કુંભમેળામાં રાજયોગી સ્‍નાન સમયે ગંગા, જમના અને સરસ્‍વતી નદીઓના સંગમમાં સ્‍નાન કરવાથી થનારા આધ્‍યાત્‍મિક લાભ !

૧. ગંગા, જમના અને સરસ્‍વતી આ ત્રણેય પવિત્ર
નદીઓઅર્થાત્ ભારતની ક્રમવાર ઇડા, પિંગલા અને સુષુમ્‍ણા નાડીઓ હોવી

‘પ્રયાગ ખાતે ગંગા, જમના અને સરસ્‍વતી આ ત્રણ પવિત્ર નદીઓનો ત્રિવેણી સંગમ છે. આ નદીઓ એટલે ભારતની ક્રમવાર ઇડા, પિંગલા અને સુષુમ્‍ણા નાડીઓ છે. આ નદીઓમાં કાર્યરત રહેલી દૈવી ઊર્જા સંગમના સ્‍થાન પર એકત્રિત થઈ છે. તેથી આ નદીઓના સંગમમાં પર્વકાળમાં રાજયોગી સ્‍નાન કરવાથી માનવીનો કેવળ સ્‍થૂળદેહ જ નહીં, પણ તેનો મનોદેહ, કારણદેહ અને મહાકારણદેહ શુદ્ધ અને પવિત્ર થાય છે. આ રીતે ત્રિવેણી સંગમમાં સ્‍નાન કરવાથી વ્‍યક્તિનો પિંડ શુદ્ધ બનીને તેનો લિંગદેહ સાત્વિક અને હલકો બને છે. આ રીતે સાત્વિક થયેલી વ્‍યક્તિને મૃત્‍યુ ઉપરાંત સારી ગતિ પ્રાપ્‍ત થાય છે.

 

૨. ગંગા નદીમાં શિવ, જમનામાં વિષ્‍ણુ અને
સરસ્‍વતીમાં બ્રહ્મા દેવતાઓની તત્વલહેરો કાર્યરત હોવી

ગંગામાં શિવ, જમનામાં વિષ્‍ણુ અને સરસ્‍વતીમાં બ્રહ્મા દેવતાઓની તત્વલહેરો કાર્યરત હોય છે. આ રીતે પર્વકાળમાં ત્રણેય નદીઓના સંગમમાં રાજયોગી સ્‍નાન કરવાથી ભક્તો બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશ આ ત્રિદેવોની તત્વલહેરો ગ્રહણ કરી શકે છે. અન્‍ય દિવસોની તુલનામાં કુંભમેળા સમયે ત્રણેય નદીઓમાં સબંધિત દેવતાઓની તત્વલહેરો ૩૦ ટકા વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે. કુંભપર્વમાં રાજયોગી (શાહી) સ્‍નાન કરવાથી ત્રિદેવોની તત્વલહેરોનો લાભ ભક્તોને થઈને તેમની સાત્વિકતા પુષ્‍કળ વધે છે અને તેમનાં પાપોનું ક્ષાલન થાય છે.

 

૩. ગંગા, જમના અને સરસ્‍વતીને કારણે
ભક્તોને ક્રમવાર વૈરાગ્‍ય, ભક્તિ અને જ્ઞાનની પ્રાપ્‍તિ થવી

ભક્તોને ગંગાજીના પ્રભાવને કારણે વૈરાગ્‍ય, જમનાજીને કારણે ભક્તિ અને સરસ્‍વતીને કારણે જ્ઞાનની પ્રાપ્‍તિ થાય છે. આ રીતે ત્રિવેણી સંગમમાં સ્‍નાન કરવાથી ભક્તોમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્‍ય આ દૈવી ગુણોની વૃદ્ધિ થાય છે તેમજ તેમની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ ઝડપથી થવામાં સહાયતા થાય છે.

 

૪. યોગમાર્ગ અનુસાર સાધના સારી થવી

ગંગાજીમાં સ્‍નાન કરવાથી ‘કર્મયોગ અથવા ધ્‍યાનયોગ’, જમનાજીમાં સ્‍નાન કરવાથી ‘ભક્તિયોગ’ અને સરસ્‍વતીમાં સ્‍નાન કરવાથી ‘જ્ઞાનયોગ’ આ યોગમાર્ગો અનુસાર સાધના કરનારા ભક્તોની સાધના સારી થાય છે. તેથી ત્રિવેણી સંગમમાં સ્‍નાન કરનારા ભક્તોને તેમના યોગમાર્ગ અનુસાર પુષ્‍કળ અનુભૂતિઓ થાય છે, ઉદા. ધ્‍યાન લાગવું, દેવતાઓના દર્શન થવા, ભાવ જાગૃત થવો, મનમાં આવી રહેલા પ્રશ્‍નોના અંદરથી ઉત્તરો મળવા ઇત્‍યાદિ.

 

૫. ‘જાગૃતિ, સ્‍વપ્ન અને સુષુપ્‍તિ’, આ ત્રણેય અવસ્‍થાઓનેપાર
કરીને ‘તુર્યા’ આ ઉચ્‍ચતમ આધ્‍યાત્‍મિક અવસ્‍થા ઝડપથી પ્રાપ્‍ત થવી

માનવીની ‘જાગૃતિ, સ્‍વપ્ન અને સુષુપ્‍તિ’, આ ત્રણ અવસ્‍થાઓ હોય છે. ભક્તોએ કુંભપર્વમાં ત્રણેય નદીઓના સંગમમાં સ્‍નાન કર્યા પછી તેમને આ ત્રણેય અવસ્‍થાઓ પાર કરીને ‘તુર્યા’ આ ઉચ્‍ચતમ આધ્‍યાત્‍મિક અવસ્‍થા વહેલી પ્રાપ્‍ત થાય છે. ‘તુર્યા’ અવસ્‍થાની પ્રાપ્‍તિને કારણે ભક્તોની દેહબુદ્ધિ વહેલી ઓછી થાય છે. તેથી ભક્તોને ‘ઠંડી, તરસ, ભૂખની જાણ ન થવી’, ‘દૈવી શક્તિ સાથે જ છે’, એવું જણાવવું, ભાવાવસ્‍થા પ્રાપ્‍ત થવી, નિરંતર આનંદનો અનુભવ થવો’, જેવી અનેક આધ્‍યાત્‍મિક અનુભૂતિઓ થઈને તેમની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ શીઘ્ર થાય છે.

 

૬. પ્રત્‍યેક રાજયોગી સ્‍નાન સમયે સંગમમાં સ્‍નાન કરવાથી
સત્વ, રજ અને તમ ત્રિગુણોનું પ્રમાણ ન્‍યૂન થઈને નિર્ગુણ તત્વ વધવું

ભક્તોએ નિરંતર પ્રત્‍યેક રાજયોગી (શાહી) સ્‍નાન સમયે પ્રયાગ ખાતેની ત્રણેય નદીઓના પવિત્ર સંગમમાં સ્‍નાન કરવાથી તેમનામાં પ્રથમ સત્વગુણની વૃદ્ધિ થાય છે અને પછી સત્વ, રજ અને તમ ત્રિગુણોનું પ્રમાણ ન્‍યૂન થઈને તેમનામાં નિર્ગુણ તત્વ  વધારે પ્રમાણમાં કાર્યરત થાય છે. તેથી ભક્તોના મનમાં મુક્તિ અથવા મોક્ષ પ્રાપ્‍ત કરવાની મનીષા જાગૃત થાય છે અને તેમના દ્વારા ‘મને મુક્તિ અથવા મોક્ષ મળવા દો’, એવી પ્રાર્થનાઓ આપમેળે જ થવા લાગે છે.

 

૭. ગંગા, જમના અને સરસ્‍વતી આ ત્રણેય
નદીઓમાં ક્રમવાર ‘ઇચ્‍છા, ક્રિયા અને જ્ઞાન’ આ લહેરો કાર્યરત હોવી

પ્રયાગ ખાતે ગંગા, જમના અને સરસ્‍વતી આ ત્રણેય પવિત્ર નદીઓમાં ક્રમવાર ‘ઇચ્‍છા, ક્રિયા અને જ્ઞાન’ની લહેરો કાર્યરત હોય છે. આ નદીઓના ત્રિવેણી સંગમમાં સ્‍નાન કરવાથી ભક્તોને ઇચ્‍છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિની પ્રાપ્‍તિ થાય છે. તેથી ભક્તો દ્વારા વ્‍યષ્‍ટિ સ્‍તર પર નામજપ, મનોનિગ્રહ કરવો, કઠોર ધર્માચરણ કરવું ઇત્‍યાદિ વ્‍યષ્‍ટિ સાધના અને સમષ્‍ટિ કાર્ય કરવાની તાલાવેલી વધીને ધર્મપ્રસાર, ધર્મજાગૃતિ તેમજ ધર્મરક્ષણ કરવું આ સમષ્‍ટિ સાધના વધારે સારી રીતે થવા લાગે છે.

 

૮. ત્રણેય પવિત્ર નદીઓમાં ત્રિદેવો સાથે સંબંધિત
‘ઉત્‍પત્તિ, સ્‍થિતિ અને લય’ સાથે સંબંધિત તારક અને મારક શક્તિ કાર્યરત હોવી

પ્રયાગ ખાતે સરસ્‍વતી, જમના અને ગંગા આ ત્રણેય પવિત્ર નદીઓમાં ત્રિદેવો સાથે સંબંધિત ‘ઉત્‍પત્તિ, સ્‍થિતિ અને લય’ સાથે સંબંધિત તારક અને મારક શક્તિ કાર્યરત હોય છે. આ ત્રણેય નદીઓના સંગમમાં સ્‍નાન કરનારા ભક્તોમાં આ ત્રણેય કાર્યો સાથે સંબંધિત રહેલી તારક અને મારક શક્તિ અંશાત્‍મક રીતે ગ્રહણ થાય છે. તેથી સાધક, સાધુ અને સંતો દ્વારા આવશ્‍યકતા અનુસાર ‘ઉત્‍પત્તિ, સ્‍થિતિ અને લય’ સાથે સંબંધિત કાર્ય થઈને તેમનો ઈશ્‍વરી કાર્યમાંનો સહભાગ વધે છે.’

કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મમાંથી મળેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment