ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ રહેલું તેજસ્વી નક્ષત્ર : કૃત્તિકા !

Article also available in :

કૃત્તિકા નક્ષત્રનો કારતક માસ સાથેનો સંબંધ અને કૃત્તિકા નક્ષત્રની વિશિષ્ટતાઓનું વિશ્લેષણ નીચે આપ્યું છે.

 

૧. કારતક માસનો કૃત્તિકા નક્ષત્ર સાથે રહેલો સંબંધ

ભારતીય કાળગણનામાં ચૈત્ર ઇત્યાદિ માસનાં નામો ખગોળશાસ્ત્ર પર આધારિત છે. કારતક માસમાં સૂર્યાસ્ત થયા પછી કૃત્તિકા નક્ષત્ર પૂર્વ ક્ષિતિજ પર ઉદય પામે છે; તેમજ કારતક માસમાં પૂર્ણિમાની તિથિ દરમ્યાન ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં હોય છે. કૃત્તિકા નક્ષત્રનો સંબંધ હોવાથી આ માસનું નામ ‘કાર્તિક (કારતક)’ રાખવામાં આવ્યું છે.

શ્રી. રાજ કર્વે

 

૨. કૃત્તિકા નક્ષત્રનો ભગવાન કાર્તિકેયના જન્મ સાથે રહેલો સંબંધ

બ્રહ્મપુરાણ અનુસાર એક પ્રસંગમાં અગ્નિદેવે શિવજીનું તેજ ગ્રહણ કર્યું. શિવતેજથી યુક્ત અગ્નિને જોઈને છ કૃત્તિકાઓ અગ્નિ ભણી આકર્ષિત થઈ. શિવતેજના યોગથી છ કૃત્તિકાઓ દ્વારા છ મુખો ધરાવનારા પરમતેજસ્વી બાળક ‘સ્કંદ’નો જન્મ થયો. કૃત્તિકાઓ દ્વારા જન્મ થયો હોવાથી તે ‘કાર્તિકેય’ તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે બળશાળી દૈત્ય તારકાસુરનો વધ કર્યો.

૨ અ. વિવિધનામો

કાર્તિકેય દેવોના સેનાપતિ છે અને તેમના સુબ્રહ્મણ્ય, કુમાર, મુરગન, ષડાનન ઇત્યાદિ નામો પ્રચલિત છે.

કૃત્તિકા નક્ષત્રની આકૃતિ (આકૃતિમાંના મીંડાં તારાઓનાં દર્શક છે.)

 

૩. કૃત્તિકા નક્ષત્ર સાથે સંબંધિત વિશિષ્ટતાઓ

કૃત્તિકા નક્ષત્રમા ૬ મુખ્ય તારા છે. નક્ષત્રની આકૃતિ ધારદાર અસ્ત્રા જેવી છે. આકાશમાં આ નક્ષત્ર ભણી જોવાથી ‘તેમાંથી વરાળ બહાર પડી રહી છે’, તેવું જણાય છે. કારતક માસમાં આ નક્ષત્ર સંપુર્ણ રાત્ર આકાશમાં દૃશ્યમાન હોય છે. કૃત્તિકા નક્ષત્રના દેવતા અગ્નિ છે. યજ્ઞનો હવિર્ભાગ દેવતાઓ સુધી પહોંચાડનારા અગ્નિને દેવતાઓનું મુખ માનવામાં આવે છે. પ્રાચીનકાળમાં કૃત્તિકા આદ્યનક્ષત્ર હતું; અર્થાત્ કૃત્તિકા નક્ષત્રને નક્ષત્રચક્રનો આરંભ માનવામાં આવતું. કૃત્તિકા નક્ષત્ર કાળપુરષનું માથું ગણવામાં આવતું.

 

૪. કૃત્તિકા નક્ષત્ર પર જન્મેલી વ્યક્તિમાં રહેલી વિશિષ્ટતાઓ

કૃત્તિકા  નક્ષત્રનો સ્વામી રવિ ગ્રહ છે. કૃત્તિકા પિત્ત પ્રકૃતિનું નક્ષત્ર હોવાથી આ નક્ષત્ર પર જન્મેલી વ્યક્તિ સશક્ત અને સડોળ બાંધો ધરાવતી, ઉત્તમ પચનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતી હોય છે. તેમની શારીરિક ક્ષમતા પુષ્કળ હોય છે, દષ્ટિ ભેદક હોય છે અને ત્વચા રતાશ પડતી હોય છે. કૃત્તિકા નક્ષત્રની વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ ઉત્તમ હોવાથી તેમનામાં પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવાનું બળ હોય છે. તેમનો સ્વભાવ મહત્વાકાંક્ષી, ધૈર્યવાન, આવાહન સ્વીકારનારો અને પ્રયત્નવાદી હોય છે. ઇચ્છિત કાર્યને મૂર્ત તેમજ ભવ્ય રૂપ આપવાની ક્ષમતા આ વ્યક્તિમાં હોય છે. યુદ્ધ, સૈન્ય, રાજકારણ, જાગતિક ઘટનાઓ, ઉદ્યોગ, ભૌતિક વિજ્ઞાન, રમત આ તેમના રુચિ ધરાવતા વિષયો હોય છે. તેજતત્વથી યુક્ત રહેલું આ નક્ષત્ર પરાક્રમી અને નેતૃત્વગુણોથી યુક્ત છે. રાજા, સત્તાધીશો, નેતાઓ, સેનાપતિ, વૈદ્ય, ઉદ્યોજક, તંત્રજ્ઞ, ઉપાસકો માટે આ નક્ષત્ર અનુકૂળ છે. આ નક્ષત્ર ઉચ્ચ પદ પર પહોંચાડનારું અને પ્રખ્યાત કરનારું છે.

 

૫. સામાજિક દૃષ્ટિકોણથી કૃત્તિકા નક્ષત્રની વિશિષ્ટતાઓ

કૃત્તિકા સમષ્ટિ પ્રકૃતિનું નક્ષત્ર છે. વર્તમાન કાળ અનુસાર આવશ્યક રહેલા ધર્મરક્ષણના કાર્ય માટે કૃત્તિકા નક્ષત્ર પૂરક છે. કૃત્તિકા નક્ષત્રની વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ, પ્રભાવશાળી વક્તૃત્વ, સંગઠન કુશળતા, જીદ ઇત્યાદિ ગુણો હોવાથી તેઓ વૈચારિક પ્રતિવાદ કરવો, જાહેરસભાઓમાં શ્રોતાઓને સંબોધિત કરવા, દેવતાઓનું થનારું વિડંબન રોકવું, ધર્મપ્રેમીઓનું સંગઠન કરવું, નેતૃત્વ કરવા જેવા કાર્યો ઉત્તમ રીતે કરી શકે છે.

– શ્રી. રાજ ધનંજય કર્વે, જ્યોતિષ વિશારદ, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય, ગોવા.(૧૫.૧૧.૨૦૨૦)

Leave a Comment