મહિલાઓ, માસિક ધર્મ સાથે સંબંધિત ત્રાસ થતા હોય, તો આગળ જણાવેલા આધ્‍યાત્‍મિક ઉપાય કરો !

Article also available in :

વર્તમાનકાળમાં ઘણી સ્‍ત્રીઓને માસિક ધર્મ સાથે સંબંધિત ત્રાસ થઈ રહ્યા છે. તેમાં રક્તસ્રાવ વધારે પ્રમાણમાં થવો, રજસ્રાવ પ્રતિમાસ થવાને બદલે અનિયમિત થવો, ૨૦મા દિવસે રજસ્રાવ ચાલુ થઈને તે ૧૫ દિવસ સુધી રહેવો, એવા ત્રાસ થાય છે. તેથી જો માસિક ધર્મ બાબતે ત્રાસ થતા હોય, તો સ્‍ત્રીઓ આગળ જણાવેલા આધ્‍યાત્‍મિક ઉપાય કરી શકે છે. આ સંદર્ભમાં કાંઈ દવા ચાલુ હોય, તો તે બંધ કરવાને બદલે તેની સાથે જ આ આધ્‍યાત્‍મિક ઉપાય કરી શકાય છે.

સદ્દગુરુ  (ડૉ.) મુકુલ ગાડગીળ

 

૧. નામજપનું મંડળ દોરીને તેમાં લખવાની પ્રાર્થના

માસિક ધર્મ ચાલુ થવાનો હોય, તે દિનાંકથી ૪ દિવસ અગાઉ કાગળ પર શ્રીકૃષ્‍ણ ભગવાનના નામજપનું મંડળ દોરવું અને તેમાં આગળ જણાવ્‍યા પ્રમાણે પ્રાર્થના લખવી, ‘હે શ્રીકૃષ્‍ણ,….(અહીં પોતાનું નામ લખવું.) ને માસિક ધર્મના સંદર્ભમાં …..(જે ત્રાસ થતા હોય, તે લખવા.) આ ત્રાસ થઈ રહ્યા છે. આ ત્રાસ દૂર થવા દેજો અને મને આપેલી સેવા તેમજ સાધના કરવાનું ફાવવા દેજો. તેમાં કોઈપણ અડચણો આવે નહીં.’

રજસ્રાવ રોકાયા પછી નામજપનું મંડળ કરેલો કાગળ અગ્‍નિમાં વિસર્જિત કરવો. આગળના માસમાં આવું નામજપનું મંડળ ફરીવાર દોરવું અને તેમાં પ્રાર્થના લખવી. આ ઉપાય માસિક ધર્મ નિયમિત થાય ત્‍યાં સુધી પ્રતિમાસ કરવા.

 

૨. આ કાળમાં કરવાની મુદ્રા, ન્‍યાસ અને નામજપ

૨ અ. મુદ્રા અને ન્‍યાસ : અંગૂઠાની ટોચ તર્જનીના મૂળિયે લગાડીને સિદ્ધ થનારી મુદ્રા બન્‍ને હાથથી કરીને એક હાથની તર્જનીની ટોચથી સ્‍વાધિષ્‍ઠાનચક્ર અને બીજા હાથની તર્જનીની ટોચથી આજ્ઞાચક્રના ઠેકાણે ન્‍યાસ કરવો

૨ આ. નામજપ : ઉપર જણાવેલા મુદ્રા અને ન્‍યાસ કરીને તે સાથે જ ‘ૐ ૐ શ્રી વાયુદેવાય નમઃ ૐ ૐ ।’ આ નામજપ ત્રાસ થઈ રહ્યો હોય, ત્‍યારે અથવા માસિક ધર્મના ૪ દિવસ પહેલેથી તે માસિક ધર્મના ૫ દિવસોનો સમયગાળો પૂર્ણ થાય ત્‍યાં સુધી પ્રતિદિન ૨ કલાક કરવો.

૨ ઇ. જો આ ઉપાય કરવા છતાં પણ રજસ્રાવ રોકાતો ન હોય અથવા તેનું પ્રમાણ વધારે હોય, તો ‘ૐ ૐ શ્રી આકાશદેવાય નમઃ ૐ ૐ ।’ આ નામજપ કરવો, તેમજ તર્જનીની ટોચ અંગૂઠાના મૂળિયે લગાડીને સિદ્ધ થનારી મુદ્રા બન્‍ને હાથથી કરીને એક હાથના અંગૂઠાની ટોચથી સ્‍વાધિષ્‍ઠાનચક્ર અને બીજા હાથના અંગૂઠાની ટોચથી આજ્ઞાચક્ર આ ઠેકાણે ન્‍યાસ કરવો.

માસિક ધર્મ સમયે આવા ત્રાસ જો હંમેશાં થતા હોય, તો પ્રત્‍યેક સમયે ઉપર જણાવેલા ઉપાય કરવા.’

 સદ્દગુરુ  (ડૉ.) મુકુલ ગાડગીળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૦.૫.૨૦૧૯)

Leave a Comment