કળિયુગમાંના દોષોનો નાશ કરવા માટે તપસ્યા કરનારાં ઋષિગણોના વિઘ્‍નો દૂર કરનારા ઇડગુંજી (ખાતેના શ્રી મહાગણપતિ !)

Article also available in :

ઉત્તર કન્‍નડ જિલ્‍લાના હોન્‍નાવર તાલુકામાં ઇડગુંજી ગામમાં શ્રી મહાગણપતિ મંદિર છે. તે મંદિરનો ઇતિહાસ અહીં જાણી લઈએ.

 

૧. કળિયુગમાંના દોષોનો નાશ કરવા
માટે ઋષિગણોએ કુંજવનમાં તપશ્‍ચર્યા કરવી

દ્વિભુજા શ્રી ગણેશમૂર્તિ

દ્વાપરયુગના અંતે ઋષિગણ કળિયુગના આગમન વિશે ચિંતાગ્રસ્‍ત હતા. વાલખિલ્‍ય ઋષિએ અન્‍ય ઋષિઓ સાથે મળીને ભગવાન શ્રીકૃષ્‍ણને કળિયુગમાંના દોષોનો નાશ કરવા માટે પ્રાર્થના કરી, તેમજ મહાન તપશ્‍ચર્યાનો આરંભ કર્યો. તે સમયે તેમની તપશ્‍ચર્યામાં વિવિધ અડચણો નિર્માણ થવા લાગી. ઋષિઓએ તેમની તપશ્‍ચર્યામાં આવનારી અડચણો નારદમુનિ સમક્ષ પ્રસ્‍તુત કરી. મહર્ષિ નારદે ઋષિઓને વિઘ્‍નેશ્‍વરની આરાધના કરવા માટે કહ્યું. વાલખિલ્‍ય ઋષિએ નારદજીને વિઘ્‍નેશ્‍વરની આરાધના કરવા માટે યોગ્‍ય સ્‍થાન બતાવવા માટે વિનંતી કરી. તે વેળાએ શરાવતીની ડાબીબાજુએ કેટલાક માઈલોના અંતરે  મહર્ષિ નારદે જગા નક્કી કરી. તે જગાનું નામ ‘કુંજવન’ એમ રાખવામાં આવ્‍યું. મહર્ષિ નારદે તે સ્થાનનું મહત્વ કહ્યું કે, પૃથ્‍વીનો નાશ કરવા માટે તપશ્‍ચર્યા કરનારા અસુરોનો નાશ કરવા માટે અહીં પવિત્ર ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશ પણ પ્રગટ થયા હતા. તે ત્રિમૂર્તિએ ત્‍યાં આધ્‍યાત્‍મિક શક્તિ ધરાવતા ‘ચક્રતીર્થ’ અને ‘બ્રહ્મતીર્થ’ તરીકે ઓળખાતા કુંડો પણ સિદ્ધ કર્યા હતા.

 

૨. ઋષિઓની તપશ્‍ચર્યામાં આવનારા વિઘ્‍નો
દૂર કરવા માટે શ્રી ગણેશજીએ કુંજવનમાં વાસ્‍તવ્‍ય કરવું

મહર્ષિ નારદે ત્‍યાં ઋષિઓની સહાયતાથી ‘દેવીતીર્થ’ નામનું હજી એક તળાવ બનાવ્‍યું. નારદે પાર્વતીમાતાને શ્રીગણેશને ત્‍યાં કુંજવનમાં મોકલવાની વિનંતી કરી. મહર્ષિ નારદે અને ઋષિઓએ કરેલી પ્રાર્થના પછી શ્રી ગણેશજી ત્‍યાં પ્રગટ થયા. ઋષિઓએ કરેલી પ્રાર્થનાથી પ્રસન્‍ન થઈને શ્રી ગણેશે સર્વ ઋષિઓની ઉપાસનામાં નિર્માણ થનારા વિઘ્‍નો દૂર કરવા માટે ત્‍યાં જ વાસ્‍તવ્‍ય કર્યું. ત્‍યાં અન્‍ય એક કુંડનું નિર્માણ કરવામાં આવ્‍યું. તે હવે ‘ગણેશતીર્થ’ તરીકે પ્રખ્‍યાત છે. એ જ સ્‍થાન હવે ઇડગુંજી તરીકે પ્રખ્‍યાત છે. અહીં ચોથા અથવા પાંચમા શતકમાં ભક્તગણોએ મળીને શ્રી ગણેશ મંદિર બનાવ્‍યું.

 

૩. દ્વિભુજા શ્રી ગણેશજીની ઊભી મૂર્તિ !

ઇડગુંજી મંદિરની મુખ્‍ય મૂર્તિ પણ ચોથા અથવા પાંચમા શતકની છે. આ બે ભુજા ધરાવતી શ્રી ગણેશમૂર્તિ પાષાણ પર ઊભી છે. શ્રી ગણેશજીના જમણા હાથમાં કમળ છે અને બીજા હાથમાં મોદક છે. સામાન્‍ય રીતે શ્રી ગણેશજીનું વાહન મૂષક પ્રત્‍યેક મૂર્તિ અને પ્રતિમા સાથે દેખાય જ છે, પણ આ ઠેકાણે મૂષકની પ્રતિમા નથી. આ મૂર્તિ ૩૩ ઇંચ ઊંચી અને ૨૩ ઇંચ પહોળી છે.

(સંદર્ભ : સંકેતસ્‍થળ)

Leave a Comment