’સાત્ત્વિક સ્તોત્ર, આરતી, શ્લોક અને નામજપનો સંગ્રહ રહેલા ‘સનાતન ચૈતન્યવાણીપ લોકાર્પણ !

સનાતન સંસ્થાના સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળના
હસ્તે સાત્ત્વિક સ્તોત્ર,આરતી, શ્લોક અને નામજપનો સંગ્રહ રહેલા ‘સનાતન ચૈતન્યવાણી’ ઍપ લોકાર્પણ !

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

વર્તમાનના ધાંધલધમાલના જીવનમાં અને ચાલુ રહેલા સંકટકાળમાં અનેકોનું આકર્ષણ સનાતન ધર્મ ભણી વૃધિંગત થતું દેખાઈ પડે છે. ધર્મ અને અધ્યાત્મ ભણી સમાજ જિજ્ઞાસાપૂર્વક જુએ છે. સમાજને શુદ્ધ અને યોગ્ય ઉચ્ચાર, શુદ્ધ ભાષા, શાસ્ત્રશુદ્ધ પદ્ધતિથી અને ભાવપૂર્ણ અવાજમાં ઉચ્ચારેલા; તેમજ સૌથી મહત્ત્વનું એટલે સંતોની અને સાધના કરનારા સાધકોની સાત્ત્વિક વાણીમાં ઉચ્ચારેલા ચૈતન્યદાયી ઑડિઓ બધાને ઉપલબ્ધ થાય, તે માટે સનાતન સંસ્થા દ્વારા ‘સનાતન ચૈતન્યવાણી’ આ ઑડિઓ ઍપ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ ઍપમાં સાત્ત્વિક સ્તોત્ર, શ્લોક, આરતીઓ અને નામજપનો સંગ્રહ છે.

અખાત્રીજનાં શુભ મુહૂર્ત પર સનાતન સંસ્થાના સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળના હસ્તે આ ઍપનું પ્રકાશન કરવામાં આવ્યું. લૉકડાઊન હોવાને લીધે અતિશય સાદાઈથી અને ‘સોશલ ડિસ્ટંસિંગ’નું પાલન કરીને; કેવળ મંત્રોચ્ચાર કરીને ગોવાના સનાતન આશ્રમમાં તેનું પ્રકાશન કરવામાં આવ્યું. આજે ‘સનાતન ચૈતન્યવાણી’ આ ઍપ ‘ગુગલ પ્લે સ્ટોર’ પર બધા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. મરાઠી ભાષામાં રહેલું આ ઍપ અન્ય ભાષાઓમાં પણ તુરંત જ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. અધિકાધિક લોકોએ આ ઍપ ડાઊનલોડ કરીને તેનો ઉપયોગ કરવો અને સાત્ત્વિક સ્તોત્ર, આરતી, શ્લોક, નામજપ ઇત્યાદિનો લાભ કરી લેવો, એવું આવાહન સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળે આ સમયે કર્યું.

સનાતન હિંદુ ધર્મના તેજસ્વી વારસાનું જતન, સંવર્ધન અને પ્રસાર થાય એ દૃષ્ટિથી સનાતન સંસ્થાના પ્રમાણિક પ્રયત્ન દ્વારા આ ઍપ વિકસિત કરવામાં આવ્યું છે. આ ઑડિઓ ઍપમાં સાત્ત્વિક પુરોહિતોએ ઉચ્ચારેેલા શ્રીદુર્ગાસપ્તશ્લોકી, શ્રી ગણેશ અથર્વશીર્ષ, શ્રીરામરક્ષાસ્તોત્ર, મારુતિસ્તોત્ર, શ્રીકૃષ્ણાટક, અગસ્તયોક્ત-આદિત્યહૃદય-સ્તોત્ર છે. તેમજ સંતોએ પોતે વિશિષ્ટ ચાલમાં ઉચ્ચારેલા શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રી ગણેશ, શ્રી દુર્ગાદેવી, દત્તાત્રેય અને શિવ આ દેવતાઓનાં નામજપ છે. ભાવપૂર્ણ ચાલમાં સાધકોએ ગાયેલી વિવિધ દેવતાઓની આરતીઓ સહિત સમગ્ર વર્ષમાં આવનારાં તહેવારોને સમયે તેમજ પ્રતિદિન બોલવાના વિવિધ શ્લોકોનો પણ સમાવેશ આ ઍપમાં કરવામાં આવ્યો છે.

આ ઍપ ‘ગુગલ પ્લે સ્ટોર’ની નીચે આપેલી માર્ગિકા પરથી ડાઊનલોડ કરી શકાય, એવું આવાહાન સનાતન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

https://play.google.com/store/apps/details?id=sanatan.audios.musicplayer

Leave a Comment