આપત્‍કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૨

Article also available in :

‘શાકબજાર’ આ સર્વસામાન્ય લોકોનાં આયુષ્યમાંનો એક મહત્વનો ઘટક ! મોટાભાગે સર્વ લોકો દૈનંદિન રસોઈમાં જોઈતી શાકભાજી, ફળો ઇત્યાદિ લેવા બજારમાં જાય છે. ‘બજારમાં સામાન્ય રીતે મનને ગમે તેવી તાજી શાકભાજી, રસદાર ફળો મળતાં નથી. જો મળે, તો ઘણીવાર તેમની કિંમત વધારે હોય છે’, એવો જ મોટા ભાગનાં લોકોનો અનુભવ હોય છે. આવા સમયે ‘તમે ઘરગથ્થુ ખેતી કરી શકો છો’, એવું તમને જો કોઈ કહે, તો તેના પર તમે વિશ્વાસ મૂકશો નહીં; પણ તે સંભવ છે.

પ્રતિકાત્મક છાયાચિત્ર

ઘરપૂરતી ખેતી કરવા માટે ખેતર કે ફળિયું હોવું જ જોઈએ, એવું નથી. ઘરપૂરતી ખેતી કરવા માટે જગ્યા એ કાંઈ સમસ્યા નથી. સાવ ઘરનાં ઝરોખામાં (બાલ્કનીમાં), અગાસીમાં (ટેરેસ પર) અથવા બારીમાં પણ આ રીતની ઘરગથ્થુ ખેતી કરવી સંભવ છે. આપત્કાળની પાર્શ્વભૂમિ પર આ રીતના પ્રયોગોની ઘણી આવશ્યકતા છે. ત્રિકાળજ્ઞાની સંતો અને ભવિષ્ય ભાખનારાઓએ કહ્યા પ્રમાણે આપત્કાળનો આરંભ થઈ ચૂક્યો છે અને આગળના ૫-૬ વર્ષો મહાભયંકર એવા આપત્કાળનો સામનો કરવો પડશે. આ સમયે હમણાની જેમ બજારમાં શાકભાજી મળી શકશે કે કેમ, ત્યાં પહોંચી શકાશે ખરું, તે કાંઈ કહેવાય નહીં. હવે કોરોનાના કાળમાં જ શાકભાજી મળવા બાબતે કેટલી અડચણો નિર્માણ થઈ, વસ્તુઓની કિંમતો કેટલી વધી ગઈ, આ બાબત અનેક જણે અનુભવી છે.

આવા સમયે આપણા ઘરમાં જ ઘરપૂરતી શાકભાજી, ફળો ઉગાડી શકાતા હોય, તો તે માટે આપણે પ્રયત્ન શા માટે ન કરવા ? એમ કરવાથી ઘરની પૌષ્ટિક શાકભાજી પણ મળશે, તેમજ પૈસો અને શ્રમ પણ બચી જશે. વર્તમાનમાં સેંદ્રિય અથવા નૈસર્ગિક ખેતી અંતર્ગત અગાસી પરની ખેતી (ટેરેસ ગાર્ડનિંગ) આ નવી સંકલ્પનાનો ઉદય થઈ રહ્યો છે. આ વિશેનો કેટલોક ભાગ આપણે ભાગ ૧ માં જોયો. આ લેખમાં આપણે આગળની માહિતી સમજી લઈશું.

આ લેખનો પહેલો ભાગ વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો :

આપત્‍કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૧

ઉ. ખાતર

આવા કૂંડામાંના રોપોને મહિનામાં ઓછામાં ઓછું એકવાર ખાતર આપવું. અળસિયા-ખાતર, છાણનું ખાતર, જીવામૃત અથવા ઘરગથ્‍થુ રસોઈના કચરામાંથી (શાકભાજીના ડીંટિયાં, ફળની છાલ, ડુંગળી, તેમજ લસણના ફોતરાં ઇત્‍યાદિ કચરામાંથી) તૈયાર કરેલું કંપોસ્‍ટ આપણે ખાતર તરીકે આપી શકીએ. તે સિવાય અઠવાડિયામાં એકવાર ૧૦-૨૦ મિ.લી. ગોમૂત્ર પાણીમાં ભેળવીને તે પાણી ઝાડવા પર છાંટી શકાય છે. જો આપણે ત્‍યાં ગાયો હોય, તો જીવામૃત (એક પ્રકારનું નૈસર્ગિક દ્રવ ખાતર. પાણીમાં છાણખાતર, ગોમૂત્ર, ગોળ અથવા તુવેરની દાળ, ચણાની દાળ, મગ, ચોળા ઇત્‍યાદિ દ્વિદળ અનાજનો લોટ ઇત્‍યાદિ પદાર્થો ભેળવીને તે સિદ્ધ કરવામાં આવે છે, જેને કારણે રોપોની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે, તેમજ માટીની ગુણવત્તા સુધરે છે.) આ પણ એક ઉત્તમ પ્રકારનું ખાતર ઘરમાં જ બનાવી શકાય છે.

૧. જીવામૃત બનાવવાની પદ્ધતિ

ગોમૂત્ર, છાણ, ગોળ અને કઠોળના લોટમાંથી જીવામૃત બનાવવામાં આવે છે. સામાન્‍ય રીતે ૨૦૦ લિટર પાણીમાં ૧૦ લિટર ગોમૂત્ર, ૧૦ કિલો છાણ, ૧ કિલો ગોળ (પીળો અથવા કાળો) અને ૧ કિલો કઠોળનો લોટ (તુવેરની દાળ, ચણાની દાળ, મગ, ચોળા ઇત્‍યાદિ દ્વિદળ અનાજનો લોટ) નાખીને તેનું મિશ્રણ કરવું અને ૮ દિવસ રાખી મૂકવું. આ મિશ્રણ પ્રતિદિન સવાર-સાંજ લાકડીથી થોડું હલાવવું. જો આપણને ઓછા પ્રમાણમાં જીવામૃત જોઈતું હોય, તો ઉપર આપેલા પ્રમાણ અનુસાર સંબંધિત ઘટકો ઓછા લઈને બનાવી શકાય છે. ૮ દિવસોમાં આ મિશ્રણમાં ઝાડવાઓને પોષક રહેલા જીવાણુઓ પુષ્‍કળ પ્રમાણમાં મળી આવશે. જીવામૃત ખાતરને કારણે ઝાડને સારા પ્રમાણમાં પોષકદ્રવ્‍યો મળે છે.

ઝાડ પર કીડા અથવા રોગ લાગે, તો તેના પર કડવા લીમડાનો અથવા તંબાકુ, લસણ-મરચાંનો અર્ક કીટકનાશક તરીકે છાંટી શકાય છે. પ્રત્‍યેક સમયે એકજ પ્રકારનો અર્ક વાપરવાને બદલે આ અર્ક અદલા-બદલી કરીને ઉપયોગમાં લેવો.

 

ઊ. માટીવિહોણું કૂંડું

કૂંડામાં શાકભાજી વાવવા માટે યોગ્‍ય પ્રમાણમાં ભેજ, હરતી-ફરતી હવા, યોગ્‍ય પ્રમાણમાં પાણીની નિકાસ અને મૂળિયાની સહજતાથી વૃદ્ધિ થવી આવશ્‍યક હોય છે. જ્‍યારે ભૂમિ પર રોપ લગાડવામાં આવે છે, ત્‍યારે રોપોને પાયેલું વધારાનું પાણી ભૂમિમાં ઊંડે સુધી શોષાઈ જાય છે; પરંતુ અગાસીમાં બાગકામ કરતી વેળાએ જો આપણે કૂંડામાં માટી નાખીએ, તો કૂંડાને ભલે ગમે તેટલાં કાણાં હોય, તો પણ માટી પાણીને ઝાલી રાખે છે. તેથી હવા હરતી-ફરતી રહેવામાં અડચણ આવી શકે છે અને તેનું પરિણામ રોપોની વૃદ્ધિ પર થાય છે. આ ટાળવા માટે અગાસીમાં બાગકામ કરતી વેળાએ બને ત્‍યાં સુધી માટીનો ઓછો ઉપયોગ કરીને ભીના અને સૂકા કચરાનું માધ્‍યમ વાપરવામાં આવે છે. ગત કેટલાક વર્ષોથી માટીવિહોણું (અથવા સાવ ઓછા પ્રમાણમાં માટીનો ઉપયોગ કરીને) બાગકામ આ સંકલ્‍પના લોકપ્રિય બની રહી છે.

૧. માટીવિહોણું બાગકામ કરતી વેળાએ કૂંડા ભરવા માટે આવશ્‍યક ઘટક

સૂકો કચરો, (ઉદા. હાથથી સારીરીતે ર્જીણ-શીર્ણ કરી લીધેલા નારિયેળના છોતરાં, ડાંગરના ફોતરાં, રસવંતીગૃહમાંથી મળનારા પીલાયેલા શેરડીના સાઠાં, સૂકાયેલા પાન-ઝાંખરાં-ડાંખળાં, રેતી, ઇંટના ઝીણા કટકા), ભીનો કચરો (સારી રીતે કોહવાયેલું કંપોસ્‍ટ ખાતર/અળસિયા ખાતર, લીંબોણીનું તેલ કાઢીને રહેલો કૂચો, બાયો-કલ્‍ચર, રસોડાનો કચરો), ‘કલ્‍ચર’ (ખાતર બનાવવાની પ્રક્રિયા વેગવાન બનાવનારા ઘટકો, જેમ દહીં બનાવવા માટે મેળવણ નાખીએ, તે પ્રમાણે ખાતર બનાવવા માટે ‘કલ્‍ચર’ નાખીએ કે, ખાતર વહેલું તૈયાર થાય છે.)

પ્રતિકાત્મક છાયાચિત્ર

૨. કૂંડું ભરવાની પદ્ધતિ

કમ્પોઝ કરવા માટે ભીનો કચરો ૩૦ ટકા અને સૂકો કચરો ૭૦ ટકા આ રીતે લેવો. ભીના કચરામાં (લીલા શાકભાજીના ડીંટિયાં, ખરાબ થયેલાં પાન, ફળની છાલ, બીજ, ચાનો કૂચો (નિચોવણ), ફૂગ લાગેલું અથવા સડી ગયેલું અનાજ ઇત્‍યાદિ) શાકબકાલાના ડીંટિયાં, વાસી રસોઈ, ફળોનો ખરાબ થયેલો ભાગ આ રીતે લઈ શકાય છે. તેલ-ઘીવાળા અથવા મસાલાયુક્ત વાસી પદાર્થો ભીના કચરામાં ન લેવા. તે જો લેવા હોય, તો તે પદાર્થો ચાળણીમાં લેવા. તે પાણીથી બરાબર ધોવા; જેથી તેમાંનું તેલ, મરચું-મીઠું-મસાલો ઇત્‍યાદિ નીકળી જશે. પછી તે પદાર્થો આપણે ભીના કચરા તરીકે લઈ શકીએ છીએ. સૂકા કચરામાં વૃક્ષોના પાન-ડાંખળાં, ઘાસની સળીઓ, સૂકાઈ ગયેલા પાન લઈ શકાય છે. કૂંડામાં સૌથી નીચે પાન-ડાંખળાં નાખવા. પાન-ડાંખળાંને બદલે નારિયેળના છોતરાં સારી રીતે પીંજીને તેનો પણ થર આપી શકાય છે. તેના પર થોડું ‘કલ્‍ચર’ નાખવું. દૂધનું દહીં બનાવવા માટે જેવી રીતે મેળવણ નાખવું પડે છે, તેવી રીતે કચરાનું ખાતર બનાવવા માટે ‘કલ્‍ચર’ નાખવું પડે છે. દેશી ગાયનું તાજું છાણ આ એક ઉત્તમ ‘કલ્‍ચર’ છે.

‘કલ્‍ચર’ પાણીમાં ભેળવીને વાપરવું. બજારમાં વિવિધ પ્રકારના ‘કલ્‍ચર’ ઉપલબ્‍ધ ભલે હોય, તો પણ દેશી ગાયનું છાણ અથવા ખાટી છાસ, દહીં, ગોળપાણી આ નૈસર્ગિક પદાર્થો ‘કલ્‍ચર’ તરીકે વાપરી શકાય છે. ‘કલ્‍ચર’ નાખ્‍યા પછી તેના પર ભીનો કચરો નાખવો. ભીનો કચરો નાખતી વેળાએ તે ઝીણો કરીને નાખવો. તેને કારણે કચરો કોહવાની પ્રક્રિયા વેગથી થાય છે. તેના પર સૂકો કચરો નાખવો. ત્‍યાર પછી ફરીવાર ‘કલ્‍ચર’ નાખવું. આ રીતે સૂકો કચરો-‘કલ્‍ચર’-ભીનો કચરો આમ એક પછી એક નાખીને કૂંડું ભરાય ત્‍યાં સુધી નાખવું. કૂંડાના ઉપરના ભાગથી ૨ ઇંચ જગ્‍યા છોડી દેવી. ત્‍યાર પછી કૂંડું સૂતરાઉ કપડાથી ઢાંકી દેવું. પ્રત્‍યેક ત્રણ દિવસો પછી કચરો થોડો ઉપર-નીચે કરવો. અઠવાડિયે એક-બે વાર તેમાં ‘કલ્‍ચર’ અને ઇયળો ન થાય, તે માટે કડવા લીમડાના પાન નાખવા. તે ઉપલબ્‍ધ ન હોય, તો લીંબોણીનું તેલ પીલાઈ જાય પછી રહેલો કૂચો નાખવો. કંપોસ્‍ટ બનાવતી વેળાએ જો ઇયળો થાય; તો તેમાં થોડો સૂકા પાન-ડાંળખાં નાખવા.

કૂંડામાં જો માટી નાખવી જ હોય, તો સૌથી નીચે નારિયેળના છોતરાંનો થર આપ્‍યા પછી માટીનો થર આપવો; પછી માટીનો ઉપયોગ કરવો નહીં. કચરાથી ખાતર બનાવતી વેળાએ કચરો કોહવાવો જોઈએ, સડવો જોઈએ નહીં, આ વાત ધ્‍યાનમાં લેવી. (કોહવાવું આ નૈસર્ગિક પ્રક્રિયા છે, જ્‍યારે સડવું આ અનૈસર્ગિક ક્રિયા છે. કોહવાવું આ સારા સૂક્ષ્મજીવોનું, જ્‍યારે સડવું આ અનિષ્‍ટ સૂક્ષ્મજીવોનું કાર્ય છે. ઑક્સિજન જો ઉપલબ્‍ધ હોય, તો જ કોહવાની પ્રક્રિયા થાય છે અને જો ઑક્સિજન ઉપલબ્‍ધ ન હોય, તો સડવાની પ્રક્રિયા થાય છે. કોહવાની તેટલી દુર્ગંધ આવતી નથી, પણ સડવાની આવે છે.) આ પ્રક્રિયામાં આપણે ‘નેશનલ સેંટર ફોર ઓર્ગેનિક ફાર્મિંગ’ના ‘વેસ્‍ટ ડિકંપોઝર’ નો પણ ઉપયોગ કરી શકીએ. તેને કારણે કોહવાની પ્રક્રિયાને વેગ આવે છે. જો કંપોસ્ટિંગની વાસ આવતી હોય, તો અર્ધી ચમચી હળદર અથવા અર્ધી ચમચી હિંગ પાણીમાં ભેળવીને તે પાણી થોડું નાખી શકાય છે.

આ રીતે સામાન્‍ય રીતે ૨-૩ મહિનામાં સારા પ્રકારનું કમ્પોઝ ખાતર તૈયાર થાય છે. તે ૨-૩ કલાક તડકામાં સૂકવીને ચાળી લેવું. કંપોસ્‍ટ તૈયાર થયા પછી તેને ભીની માટીની જેમ સારી સુગંધ આવે છે. તેમાં આપણે રોપો લગાડી શકીએ અથવા બીજ વાવી શકાય છે. આ કંપોસ્‍ટનો ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે. તેને કારણે જુદું ખાતર નાખવાની આવશ્‍યકતા રહેતી નથી. આ પદ્ધતિમાં કૂંડામાં નાખેલા ભીના કચરાને કોઈપણ દુર્ગંધ આવતી ન હોવાથી, ભીના કચરાને કારણે પ્રદૂષણમાં થનારો ઉમેરો ટાળી શકાય છે અને પર્યાવરણના સમતોલમાં નાનો સહભાગ બને છે. કૂંડામાં નાખેલો ભીનો કચરો પાણી ઝાડમાં શોષી રાખતું હોવાથી પાણી ઓછું લાગે છે.

 

એ. બીજ દ્વારા રોપનિર્મિતિ

કૂંડું તૈયાર થયા પછી તેમાં રોપો લગાડવા અથવા બીજ રોપવા. બીજ જો એકદમ ઝીણા હોય, તો ૨ ચપટી બીજ લઈને તે સમાંતર અંતર પર પડે, એ પદ્ધતિથી નાખવા. ત્‍યાર પછી તેના પર માટીનો થર આપવો. બીજની જાડાઈની ત્રણગણી જાડાઈનો  માટીનો થર નાખવો. ત્‍યાર પછી હાથમાં થોડું પાણી લઈને તે છાંટવું. આપણે સીધા જ કૂંડામાં બીજ વાવી શકીએ અથવા ‘ટ્રે’માં વાવીને પછી તેનું કૂંડામાં પુનર્રોપણ કરી શકીએ. બીજ જો ‘ટ્રે’માં વાવીએ, તો તેને ૫-૬ પાન આવે કે, તેનું કૂંડામાં પુનર્રોપણ કરવું. પુનર્રોપણ કરતી વેળાએ બને ત્‍યાં સુધી છાંયામાં કરવું. તડકાનો સીધો સંપર્ક ટાળવો; કારણકે તડકાને કારણે મૂળિયા શુષ્‍ક થઈને મરી જઈ શકે છે. પુનર્રોપણ કરતી વેળાએ રોપ માટી સાથે ખેંચી કાઢીને અન્‍ય કૂંડામાં રોપવું. જેમના સીધા જ રોપો વાવવા શક્ય નથી, એવા રોપોની ‘કટિંગ્‍સ’ પણ (નવા રોપ ઉગવા માટે ઝાડની ડાળીને વિશિષ્‍ટ રીતે કાપીને કરેલો રોપ. ગુલાબ, જાસૂદનો છોડ અથવા મસાલાના ઝાડ બીજથી ઉગાડી શકાય નહીં, તે માટે ઝાડની ડાળીઓને વિશિષ્‍ટ રીતે કાપવામાં આવે છે. તે ભૂમિમાં વાવ્‍યા પછી નવા રોપ ઉગે છે.) આપણે વાવી શકીએ.

૧. પારંપારિક બિયારણનું મહત્વ

વર્તમાનમાં બજારમાં અનેક પ્રકારના બિયારણ ઉપલબ્‍ધ છે; પણ તેને બદલે પારંપારિક બિયારણ પર ભાર મૂકવો. જનુકીય તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને બનાવેલા સંકરિત (હાયબ્રીડ)  બિયારણને કારણે વધુ ઉત્‍પન્‍ન મળે છે, એમ ભલે લાગતું હોય, તેમ છતાં આ સંકરિત બિયારણો નિસર્ગને અનુકૂળ નથી, આ વાત ધ્‍યાનમાં લેવી. સંકરિત બિયારણો પારંપારિક ભારતીય ખેતી પરાવલંબી કરવાનું એક ષડ્‌યંત્ર છે. પારંપારિક બિયારણોમાં સ્‍થાનિક વાતાવરણમાં ટકી રહેવા માટે મૂળમાં જ નિસર્ગદત્ત જનુકો હોય છે. પારંપારિક બિયારણો વધારે કસદાર અને પોષક હોય છે. આ પારંપારિક બિયારણો આપણા વિસ્‍તારના સ્‍થાનિક ખેડૂતો પાસે ઉપલબ્‍ધ થઈ શકે છે. ‘બીજ જો શુદ્ધ હોય, તો તેનાં ફળ રસદાર હોય છે’, આ કહેવત પ્રમાણે જો બીજ શુદ્ધ, તો રોપો રોગમુક્ત અને ખીલેલા થાય છે, આ અનુભવ છે.

 

ઐ. સૂર્યપ્રકાશ

પ્રતિકાત્મક છાયાચિત્ર

શાકભાજી વાવતી વેળાએ હવામાનમાં થોડી ઉષ્‍ણતા હોવી જોઈએ. સૂર્યપ્રકાશ મળે, તો ઝાડવા સારી રીતે વધે છે. એમ ભલે હોય, તો પણ જો સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં ન હોય, તો ઝાડવા વધશે જ નહીં, એમ નથી. ખાસ કરીને શહેરમાં અગાસીએ અથવા બારીમાં બાગકામ કરવાનું હોય, તો સૂર્યપ્રકાશની ઉપલબ્‍ધતાની અડચણ હોઈ શકે. આવા સમયે શાકભાજી ઉગાડી શકાય; પણ તે પૂરતા સૂર્યપ્રકાશમાં ઉગનારા શાક કરતાં થોડી ઓછી કસદાર હશે. સૂર્યપ્રકાશ ન હોય, તો ઝાડના પાનનો આકાર વધે છે, આ નિસર્ગ નિયમ છે. ઓછો સૂર્યપ્રકાશ હોય, તો પણ અળવી, મરી, નગોરના પાનની વેલ, અબોલી (ફૂલઝાડ) જેવા રોપો વધી શકે છે.

 

ઓ. પાણી

પ્રતિકાત્મક છાયાચિત્ર

વધારે પાણી પાવાથી રોપો મરી જાય છે. ઘણાં લોકોને ઘરમાંના કૂંડામાંના રોપોને પાણી પાતી વેળાએ તે મગ લઈને વધારે રેડવાની ટેવ હોય છે; પણ એટલું પાણી રેડવાની આવશ્‍યકતા હોતી નથી. ખોબામાં પાણી લઈને તે આપણે છાંટી શકીએ છીએ. પાણી પાયા પછી બીજા દિવસે પાનની ટોચ થોડી કરમાયેલી દેખાય, તો આપણે પાયેલું પાણી યોગ્‍ય છે, એમ સમજવું. એક કૂંડામાં સામાન્‍ય રીતે અર્ધો પવાલો પાણી પૂરતું હોય છે. તેમ છતાં પણ આપણે નિરીક્ષણ કરીને આ પ્રમાણ ઓછું-વત્તું કરી શકીએ. પાણી કેટલું પાવું, તે હવામાન પર પણ આધારિત હોય છે. સખત તાપ હોય, તો પાણી થોડું વધારે લાગતું હોય છે. રોપ જો નાનો હોય, તો આપણે નાના બાળકને આપીએ, તે પ્રમાણે થોડું પાણી પર્યાપ્‍ત છે; પણ છોડ મોટો હોય, તો વધારે પાણી જોઈએ છે. આપણે જેટલું ઝાડ સાથે વાતો કરીશું, તેમનું નિરીક્ષણ કરીશું તેટલો અંદાજ યોગ્‍ય પદ્ધતિથી આવશે. કૂંડામાં ઝાડને પાયેલું પાણી જો વધારે થતું હોય, તો કૂંડામાં થોડા નારિયેળના છોતરાં, સૂકા પાન ઇત્‍યાદિ નાખવા. સવારે ઝાડને પાણી પાવું. સાંજે મોડેથી ઝાડને પાણી પાવાનું ટાળવું. ઝાડના પાન પર પાણી રેડવાનું ટાળવું. જો ઝાડના પાન પર પાણી છાંટવું હોય, તો પાન પરનું પાણી સાંજ સુધી સૂકાઈ જાય, એ રીતે છાંટવું. ઉનાળામાં દિવસમાંથી બે વાર ઠંડું પાણી ઝાડને પાવું. વરસાદ પડતો હોય અથવા વરસાદ વરસી ગયા પછી બીજા દિવસે ઝાડવાઓને પાણી પાવું નહીં.

 

ઔ. સમતોલ આહાર

પાણીની સાથે જ ઝાડવાને આહાર પણ સમતોલ હોવો આવશ્‍યક છે. વધારે ખાતર નાખવાથી ઝાડ ઘણું વધશે, એમ નથી. ઝાડને તેમની આવશ્‍યકતા પ્રમાણે સમતોલ પ્રમાણમાં ખાતર આપવું. સામાન્‍ય રીતે જીવામૃત અથવા સેંદ્રિય ખાતરના માધ્‍યમ દ્વારા ઝાડવાને આવશ્‍યક ઘટકો આવશ્‍યક તે પ્રમાણમાં મળતા હોય છે. ખાતર કેટલું નાખવું અથવા ક્યારે નાખવું, આ વાત અભ્‍યાસ કરીને નક્કી કરી શકાય છે અથવા તેના વિશે તજ્‌જ્ઞોનું માર્ગદર્શન લઈ શકાય છે.

 

અં. લાભ

આ રીતે ઘરગથ્‍થુ ખેતી અથવા બાગકામ કરવાથી ઘરગથ્‍થુ ઉપયોગ માટે આવશ્‍યક રહેલી ઓછામાં ઓછી ૫૦ ટકા શાકભાજી વાવી શકાય છે. જગ્‍યાની ઉપલબ્‍ધતા અનુસાર કુટુંબના શાકભાજીની સંપૂર્ણ આવશ્‍યકતા પણ પૂર્ણ કરી શકાય છે. આ રીતે ઉગાડેલી શાકભાજી પૂર્ણ રીતે ઝેરમુક્ત અને કસદાર હોય છે. આપણા હાથે ઉગાડેલું શાક બનાવીને ખાવામાં એક પ્રકારનો આનંદ અને પોતાપણું પણ હોય છે. તે સિવાય આપણા ઘરના કચરાની ઘરે જ યોગ્‍ય વ્‍યવસ્‍થા થતી હોવાથી પર્યાવરણનું રક્ષણ પણ થાય છે.

 

ક. અન્‍ય મહત્વપૂર્ણ સૂત્રો

કૂંડા નીચે મૂકવાની રકાબી

ઘરગથ્‍થુ ખેતી કરતી વેળાએ બને ત્‍યાં સુધી હંગામી (મોસમી) શાકભાજી ઉગાડવા. આપણે રોપેલા સર્વ ઝાડ જીવશે જ; એમ નથી. તેમાંના કેટલાક ઝાડને કીડા લાગી શકે છે; પણ આ બાબત નૈસર્ગિક છે. જેવા કીડા લાગે છે, તેવા જ કીડા ખાનારા જીવાણુ અથવા પક્ષી પણ આવે છે અને નિસર્ગચક્ર ચાલુ રહે છે. જે રોપોના મૂળિયા ઊંડા નથી, એવા રોપો બને ત્‍યાં સુધી અગાસીના બાગકામ માટે પસંદ કરવા. સૌ પ્રથમ શાનું વાવેતર કરવું છે, તે નક્કી કરવું. જો મકાનની અથવા ઘરની અગાસી મોટા વૃક્ષોનું વજન ઊંચકી શકતી હોય, તો મોટા વૃક્ષો (સરગવો, તૂવેર, આંબો, આમળાં ઇત્‍યાદિ) પણ વાવી શકાય છે. જો ટેરેસ પર માટી નાખીને પછી રોપો વાવવાના હોવ, તો ગળતી રોકવા માટે ટેરેસ ‘વોટરપ્રૂફ’ કરવું. જો આપણે ‘વોટરપ્રૂફ’ કરી શકતા ન હોઈએ, તો તેને બદલે તાડપત્રીનો ઉપયોગ કરી શકાય છે અથવા કૂંડાની નીચે મૂકવા માટે બજારમાં રકાબી મળે છે, તેનો પણ ઉપયોગ કરી શકાય છે. અગાસીમાં કૂંડાં મૂકીને તેમાં બાગકામ કરી શકાય છે. અગાસીવાટિકાના કામનો આરંભ જો કરવો હોય, તો બને ત્‍યાં સુધી વરસાદ પહેલાં અને સખત તાપ સમાપ્‍ત થયા પછી કરવો. ટેરેસ પર પુષ્‍કળ તડકો આવતો હોય, તો ‘ગાર્ડન નેટ’ અથવા મચ્‍છરદાનીનો ઉપયોગ કરીને પણ ઝાડવાને છાંયો આપી શકાય છે. પાણી પાવા માટે અગાસીમાં પાણીની સગવડ હોવી આવશ્‍યક છે. આપણે આરંભમાં જો પ્રતિદિન ૧ કલાક બાગકામ માટે આપીએ, તો આપણે ઘરબેઠાં સારી રીતે શાકભાજી મેળવી શકીએ.

 – સંકલન : સૌ. ગૌરી નીલેશ કુલકર્ણી, સનાતન આશ્રમ, ગોવા.

અગાસીવાટિકા કેવી રીતે કરવી આ વિશે વધારે વિગતવાર જાણકારી મેળવવા માટે યુ-ટ્યૂબ પરના નીચે જણાવેલા ચૂનંદા લિંક પર વિડિઓ જુઓ.

http://www.youtube.com/watch?v=RSkpz4rEIKQ

http://www.youtube.com/watch?v=sxBvqvjFwrl

http://www.youtube.com/watch?v=p7v3CiQ3XIE

સાધકો, વાચકો અને હિતચિંતકોને વિનંતિ !

આ લેખમાં કહેવા પ્રમાણે કેટલાક જણ અગાસીવાટિકા તૈયાર કરી રહ્યા હોય, તો સહુકોઈને ઉપયોગી નિવડે, એવા અનુભવો દ્વારા શીખવા મળેલાં સૂત્રો જણાવશો. તેમજ અહીં આપેલી અગાસીવાટિકાની જાણકારી સહજ રીતે થઈ શકે એવી છે; પરંતુ સાવ ઓછી જગ્‍યામાં વધારે ઉત્‍પન્‍ન લઈ શકાય તેવી ‘હાયડ્રોપોનિક્સ’ જેવી કેટલીક પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય છે. આવી અન્‍ય કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરીને બાગ બનાવવાના પ્રયોગ જો કર્યા હોય તો તે પદ્ધતિઓની જાણકારી અને અનુભવ નીચે જણાવેલા સરનામા પર મોકલાવશો, જેથી તે દૈનિક ‘સનાતન પ્રભાત’માં પ્રસિદ્ધ કરી શકાશે.

સૌ. ભાગ્‍યશ્રી સાવંત, દ્વારા ‘સનાતન આશ્રમ’, ૨૪/બી, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા પિન – ૪૦૩૪૦૧
ભ્રમણભાષ ક્ર. ૭૦૫૮૮૮૫૬૧૦
સંગણકીય સરનામું : [email protected]

Leave a Comment