આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૧

સનાતન ગત અનેક વર્ષોથી કહે છે, તે આપત્‍કાળ બારણું ખખડાવી રહ્યો છે. ગમે ત્‍યારે તે અંદર પ્રવેશ કરી શકે છે. ગત વર્ષથી ચાલુ રહેલું કોરોના મહામારીનું સંકટ આ આપત્‍કાળની નાનકડી ઝલક છે. પ્રત્‍યક્ષમાંનો આપત્‍કાળ આનાથી અનેક ગણો ભયાનક અને અમાનુષ હશે. તેનાં વિવિધ રૂપો હશે. તેમાં માનવનિર્મિત, તેમજ નૈસર્ગિક પ્રકાર રહેશે. તેમાંના કેટલાકની જાણકારી આપણે આ લેખમાલિકાના ૨ ભાગ દ્વારા કરી લેવાના છીએ. આપત્‍કાળમાં પોતાનો અને પોતાના કુટુંબનો બચાવ કરવા માટે શું કરી શકાય, તેની થોડીઘણી જાણકારી આ લેખમાલિકા દ્વારા આપવાનો પ્રયત્ન કર્યો છે. તેનો વાચકોએ લાભ કરી લેવો, એ જ આ લેખમાલિકા પ્રસિદ્ધ કરવા પાછળનો ઉદ્દેશ છે. આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે અણુબૉંબનું આક્રમણ માનીને જ ચાલવું પડશે. અણુબૉંબ એટલે શું ?, તેની તીવ્રતા કેવી હોય છે ?, તેનું પરિણામ અને તેની સામે બચવાના પ્રયત્ન કેવી રીતે કરવા ?, તેની જાણકારી આ લેખના ૨ ભાગોમાં આપી છે.

 

૧. ત્રીજા મહાયુદ્ધના પ્રકાર
અને તેમનો સામનો કરવા માટેની ઉપાયયોજના

૧ અ. બૉંબફેંક

૧. ‘અણુબૉંબ’

‘અણુબૉંબ’માં યુરેનિયમ અથવા પ્‍લુટોનિયમના અણુઓના વિચ્‍છેદીકરણ થી ઊર્જા ઉત્‍પન્‍ન થવા માટે અણુના કેંદ્રકમાં ‘ન્‍યૂટ્રૉન’ દ્વારા પ્રહાર કરવામાં આવે છે. તેથી મોટા પ્રમાણમાં ઊર્જાની નિર્મિતિ થાય છે. આ પ્રક્રિયાને ‘નાભિકીય વિખંડન’ કહે છે. અણુબૉંબ વિમાન અથવા ક્ષેપણાસ્‍ત્ર દ્વારા ફેંકવામાં આવે છે.’

(સંદર્ભ: માય કરિયર, સંકેતસ્‍થળ)

૧ અ ૧. અણુબૉંબના સ્‍ફોટનું સ્‍વરૂપ
અ. અણુબૉંબ પડે, ત્‍યારે શું થાય છે ?

૧. જ્‍યારે ભૂમિની સાવ નજીક અણુબૉંબનો સ્‍ફોટ થાય છે, ત્‍યારે તે ૦.૧ મિલીસેકંડ કરતાં પણ ઓછા સમય માટે ટકે છે. તે સમયે ૩૦ મીટર વ્‍યાસ ધરાવતો અને ૩ લાખ અંશ સેલ્‍સિઅસ ઉષ્‍ણતાનો જ્‍વાળાનો ભભૂકો નિર્માણ થાય છે. આ ઉષ્‍ણતા સૂર્યની ઉષ્‍ણતા કરતાં ૫૦ ગણી વધુ હોય છે. આ જ્‍વાળાનું ચમકદાર વાયુમાં રૂપાંતર થાય છે. તેને ‘ફાયરબૉલ’ કહે છે. તે કિરણોત્‍સારી પદાર્થો ઉત્‍સર્જિત કરતો જાય છે.

૨. આ ‘ફાયરબૉલ’નો આકાર કેવળ ૨ સેકંડમાં ૨ કિ.મી. આ વેગથી વધતો જાય છે. તે સમયે હવામાંથી ભૂમિ પર નિર્માણ થયેલા દબાણને કારણે કંપન લહેરોની (‘શૉક વેવ્‍ઝ’ની) નિર્મિતિ થાય છે.

૩. કંપન લહેરોનો વેગ ધ્‍વનિના વેગ કરતાં વધુ હોય છે. તેથી સ્‍ફોટ થયો હોય તે ભૂ-સપાટી પર કલાકના ૧ સહસ્ર ૬૦૦ કિલોમીટર વેગથી પવન વહેવા લાગે છે.

૪. કંપન લહેરોને કારણે ઉપર ફેંકાઈ ગયેલો ‘ફાયરબૉલ’ ૩૦ થી ૩૫ સેકંડમાં બિલાડીના ટોપના આકારનો બનતો જાય છે. તેને ‘મશરૂમ ક્લાઊડ’ કહે છે. ‘ફાયરબૉલ’ સાથે જ ઉપર ગયેલી ભૂમિ પરની વસ્‍તુઓ, માટી, ડમરી ઇત્‍યાદિ પદાર્થો કિરણોત્‍સર્ગથી દૂષિત થઈને નીચે પડવા લાગે છે. આ કિરણોત્‍સર્ગી ધૂળને ‘ફૉલઆઊટ’ કહે છે. આ ધૂળ પવન સાથે વહી જવાથી અનેક ચોરસ કિલોમીટરના પ્રદેશમાં પડી શકે છે. આ ‘ફૉલઆઊટ’ ભૂમિ પર આવવાનો સમયગાળો ૨ મિનિટથી ૨૪ કલાક સુધી ગમે તે હોઈ શકે. આ ‘ફૉલઆઊટ’નો સમયગાળો પોતાના રક્ષણ માટે ઉપયોગમાં લાવી શકાય છે.

૨. અણુબૉંબની દાહકતા આધારિત રહેલા પરિબળો

અણુબૉંબનો આકાર, સ્‍ફોટ કેટલી ઊંચાઈ પર થાય છે, સ્‍ફોટનો સમય, સ્ફોટના સમયે રહેલું વાતાવરણ ઇત્‍યાદિ પર તેની દાહકતા આધારિત હોય છે. ઉદા. ૧ મેગાટન સ્‍ફોટ પાછળ ભભૂકેલી આગનો વ્‍યાસ ૨.૨ કિલોમીટર (૧૦ મેગાટન – વ્‍યાસ ૫.૫ કિલોમીટર, ૨૦ મેગાટન – વ્‍યાસ ૭.૪ કિલોમીટર) હોઈ શકે.

૩. અણુબૉંબના સ્‍ફોટના પ્રકાર

અણુબૉંબના સ્‍ફોટ આગળ જણાવેલી ૪ રીતે કરવામાં આવે છે.

૧. ભૂમિથી ૧ લાખ ફૂટ ઉપર આકાશમાં

૨. ભૂમિ પર અથવા ભૂમિની સાવ નજીક

૩. ભૂમિગત

૪. પાણીની નીચે

૪. અણુબૉંબના સ્‍ફોટનાં દુષ્‍પરિણામ
અ. વાતાવરણમાં થનારા દુષ્‍પરિણામ
૧. અણુબૉંબ પડેલા ઠેકાણે ૦.૮ ચોરસ કિલોમીટર ક્ષેત્રમાંની બધી જ બાબતોનું વરાળમાં રૂપાંતર થવું

જે ઠેકાણે ૧૦ કિલોટનનો ‘અણુબૉંબ’ પડે છે, ત્‍યાંના લગભગ ૦.૮ ચોરસ કિલોમીટર વિસ્‍તારમાંની સર્વ વસ્‍તુઓ ક્ષણાર્ધમાં બળી જઈને તેમની વરાળ બને છે. આ ભાગને ‘બાષ્‍પીભવન બિંદુ’ કહે છે.

૨. અણુબૉંબ પડેલા ઠેકાણે ભૂમિને પ્રચંડ ધક્કા બેસીને ૩ ચોરસ કિલોમીટર સુધીનો વિસ્‍તાર ઉદ્‌ધ્‍વસ્‍ત થઈ શકવો અને ૩૦ ચોરસ કિલોમીટર વિસ્‍તાર સુધી જીવિત અને વિત્ત હાનિ થઈ શકવી

અણુબૉંબના સ્‍ફોટને કારણે હવાનું પ્રચંડ દબાણ (૧.૭૬ કિલો/ચો.સેં.મી.) નિર્માણ થાય છે અને ૫૧૦ કિલોમીટર પ્રતિ કલાક વેગ કરતાં વધુ વેગનું વાદળું નિર્માણ થાય છે. આ સમયે ભૂમિને પ્રચંડ ધક્કા બેસીને ૩ ચોરસ કિલોમીટર સુધીનો વિસ્‍તાર ધ્‍વસ્‍ત થઈ શકે છે, જ્‍યારે ૩૦ ચોરસ કિલોમીટર વિસ્‍તાર સુધી જીવિત અને વિત્ત હાનિ થઈ શકે છે. આ હાનિ તે ‘અણુબૉંબ’ની ક્ષમતા અનુસાર ઓછી-વત્તી થઈ શકે છે’.

૩. અણુબૉંબ પડેલા ઠેકાણે અનેક વર્ષો સુધી વનસ્‍પતિ ઉગતી નથી.
૫. માનવી જીવન પર દુષ્‍પરિણામ
અ. પ્રચંડ ઉષ્‍ણતાને કારણે આગ લાગવી અને આગના ધુમાડાને કારણે ‘ઑક્સિજન’ની ઓછપ નિર્માણ થવી

‘અણુબૉંબ’ના સ્‍ફોટને કારણે ૩ કિલોમીટર અંતરથી દૂરના વિસ્‍તારના સર્વ જ્‍વલનશીલ પદાર્થો સળગે છે અને પ્રચંડ ધુમાડો નિર્માણ થઈને લોકોને ગૂંગળામણ થાય છે. આ સમયે ઑક્સિજનની ઓછપ નિર્માણ થઈને શ્‍વસનમાં અડચણો આવે છે. તેમાં ૫૦ ટકા લોકો સંપૂર્ણ રીતે ઘાયલ અને ૧૫ ટકા લોકોનું મૃત્‍યુ થાય છે.

આ. અણુબૉંબ ફૂટતી વેળાએ અંધત્‍વ આવવું કેટલાક લોકોને તાત્‍પુરતું અથવા કેટલાક લોકોને કાયમ સ્‍વરૂપનું આંધળાપણું આવી શકે છે.
ઇ. કિરણોત્‍સર્ગ શરીરમાંની પેશીઓ નષ્‍ટ કરી શકે છે અને વિવિધ માંદગી થવી તેમજ શારીરિક દૃષ્‍ટિએ વિકલાંગ બાળકોનો જન્‍મ થવો

‘અણુબૉંબ’ના સ્‍ફોટ પછી જ્‍યારે કિરણોત્‍સર્ગી ધૂળ નીચે આવે છે, ત્‍યારે થનારો કિરણોત્‍સર્ગ શરીરમાંની પેશીઓ નષ્‍ટ કરી શકે છે. ઉલટી જેવું લાગવું, ઉલટી થવી, ઝાડા, કર્કરોગ ઇત્‍યાદિ માંદગી થઈ શકે છે. સ્‍ફોટ પછી કેટલીક મિનિટ અથવા કેટલાક કલાક અથવા દિવસ કિરણોત્‍સર્ગ ઉચ્‍ચ સ્‍તર પરનો અર્થાત્ સર્વાધિક હોઈ શકે છે અને પછી કિરણોત્‍સર્ગ ઓછો અર્થાત્ આછો (વિરલ) થતો જાય છે. તેમ છતાં પણ આ કિરણોત્‍સર્ગનું પરિણામ અનેક વર્ષો સુધી દૃશ્‍ય સ્‍વરૂપમાં દેખાઈ શકે છે.

હિરોશીમા અને નાગાસાકી ખાતેના ‘અણુબૉંબ’ના સ્‍ફોટ પછી થયેલા કિરણોત્‍સર્ગનાં પરિણામ પછીના ઘણાં વર્ષો સુધી દેખાઈ આવતા હતા. ત્‍યાં જન્‍મેલા બાળકો પર પણ પરિણામ દેખાઈને તેઓ શારીરિક દૃષ્‍ટિએ વિકલાંગ અથવા રોગગ્રસ્‍ત હતા.

ઈ. ‘અણુબૉંબ’ જ્‍યાં ફેંકવામાં આવે છે તે ઠેકાણે કેટલાક દસકાઓ સુધી જનજીવન નષ્‍ટ થાય છે.
ઉ. અન્‍ય દુષ્‍પરિણામ

‘અણુબૉંબ’ની ક્ષમતા અનુસાર તેના સ્‍ફોટથી કેટલાક કિલોમીટર અંતર સુધીના વિદ્યુત ઉપકરણો, તેમજ ઇલેક્‍ટ્રૉનિક્સ ઉપકરણોની હાનિ થઈ શકે છે. તેથી તાત્‍પુરતી અડચણો અથવા નડતર આવી શકે છે.

ઊ. બીજા મહાયુદ્ધમાં કરવામાં આવેલા અણુબૉંબના સ્‍ફોટને કારણે થયેલી મહાભીષણ હાનિ

૧. બીજા મહાયુદ્ધમાં અમેરિકાએ વિમાન દ્વારા હિરોશીમા પર ફેંકેલા ‘અણુબૉંબ’ને કારણે ૧ લાખ ૪૦ સહસ્ર, તેમજ નાગાસાકી ખાતે ૭૪ સહસ્ર લોકોનું મૃત્‍યુ થયું હોવાનું કહેવાય છે.

૨. અહીંના ૭૦ ટકા મકાનો નષ્‍ટ થયા. તેને કારણે હિરોશીમા ખાતે ૨ માસ પછી વાવાઝોડું આવીને ૨ સહસ્ર લોકો મૃત્‍યુ પામ્‍યા.

‘અણુબૉંબ’નો પ્રથમ અને અત્યાર સુધીનો છેલ્લો ઉપયોગ પણ અમેરિકાએ કર્યો છે. આજે અનેક દેશો પાસે અણુબૉંબની તુલનામાં અધિક મારક ક્ષમતા ધરાવતા અણુબૉંબ અને હાયડ્રોજન બૉંબ છે, તેમજ કેટલાક દેશો ‘અણુબૉંબ’ વાપરવાની છડેચોક ધમકી પણ આપી રહ્યા છે. આ પાર્શ્‍વભૂમિ પર અણુબૉંબના સંદર્ભમાં જાણકારી લેવાનું મહત્ત્વ સ્‍પષ્‍ટ થશે.

સંદર્ભ : remm.nlm.gov/RemmMockup_files/nuke_timeline.png

 

આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૨

Leave a Comment