અગ્નિહોત્ર

 

સનાતનની ‘આગામી આપત્કાળ માટે સંજીવની’ ગ્રંથમાળાનો ગ્રંથ !

(ભાવિ મહાયુદ્ધકાળમાં કુટુંબ અને સમાજના રક્ષણ માટે, તેમજ સદૈવ જ ઉપયોગી ગ્રંથ ! )

     સંત-મહાત્મા, જ્યોતિષો ઇત્યાદિના કહેવા અનુસાર આગામી કાળ એ ભીષણ આપત્કાળ હશે અને આ કાળમાં સમાજને અનેક આપત્તિનો સામનો કરવો પડશે. આપત્કાળમાં પોતાની સાથે કુંટુંબીઓના આરોગ્યનું પણ રક્ષણ કરવું, એ મોટું આવાહન જ હશે. આપત્કાળમાં અવરજવરનાં સાધનોના અભાવે રોગીને ચિકિત્સાલયમાં પહોંચાડવો, ડૉકટર અથવા વૈદ્યનો સંપર્ક કરવો અને બજારમાં ઔષધિઓ મળવી પણ કઠિન થશે. આપત્કાળમાં આવનારી સમસ્યાઓ અને વિકારોનો સામનો કરવાની પૂર્વસિદ્ધતાનો એક ભાગ એટલે સનાતન સંસ્થાની ‘આગામી આપત્કાળ માટે સંજીવની’ ગ્રંથમાળા સિદ્ધ (તૈયાર) કરી રહ્યા છીએ. દિનાંક ૨૦.૨.૨૦૧૭ સુધી આ ગ્રંથમાળાના હિંદી ભાષામાં ૧૨ ગ્રંથ પ્રકાશિત થયા છે. આ ગ્રંથમાળામાંનો અગ્નિહોત્ર આ ગ્રંથનો પરિચય આ લેખ દ્વારા આપી રહ્યા છીએ.

 

મનોગત

ત્રિકાળજ્ઞાની સંતોએ કહ્યું છે કે, હવે આગળ ભીષણ આપત્કાળ છે અને તેમાં સંપૂર્ણ વિશ્વની પ્રચંડ લોકસંખ્યા નષ્ટ થવાની છે. આગળ ભીષણ આપત્કાળ છે એવું કહેવા કરતાં વાસ્તવમાં હવે આપત્કાળનો આરંભ થઈ ચૂક્યો છે. આપત્કાળમાં ત્રીજું મહાયુદ્ધ ફાટી નીકળશે. બીજા મહાયુદ્ધ કરતાં હવે જગતના લગભગ બધા જ રાષ્ટ્રો પાસે મહાસંહારક એવા આણ્વિક શસ્ત્રો છે. આ પરિસ્થિતિમાં તેઓ સામસામી એકબીજાનાં વિરોધમાં સિદ્ધ થશે. આ યુદ્ધમાં જો બચવું હોય, તો તેના માટે આણ્વિક અસ્ત્રોને નિષ્ક્રિય કરવાના પ્રભાવી ઉપાય હોવા જોઈએ. તે જ પ્રમાણે તે અણ્વસ્ત્રો દ્વારા નીકળનારા કિરણોત્સર્ગ નષ્ટ કરવાના પણ ઉપાય હોવા જોઈએ. તેના માટે સ્થૂળ ઉપાયો ઉપયોગી થવાના નથી કારણકે અણુબૉંબ રોશના બૉંબ કરતા સૂક્ષ્મ છે. (ઉદા. બાણ મારીને શત્રૂનો નાશ કરવો), સ્થૂળથી વધુ સૂક્ષ્મ (ઉદા. મંત્રોચ્ચાર કરીને બાણ મારવો), સૂક્ષ્મતર (ઉદા. માત્ર મંત્ર બોલવા) અને સૂક્ષ્મતમ (ઉદા. માત્ર સંતોનો સંકલ્પ) એવા એકથી ચડિયાતા પ્રભાવશાળી સ્તર હોય છે. સ્થૂળ કરતાં સૂક્ષ્મ એ અનેક ગણું પ્રભાવી હોય છે. તેને કારણે અણુબૉંબ જેવા પ્રભાવી સંહારકનો કિરણોત્સર્ગ થોભવવા માટે સૂક્ષ્મ થકી કાંઈક કરવું પડશે. તેના માટે જ ઋષિમુનિઓએ યજ્ઞના પ્રથમાવતાર રહેલું અગ્નિહોત્ર આ ઉપાય કહ્યો છે. કરવામાં એકદમ સહેલો અને બહુ જ થોડા સમયમાં થનારો; છતાં પણ પ્રભાવી અને સૂક્ષ્મનું પરિણામ સાધી આપનારો એવો આ ઉપાય છે. તેને કારણે વાતાવરણ ચૈતન્યદાયી બને છે અને સંરક્ષણકવચ પણ નિર્માણ થાય છે. રોજ અગ્નિહોત્ર કરવું, એ કેવળ આપત્કાળની દૃષ્ટિએ જ નહીં, જ્યારે સદૈવ જ ઉપયોગી છે. આ લેખમાંથી વાચકોને અગ્નિહોત્રની ઓળખાણ થશે. આ ગ્રંથમાં અગ્નિહોત્ર વિશે સવિસ્તર વિવેચન કર્યું છે. આ ગ્રંથ વાચકોએ અયશ્ય સંગ્રહી રાખવું.

 

અગ્નિહોત્ર

વ્યાખ્યા 

અગ્નિહોત્ર એટલે અગ્ન્યન્તર્યામી (અગ્નિમાં) આહુતિ અર્પણ કરીને કરવામાં આવતી ઈશ્વરી ઉપાસના.

 

અગ્નિહોત્ર કરવાનું મહત્ત્વ

૧. અગ્નિહોત્રમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ, રજ-તમ કણોનું વિઘટન કરે છે તથા વાયુમંડળમાં લાંબા સમય સુધી ટકી રહે છે. એટલા માટે સદર પ્રક્રિયાને કાર્યાન્વિત કરતા રહેવાથી મનુષ્યની ચારે બાજુ ૧૦ ફૂટ ફરતું સુરક્ષાકવચ નિર્માણ થાય છે. આ કવચ તેજ વિશેની વસ્તુઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. સૂક્ષ્મમાંથી આ કવચ રતાશ પડતું દેખાય છે.

૨. જ્યારે સારી વસ્તુઓ સાથે સંબંધિત તેજ આ કવચની પાસે આવે છે, ત્યારે આ કવચના રતાશ પડતાં તેજોકણ આ તેજને પોતાનામાં સમાવી લઈને પોતાના કવચને સઘ્ઘરતા આપે છે.

૩. રજ-તમયુક્ત તેજોકણ એ કર્કશ સ્વરૂપે આઘાત કરનારા છે. એટલા માટે તે નજીક આવતા હોવાનું આ કવચને અગાઉથી જ ખબર પડી જાય છે અને તે પોતે પ્રતિક્ષિપ્ત ક્રિયા (પ્રતિક્રિયા)ના રૂપમાં અનેક તેજ લહેરીઓ વેગવાન ગતિથી ઉત્સર્જિત કરીને, તે કર્કશ નાદને જ નષ્ટ કરે છે અને તેમાં નાદ ઉત્પન્ન કરનારા તેજકણોને પણ નષ્ટ કરી દે છે. તેને કારણે તે લહેરીઓનું તેજ આઘાત કરવા માટે અસમર્થ બની જાય છે. એટલે જ કે, બૉંબ કિરણોત્સર્ગ થવાની દૃષ્ટિએ નિષ્ક્રિય બની જાય છે. તેને ફેંકવામાં આવે તો પણ આગળ થનારો જનસંહાર કેટલાક પ્રમાણમાં ટળી જાય છે. જો કદાચ બૉંબસ્ફોટ થાય, તો પણ તેમાંથી વેગવાન ગતિથી નીકળનારી તેજરૂપી રજ-તમયુક્ત લહેરીઓ, વાયુમંડળનાં સૂક્ષ્મતરરૂપી સદર અગ્નિકવચ સાથે બાથ ભીડીને તેમાં જ વિઘટિત થાય છે. તેનો સૂક્ષ્મમાંનો પરિણામ પણ ત્યાં જ પતી જતો હોવાથી વાયુમંડળ સંભાવ્ય પ્રદૂષણના સંકટથી મુક્ત રહે છે.

– એક વિદ્વાન (સનાતનના સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળનું લખાણ એક વિદ્વાન , ગુરુતત્ત્વ ઇત્યાદિ નામોથી પ્રસિદ્ધ છે.) ૧૮.૨.૨૦૦૮,સાંજે ૬.૫૫)

 

અગ્નિહોત્રના લાભ

૧. વાતાવરણ ચૈતન્યદાયી થાય છે.

૨. વધારે સક્કસ અને સ્વાદિષ્ટ અન્નધાન, ફળ, ફૂલ ને શાકભાજી ઊગે છે. અગ્નિહોત્રના ભસ્મનો ખેતી અને વનસ્પતિના ઉછેર પર ઉત્તમ પરિણામ થાય છે.

– હોમ થેરપી નામનું હસ્તપત્રક, ફાઈવ્હફોલ્ડ પાથ મિશન, ૪૦, અશોકનગર, ધુળે.

૩. અગ્નિહોત્રના વાતાવરણ થકી બાળકો પર સુપરિણામ થાય છે. ચિડચિડયા અને હઠીલા બાળકો પણ શાંત થઈને ભણવામાં એકાગ્રતા સહજ રીતે સાધ્ય કરે છે. મતિમંદ બાળકો તેમના પર ચાલુ રહેલા ઉપચારોને અધિક ઉત્તમ પ્રતિસાદ આપે છે.

૪. અગ્નિહોત્રને કારણે પ્રાણશક્તિ શુદ્ધ થયાનો પરિણામ તે વાતાવરણમાં રહેનારા વ્યક્તિના મન પર તુરંત થઈને તેના પર રહેલો તણાવ નષ્ટ થાય છે. દારૂ અને અન્ય ઘાતક માદક પદાર્થોના વ્યસનાધીન વ્યક્તિ અગ્નિહોત્રના વાતાવરણમાં તે વ્યસનો થકી મુક્ત બની શકે છે.

– ડૉ. શ્રીકાંત શ્રીગજાનનમહારાજ રાજીમવાલે, શિવપુરી, અક્કલકોટ.

૫. જ્વલનમાંથી નીકળતા ધુમાડાનો મગજ અને મજ્જાસંસ્થા પર પ્રભાવી પરિણામ થાય છે.’ – હોમ થેરપી નામનું હસ્તપત્રક

૬. રોગજંતુઓનું નિરોધન 

અગ્નિહોત્રના ઔષધીયુક્ત વાતાવરણને લીધે રોગકારક જીવજંતુઓની વૃદ્ધિ થવા પર પ્રતિબંધ મૂકાય છે, એવું કેટલાક સંશોધકોને વર્તાયું છે.

– ડૉ. શ્રીકાંત શ્રીગજાનનમહારાજ રાજીમવાલે, શિવપુરી, અક્કલકોટ.

 

અગ્નિહોત્રનું સ્વરૂપ અને પ્રક્રિયા

સૂય ઊર્જા આપે છે અને લે છે. એટલે પ્રદુષણ નષ્ટ કરવા માટે જે સ્થિતિ આવશ્યક અને પોષક હોય છે, તે આપોઆપ નિર્માણ થાય છે. તેથી પૃથ્વીને શાંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. અગ્નિહોત્ર આ જનિત્ર (જનરેટર) છે અને તેમાં રહેલી અગ્નિની ઝાળ એટલે યંત્ર (ટર્બાઇન) છે. ગાયના છાણા, ગાયનું ઘી અને અક્ષત ચોખા આ ઘટકોનો અગ્નિના માધ્યમ દ્વારા પરસ્પર સંયોગ થઈને એવું કાંઈક સિદ્ધ થાય છે કે, તે આજુબાજુની વસ્તુઓ સાથે અથડાય છે, તેના ફરતે ફેલાય છે, તેમાંની ઘાતક ઊર્જાને નિષ્ક્રીય કરે છે અને તેથી પોષક વાતાવરણ બને છે. ત્યાર પછી આ વાતાવરણમાંના સેંદ્રિય (જૈવિક) દ્રવ્યો ઉત્પન્ન થવા, ઉછરવા અને વિસ્તાર થવા માટે પોષણ કરનારી શક્તિનો પુરવઠો કરવામાં આવે છે. આ રીતે અગ્નિહોત્ર પ્રક્રિયા વાયુમંડળની હાનિ પ્રત્યક્ષપણે ભરી કાઢે છે.

– હોમ થેરપી નામનું હસ્તપત્રક

 

હવનપાત્ર

અગ્નિહોત્ર કરવા માટે વિશિષ્ટ આકારનું તામ્ર પિરામિડ પાત્ર આવશ્યક છે. તાંબાની ધાતુમાં વહન ગુણ છે. સવારના અગ્નિહોત્ર સમયે બધી જ પ્રકારની ઉર્જા, ઉદા. વિદ્યુત, તેમ જ ઈથર દ્રવ્ય વગેરે પિરામિડ આકારના પાત્ર તરફ આકર્ષિત થાય છે. સૂર્યાસ્ત સમયે આ ઉર્જા પિરામિડ આકારના પાત્રમાંથી ફરીપાછી વેગે બહાર ફેંકાઈ જાય છે.

 

હવનદ્રવ્યો

હવન કરતી સમયે ગાયના છાણાં (ચપટા આકારમાં પાતળા એવા છાણાં થાપવા અને તડકે સૂકવવા), ગાયનું ઘી (ગાયના ધીમાં શક્તિશાળી ઉર્જાનો એકસામટો સંગ્રહ થયો હોય છે.) અને અખંડ ચોખા (પૉલીશ કરેલા ચોખાના ગુણધર્મ નાશ પામે છે; એટલા માટે તે ન વાપરવા. ચોખાનો દાણો ભાંગે તો તેમાં રહેલી સૂક્ષ્મ ઉર્જાની આંતરિક રચના વિખરાઈ જાય છે; એટલા માટે તે ચૈતન્યદાયી અગ્નિહોત્ર માટે અપાત્ર ઠરે છે.) વાપરવાથી, આ ઘટકો સંબંધિત તત્ત્વના સ્તર પર અગ્નિના સંયોગથી સૂક્ષ્મ વાયુની નિર્મિતિ કરે છે.

– હોમ થેરપી નામનું હસ્તપત્રક

 

અગ્નિ પ્રજ્વલિત કરવાની કૃતિ

અગ્નિહોત્ર કરતી સમયે પૂર્વ દિશામાં મોઢું કરીને બેસવું અને અગ્નિ પ્રજ્વલિત કરવો. હવનપાત્રના તળિયે છાણાંનો નાના આકારનો એક ચપટો ટુકડો રાખવો. તેના પર છાણાંના ટુકડાં ઘી લગાડીને એવી રીતે મૂકવા (છાણાંના ઊભા અને આડા ટુકડાના બે-ત્રણ થર) કે, જેણે કરીને અંદરના પોલાણમાં હવાની અવર-જવર થયા કરે. ત્યાર પછી છાણાંના એક ટુકડાને ગાયનું ઘી લગાડીને સળગાવવો અને તે ટુકડો હવનપાત્રમાં મૂકવો. થોડીવારમાં છાણાંના બધા જ ટુકડાઓ સળગી ઊઠશે. અગ્નિ પ્રજ્વલિત થવા માટે હવા નાખવા માટે હાથપંખાનો ઉપયોગ કરવો. પણ મોઢાથી ફૂંક મારીને અગ્નિ પ્રદીપ્ત કરવાથી મોઢામાં રહેલા રોગજંતુ અગ્નિમાં જાય છે. અગ્નિ સળગાવવા માટે ઘાસતેલ જેવા જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ ન કરવો. અગ્નિ નિર્ધુમ પ્રજ્વલિત કરવો, એટલે જ કે તેમાંથી ઘુમાડો નીકળવો ન જોઈએ.

અગ્નિહોત્રના મંત્ર

સૂર્યોદય સમયે

૧. સૂર્યાય સ્વાહા સૂર્યાય ઈદમ્ ન મમ

૨. પ્રજાપતયે સ્વાહા પ્રજાપતય  ઈદમ્ ન મમ

સૂર્યાસ્ત સમયે

૧. અગ્નયે સ્વાહા અગ્નયે ઈદમ્ ન મમ

૨. પ્રજાપતયે સ્વાહા પ્રજાપતય  ઈદમ્ ન મમ

– હોમ થેરપી નામનું હસ્તપત્રક

 

હવનદ્રવ્યોનું પ્રમાણ અને સંખ્યા

ચપટીર હવિર્દ્રવ્ય (ઘીમાં પલાળેલા ચોખાના દાણા) લઈને તે સૂર્યોદયના સમયે (અથવા સૂર્યાસ્ત સમયે) પહેલો મંત્ર બોલીને ‘સ્વાહા’ શબ્દ ઉચ્ચારીને અગ્નિને અર્પણ કરવી. ત્યાર પછી બીજો મંત્ર બોલીને તેટલા જ ભાગની હવિર્દ્રવ્યની ‘સ્વાહા’ શબ્દ ઉચ્ચારીને બીજી આહુતિ અર્પણ કરવી. આ પ્રકારે બન્ને મંત્રો બોલતી વેળાએ એક વાર આહુતિ આપવી.

 

મંત્રોચ્ચાર કેવી રીતે કરવા ?

મંત્રોચ્ચાર અગ્નિહોત્ર-સ્થાનમાં ગૂંજે એવા નાદમય રીતથી, ન તો બહુ ઝડપી, કે ન તો બહુ ધીમા, પણ સ્પષ્ટ અને ધારદાર સ્વરમાં કરવા. અગ્નિહોત્રના મંત્ર તેમના મૂળરૂપમાં જેવા હોય તેવા કોઈપણ ભેદ કર્યા વગર ઉચ્ચારવા જોઈએ. મંત્ર પોતાની માતૃભાષામાં અથવા તો બોલીભાષામાં ભાષાંતર કરીને બોલવાથી તેમનું સ્વરશાસ્ત્રીય મહત્ત્વ નષ્ટ થઈને અપેક્ષિત એવો પરિણામ થશે નહીં.

 

મંત્ર બોલતી વખતે ભાવ કેવો હોવો જોઈએ ?

મંત્રમાં રહેલા સૂર્ય, અગ્નિ, પ્રજાપતિ આ શબ્દો ઈશ્વરવાચક છે. સૂર્ય, અગ્નિ, પ્રજાપતિના અંતર્યામી વાસ કરનારી પરમાત્મશક્તિને હું આ આહુતિ અર્પણ કરું છું, આ મારું નથી , એવો આ મંત્રનો અર્થ છે. સમગ્ર સૃષ્ટિને નિર્માણ કરનારી, તેનું ધારણ-પોષણ કરનારી જે પરમાત્મશક્તિ છે, તેના વિશે શરણાગત ભાવ હોવાનું આ મંત્ર દ્વારા કથન કરવામાં આવ્યું છે.

પ્રજાપતિ દેવતાને પ્રાર્થના કરીને શરૂઆત અને તેમનાં જ ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરીને હવનની પૂર્ણાહુતિ કરવી.

 

મંત્ર કોણે બોલવા ?

એક વ્યક્તિ જો અગ્નિહોત્ર કરતી હોય, તો ઘરના બાકીના લોકો તે સમયે ત્યાં ઉપસ્થિત રહીને આહુતિ અર્પણ કરનારી વ્યક્તિ સાથે અગ્નિહોત્રના મંત્ર બોલે તો ચાલશે. તેમજ એક જ કુટુંબની એક કરતા વધારે વ્યક્તિને જો સ્વતંત્ર રીતે અગ્નિહોત્ર કરવાની ઇચ્છા થાય, તો તેઓ પોતપોતાના સ્વતંત્ર પાત્રો લઈને અગ્નિહોત્ર કરી શકે છે.

– ડૉ. શ્રીકાંત શ્રીગજાનનમહારાજ રાજીમવાલે, શિવપુરી, અક્કલકોટ.

 

હવનદ્રવ્યો અગ્નિમાં હોમવા

ચોખાના બે ચપટીભર દાણા હાથેળીમાં ધરીને અથવા તાંબાની નાની થાળીમાં લઈને તેના પર ગાયનું ઘી થોડુક અમસ્તુ મૂકવું. અચૂક સૂર્યોદય (તેમજ સૂર્યાસ્ત) સમયે પહેલો મંત્ર એકવાર બોલવો અને સ્વાહા શબ્દ બોલ્યા પછી જમણા હાથે મધ્યમા (વચલી આંગળી), અનામિકા (ટચલી આંગળીની બાજુની આંગળી) અને અંગૂઠાની ચપટીમાં (તે સમયે અંગૂઠો આકાશની દિશામાં કરવો) ઉપર મુજબનું ચોખા-ધી મિશ્રણ લઈને અગ્નિમાં હોમવું. (આંગળીની ચપટીમાં સમાય તેટલા ચોખા બસ છે.) બીજો મંત્ર એકવાર બોલવો અને સ્વાહા શબ્દ બોલ્યા પછી જમણા હાથે ચોખા-ધી મિશ્રણ લઈને અગ્નિમાં હોમવું.

– હોમ થેરપી નામનું હસ્તપત્રક

 

સૂર્યોદય અને સૂર્યાસ્તના મુહુર્ત પર જ અગ્નિહોત્ર કરવાનું મહત્ત્વ

દરેક વાત માટે એક ચોક્કસ સમય (મુહુર્ત) હોય છે. કાળ અનુસાર પ્રત્યેક વાત માટે સ્થળ અને તે અનુસાર તે કૃત્તિ થવા માટેનો સમય ઈશ્વરનિયોજિત હોય છે અને તે મુહુર્ત પર તે કરવાથી તેનો લા થાય છે. અગ્નિહોત્ર સ્થાને જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયેે આપણે અગ્નિ પ્રજ્વલિત કરીને, હાથમાં આહુતિ લઈને મનોમન પરમાત્માનું આવાહન અને ચિંતન કરીએ છીએ, તે વખતે અગ્નિ ઈશ્વરી શક્તિને ત્યાં લઈ આવીને પ્રત્યક્ષમાં ઉપસ્થિત કરતો હોય છે. અગ્નિહોત્રની આ બન્ને મંગળ વેળાએ આપણી ઉપાસ્ય દેવતા આપણી સામે, ઘરમાં કે પછી ઉપાસના સ્થાન પર પ્રત્યક્ષમાં પ્રકટેલી હોય છે. જેણે કરીને અગ્નિહોત્રની વેળાએ ત્યાં અપાર પાવિત્ર્ય અને માંગલ્યનું વાતાવરણ નિર્માણ થાય છે.

અયોગ્ય સમયે અગ્નિહોત્ર કરવાથી તેમાં રહેલું ચૈતન્ય અપ્રકટ સ્વરૂપમાં જ રહે છે. એટલે જ કે તેના થકી પ્રક્ષેપણ કાર્ય થતું નથી. તેને કારણે અગ્નિહોત્ર કરનારી વ્યક્તિને તેનો લાભ મળતો નથી, તેમ જ વાતાવરણ પર પણ તેનો કાંઈ જ પરિણામ થતો નથી અને વાયુમંડળમાં અનિષ્ટ શક્તિઓ કાર્યરતરૂપે સંચાર કરે છે.

– કુ. પ્રિયાંકા લોટલીકર, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય, ગોવા.

પરિણામ ટકવાનો કાલાવધિ

દિવસમાં બે વખત હવન કરવાથી, તે દરમ્યાનના સમયગાળામાં ૧૨-૧૨ કલાક પૂરતું રક્ષણ થઈ શકે. અનેક દિવસ હવન કરવાથી અભેદ્ય એવું સંરક્ષણકવચ થઈ શકે છે. દિવસના બે પ્રમાણે, ચાર દિવસો માટેનો ફાયદો, એટલે જ એક મહિનો હવન કરવાથી ચાર મહિનાઓ માટેનું સંરક્ષણ પૂરું પાડી શકે છે. પૂર્ણ શરણાગતિથી હવન કરવાથી આ સમયગાળો વધી શકે છે, એટલે જ એક મહિનો હવન કરવાથી લગગ આઠ મહિના સંરક્ષણ થઈ શકે છે.

 

અગ્નિહોત્ર પછી કરવાની કૃતિઓ

ધ્યાન

દરેક અગ્નિહોત્ર પછી બને તેટલી વધારે મિનિટો ધ્યાન ધરવા માટે જાળવવી. ઓછામાં ઓછું અગ્નિ શાંત થાય ત્યા સુધી તો બેસવું જોઈએ.

વિભૂતિ (ભસ્મ) કાઢી રાખવી

બીજું અગ્નિહોત્ર કરવા પહેલાં હવનપાત્રમાં રહેલી વિભૂતિ (ભસ્મ) કાઢીને તે કાચ અથવા તો માટીના વાસણમાં સંગ્રહી રાખવી. તેનો વનસ્પતિ માટે ખાતર તરીકે અને ઔષધ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. અગ્નિહોત્ર દ્વારા અથવા યજ્ઞ દ્વારા સિદ્ધ (તૈયાર) થયેલી વિભૂતિ વાયુમંડળમાં ફૂંકવા માટે વાપરવી.

– હોમ થેરપી નામનું હસ્તપત્રક, ફાઈવ્હફોલ્ડ પાથ મિશન, ૪૦, અશોકનગર, ધુળે.

 

અગ્નિહોત્ર સાધના તરીકે પ્રતિદિન નિયમિતપણે કરવું આવશ્યક

અગ્નિહોત્ર કરવું એ નિત્ય ઉપાસના છે. તે એક વ્રત છે. ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે. તે માટે તે આપણને પ્રતિદિન પોષક એવું બધું જ આપે છે. આ માટે પ્રતિદિન કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અગ્નિહોત્ર કરવું, એ આપણું કર્તવ્ય બને છે.

સંદર્ભ : સનાતનનો (હિંદી ભાષામાં) ગ્રંથ ‘અગ્નિહોત્ર’