કેવળ દર્શનમાત્રથી માનવીના પાપો નષ્‍ટ કરનારાં નર્મદામાતા !

૧. નર્મદામાહાત્‍મ્‍ય

त्रिभिः सारस्वतं पुण्यं सप्ताहेन तु यामुनम् ।
सद्यः पुनाति गाङ्गेयं दर्शनादेव नार्मदम् ॥
  – પજ્ઞપુરાણ

       અર્થ

સરસ્‍વતી નદીમાં ૩ દિવસ સ્‍નાન કરવાથી, જમના નદીમાં ૭ દિવસ સ્‍નાન કરવાથી અને ગંગા નદીમાં ૧ દિવસ સ્‍નાન કરવાથી માનવીના પાપો ધોવાઈ જાય છે; જ્‍યારે નર્મદા નદીના કેવળ દર્શનમાત્રથી જ તેના સર્વ પાપો ધોવાઈ જાય છે.

ડુંગર-ખાઈમાંથી વહેતી નર્મદા નદી

 

૨. નર્મદા નદીની ઉત્‍પત્તિ અને ભગવાન શંકરે તેમને આપેલા આશીર્વાદ !

ભગવાન શિવજીએ એકવાર તાંડવ નૃત્‍ય કરતી વેળાએ તેમને પરસેવો વળ્યો. ‘તે પરસેવા દ્વારા નર્મદા નદીની ઉત્‍પત્તિ થઈ’, એવું માનવામાં આવે છે. તેથી નર્મદા નદી ભગવાન શિવજીનાં પુત્રી છે, એમ કહેવામાં આવે છે. આ કન્‍યાએ સ્‍ત્રીરૂપ ધારણ કરીને શંકરજીની તપશ્‍ચર્યા કરી. ભગવાન શિવજીએ પ્રસન્‍ન થઈને તેમને વરદાન આપ્‍યું, ‘‘હે નર્મદા, તુ સર્વ પાપોનું હરણ કરનારી થઈશ. તારા પાણીમાં રહેલા પથ્‍થર શિવતુલ્‍ય થશે !’’

 

૩. નર્મદા જયંતી

આવા આ નર્મદા કુમારિકા હોવા છતાં સર્વેનાં માતા છે. નર્મદાનો ઉગમ મધ્‍યપ્રદેશના અનુપ્‍પુર જિલ્‍લાના અમરકંટક સ્‍થાને થયો છે. નર્મદામાતા મહા સુદ પક્ષ સાતમના દિવસે અશ્‍વિની નક્ષત્ર પર બપોરે ૧૨ કલાકે પ્રગટ થયાં. તેથી આ દિવસે નર્મદા જયંતી ઊજવવામાં આવે છે.

 

૪. પશ્‍ચિમવાહિની રહેલી એકમાત્ર નર્મદા નદી !

તેનો ઉગમ મૈકલ પર્વતમાંથી થયો હોવાથી તેને મૈકલકન્‍યા પણ કહેવામાં આવે છે. ભારતમાં ૫ મા ક્રમાંકની મોટી નદી તરીકે નર્મદાનો ઉલ્‍લેખ થાય છે. નર્મદા આ એકમાત્ર નદી છે કે જે પૂર્વથી પશ્‍ચિમ દિશામાં વહે છે. તેની લંબાઈ ૧ સહસ્ર ૩૧૨ કિ.મી. છે અને ગુજરાતમાંના ભરૂચ ખાતે તે અરબી સમુદ્રને મળે છે. આવી આ પવિત્ર નદી મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર અને ગુજરાત રાજ્‍યોમાંથી વહે છે.

 

૫. ભારતની પવિત્ર નદીઓમાંથી કેવળ
નર્મદા નદીની જ પરિક્રમા કરવામાં આવતી હોવી

ભારતમાં જે પવિત્ર નદીઓ છે, તેમાંથી કેવળ નર્મદા નદીની જ પરિક્રમા (પ્રદક્ષિણા) કરવામાં આવે છે. અનેક સાધુ-સંતોએ કહ્યું છે, ‘‘સર્વ દેવ-દેવીઓ અને સાધુસંતોએ નર્મદાની પરિક્રમા કરી છે. તેમાં સૌથી પહેલી પરિક્રમા માર્કંડેય ઋષિએ કરી છે અને તેમને ૨૭ વર્ષ જેટલો સમય લાગ્‍યો હતો.’’

 

૬. મહાપુરુષોના પદસ્‍પર્શથી પાવન થયેલો નર્મદા પરિસર !

આવા આ મહાપુરુષોના પદસ્‍પર્શથી નર્મદાનો પરિસર અત્‍યંત પવિત્ર થયો છે. નર્મદા નદીનો કાંઠ તપોભૂમિ છે. આજે પણ નર્મદાના બન્‍ને તટ પર અનેક સાધુસંત અને ઋષિમુનિઓના આશ્રમ છે અને ત્‍યાં પરિક્રમા કરનારાઓના નિવાસ-ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

 

૭. જન્‍મ-મૃત્‍યુના ફેરામાંથી મુક્ત કરીને
શાશ્‍વત આનંદની પ્રાપ્‍તિ કરાવી આપનારી નર્મદા નદી !

‘નર્મ’ અને ‘દા’  આ નામમાં જ એક ગૂઢાર્થ સમાયેલો છે. ‘નર્મ’ એટલે આનંદ અને ‘દા’ એટલે પ્રદાન કરનારી તેથી ‘નર્મદા’ અર્થાત્ સહુકોઈને જન્‍મ-મૃત્‍યુના ફેરામાંથી, બંધનમાંથી મુક્ત કરીને શાશ્‍વત આનંદની પ્રાપ્‍તિ કરાવી આપનારાં એ નર્મદા છે.’

 

૮. નર્મદાને ‘રેવા’ તરીકે પણ સંબોધવામાં આવતું હોવું

સાતપુડા, વિંધ્‍યાચલ આ વિશાળ પર્વતોને, તેમજ અનેક નાનાં-મોટાં ડુંગરોને તોડતાં-ફોડતાં નર્મદા નદી ખળખળ નાચતાં-વહેતાં ‘રવ-રવ’ અવાજ કરતાં જાય છે તેથી તેમને ‘રેવા’ તરીકે સંબોધવામાં આવે છે.

 

૯. નર્મદા એટલે જગજ્‍જનની માતા !

એમ જોવા જઈએ તો નર્મદા નદી જગજ્‍જનની માતા જ છે. તે પોતાના સર્વ બાળકોને પોતાના દિવ્‍ય પ્રેમ-પાલવ હેઠળ લઈને બાલ્‍યાવસ્‍થામાં રહેલા, છૈયાંછોકરાંઓને સ્‍તનપાન કરાવે છે.

 

૧૦. મહા સુદ પક્ષ સાતમ (રથસપ્‍તમી)ના દિવસે નર્મદાદેવી
પ્રગટ થયાં આ દિવસ નર્મદાકિનારે ઉત્‍સાહભેર ઊજવવામાં આવવો

નર્મદાને જન્‍મ આપનારાં માતા અને પિતા સાક્ષાત્ દેવોના દેવ મહાદેવ જ હોવાથી શ્રી નર્મદાદેવીનું વર્ણન બ્રહ્મદેવ પણ કરી શકતા નથી, તો અન્‍યો વિશે શું કહેવું ? આવાં આ નર્મદામૈયા મહા સુદ પક્ષ સાતમ (રથસપ્‍તમી)ના દિવસે પ્રગટ થયાં છે; તેથી આ દિવસ નર્મદાકિનારે ઉત્‍સાહભેર ઊજવવામાં આવે છે.

(સંદર્ભ : પરમ પૂજ્‍ય શ્રીરામ મહારાજજીએ નર્મદાપુરાણમાં લખેલા આશીર્વચનમાંથી સંકલિત)

 

૧૧. નર્મદા નદીની પરિક્રમાના પ્રકાર નર્મદા નદીની પરિક્રમા ૩ રીતે કરવામાં આવે છે.

૧. રુદ્ર પરિક્રમા ૨. જળ હરિ પરિક્રમા અને ૩. હનુમાન પરિક્રમા.

જળ હરિ પરિક્રમા અને હનુમાન પરિક્રમા અત્‍યંત કઠિન હોવાથી ઘણાં ઓછા ભક્તો આ પરિક્રમા કરે છે. મોટાભાગે ભક્તો રુદ્ર પરિક્રમા જ કરે છે.

 

૧૨. નર્મદા નદીની પરિક્રમા કરવાનો સમયગાળો

નર્મદા નદીની પરિક્રમા કરવાનો સમયગાળો ‘કારતક સુદ પક્ષ બારસ થી અષાઢ સુદ પક્ષ દસમી’ હોય છે. આગળ ચાતુર્માસમાં અષાઢ સુદ પક્ષ અગિયારસ (અષાઢી અગિયારસ) થી કારતક સુદ પક્ષ અગિયારસના સમયગાળામાં પરિક્રમા બંધ હોય છે; કારણકે વરસાદના પાણીથી નર્મદા નદીને અનેક ઠેકાણે પૂર આવે છે અને પરિક્રમાના માર્ગો બંધ થાય છે. તેથી આ સમયગાળામાં, અર્થાત્ ચાતુર્માસમાં અનેક પરિક્રમાવાસીઓ નર્મદાના તીરે આવેલા સંતોના આશ્રમમાં નિવાસ કરીને કારતક અગિયારસ પછી ફરીવાર માર્ગક્રમણ ચાલુ કરે છે. જે ભક્તોને ચાલીને પરિક્રમા કરવાનું સંભવ નથી, તેઓ ગાડી દ્વારા પણ પરિક્રમા કરે છે.

 

૧૩. નર્મદા નદીનાં વિવિધ વિલોભનીય રૂપો

નર્મદા નદીની પરિક્રમા પગપાળાં કરતી વેળાએ નર્મદામાતાનાં અનેક રૂપો જોવા મળે છે. ક્યારેક વિશાળ પાત્ર, ક્યારેક શાંત વહેનારાં નર્મદામાતા, ક્યારેક મૂશળધાર (અનરાધાર, જોરથી પડનારો પ્રવાહ) વહેનારું આક્રમક રૂપ, તો ક્યારેક સાત ખડકોમાંથી સપ્‍ત ધારાઓનાં રૂપમાં ખળખળ વહેનારાં નર્મદામાતા જોવા મળે છે.

 

૧૪. નર્મદામાતાની પરિક્રમા કરતી વેળાએ થનારી વિવિધ અનુભૂતિઓ

નર્મદાની પરિક્રમા એટલે અનેક અનુભવોનો ભંડાર છે. શ્રદ્ધા અને નિષ્‍ઠાથી પરિક્રમા કરનારાઓને તેમની યોગ્‍યતા અનુસાર અનુભવ આવે છે.

અ. તે ખરેખર જ માતા પ્રમાણે બાળકોની સંભાળ કરતી હોવાની અનુભૂતિ થાય છે.

આ. તે ક્યારેક ગુસ્‍સે થાય છે અને શિક્ષા પણ કરે છે; પરંતુ થોડીવારમાં જ યોગ્‍ય માર્ગ બતાવે છે.

ઇ. એકાદ ઠેકાણે ‘નર્મદે હર’ આ મંત્ર શ્રદ્ધાથી અને મોટેથી બોલવાથી યોગ્‍ય માર્ગ બતાવનારો મળે છે જ, તે ચોક્કસ છે.

 

૧૫. નર્મદા પરિક્રમા એટલે જીવન જીવવાની કળા શીખવાનું એક પારમાર્થિક વિદ્યાપીઠ !

આ પરિક્રમા કરતી વેળાએ અનેક વિચારોના માણસો મળે છે, તેમજ અનેક ભાષા, જુદા જુદા સ્‍વભાવ, નાના-મોટા, આધેડ ઉમ્‍મરના, સાધુસંતો આ સહુકોઈ પાસેથી ઘણું શીખવા જેવું હોય છે. અનેક લોકો પાસેથી નિરપેક્ષ પ્રેમ મળે છે, જ્‍યારે કેટલાક લોકો અપમાન પણ કરે છે. ‘ઘરની સર્વ ટેવો જતી કરીને જુદા વાતાવરણમાં રહેવું, આવનારા પ્રત્‍યેક પ્રસંગનો સામનો સંયમથી કરવો અને મન વધારેમાં વધારે નામચિંતનમાં રમમાણ કરવું’, આ સર્વ મને સદર પરિક્રમા દરમ્‍યાન શીખવા મળ્યું. તેનો ઉપયોગ પરિક્રમા પૂર્ણ કરી લીધા પછી આગળના જીવનના માર્ગક્રમણ દરમ્‍યાન ચોક્કસ જ થતો હોય છે.

 

૧૬. નર્મદા પરિક્રમા કરવા માટે ‘સાત્વિક વિચાર,
મન અને બુદ્ધિનો નિશ્‍ચય તેમજ ત્‍યાગ’ આવશ્‍યક છે

નર્મદા પરિક્રમાનો આરંભ ગમે તે સ્‍થાનથી થઈ શકે છે; પણ તેનું સમાપન ઓંકારેશ્‍વર સ્‍થાન પર જ થાય છે. આવી આ પરિક્રમા વિશે અનેક વિચારવંતોએ પોતે પરિક્રમા કરીને તેમના અનુભવ પુસ્‍તક સ્‍વરૂપે લખ્‍યા છે. તેમનો પણ ઉપયોગ થાય છે. આ સર્વમાં મહત્વની વાત એમ છે કે નર્મદામાતાની ઇચ્‍છા અને સદ્‌ગુરુના આશીર્વાદ, આપણી પૂર્વપુણ્‍યાઈ અને વાડ-વડીલોના આશીર્વાદનું પીઠબળ હોય તો જ નર્મદા પરિક્રમા કરવી સંભવ છે. તે સાથે જ ‘સાત્વિક  વિચાર, મન અને બુદ્ધિનો નિશ્‍ચય તેમજ ત્‍યાગ’ આ બધાનું આચરણ કરવા માટે ગુરુકૃપા હોવી જોઈએ, તો જ આ ૧ સહસ્ર ૨૦૦ કિ.મી.ની નર્મદા પરિક્રમા પૂર્ણ થાય છે. હર નર્મદે, હર નર્મદે, હર નર્મદે !’

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

1 thought on “કેવળ દર્શનમાત્રથી માનવીના પાપો નષ્‍ટ કરનારાં નર્મદામાતા !”

Leave a Comment