આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક અને સહસ્ર વર્ષો કરતાં જૂની પરંપરા ધરાવનારું ‘આયુરગૃહ’, અર્થાત્ આયુર્વેદિક ઘર !

‘માનવીનું આયુષ્‍ય કેટલાંક વર્ષોનું, જ્‍યારે દેવતા ચિરંતન હોય છે. તેથી ભારતમાં પ્રાચીન કાળથી માનવી માટે કેટલાક દશકો અથવા શતકો ટકી શકે એવાં માટીના ઘર બનાવતાં હતાં, જ્‍યારે દેવતાઓની મૂર્તિઓની સ્‍થાપના સહસ્રો વર્ષો સુધી ટકી શકે તેવા પથ્‍થરના મંદિરોમાં કરવામાં આવતી હતી. માટીનાં ઘર બનાવતી વેળાએ પણ આયુર્વેદ, વાસ્‍તુશાસ્‍ત્ર ઇત્‍યાદિ શાસ્‍ત્રોમાં આપેલાં નિર્દેંશોનું પાલન કરવામાં આવતું હતું. આવા ઘરોને કેરળ ખાતે ‘આયુરગૃહ’ કહેવામાં આવે છે.

‘આયુરગૃહ’ તરીકે ઓળખાણ ધરાવનારા વિશિષ્‍ટતાપૂર્ણ વાસ્‍તુ વિશે વધુ જાણકારી મેળવવા માટે ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ના સાધકોએ ૧૮ એપ્રિલ ૨૦૧૯ના દિવસે કેરળ સ્‍થિત બલરામપુરમ્ ખાતેના ‘આયુરવસ્‍ત્ર’ અને ‘આયુરગૃહ’ આ વિશે કાર્ય કરનારા શ્રી. રાજન્ સાથે વાર્તાલાપ કર્યો. તેમના દ્વારા ‘આયુરગૃહ’ વિશે સાધકોને મળેલી જાણકારી, તે વિશે ‘યુ.એ.એસ્.(યુનિવ્‍હર્સલ ઑરા સ્‍કૅનર)’ આ પ્રભામંડળ માપક વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા કરેલું સંશોધન ઇત્‍યાદિ સદર લેખમાં આપ્‍યું છે.

 

૧. ‘આયુરગૃહ’ એટલે શું ?

સહસ્રો વર્ષો જૂની પરંપરા ધરાવનારું આયુરગૃહ અને તે વિશે કાર્ય કરનારા શ્રી. રાજન્

‘આયુરગૃહ’ આ શબ્‍દ ‘આયુર’ અર્થાત્ આરોગ્‍ય અને ‘ગૃહ’ આ બે શબ્‍દોની સંધિથી બન્‍યો છે. આયુર્વેદમાં ઔષધી તરીકે ઉપયોગમાં લેવાતી અનેક વનસ્‍પતિ માટીમાં ભેળવીને તે માટીથી બનાવેલી ઈંટોના ઘરને ‘આયુરગૃહ’, એમ કહે છે.

 

૨. આયુરગૃહનો ઇતિહાસ

આયુરગૃહ બનાવવાની પરંપરા સહસ્ર વર્ષો કરતાં પણ વધારે જૂની છે. કેરળ સ્‍થિત થિરૂવનંતપૂરમ જિલ્‍લાના બલરામપૂરમ્ ખાતેના ‘આયુરગૃહ’ના નિર્માતા શ્રી. રાજને આપેલી માહિતી અનુસાર, પહેલાં માટીના ઘર હતા. ઘરની ભૂમિ પણ માટીની રહેતી. કેટલાંક ઠેકાણે ઘરની ભીંત, ભૂમિ પણ ગોમય (ગો-છાણ)થી  લીંપેલી રહેતી. ઘર બનાવવા માટે ઉપયોગમાં લેવાતી માટીમાં કેટલીક વનસ્‍પતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઘરો આરોગ્‍ય માટે પૂરક હોવાથી તેમને ‘આયુરગૃહ’ કહે છે.  આયુરગૃહમાંની માટીમાં રહેલી ઔષધી વનસ્‍પતિઓના સૂક્ષ્મ અંશ ગંધ દ્વારા તે ઘરમાં વસવાટ કરનારા લોકોના શરીરમાં પ્રવેશ કરે છે અને વ્‍યાધિનિવારણ માટે સહાયતા થાય છે.

 

૩. આયુરગૃહ બનાવનારા શ્રી. રાજન્ અને તેમના કુટુંબીજનો

કયા રોગ માટે કઈ વનસ્‍પતિના અર્કનો ઉપયોગ થાય છે, તેનું એક શાસ્‍ત્ર છે. પેઢીઓથી અનુભવ દ્વારા મળેલા જ્ઞાનના આધાર પર ગત અનેક વર્ષોથી શ્રી. રાજન્ અને તેમના કુટુંબીજનો પ્રમુખતાથી આયુરવસ્‍ત્રોની નિર્મિતિ કરી રહ્યા છે. આયુરવસ્‍ત્રોની જ્‍યાં નિર્મિતિ કરવામાં આવે છે, ત્‍યાં જ જનપ્રબોધન માટે તેમણે એક ‘આયુરગૃહ’ બનાવ્‍યું છે. તેઓ આયુરવસ્‍ત્ર અને આયુરગૃહ માટે લાગનારી ઔષધી વનસ્‍પતિ અગસ્‍તિ વનમાંથી મેળવે છે. ત્‍યાં આજે પણ અનેક દુર્લભ વનસ્‍પતિઓ ઉપલબ્‍ધ છે. કેટલીક વનસ્‍પતિઓનું શ્રી. રાજન્ પોતે વાવેતર કરે છે. વનસ્‍પતિ મેળવતી વેળાએ પરંપરાગત નિયમોનું પાલન થાય અને નિસર્ગની હાનિ થાય નહીં, તેની કાળજી લેવામાં આવે છે.

 

૪. આયુરગૃહની કેટલીક વિશિષ્‍ટતાઓ

વિશિષ્‍ટતાપૂર્ણ વાસ્‍તુ ધરાવનારા આયુરગૃહની આગળની બાજુ

૪ અ. આયુરગૃહ માટે ઉપયોગમાં લેવાતી ઈંટો અને પથ્‍થર

આયુરગૃહ માટે જોઈતી ઈંટો બનાવવી, સુતારકામ કરવું ઇત્‍યાદિ પારંપારિક કલાઓ છે. આ ઈંટો બનાવવા માટે ઉપયોગમાં લેવાતી માટીમાં વિવિધ પ્રકારની વનસ્‍પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સદર ઈંટો ભટ્ટીમાં શેકવાને બદલે તડકામાં સૂકવવામાં આવે છે. આવશ્‍યકતા અનુસાર કેટલાક ઠેકાણે બાંધકામમાં કાપેલા પથ્‍થરથી જોડાણ પણ કરવામાં આવે છે.

૪ આ. માટીની ભૂમિ અને નળિયાનું છાપરું

આયુરગૃહની ભૂમિ માટીની હોય છે, જ્‍યારે છાપરું માટીના નળિયાનું હોય છે. આ નળિયાં ભટ્ટીમાં શેકી લેવામાં આવે છે.

૪ ઇ. બાંધકામમાં સિમેંટનો ઉપયોગ ન હોવો

આધુનિક બાંધકામમાં સિમેંટનો ઉપયોગ થાય છે, જ્‍યારે આયુરગૃહના બાંધકામમાં માટી, ચૂનો, ગોળ, વનસ્‍પતિઓના અર્ક ઇત્‍યાદિનું મિશ્રણ હોય છે. આ મિશ્રણનો ઉપયોગ કરીને કરેલા બાંધકામનું આયુષ્‍ય સિમેંટની વપરાશ કરીને કરેલા બાંધકામ કરતાં પણ વધારે હોય છે.

૪ ઈ. ઘરના ભાગ અનુસાર અને દિશા પ્રમાણે વિવિધ પ્રકારના લાકડાનો ઉપયોગ કરવો

ઘરના ઉમરા, બારણાં, બારી, વાંસ કે તેના સોટા ઇત્‍યાદિ માટે શાસ્‍ત્રમાં કહેવા પ્રમાણે ફણસ, સાગ, બીલી, કદંબ ઇત્‍યાદિ સુયોગ્‍ય લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. દિશા અનુસાર બારી કે બારણા માટે કયા લાકડાનો ઉપયોગ કરવો ? આ વાત શાસ્‍ત્રમાં આપેલી હોય છે. તે અનુસાર જ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

૪ ઉ. વૈદિક વાસ્‍તુશાસ્‍ત્રનો ઉપયોગ

વાસ્‍તુની નિર્મિતિમાં ભૂમિની પસંદગીથી માંડીને વાસ્‍તુ નિર્મિતિ સુધી સર્વ ઠેકાણે વૈદિક વાસ્‍તુશાસ્‍ત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

૪ ઊ. પાણી અને ઉધેઈ બન્‍નેથી જોખમ હોવું

આયુરગૃહને પાણી અને ઉધેઈથી જોખમ હોય છે; પણ તેની સામે રક્ષણ કરવાના ઉપાય પણ છે. તે ઉપાયો વખતો વખત કરીએ, તો આયુરગૃહ આધુનિક ઘર કરતાં પણ પુષ્‍કળ વધારે વર્ષ ટકે છે.

૪ એ. ઉનાળામાં ઠંડક અને શિયાળામાં હૂંફ જણાવવી

આયુરગૃહમાં ઉનાળામાં ઠંડક જણાય છે, જ્‍યારે શિયાળામાં આ ઘર હૂંફાળું હોય છે. આયુરગૃહની રચના અને તે માટે ઉપયોગમાં લેવાતા ઘટકોને કારણે બહારના વાતાવરણમાં થયેલા પાલટોનું ઘરમાંના વાતાવરણના સંતુલન પર પરિણામ થતું નથી.

 

૫. આયુરગૃહની ઈંટની ‘યુ.એ.એસ્.
(યુનિવ્‍હર્સલ ઑરા સ્‍કનર)’ આ વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા કસોટી કરવી

સર્વસામાન્‍ય ઈંટ અને આયુરગૃહ માટે સિદ્ધ કરેલી ઈંટમાંની ઊર્જાનો અભ્‍યાસ કરવા માટે દિનાંક ૧૨.૯.૨૦૧૯ના દિવસે રામનાથી, ગોવા સ્‍થિત સનાતનના આશ્રમમાં ‘યુ.એ.એસ્. (યુનિવ્‍હર્સલ ઑરા સ્‍કનર)’ આ વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા કસોટી કરવામાં આવી.

૫ અ. ‘યુ.એ.એસ્.’ ઉપકરણનો પરિચય

સદર ઉપકરણને ‘ઑરા સ્‍કૅનર’ એમ પણ કહે છે. આ ઉપકરણ દ્વારા કોઈપણ સજીવ અથવા નિર્જીવ વસ્‍તુમાંની સકારાત્‍મક અને નકારાત્‍મક ઊર્જા, તેમજ તે વસ્‍તુ ફરતે રહેલું કુલ પ્રભામંડળ માપી શકાય છે. આ ઉપકરણ ભાગ્‍યનગર, તેલંગણા ખાતેના માજી પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. મન્‍નમ્ મૂર્તિએ વર્ષ ૨૦૦૫માં વિકસિત કર્યું. (‘યુ.એ.એસ્.)’ ઉપકરણની વધુ માહિતી માટે જુઓ : https://www.sanatan.org/gujarati/universal-scanner

૫ આ. યુ.એ.એસ્. ઉપકરણ દ્વારા માપેલી બાબતોની નોંધ

કસોટી-માપનની નોંધ સર્વત્ર ઉપયોગમાં લેવાતી સર્વસામાન્‍ય માટીની શેકેલી ઈંટ ઔષધી વનસ્‍પતિયુક્ત માટીની શેકેલી ઈંટ આયુરગૃહ માટે ઉપયોગમાં લેવાની (ઔષધી વનસ્‍પતિયુક્ત માટીની ન શેકેલી) ઈંટ
‘યુ.એ.એસ્.’ ઉપકરણ દ્વારા નોંધ લીધી તે સમય સાંજે ૩.૨૦ સવારે ૯.૪૧ સવારે ૯.૩૨
૧. નકારાત્‍મક ઊર્જા (મીટર) – – – – – –
૨. સકારાત્‍મક ઊર્જાનું પ્રભામંડળ (મીટર) 1.23 3.04 3.67
કુલ પ્રભામંડળ (મીટર) 1.56 4.65 5.04

૫ ઇ. વિવેચન

૫ ઇ ૧. નકારાત્‍મક ઊર્જા ન હોવી

માટીથી બનાવેલી ત્રણેય પ્રકારની ઈંટોમાં ‘ઇન્‍ફ્રારેડ’ અને ‘અલ્‍ટ્રાવ્‍હાયોલેટ’ આ નકારાત્‍મક ઊર્જામાંથી કોઈપણ નકારાત્‍મક ઊર્જા નહોતી.

૫ ઇ ૨. સકારાત્‍મક ઊર્જા હોવી

સર્વ વ્‍યક્તિ, વસ્‍તુ અથવા વાસ્‍તુમાં સકારાત્‍મક ઊર્જા હોય છે જ, એવું નથી. માટીથી બનાવેલી ત્રણેય ઈંટોમાં સકારાત્‍મક ઊર્જા હતી. તેમાંની સકારાત્‍મક ઊર્જાના પ્રભામંડળનું માપન કર્યું, ત્‍યારે ‘સર્વસામાન્‍ય માટીની શેકેલી ઈંટ’નું પ્રભામંડળ ૧.૨૩ મીટર હતું, જ્‍યારે તેના બમણા કરતાં થોડું વધારે (૩.૦૪ મીટર) પ્રભામંડળ ‘ઔષધી વનસ્‍પતિયુક્ત માટીની શેકેલી ઈંટનું હતું. ‘ઔષધી વનસ્‍પતિયુક્ત માટીની ન શેકેલી ઈંટ’નું પ્રભામંડળ સૌથી વધારે (૩.૬૭ મીટર) હતું.

૫ ઇ ૩. કુલ પ્રભામંડળ પુષ્‍કળ વધારે હોવું

સામાન્‍ય વ્‍યક્તિ અથવા વસ્‍તુનું કુલ પ્રભામંડળ સામાન્‍ય રીતે ૧ મીટર હોય છે. ‘સર્વસામાન્‍ય માટીની શેકેલી ઈંટ’નું કુલ પ્રભામંડળ ૧.૫૬ મીટર હતું, જ્‍યારે તેના કરતાં પુષ્‍કળ વધારે (૪.૬૫ મીટર) પ્રભામંડળ ‘ઔષધી વનસ્‍પતિયુક્ત માટીની શેકેલી ઈંટ’નું હતું. આયુરગૃહ માટે ઉપયોગમાં લેવાતી ‘ઔષધી વનસ્‍પતિયુક્ત માટીની ન શેકેલી ઈંટ’નું પ્રભામંડળ સૌથી વધારે (૫.૦૪ મીટર) હતું.

ટૂંકમાં કહીએ, તો આયુરગૃહની ઈંટમાંથી પુષ્‍કળ પ્રમાણમાં સકારાત્‍મક ઊર્જા પ્રક્ષેપિત થતી હોવાનું અને તેનું કુલ પ્રભામંડળ પુષ્‍કળ વધારે હોવાનું યુ.એ.એસ્. ઉપકરણ દ્વારા કરેલી કસોટી દ્વારા સ્‍પષ્‍ટ થયું. તેનો અર્થ આયુરગૃહ આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક છે.

 

૬. આયુરગૃહની ઈંટમાં સાત્વિકતા હોવા પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર

આયુરગૃહની ઈંટો બનાવવા માટે ઉપયોગમાં લીધેલા ઘટકો (ઉદા. ઈંટો માટે ઉપયોગમાં લીધેલી માટી, તેમાંની ઔષધી વનસ્‍પતિ) અને તે બનાવવાની પ્રક્રિયા (ઉદા. ઈંટ ભઠ્ઠીમાં શેકવા કરતાં તડકામાં સૂકવવી) તેને કારણે આયુરગૃહની ઈંટમાં સર્વસામાન્‍ય ઈંટની તુલનામાં વધારે સાત્વિકતા છે. એકાદ વસ્‍તુના નિર્માણ માટે જોઈતા ઘટકોમાં અને નિર્મિતિની પ્રક્રિયામાં સાત્વિકતાની દૃષ્‍ટિએ પાલટ કરવાથી તેમાંથી વધારે સાત્વિક વસ્‍તુ કેવી રીતે બનાવી શકાય છે, તેનું ‘આયુરગૃહની ઈંટ’ આ ઉત્તમ ઉદાહરણ છે.

 

૭. ભારતમાંની પ્રાચીન વિદ્યા અને કલાને અધ્‍યાત્‍મનો
પાયો હોવાથી તે ચૈતન્‍યમય હોવા અને કાળના પ્રવાહમાં ટકી શકવા

ભારતમાંના વાસ્‍તુશાસ્‍ત્ર, જ્‍યોતિષશાસ્‍ત્ર, ગણિત ઇત્‍યાદિ વિદ્યા અથવા સંગીત, નૃત્‍ય, ચિત્રકળા ઇત્‍યાદિ કલાઓનો પાયો અધ્‍યાત્‍મનો હોવાથી તે વિદ્યા અથવા કલા સાધ્‍ય કરનારાઓને ઈશ્‍વરની અર્થાત્ સર્વોચ્‍ચ આનંદની અનુભૂતિ થઈ શકે છે. અધ્‍યાત્‍મનો પાયો હોવાથી જ સંગીત, નૃત્‍ય ઇત્‍યાદિ કલાઓ હજી સુધી ટકી રહી છે; પરંતુ વર્તમાન કાળમાં સામાન્‍ય લોકોએ કલાના આધ્‍યાત્‍મિક પાસાંનો વિચાર કર્યો ન હોવાથી વાસ્‍તુના નિર્માણમાં પણ પરિપૂર્ણતા જોવા મળતી નથી.

વર્તમાન ઘોર આપત્‍કાળમાં પણ કેરળ રાજ્‍યમાં આયુરગૃહ બનાવવાની પ્રાચીન કળા આજે પણ જીવિત છે, જ્‍યારે ભૂતકાળમાં તે કેટલી પરિપૂર્ણ અને વિકસિત હશે, તેની આપણે કલ્‍પના કરી શકીએ.

આવી દુર્લભ કળા અને વિદ્યાઓ પૂર્ણ રીતે નષ્‍ટ થઈ નથી, તેને આપણું અહોભાગ્‍ય જ કહેવું પડશે. આવી કળા અને વિદ્યાઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવું, એ કાળની આવશ્‍યકતા છે.’

કુ. પ્રિયાંકા વિજય લોટલીકર અને શ્રી. રૂપેશ લક્ષ્મણ રેડકર,
મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા. (૧૯.૯.૨૦૧૯)
ઈ-મેલ : [email protected]

Leave a Comment