કુંભમેળામાં અમૃતસ્‍નાનનું સ્‍થાનમહાત્‍મ્‍ય !

સમુદ્રમંથન પછી અમૃતપ્રાપ્‍તિ માટે દેવાસુરોમાં ૧૨ દિવસ, અર્થાત્ પૃથ્‍વી પરના કાળ અનુસાર ૧૨ વર્ષ યુદ્ધ થયું. તેમાં પૃથ્‍વી પર ૪ વાર અમૃતકુંભ મૂકવામાં આવ્‍યો. જે ૪ સ્‍થાન પર અમૃતકુંભ મૂકવામાં આવ્‍યો, ત્‍યાં અમૃતકણ ઢોળાયા અને ત્‍યાં સદર મેળો પ્રત્‍યેક ૧૨ વર્ષ ઉપરાંત ભરાય છે. અમૃતકણોની પ્રાપ્‍તિ માટે થનારું સ્‍નાન અદ્વિતીય છે. આ યોગ સામાન્‍ય ભક્તો માટે પુણ્‍યપ્રદ છે.

તેમાં પાપોનું વિમોચન કરવાની તાલાવેલી છે અને મોક્ષપ્રાપ્તિની આસ પણ છે. ગંગાજી પાપોનું પરિમાર્જન કરે છે. તેમનામાં ભેગું થયેલું પાપ સંતોના ચૈતન્‍યથી નષ્‍ટ થાય છે; તેથી ભક્તો પહેલાં સર્વ સંતો ગંગા-સ્‍નાન કરે છે. રાજયોગી સ્‍નાન તરીકે પ્રસિદ્ધ રહેલું આ પ્રથમ અમૃતસ્‍નાન માકરસંક્રાંતિના દિવસે કરવામાં આવે છે.

ગંગાજી પર અને ગંગાસ્‍નાન પર શ્રદ્ધા રાખનારા, તે માટે રાત્રે ઉજાગરો કરનારા, ૧૦-૧૫ કિ.મી. પદભ્રમણ કરનારા ભક્તો એટલે ભારતમાંની આસ્‍તિકતાની પરંપરા છે. નાસ્‍તિકતાવાદીઓના કાર્યક્રમ માટે ૧૦૦ લોકો પણ એકઠા થવાનું કઠિન હોય છે, ત્‍યાં પણ સદર આસ્‍તિકતા મહત્વની છે.

 

આવો છે અમૃતસ્‍નાનનો મહિમા !

પાપોનું પરિમાર્જન અને મોક્ષપ્રાપ્તિ આ ગંગાસ્‍નાનનો પાયો છે. ધર્મશાસ્‍ત્રમાં કહ્યું છે કે, જેવી જેની શ્રદ્ધા હશે, તેવું તેને ફળ મળશે. જે કેવળ કર્મકાંડ તરીકે સ્‍નાન કરે છે, તેમને તેવું પુણ્‍ય મળશે. જે લોકો મોજ-મજા ખાતર સ્‍નાન કરે છે, તેમને તે અનુસાર ફળ મળશે. પાપી વ્‍યક્તિને જો પાપ-વિમોચનની તાલાવેલી હોય, તો તેને આત્‍મશાંતિનો લાભ થશે અને મોક્ષની તાલાવેલી ધરાવનારા મુમુક્ષુને મોક્ષપ્રાપ્તિનો માર્ગ જડશે. આવો અમૃતસ્‍નાનો મહિમા છે.

 

કુંભમેળામાં ૬ તિથિઓના દિવસે રાજયોગી સ્‍નાન થશે !

કુંભમેળામાં મકરસંક્રાંતિ, પોષ પૂર્ણિમા, મૌની અમાસ, વસંત પંચમી, મહા પૂર્ણિમા અને મહાશિવરાત્રિ આ ૬ તિથિઓના દિવસે સંગમ તટ પર રાજયોગી સ્‍નાન  કરવામાં આવે છે. કુંભમેળાનું ૫મું રાજયોગી સ્‍નાન મહા પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે.

‘આ દિવસે હિંદુઓના દેવતા વિવિધ રૂપ ધારણ કરીને સ્‍વર્ગમાંથી પૃથ્‍વી પર સ્‍થિત ત્રિવેણી સંગમ તટ પર આવે છે અને રાજયોગી સ્‍નાન કરીને પોતાનું વ્રત પૂર્ણ કરે છે’, એવું કહેવામાં આવે છે. આ દિવસે બૃહસ્‍પતિ ગુરુની પણ પૂજા કરવામાં આવે છે. કુંભમેળાનું અંતિમ સ્‍નાન મહાશિવરાત્રિના દિવસે હોય છે. ‘દેવતાઓ પણ આ દિવસની રાહ જોતા હોય છે’, એવું કહેવામાં આવે છે.

Leave a Comment