મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૩

Article also available in :

ઔષધી વનસ્‍પતિઓની સંખ્‍યા અગણિત છે. આવા સમયે કઈ વનસ્‍પતિઓ વાવવી ? એવો પ્રશ્‍ન ઉપસ્‍થિત થઈ શકે છે. સદર લેખમાં કેટલીક મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ?, આ વિશે જાણકારી આપી છે.  વાચકો આ લેખમાં આપેલી વનસ્‍પતિઓ ઉપરાંત અન્‍ય વનસ્‍પતિઓ પણ વાવી શકે છે.

હજી સુધીના લેખમાં આપણે તુલસી, અરડૂસી, ગળો, કુંવારપાઠું, કાલમેઘ અને જાઈ ઇત્‍યાદિ વિશેની જાણકારી લીધી. આજે આ લેખનો આગળનો ભાગ આપી રહ્યા છીએ.

ભાગ ૨ વાચવા માટે https://www.sanatan.org/gujarati/10718.html 

 

૧૩. પાનફૂટી (પર્ણબીજ)

પાનફૂટી (પર્ણબીજ)

૧૩ અ. મહત્વ

પથરી (કીડનીસ્‍ટોન) માટે આ સારું ઔષધ છે. ૪ જણના કુટુંબ માટે એકાદ ઝાડ હોવું જોઈએ.

૧૩ આ વાવેતર

આનું પાન માટીમાં એક ચતુર્થાંશ થી અર્ધું દાટવું. તેને કારણે તે પાનને નવા રોપો આવે છે. પાનથી નવા રોપો આવતા હોવાથી તેને પાનફૂટી અથવા પર્ણબીજ કહે છે. મોટા ભાગના લોકોને ત્‍યાં આ ઝાડ હોય છે અથવા તેના રોપ રોપવાટિકામાં વેચાતા મળે છે.

 

૧૪ ભાંગરો

ભાંગરો

૧૪ અ. મહત્વ

પેટના વિકાર, ઉધરસ, દમ, તેમજ વાળના વિકાર માટે આ રામબાણ ઔષધ છે. મહાલય પક્ષમાં (પિતૃપક્ષમાં) ભાંગરો આવશ્‍યક છે. તેથી ઘણાં લોકો ઘરે તેનું વાવેતર કરે છે. ૪ જણના કુટુંબ માટે ૮ થી ૧૦ ઝાડ હોવા જોઈએ.

૧૪ આ. વાવેતર

વરસાદ વરસ્‍યા પછી ભાંગરાના રોપ આપમેળે જ ઉગે છે. રસ્‍તાની બાજુએ, કેટલાક ઠેકાણે (શહેરમાં પણ) નાળા અથવા ગટરની પાસે ભાંગરાના રોપ જોવા મળે છે. ડાંગરની ખેતીમાં મોટા પ્રમાણમાં જોવા મળતું આ તણ છે. ચોમાસા પછી પાણી ન મળે તો આ તરણું મરી જાય છે. તેથી જ્‍યારે મળે, ત્‍યારે લાવીને આપણા ફળિયામાં તેની વાવણી કરી રાખવી. ચોમાસા પછી નિયમિત પાણી પાવું.

 

૧૫. જાસૂદ

જાસૂદ

વાળના આરોગ્‍ય માટે જાસૂદનો ઉપયોગ થાય છે. ડાળી વાવીને ઝાડ થાય છે. દેશી જાસૂદ વાવવી. ૪ જણના કુટુંબ માટે ૧ ઝાડ હોય, તો પણ થઈ રહે.

 

૧૬. પુનર્નવા (સાટોડી)

પુનર્નવા (સાટોડી)

૧૬ અ. મહત્વ

મૂત્રપિંડ બગડી જતી હોય, તો તેમના માટે આ ઔષધ સંજીવની છે. પથરી, મલાવરોધ (કબજિયાત), સોજા પર અતિશય ગુણકારી છે. ઘીનો વઘાર કરીને બનાવેલું પુનર્નવાના કુણાં પાનનું શાક વર્ષમાં એકવાર અચૂક ખાવું, એમ કહેવાય છે. તેને કારણે પેટમાંના ઝેરીલા ઘટકો બહાર ફેંકાઈ જવામાં સહાયતા થાય છે. ઘર ફરતે જગ્‍યા હોય તો વધારેમાં વધારે વાવણી કરવી.

૧૬ આ. ઓળખાણ અને વાવેતર

ચોમાસામાં આ ઝાડવા આપમેળે જ ઉગે છે. શહેરમાં પણ આ વનસ્‍પતિ નાળા અથવા રસ્‍તાની બાજુએ જોવા મળે છે. તેનું થડ લાલાશ પડતું હોય છે. પાન ઘેરા લીલા રંગનાં હોય છે. આ વનસ્‍પતિ ફેલાય છે. તેને ગુલાબી રંગનાં ફૂલો આવે છે. ચોમાસા પછી પાણી ન હોય તો ઝાડ મરી જાય છે; પણ મૂળિયું જીવિત રહે છે. ફરી ચોમાસામાં પાણી મળ્યા પછી ઝાડ લીલુછમ બને છે. તેને કારણે તેને ‘પુનર્નવા’ કહે છે. તેના ૨ થી ૪ રોપ વાવવાથી પણ વર્ષમાં તે ૧૦ થી ૧૨ ચોરસમીટર પરિસરમાં ફેલાય છે. આ વનસ્‍પતિનાં મૂળિયા ઘણે ઊંડે હોય છે. તેથી આ વનસ્‍પતિ જો જોવા મળે તો ખેંચી કાઢવાને બદલે ખોદીને કાઢવી અને પછી તેનું વાવેતર કરવું.

સંકલક

શ્રી. માધવ રામચંદ્ર પરાડકર અને વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

માર્ગદર્શક

ડૉ. દિગંબર નભુ મોકાટ, સહાયક પ્રાધ્‍યાપક, વનસ્‍પતિશાસ્‍ત્ર વિભાગ, સાવિત્રીબાઈ ફુલે પુણે વિદ્યાપીઠ, પુણે તેમજ પ્રમુખ નિર્દેંશક, ક્ષેત્રીય સહસુવિધા કેંદ્ર, પશ્‍ચિમ વિભાગ, રાષ્‍ટ્રીય ઔષધી વનસ્‍પતિ મંડળ, આયુષ મંત્રાલય, ભારત સરકાર.

 

ભાગ ૪ વાંચો ……

મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ –  ૪

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ
૧. ‘જગ્યાની ઉપલબ્ધતા અનુસાર ઔષધી વનસ્પતિઓનું વાવેતર’, (હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ)
૨. ‘૧૧૬ વનસ્પતિઓના ઔષધી ગુણધર્મ’ અને    ૩.  ‘૯૫ વનસ્પતિઓના ઔષધી ગુણધર્મ’ (મરાઠી ભાષામાં ઉબ્લબ્ધ)

Leave a Comment