મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૪

Article also available in :

ઔષધી વનસ્‍પતિઓની સંખ્‍યા અગણિત છે. આવા સમયે કઈ વનસ્‍પતિઓ વાવવી ? એવો પ્રશ્‍ન ઉપસ્‍થિત થઈ શકે છે. સદર લેખમાં કેટલીક મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ?, આ વિશે જાણકારી આપી છે.  વાચકો આ લેખમાં આપેલી વનસ્‍પતિઓ ઉપરાંત અન્‍ય વનસ્‍પતિઓ પણ વાવી શકે છે.

હજી સુધીના લેખમાં આપણે તુલસી, અરડૂસી, ગળો, કુંવારપાઠું, કાલમેઘ અને જાઈ ઇત્‍યાદિ વિશેની જાણકારી લીધી. આજે આ લેખનો આગળનો ભાગ આપી રહ્યા છીએ.

ભાગ ૩ વાંચવા માટે https://www.sanatan.org/gujarati/10733.html

 

૧૭. બ્રાહ્મી

જળબ્રાહ્મી

 

મંડૂકપર્ણ

૧૭ અ. મહત્વ

સ્‍મૃતિવર્ધક તરીકે પ્રસિદ્ધ છે. શાંત નિદ્રા લાગવા માટે, તેમજ વાળના આરોગ્‍ય માટે ઉપયુક્ત છે. આ રક્તદાબ નિયંત્રણમાં રાખવા માટે સહાયક છે. આનું ઘર ફરતે વધારેમાં વધારે પ્રમાણમાં વાવેતર કરવું.

૧૭ આ. પ્રકાર અને વાવેતર

આના ૨ પ્રકાર હોય છે, જળબ્રાહ્મી અને મંડૂકપર્ણી. બન્‍ને પ્રકારોના ગુણધર્મ સમાન છે. કોકણ ખાતે નારિયેળ-સોપારીની બાગમાં મંડૂકપર્ણી ઉગે છે. ઘણાં લોકો ઘર ફરતે ‘લોન’ને બદલે મંડૂકપર્ણીનું વાવેતર કરે છે. આ વનસ્‍પતિ ભૂમિ પર ફેલાતી જાય છે. કોઈ પાસે હોય, તો તેના ૫ – ૬ રોપ લાવીને વાવવાથી થોડા દિવસોમાં પુષ્‍કળ ફેલાય છે. તેના રોપ રોપવાટિકામાં મળી શકે છે. ડાંગર ખેતીમાં નિસર્ગતઃ ઉગનારું આ તરણું  હોવાથી ત્‍યાં આ વનસ્‍પતિ નક્કી જ જોવા મળે છે. આ ઢોરનું ભાવતું તરણું હોવાથી આ વનસ્‍પતિ વધારે સમય ખેતરમાં ટકતી નથી; પણ જ્‍યાં લજામણી જેવા કાંટા ધરાવતી વનસ્‍પતિ ફેલાયેલી હોય, આવા ઠેકાણે ઢોર મોઢું લગાડતા ન હોવાથી ડાંગર ખેતીમાં તે ઠેકાણે બ્રાહ્મીના રોપ મળી શકે છે. આ રોપની એકાદ કૂંડામાં પણ વાવણી કરી શકાય છે. થડના ટુકડાથી પણ બ્રાહ્મીનું વાવેતર કરી શકાય છે. બ્રાહ્મીના વાવેતર માટે પાણીની ઉપલબ્‍ધિ હંમેશાં રહે, એવી જગ્‍યા પસંદ કરવી.

 

૧૮. વેખંડ

વેખંડ

૧૮ અ. મહત્વ

આ ઔષધ નિયમિત લાગનારું નથી, તો પણ એકાદ રોપ ઘેર હોવું જોઈએ. આ ‘સંજ્ઞાસ્‍થાપન’ અર્થાત્ બેશુદ્ધ પડેલાને શુદ્ધિ પર લાવનારું ઔષધ છે.

૧૮ આ. વાવેતર

તેને પુષ્‍કળ પાણી જોઈએ છે. જ્‍યાં કાદવ, ગારાવાળી જગ્‍યા હોય, ત્‍યાં વેખંડ સારું ઉગે છે. કોઈ પાસે વેખંડના રોપ હોય, તો તેનું કંદ કાપીને વાવી શકાય છે. કેટલીક રોપવાટિકાઓમાં તેના રોપ મળે છે.

 

૧૯. શતાવરી

શતાવરીનાં પાન અને શતાવરીના મૂળિયા

૧૯ અ. મહત્વ

શતાવરી એક ઉત્તમ શક્તિવર્ધક ઔષધ છે. ઘરગથ્‍થુ સ્‍તર પર શતાવરીના ૨ થી ૪ રોપ વાવીએ, તો પણ થઈ રહે છે. શતાવરીના મૂળિયાનો તાજો રસ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે.

૧૯ આ. ઓળખાણ

કોકણમાં ચોમાસામાં આંબા-કાજુના બાગમાં અથવા વન-વગડામાં આ વનસ્‍પતિ આપમેળે જ ઉગે છે. તેનાં પાન વિશિષ્‍ટતાપૂર્ણ હોય છે. વેલના મૂળિયા પાસે ખોદવાથી એક થડને ૫૦ થી ૧૦૦ જેટલા મૂળિયા દેખાય છે. ૧ મૂળિયું વાવવાથી તેનાં ૧૦૦ મૂળિયા થતા હોવાથી, તેનું નામ શતાવરી પડ્યું હશે.

૧૯ ઇ. વાવેતર

ચોમાસું સમાપ્‍ત થયા પછી તેને ઝીણાં ફળ આવે છે. ફળોમાંના બીમાંથી શતાવરીના રોપ તૈયાર કરવાથી વાવેતર સારું થાય છે. તેના મૂળિયાના ઝૂમખામાંથી એકેક મૂળિયું જુદું તારવીને વાવવાથી પણ રોપ તૈયાર થાય છે. સામાન્‍ય રીતે દોઢ વર્ષમાં એક મૂળિયામાંથી અનેક મૂળિયા તૈયાર થાય છે. તેનું વાવેતર ઘરગથ્‍થુ સ્‍વરૂપમાં કરવું. મહારાષ્‍ટ્રમાં અનેક ખેડૂતોએ વ્‍યાવસાયિક સ્‍તર પર શતાવરીનું વાવેતર કર્યું છે. તેમની પાસેથી શતાવરીના મૂળિયાનું એકાદ ઝૂમખું લાવીએ, તો તેનાથી જેટલા મૂળિયા હોય, તેટલા (લગભગ ૫૦ થી ૧૦૦) રોપો બની શકે છે. સાંગલી, સોલાપૂર, સાતારા અને પુણે ભાગમાં અનેક ખેડૂતોએ શતાવરીનું વ્‍યાવસાયિક સ્‍તર પર વાવેતર કર્યું છે. ધોળી અને પીળી આ રીતે શતાવરીના ૨ પ્રકાર હોય છે. બન્‍ને પ્રકારની શતાવરી ઔષધીમાં વપરાય છે.

૧૯ ઇ ૧. મોટા પ્રમાણમાં વાવેતર કરવું હોય તો શતાવરી છોલવાની વ્‍યવસ્‍થા કરવી આવશ્‍યક હોવું

વ્‍યાવસાયિક સ્‍તર પર શતાવરીનું વાવેતર કરવાનું થાય તો શતાવરી છોલવાનું યંત્ર હોવું અત્‍યંત આવશ્‍યક છે; કારણકે શતાવરી હાથથી છોલવી પુષ્‍કળ કષ્‍ટપ્રદ અને સમય માગી લેનારું કામ છે. શતાવરીના છાલ કાઢ્યા વિના તે સૂકાતી નથી અને આમજ મૂકી રાખવાથી તેને ફૂગ ચઢે છે. તેથી શતાવરી છોલવાનું યંત્ર ન હોય, તો વ્‍યાવસાયિક સ્‍તર પર વાવેતર કરવું નહીં.

 

૨૦. હળદર

હળદરનાં પાન

૨૦ અ. મહત્વ

‘પ્રતિદિન રાત્રે સૂતાં પહેલાં ૧ ચમચી હળદર નવશેકા પાણી સાથે લેવાથી શરીર વજ્રદેહી (બળશાળી) બને છે’, એવું જ્‍યેષ્‍ઠ વૈદ્ય કહે છે. હળદર લોહી શુદ્ધ કરનારી, તેમજ ત્‍વચા પર કાંતિ લાવનારી ઔષધી છે. તેનાં પાન સુવાસિક હોય છે. દૂધ તપાવતી વેળાએ અથવા માખણનું ઘી બનાવતી વેળાએ તેમાં એકાદ હળદરનું પાન નાખવાથી દૂધ-ઘીને તેની સુગંધ આવે છે.

૨૦ આ. વાવેતર

બજારમાં હળદર ભલે મળતી હોય, તો પણ થોડા પ્રમાણમાં હળદરનું વાવેતર આપણે ઘરે પણ કરવું; કારણકે બજારમાં જે હળદર મળે છે, તે બનાવતી વેળાએ પાણીમાં રાંધેલી હોય છે. તેથી તેનામાંના ઔષધી તત્વો ન્‍યૂન થાય છે. હળદરનું કંદ (વાવેતર માટેનું) હળદરનું વાવેતર કરનારા ખેડૂતો પાસે અથવા સ્‍થાનિક ખેતરને લગતા કાર્યાલયમાં મળે છે.

ચોમાસાના આરંભમાં હળદરનું વાવેતર કરે છે. સામાન્‍ય રીતે ૯ માસ પછી હળદરનું કંદ પાકે છે. હળદરનાં પાન સૂકાવા લાગે કે તે હળદર કાઢી શકાય છે. ૪ જણના કુટુંબ માટે કેવળ ઔષધી વાવેતર કરવાનું થાય તો હળદરના અર્ધા કિલો કંદ ઘણાં થયા. ઘર ફરતે જગ્‍યા ન હોય, તો એકાદ રોપ કૂંડામાં વાવી શકાય, જેથી પાન માટે તે રોપોનો ઉપયોગ થઈ શકે છે.

 

૨૧. કડવો લીમડો

કડવા લીમડાનાં પાન

૨૧ અ. મહત્વ

કડવા લીમડાની સળીઓનો (ડાળીની કૂમળી ટોચનો) ઉપયોગ નિયમિત રીતે દાંત ઘસવા માટે કરવાથી દાંતનું આરોગ્‍ય ટકી રહે છે. કડવો લીમડો લોહી શુદ્ધ કરે છે અને ત્‍વચા વિકારોમાં અત્‍યંત ઉપયોગી છે.

૨૧ આ. વાવેતર

દેશમાં કડવો લીમડો મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેથી તેનું વાવેતર કરવાની આવશ્‍યકતા હોતી નથી; પણ આપણા વિસ્‍તારમાં આજુબાજુ કડવા લીમડાનું ઝાડ ન હોય, તો એકાદ ઝાડ આપણે વાવવું. કડવા લીમડાના રોપ રોપવાટિકામાં મળે છે. બી દ્વારા રોપો બનાવવામાં આવે છે.

સંકલક

શ્રી. માધવ રામચંદ્ર પરાડકર અને વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

માર્ગદર્શક

ડૉ. દિગંબર નભુ મોકાટ, સહાયક પ્રાધ્‍યાપક, વનસ્‍પતિશાસ્‍ત્ર વિભાગ, સાવિત્રીબાઈ ફુલે પુણે વિદ્યાપીઠ, પુણે તેમજ પ્રમુખ નિર્દેંશક, ક્ષેત્રીય સહસુવિધા કેંદ્ર, પશ્‍ચિમ વિભાગ, રાષ્‍ટ્રીય ઔષધી વનસ્‍પતિ મંડળ, આયુષ મંત્રાલય, ભારત સરકાર.

ભાગ ૫ વાંચો ……

મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ –  ૫

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ
૧. ‘જગ્યાની ઉપલબ્ધતા અનુસાર ઔષધી વનસ્પતિઓનું વાવેતર’, (હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ)
૨. ‘૧૧૬ વનસ્પતિઓના ઔષધી ગુણધર્મ’ અને    ૩.  ‘૯૫ વનસ્પતિઓના ઔષધી ગુણધર્મ’ (મરાઠી ભાષામાં ઉબ્લબ્ધ)

Leave a Comment