છત્તીસગઢ સ્‍થિત ઐતિહાસિક અને જાગૃત ધાર્મિક તેમજ પૌરાણિક સ્‍થાનો !

મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય વતી છત્તીસગઢ સ્‍થિત ઐતિહાસિક
અને જાગૃત ધાર્મિક તેમજ પૌરાણિક સ્‍થાનોને આપેલી મુલાકાતનો વૃત્તાંત !

મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય વતી કુ. તેજલ પાત્રીકર અને ચિત્રણ કરનારા સાધકોએ દુર્ગ (છત્તીસગઢ) ખાતેના સાધક શ્રી. હેમંત કાનસ્‍કર સાથે છત્તીસગઢ રાજ્‍યમાંના વિવિધ ઐતિહાસિક અને જાગૃત ધાર્મિક તેમજ પૌરાણિક સ્‍થાનોની મુલાકાત લીધી. તે ભાવભીનો અનુભવ આગળ જણાવી રહ્યા છીએ.

કુ. તેજલ પાત્રીકર, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા.

 

૧. ડોંગરગઢમાં બિરાજમાન માં બમ્‍લેશ્‍વરીદેવી

રાજા વિક્રમાદિત્‍યના સમયમાંના ડોંગરગઢ ખાતે શ્રી બમ્‍લેશ્‍વરી દેવીની મૂર્તિ

‘અમે રાજા વિક્રમાદિત્‍યના સમયગાળામાંના છત્તીસગઢ રાજ્‍યના ડોંગરગઢ સ્‍થિત શક્તિપીઠ રહેલા શ્રી બમ્‍લેશ્‍વરીદેવીના પ્રાચીન મંદિરમાં જઈને તેમનાં દર્શન કર્યા. આ દેવી એટલે બગલામુખી દેવી જ છે. છત્તીસગઢ રાજ્‍યમાંનું આ એક પ્રમુખ જાગૃત શક્તિપીઠ છે. સહસ્રો લોકો આ ઠેકાણે દર્શનાર્થે આવે છે. નવરાત્રિમાં તો લાખોની સંખ્‍યામાં લોકો આ ઠેકાણે દર્શન માટે આવે છે. આ સમયે મંદિરના પૂજારીએ દેવીનાં ચરણોમાં પ્રાર્થના કરીને મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય વતી મારા દ્વારા દેવીનું પૂજન અને આરતી કરાવી લીધી તેમજ પ્રસાદ સ્‍વરૂપમાં દેવીની સામે ધરાવેલું શ્રીફળ અને માતાજીનું વસ્‍ત્ર મને આપ્‍યું.

આ દેવીનું મંદિર ડુંગર પર છે. ત્‍યાં જવા માટે એક સહસ્ર પગથિયાં છે અને ‘રોપ-વે’ની પણ સગવડ છે. માતાજીની આરાધના કરવા માટે પીળા રંગનો ઉપયોગ થાય છે.

 

૨. ચંપારણ્‍ય સ્‍થિત શ્રી ચંપેશ્‍વર મહાદેવ

છત્તીસગઢ ખાતે પ્રચીન શ્રી ચંપેશ્‍વર મહાદેવ મંદિરમાંની શિવપિંડી

છત્તીસગઢ ખાતે પ્રાચીન શ્રી ચંપેશ્‍વર મહાદેવ મંદિર છે. આ તીર્થક્ષેત્રનું મહત્વ એટલે અહીંની શિવપિંડી બે રેખાઓથી વિભાજિત થઈ છે. તેમાંના એક ભાગમાં દેવી, બીજામાં શ્રી ગણેશ અને વચમાં શિવજી, આ રીતે ત્રણ દેવતાઓ એકજ પિંડીમાં બિરાજમાન છે.

પ્રાચીન કાળમાં આ ગામમાંની એક ગાય પ્રતિદિન પોતાના જૂથની ગાયોને છોડીને જંગલમાં આ સ્‍થાને આવીને આ જગ્‍યાએ દૂધ આપતી હતી. તેથી અહીં દૂધની ધારાનો પ્રતિદિન અભિષેક થતો હતો. ‘એક ગાય જૂથમાંથી બહાર જાય છે’, આ વાત ધ્‍યાનમાં આવ્‍યા પછી ગોવાળે તે ગાયનો પીછો કર્યો. તે સમયે તેણે સદર બાબત નીરખીને જોઈ અને ગામવાસીઓને કહી. ગામવાસીઓએ ત્‍યાં ખોદીને જોયું અને ત્‍યાં સ્‍વયંભૂ શિવલિંગ મળી આવ્‍યું. તે જ આ ચંપેશ્‍વર મહાદેવ !

વિશિષ્‍ટતા

જો ગર્ભવતી મહિલા આ મંદિરમાં પ્રવેશ કરે તો તેનો ગર્ભપાત થાય છે. આવી ઘણી બીનાઓ અહીં બની છે. તેથી આ મંદિરમાં ગર્ભવતી મહિલાઓ માટે પ્રવેશ પ્રતિબંધિત છે.

 

 ૩. પુષ્‍ટીમાર્ગના પ્રવર્તક અને વૈષ્‍ણવ ધર્મની
સ્‍થાપના કરનારા સંત વલ્‍લભાચાર્યનું જન્‍મસ્‍થાન

પુષ્‍ટીમાર્ગી અને વૈષ્‍ણવ ધર્મની સ્‍થાપના કરનારા સંત વલ્‍લભાચાર્યનું જન્‍મસ્‍થાન !

શ્રી ચંપેશ્‍વર મહાદેવ મંદિરના પરિસરમાં જ પુષ્‍ટીમાર્ગના પ્રવર્તક અને વૈષ્‍ણવ ધર્મની સ્‍થાપના કરનારા સંત સ્‍વામી વલ્‍લભાચાર્યનું જન્‍મસ્‍થાન છે. તે વિશે આગળ જણાવેલી કથા કહેવામાં આવે છે. ‘વલ્‍લભાચાર્યના માતા-પિતા દક્ષિણ ભણીથી આ માર્ગથી કાશીવિશ્‍વેશ્‍વરના દર્શનાર્થે જતા હતા. તેમણે માર્ગમાં આવેલા શ્રી ચંપેશ્‍વર મહાદેવજીના દર્શન લીધા. તે સમયે વલ્‍લભાચાર્યની માતાને આઠમો માસ ચાલુ હતો. તે રાત્રે તેમને અકસ્‍માત પ્રસવવેદના ચાલુ થઈ અને રાત્રે જ તેમણે એક ઓછા વજન ધરાવનારા બાળકને જન્‍મ આપ્‍યો.

તે બાળક પૂર્ણ રીતે નિશ્‍ચલ અવસ્‍થામાં હોવાથી ‘તે મૃત છે’, એમ સમજીને તેમણે તેને ખાડામાં પૂરી દીધું અને આગળ માર્ગક્રમણ કરવા લાગ્‍યા. તે જ રાત્રે તેમને સ્‍વપ્નદૃષ્‍ટાંત થયો. તેમાં તે બાળક મૃત નહીં પણ તે દૈવી બાળક હોવાની ભવિષ્‍યવાણી થઈ. બીજા દિવસે તે બન્‍નેએ તે મંદિર પાસે આવીને જોયું, તો તે બાળક અગ્‍નિના મંડળમાં હસતું-રમતું હતું. ‘બાળકની જ માતા આવી છે’, તેની ખાતરી થયા પછી તે અગ્‍નિમંડળ આપમેળે જ નષ્‍ટ થયું. માતાએ તે બાળકને છાતીસરસું ચાપ્‍યું. તે બાળક એટલે સ્‍વામી વલ્‍લભાચાર્ય !

એ જ વલ્‍લભાચાર્યએ મોટા થઈને વૈષ્‍ણવ ધર્મની સ્‍થાપના કરી અને સમાજને વૈષ્‍ણવ પંથ અનુસાર સાધનામાર્ગ ચીંધ્‍યો. આ જ સ્‍થાન પર વલ્‍લભાચાર્યએ બાળવયમાં પ્રથમ પ્રવચન કર્યું હતું. આ પ્રવચનના સ્‍થાનને પુષ્‍ટીમાર્ગી ‘બેઠક’ તરીકે સંબોધે છે. તે આ પવિત્ર સ્‍થાન છે.’

 

૪. રાજીવલોચન મંદિર, રાજીમ

સમગ્ર દિવસમાં બાલ, યુવા અને વૃદ્ધ આ ૩ રૂપોમાં
પૂજન કરવામાં આવનારી ભગવાન શ્રીવિષ્‍ણુની ગજેંદ્રમોક્ષ રૂપમાંની સુંદર મૂર્તિ !

રાજીમ ખાતે રાજીવલોચન મંદિરમાં શ્રીવિષ્‍ણુનો બાલરૂપમાં

‘પ્રતિવર્ષ રાજીમ ખાતે ‘રાજીમ કુંભમેળો’ ભરાય છે. આ જ ઠેકાણે દ્વાપરયુગમાંના શ્રીવિષ્‍ણુના ‘રાજીવલોચન’ પ્રાચીન મંદિરમાં ભગવાન શ્રીવિષ્‍ણુની ગજેંદ્રમોક્ષના રૂપમાંની કાળા પાષાણમાં કંડારેલી સુંદર મૂર્તિ છે. આ મૂર્તિની વિશિષ્‍ટતા એટલે શ્રીવિષ્‍ણુ તેમની ૨ શક્તિઓ સહિત આ મૂર્તિમાં બિરાજમાન છે. પ્રતિદિન સમગ્ર દિવસ દરમ્‍યાન આ મૂર્તિને ૩ જુદી જુદી અવસ્‍થાઓનો પહેરવેશ કરવામાં આવે છે.

રાજીમ ખાતે રાજીવલોચન મંદિરમાં શ્રીવિષ્‍ણુ યુવાવસ્‍થામાં

પરોઢિયાના સમયે ભગવાન શ્રીવિષ્‍ણુ બાળરૂપમાં, મધ્‍યાહ્‌ન સમયે યુવાવસ્‍થામાં, જ્‍યારે રાત્રિની શેજારતી પહેલાં વૃદ્ધાવસ્‍થામાંનો પહેરાવ કરવામાં આવે છે.

રાજીમ ખાતે રાજીવલોચન મંદિરમાં શ્રીવિષ્‍ણુનો વૃદ્ધાવસ્‍થામાં વિલોભનીય પહેરાવ

રાત્રે ભગવાન શ્રીવિષ્‍ણુની મૂર્તિને તેલ લગાડીને નિદ્રા કરવા માટે પથારી કરી આપીને તેના પર બિરાજમાન થવા માટે શ્રીવિષ્‍ણુને પ્રાર્થના કરવામાં આવે છે. રાત્રે મંદિર તાળું લગાડીને બંધ કરવામાં આવે છે. ઉત્તરરાત્રે ૩.૪૫ કલાકે પૂજારી મંદિરના દ્વાર ખોલે છે. તે સમયે શ્રીવિષ્‍ણુ માટે તૈયાર કરેલી પથારી ઓશિકા વિખાયેલા અને પથારી પર તેલના ડાઘ જોવા મળે છે. ‘સાચે જ આવું થાય છે શું ?’, આ જોવા માટે ‘ઝી’ વાહિનીના લોકો અત્રે ચિત્રણ કરનારા જૂથને લઈ આવ્‍યા હતા. તેમને પણ આ દૃશ્‍ય જોવા મળ્યું. તેમણે કરેલું સદર ચિત્રણ ‘યૂટ્યુબ’ પર ઉપલબ્‍ધ છે.

 

૫. કુલેશ્‍વર મહાદેવ મંદિર, રાજીમ

રાજીમ ખાતે સીતામાતાએ પૂજન કરેલા કુલેશ્‍વર મહાદેવનું મંદિર

રાજીમ ખાતે સોઢૂ, પૈરી અને મહાનદી આ ૩ પવિત્ર નદીઓના સંગમ પર પાણીમાં શ્રી કુલેશ્‍વર મહાદેવનું મંદિર છે. તેનું મૂળ નામ ‘ઉત્‍પલેશ્‍વર મહાદેવ’ એવું છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે, ‘વનવાસ કાળમાં શ્રી રામ, લક્ષ્મણ અને સીતામાતા આ સ્‍થાન પર પધાર્યા હતા. તે સમયે સીતાદેવીને તેમનાં આરાધ્‍ય દેવતા મહાદેવની પૂજા કરવાની ઇચ્‍છા થઈ. ત્‍યારે સીતાએ રેતીથી શિવપિંડી બનાવીને આ ઠેકાણે તેમની પૂજા કરી હતી. તે જ આ સ્‍થાન છે.’ આ શિવલિંગ પંચમુખી છે.’

 

૬. લોમેશઋષિનો આશ્રમ

બ્રહ્મદેવના માનસપુત્ર રહેલા લોમેશઋષિની તેમના આશ્રમમાંની મૂર્તિ

શ્રી કુલેશ્‍વર મંદિરથી થોડા અંતર પર લોમેશઋષિનો આશ્રમ છે. લોમેશઋષિ બ્રહ્મદેવના માનસપુત્ર હતા. તેમણે આ ઠેકાણે અનેક વર્ષ તપશ્‍ચર્યા કરી હોવાથી આ પાવન ભૂમિ છે.

 

૭. ખૈરાગઢ ખાતેનાં જાગૃત દેવસ્‍થાનો

અ. શ્રી દંતેશ્‍વરીદેવી

ખૈરાગઢ સ્‍થિત શ્રી દંતેશ્‍વરીદેવીની (રક્તદંતિકાદેવીની) સ્‍વયંભૂ મૂર્તિ

આ દેવીનું શાસ્‍ત્રોક્ત નામ ‘રક્તદંતિકા’ એવું છે. આગળ અપભ્રંશ થઈને તેમને ‘દંતેશ્‍વરી દેવી’ કહેવા લાગ્‍યા. ખૈરાગઢના રાજા બહાદુર સિંહને દેવીમાતાએ સ્‍વપ્નદૃષ્‍ટાંત દીધો. ‘હું આ ઠેકાણે દબાઈ ગઈ છું. તું મને બહાર કાઢ.’ એવું સ્‍વપ્ન રાજાને નિરંતર પડતું હતું; તેથી રાજાએ દેવીએ સ્‍વપ્નમાં બતાવેલી જગ્‍યાએ ખોદકામ કર્યા પછી શ્રી દંતેશ્‍વરી દેવીની સ્‍વયંભૂ મૂર્તિ મળી. રાજાએ તે સ્‍થાન પર આ મૂર્તિની પ્રાણપ્રતિષ્‍ઠાપના કરી. ખૈરાગઢમાંનું આ એક શક્તિપીઠ જ છે.

આ. શ્રી રુખ્‍ખડસ્‍વામી મંદિર

ખૈરાગઢના રાજા ટિકેતરાયે પ્રસાદસ્‍વરૂપમાં પ્રાપ્‍ત થયેલી ભસ્‍મની પિંડી સ્‍થાપન કરવી
શ્રી રુખ્‍ખડસ્‍વામીએ આપેલા ભસ્‍મ દ્વારા રાજા ટિકતરાયે સ્‍થાપન કરેલી પિંડી (પિંડી પર બાળેલી બદામની કાજળી અને ઘીના મિશ્રણથી લેપન કરવામાં આવ્‍યું છે.)

વર્ષ ૧૪૧૨માં ખૈરાગઢ ખાતે શ્રી રુખ્‍ખડસ્‍વામી પધાર્યા હતા. ખૈરાગઢના તત્‍કાલિન રાજા ટિકેતરાયને રુખ્‍ખડસ્‍વામીજીએ પ્રસાદ તરીકે ભસ્‍મ આપ્‍યું અને આશીર્વાદ દીધા, ‘જ્‍યાં સુધી મારી મઢી, ત્‍યાં સુધી તારી ગઢી. (જ્‍યાં સુધી ધૂણી પ્રજ્‍વલિત રહેશે, ત્‍યાં સુધી ગઢી અર્થાત્ રાજ્‍ય સુરક્ષિત રહેશે.)’ રાજા ટિકેતરાયને પ્રસાદ સ્‍વરૂપ પ્રાપ્‍ત થયેલા આ ભસ્‍મની તેમણે આ ઠેકાણે પિંડી સ્‍થાપન કરી. અહીંની

કેટલીક વિશિષ્‍ટતાપૂર્ણ ઘટનાઓની જાણકારી અમને મંદિરના પૂજારીએ આપી.

અ. સદર ભસ્‍મની પિંડીની વિશિષ્‍ટતા એટલે આ પિંડી આપમેળે વધતી જ જાય છે.

આ. રુખ્‍ખડસ્‍વામી પોતે યોગી હોવાથી આ મંદિરમાં મહિલાઓને પ્રવેશ નથી.

ઇ. આ જ ઠેકાણે શ્રી રુખ્‍ખડસ્‍વામીએ એક ધૂણી પ્રગટાવી છે. તે આજ સુધી પ્રજ્‍વલિત જ છે.

ઈ. સદર ધુનિમાં પૂજારી કેવળ લાકડા નાખે છે. ‘તેની જે રાખ થાય છે, તે ક્યાં જાય છે ?’, એ આજ સુધી કોઈને પણ સમજાયું નથી.

ઉ. આ અગ્‍નિકુંડમાંની રાખ કદી પણ સદર કુંડની બહાર આવી નથી.

શ્રી રુખ્‍ખડસ્‍વામીએ પ્રજ્‍વલિત કરેલી ધૂણી

ઊ. આ કુંડમાં કેવળ જે ભાગમાં અગ્‍નિ પ્રજ્‍વલિત છે, તેટલો જ ભાગ ગરમ છે. બાકીના કુંડના સર્વ ભાગમાં ઠંડકનો અનુભવ થાય છે. અમસ્‍તા જ્‍યારે કુંડમાં અગ્‍નિ પ્રજ્‍વલિત હોય, ત્‍યારે સંપૂર્ણ કુંડ ગરમ જણાય છે.’

Leave a Comment