નવરાત્રોત્સવ દરમ્યાન થનારા અનાચાર રોકો !

આજકાલ નવરાત્રોત્સવને દયનીય સ્વરૂપ પ્રાપ્ત થયું છે. આ સ્વરૂપ દ્વારા નિર્માણ થયેલી હાનિ ન રોકવી અર્થાત્ તે હાનિ દ્વારા નિર્મિત પાપમાં સહભાગી થવું. ધર્મવિષયક કૃતિ કરવાનો અર્થ છે ધર્મપાલન કરવું તેમજ ધર્મજાગૃતિ માટે પ્રયાસ કરવો. સાર્વજનિક ઉત્સવોમાં થનારા અનાચાર રોકવા વર્તમાન સમયમાં આવશ્યક એવું ધર્મપાલનજછે.                                                                                                                                                                                                                             

 

 હિંદુઓ, નવરાત્રોત્સવની પવિત્રતા જાળવજો !

મહિષાસુરનો નાશ કરવા માટે અવતાર લેનારી શ્રી દેવીનો ઉત્સવ જ નવરાત્રિ છે  ! આ  ઉત્સવમાં હિંદુઓને દેવીતત્વનો લા થાય છે; પણ વર્તમાનમાં નવરાત્રોત્સવને જે વિકૃત સ્વરૂપ મળી રહ્યું છે, તેને કારણે દેવીતત્વનો લાભ મળવાનું તો એક બાજુ પર રહ્યું; પરંતુ તેની પવિત્રતા પણ ઘટી ગઈ છે. ઉત્સવમાં થતાં ગેરપ્રકારો રોકીને તેની પવિત્રતા જાળવી રાખવી એ કાળ અનુસાર આવશ્યક ધર્મપાલન છે !

 

ગરબાની પવિત્રતા જાળવજો !

ગરબો એટલે ભગવાનની સામૂહિક નૃત્યોપાસના છે; એટલા માટે –

૧. ચિત્રપટ ગીત,  રિમિક્સ  ગીતો અથવા પશ્ચિમી સંગીત મૂકવાને બદલે દેવીના ગરબાના તાલ પર ગરબા લેવા  !

૨. અશ્લીલ હાવભાવ કરીને  ડિસ્કો-ડાંડિયા  કરવાને બદલે પારંપારિક રિવાજ પ્રમાણે  ડાંડિયા  રમવા  !

૩. સ્ત્રી-પુરુષોએ ઉત્તેજક પહેરવેશ અને એકત્રિત નૃત્ય ન કરવું  !

ગરબામાં થતા ગેરપ્રકાર રોકવા, એ ધર્મપાલન જ છે !

 

નવરાત્રોત્સવ મંડળોને આવાહન

ઉત્સવોનો મુખ્ય ઉદ્દેશ છે જનતાની ધાર્મિક વૃત્તિને આવાહન કરીને તેનું પોષણ કરવું; પણ આજના ઉત્સવનું સ્વરૂપ ભોગવાદી અને વેપારી વૃત્તિઓને ઉત્તેજિત કરનારું બની ગયું છે. ઉત્સવોને મળેલા આ સ્વરૂપમાં પરિવર્તન લાવવા માટે નીચે જણાવ્યા અનુસાર કૃતિ કરી શકો છો.

૧. પૂજાસ્થાન અને ઉત્સવ મંડપમાં શિસ્ત અને પવિત્રતા જાળવવી જોઈએ.

૨. સાર્વજનિકરૂપથી ઊજવવામાં આવતા ઉત્સવનું બહાનું કરીને સમાજ મોટાપાયે એકત્ર આવે છે. આ બાબત ધ્યાનમાં રાખીને રાષ્ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ પર આધારિત કાર્યક્રમોનું આયોજન કરી શકીએ છીએ.

૩. જમા થનારી નિધિનો ઉપયોગ અધ્યાત્મપ્રસાર, ધાર્મિક અને સામાજિક કાર્યો માટે કરો. આ ફાળા દ્વારા આવશ્યકતા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાયતા કરવી, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને અપંગોની સહાયતા કરવી, વાચનાલય બનાવવું ઇત્યાદિ લોકહિતાર્થ યોજનાઓ અમલમાં મૂકો.

૪. ગરબાની પવિત્રતા જાળવો ! આજે ગરબા (સામૂહિક નૃત્યોપાસના)નું સ્વરૂપ ભ્ર ભ્રષ્ટ થઈ ગયું છે. અશ્લીલ ગીતો, ઉત્તેજક પહેરવેશ અને વિજ્ઞાપનો જેવા વિષયોને કારણે પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધી ગયો છે. ગરબો માતૃશક્તિનું તેમજ  દાંડિયા માં રહેલા દાંડિયા, દેવીનાં હાથનું ખડ્ગનું પ્રતીક છે. પહેલાં સદર નૃત્યમાં કેવળ દેવી, કૃષ્ણલીલા અને સંતોના ગીતો જ ગાવામાં આવતા હતા.

૫. મૂર્તિનું વિસર્જન ઊંડા પાણીમાં કરવું ! વિસર્જન કરતી વેળાએ કેટલાક સ્થાનો પર પાણીનું ઊંડાણ વધારે હોય અથવા મૂર્તિ વિશાળ હોય, તો મૂર્તિને પાણીમાં ફેંકવામાં આવે છે. એમ કરવું એટલે દેવતાનું અપમાન જ છે. જે મૂર્તિની આપણે વિધિવત્ પૂજા કરીએ છીએ, તેનું વિસર્જન પણ તેટલી જ યોગ્ય પદ્ધતિથી થવું આવશ્યક છે. મૂર્તિ એટલે કાંઈ રમકડું નથી, કે જેની આવશ્યકતા ન હોવા પર અથવા જૂનું થવા પર તેને ફેંકી દેવાય.

 

નવરાત્રોત્સવમાં આ ન હોવું જોઈએ !

 • બળજબરાઈથી પૈસો ઉઘરાવવો
 • પ્લાસ્ટર ઓફ પેરિસની વિશાળ મૂર્તિ
 • કૃત્રિમ અને વિદ્યુત રોશનાઈ, ભવ્ય મંડપ
 • મંડપમાં જુગાર, મદ્યપાન અને અભિરુચિ વગરના ગીત
 • ફટાકડા અને ચિત્રપટ ગીતોને કારણે ધ્વનિ અને વાયુપ્રદૂષણ
 • સરઘસમાં અશ્લીલ નૃત્ય અને ગુલાલનો અતિરેક

 

નવરાત્રોત્સવમાં આ હોવું જોઈએ !

 • ઐચ્છિક રીતે પૈસો ઉઘરાવવો
 • શાડુમાટીની, નૈસર્ગિક રંગોમાં રંગાવેલી નાની મૂર્તિ
 • નૈસર્ગિક સુશોન, નાનો માંડવો અને દીપહરોળ
 • મંડપમાં શિસ્ત અને પવિત્રતા, જન અને ક્તિગીત
 • આરતી અને નામજપથી વાતાવરણમાં સાત્વિકતા
 • જયઘોષ અને નામજપ સહિત શિસ્તપૂર્ણ સરઘસ

 

જાગૃત નાગરિકોને નિવેદન !

આપના વિસ્તારમાં અથવા પરિચિત સાર્વજનિક ઉત્સવ મંડળોમાં જો અનાચાર થઈ રહ્યા હોય, તો તેનો વિરોધ ન કરવો એટલે  મૂક સંમતિ આપવા જેવું જ છે. ધર્મની દષ્ટિએ ધર્મદ્રોહી કૃતિઓ કરનારો તેમજ તેને મૂક સંમતિ આપનારો, બન્ને સરખાં અપરાધી છે. સમાજનું અવિભાજ્ય અંગ હોવાના સંબંધે આપણે અનાચાર રોકવા માટે કૃતિ કરવી જોઈએ !

ભારતીય સંસ્કૃતિ પર પ્રહારનો અર્થ છે રાષ્ટ્રીયત્વની હાનિ. દેવી-દેવતા તેમજ ધર્મ પર થઈ રહેલો અનાદર રોકવા માટે સનાતનના અભિયાનમાં તમે પણ સહભાગી થઈને ધર્મરક્ષણ માટે કટિબદ્ધ થઈને દેવતાઓની કૃપા સંપાદન કરો.

Leave a Comment