરા ગામા કિરણો અને ક્ષ-કિરણો સામે સંરક્ષણ કરે છે. તેથી અમસ્‍તી પણ કેટલીક કિરણોત્‍સર્ગીય સામગ્રી રાખવી હોય તો તે હંમેશાં પાણીની નીચે, કૉંક્રીટના અથવા સીસાંના ઓરડામાં રાખવામાં આવે છે. અણુબૉંબના સ્‍ફોટ પછી થનારા કિરણોત્‍સર્ગ સામે રક્ષણ થવા માટે કૉંક્રીટના મકાનોનો વચ્‍ચેનો ભાગ, પાણીની નીચે અથવા પાણીથી ભરેલા મોટા પીપમાં સંતાઈને બેસી શકાય છે. તેમજ સીસાંના પત્રાનો ઉપયોગ કરી શકાય છે. અર્થાત્ આપણી ચારેબાજુ સીસાંના પત્રા લગાડીને તેમાં રહી શકાય છે. કિરણોત્‍સર્ગના સ્રોતમાં આવા પ્રકારનું યોગ્‍ય કવચ જો નિર્માણ થાય તો આપણું રક્ષણ થઈ શકે છે. બને તો કેમિકલ પ્રોટેક્‍ટીવ માસ્‍કનો ઉપયોગ પણ કરી શકાય છે.

સંદર્ભ :

૧. www.remm.nlm.gov/nuclearexplosion.htm

૨. www.remm.nlm.gov/RemmMockup_files/nuke_timeline.png

૩. www.epa.gov/radiation/protecting-yourself-radiation

૧ અ ૧ એ. અણુબૉંબના સ્‍ફોટને કારણે કિરણોત્‍સર્ગ થયા પછી પોતાના રક્ષણ માટે કરવાની ઉપાયયોજના

૧ અ ૧ એ ૧. કિરણોત્‍સર્ગની ધૂળ જો શરીર પર પડી હોય તો તે બને તેટલા વહેલા લૂછી લેવી અથવા ચોખ્‍ખું સ્‍નાન કરવું

ફૉલઆઊટ થઈ ગયા પછી ત્‍યારે શરીર પર રહેલાં કપડાં પર કિરણોત્‍સર્ગી ધૂળ પડેલી હોઈ શકે છે. એવા દૂષિત કપડાં ધીમે રહીને તેના પરની કિરણોત્‍સર્ગી ધૂળ અયોગ્‍ય સ્‍થાન પર પડે અથવા પ્રસરે નહીં, તેની કાળજી લઈને કાઢવાં. તેમજ કિરણોત્‍સર્ગના સંપર્કમાં ન આવેલા પાણીથી કપડાંની બહાર ઉઘાડી રહેલી ત્‍વચા લૂછી લેવી / ધોઈ નાખવી અથવા નાહી લેવું. જેટલી વહેલા આ ધૂળ આપણા શરીરથી અલગ થશે, તેટલું સારું. તત્‍કાલ જો નહાવું બની શકે એમ ન હોય તો, કાગળથી / ભીના કપડાંથી બને તેટલા વહેલાં ધૂળ લૂછી લેવી અને પછી સ્‍નાન કરવું. નાક સ્વચ્છ કરી લેવું. ઘરમાં જો પાળેલા પ્રાણી હોય તો તેમની પણ આ રીતે જ સ્‍વચ્‍છતા કરવી.

૧ અ ૧ એ ૨. કિરણોત્‍સર્ગી ધૂળથી દૂષિત થયેલાં કપડાં, ચંપલ ઇત્‍યાદિ વસ્‍તુઓ થેલીમાં બંધ કરીને રાખવી

શરીર પરથી કાઢેલાં દૂષિત કપડાં, વસ્‍તુ તેમજ ચંપલ ઇત્‍યાદિ પ્‍લાસ્‍ટિકની થેલીઓમાં બંધ કરીને બાજુએ મૂકવા અને ત્‍યાર પછી સંબંધિત અધિકારીઓને કિરણોત્‍સર્ગની તપાસણી માટે આપવા. તેઓ તે કપડાં સુરક્ષિત હોવાનું ઘોષિત ન કરે, ત્‍યાં સુધી તે વાપરવા નહીં.

૧ અ ૧ એ ૩. વાળ કાળજીપૂર્વક ચોખ્‍ખા ધોવા

વાળ ધોવા માટે શૅમ્‍પુ લગાડી શકાય; પણ કંડિશનર લગાડવું નહીં; કારણકે તેને કારણે કિરણોત્‍સર્ગી ધૂળ વાળને ચોંટી રહે છે.

૧ અ ૧ એ ૪. સર્વ અન્‍નપદાર્થો ઢાંકી રાખવા

અન્‍ન, પાણી અને અન્‍ય ઉપયોગી વસ્‍તુઓ ઢાંકી રાખવી. ઢાંકેલા પદાર્થ છોડીને અન્‍ય પદાર્થો આરોગવા નહીં, તેમજ પાળેલા પ્રાણીઓને પણ ખવડાવવા નહીં. ઉઘાડા કૂવા, તળાવમાંનું પાણી તેમજ ઉઘાડા રહેલા અન્‍નધાન્‍ય, શાકભાજી, દૂધનો ઉપયોગ કરવો નહીં.

૧ અ ૧ એ ૫. પોટૅશિયમ આયોડાઈડ ઔષધી ગોળીઓનો ઉપયોગ કરવો

આપત્‍કાળ માટે આપણે આપણો એક કટોકટીનો સંચ (ઇમર્જન્‍સી કિટ) સિદ્ધ કરી રાખવો. જેમને સંભવ છે, તેમણે તેમાં પોટૅશિયમ આયોડાઈડ ઔષધી ગોળીઓ મૂકવી. આપત્તિ સમયે તે કેટલા પ્રમાણમાં લેવાની હોય છે, તે આધુનિક વૈદ્ય દ્વારા સરખું સમજી લેવું. આ ગોળીઓને કારણે કિરણોત્‍સર્ગનું દુષ્‍પરિણામ ઓછું થવામાં સહાયતા થાય છે. વિદેશમાં અણુભટ્ટી નજીક રહેનારા લોકોને આ (ગોળીઓ) હંમેશાં ઘરમાં રાખવાનું કહે છે.

૧ અ ૧ એ ૬. કુટુંબીજનો અને પાળેલા પ્રાણીઓની કાળજી લેવી

અણુબૉંબના સ્‍ફોટ સમયે કુટુંબીજનો જો વિખરાઈ ગયા હોય, તો તેમણે જ્‍યાં છો, ત્‍યાં જ રહેવું, જોખમી કિરણોત્‍સર્ગનું જોખમ ટળી જાય પછી પાછા ભેગા થઈ શકાશે, એ વાત ધ્‍યાનમાં લેવી. ઘરે જો પાળેલા પ્રાણીઓ હોય, તો તેમને ઘરમાં કે બંધિયાર જગ્‍યામાં જ મૂકવા.

૧ અ ૧ એ ૭. પ્રશાસન દ્વારા સૂચના ન આવે ત્‍યાં સુધી બંધિયાર જગ્‍યામાં રહેવું

અણુબૉંબના સ્‍ફોટ પછી પ્રથમ ૨૪ થી ૪૮ કલાક (જ્‍યારે કિરણોત્‍સર્ગનું જોખમ સૌથી વધુ હોય છે) અથવા સ્‍થાનિક પ્રશાકીય અધિકારી અન્‍ય સૂચના આપે નહીં, ત્‍યાં સુધી બંધિયાર જગ્‍યામાં જ રહેવું. અધિકારીઓની અદ્યાવત સૂચનાઓનું પાલન કરવું.

૧ અ ૧ એ ૮. શાસકીય નિર્દેંશોનું તંતોતંત પાલન કરવું

જો શાસકીય અધિકારીઓ મકાન ખાલી કરવાનો આદેશ આપે, (કરવા વિશે અધિકારીઓ સલાહ આપે) તો પછી આગળ શું કરવું, ક્યાં જવું ? નિવારો ક્યાં મળશે ? આ વિશેની કાર્યપદ્ધતિ શું હશે ? ઇત્‍યાદિ જાણકારી સરખી રીતે સાંભળી લેવી. તે અનુસાર શાસકીય તેમજ આગળની સૂચનાઓનું પણ પાલન કરવું.

૧. ઘરમાંથી અનાવશ્‍યક બહાર જવું નહીં.

૨. જો તમે મકાન ખાલી કર્યું હોય, તો સ્‍થાનિક શાસકીય અધિકારીઓ મકાનમાં પાછું ફરવું સુરક્ષિત છે, એમ ઘોષિત ન કરે ત્‍યાં સુધી પાછા ફરવું નહીં.

૩. અણુબૉંબના સ્‍ફોટના અતિદાબનાં મોજાંઓને કારણે જૂનાં મકાનો, વૃક્ષો ઇત્‍યાદિ પડવાની સંભાવના છે, એમ ધારી લઈને તેનાથી આઘે રહેવાની કાળજી લેવી જોઈએ; કારણકે તે ગમે ત્‍યારે પડી શકે છે.

૧ અ ૧ એ ૯. આકાશવાણી, દૂરચિત્રવાણી ઇત્‍યાદિ દ્વારા વચ્‍ચે વચ્‍ચે આપત્તિની જાણકારી લેતા રહેવી

અધિકૃત જાણકારી માટે ઉપલબ્‍ધ રહેલા કોઈપણ માધ્‍યમ દ્વારા (રેડિઓ, દૂરચિત્રવાણી ઇત્‍યાદિ) આવશ્‍યક જાણકારી મેળવવી. ઉદા. બહાર જવું સુરક્ષિત છે કે કેમ ? અથવા આપણે ક્યાં જવું ?

સંદર્ભ : ndma.gov.in/images/pdf/pocketbook-do-dont.pdf

૧ અ ૨. હાયડ્રોજન બૉંબ દ્વારા થનારું આક્રમણ

આ અણુબૉંબ કરતાં ૧ સહસ્ર ગણો વિનાશકારી છે. તેની શક્તિ જોઈએ તે પ્રમાણમાં વધારી શકાય છે. તેથી વધારેમાં વધારે વિનાશ કરી શકાય છે. જ્‍યારે આ બૉંબ ફોડવાનો હોય, ત્‍યારે તેની સાથે અણુબૉંબ પણ હોય છે. પહેલા અણુબૉંબ ફૂટે છે અને પછી તેની ઉષ્‍ણતાને કારણે હાયડ્રોજનના અણુ એકબીજા સાથે જોડાઈ જાય છે. તેથી આને ફ્‍યુજન બૉંબ પણ કહે છે. આ અણુ જોડાઈ જઈને એક પૂર્ણ મોટો ગોળો બને છે અને તે હિલીયમ વાયુમાં રૂપાંતરિત થાય છે.

 

અણુબૉંબના કિરણોત્‍સર્ગને કારણે થનારા
જીવલેણ પ્રદૂષણ સામે રક્ષણ કરી શકનારું અગ્‍નિહોત્ર પ્રતિદિન કરો !

માનવે અગ્‍નિહોત્ર કરવાથી તેની ફરતું તેજતત્વનું સંરક્ષણ-કવચ સિદ્ધ થાય છે. તેથી આગામી મહાયુદ્ધમાં અણુબૉંબના કિરણોત્‍સર્ગ દ્વારા થનારું પ્રદૂષણ, અન્‍ય રસાયણિક અથવા જૈવિક પ્રદૂષણો સામે માનવનું રક્ષણ થવામાં અગ્‍નિહોત્ર લાભદાયી છે.

૧. અગ્‍નિહોત્ર સૂર્યોદય અને સૂર્યાસ્‍તના મુહૂર્તો પર કરવું.

૨. અગ્‍નિહોત્ર કરવા માટે પૂર્વ દિશા ભણી મોઢું કરીને આસન પર બેસવું

૩. અગ્‍નિહોત્રના પાત્રમાં અગ્‍નિ પ્રજ્‍વલિત કરવો : અગ્‍નિહોત્રના પાત્રમાં તળિયે ગાયના છાણાંનો એક ચપટો ટુકડો રાખવો. તેના પર ગાયનું ઘી લગાડેલા છાણાના ટુકડા ઊભા-આડા આ રીતે ૨ – ૩ થર રચવા. તેની વચમાં કપૂર સળગાવીને છાણાના ટુકડા બરાબર પ્રજ્‍વલિત કરવા.

૪. તાંબાની નાની થાળીમાં ૨ ચપટી ચોખાના અખંડ દાણા (અક્ષત) લઈને તેના પર ગાયના ઘીના ૩ થી ૪ ટીપાં નાખવા.

૫. મંત્ર બોલતાં બોલતાં ઘીમિશ્રિત ચોખા અગ્‍નિને સમર્પિત કરવા : સૂર્યોદયના અચૂક સમયે સૂર્યાય સ્‍વાહા સૂર્યાય ઇદં ન મમ । અને પ્રજાપતયે સ્‍વાહા પ્રજાપતયે ઇદં ન મમ । આ બે મંત્ર ક્રમવાર એક એક વાર બોલવા અને તેમાંનો સ્‍વાહા શબ્‍દ ઉચ્‍ચાર્યા પછી ઘીમિશ્રિત ચોખા જમણા હાથની વચલી આંગળી, ટચલી આંગળી પાસેની આંગળી અને અંગૂઠાની ચપટીમાં લઈને (અંગૂઠો ઊર્ધ્‍વ દિશામાં કરીને) તે અગ્‍નિમાં સમર્પિત કરવા.

આવી જ કૃતિ સૂર્યાસ્‍ત સમયે કરવી. તે સમયે અગ્‍નેય સ્‍વાહા અગ્‍નેય ઇદં ન મમ । અને પ્રજાપતયે સ્‍વાહા પ્રજાપતયે ઇદં ન મમ । આ મંત્ર એક એક વાર બોલવા.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘અગ્‍નિહોત્ર’
અગ્નિહોત્ર વિશેની અધિક માહિતી માટે જુઓ : https://www.sanatan.org/gujarati/1431.html

આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૩

Leave a Comment