કુંભમેળાનું પ્રયોજન : હિદુંઓનું ધાર્મિક સંગઠન !

આદિ શંકરાચાર્યજીએ કુંભમેળા દ્વારા હિંદુઓ ધાર્મિક સંગઠનની સંકલ્પના પ્રસ્તુત કરી. તેમને લાગતું હતું કે હિંદૂ ધર્મીઓં ધાર્મિક વિચારોનું આદાન-પ્રદાન કરવું, ધર્મવિષયક વિચાર-વિમર્શ કરીને તેમની સંકુચિત વૃત્તિ નષ્ટ કરવી અને તેમનું સંગઠન કરવું – આવી ધર્મહિતકારી કૃત્તિઓ માટે કુંભમેળાનો લાભ લેવો આવશ્યક છે. પરંતુ ગત કેટલાક દશકોના કુંભમેળાનો વિચાર કરતી વેળાએ આદિ શંકરાચાર્યજીને અપેક્ષિત એવો ધર્મહિતનો વિચાર સાધ્ય થઈ રહેલો દેખાતો નથી. શ્રદ્ધાળુ હિંદૂઓ સંગઠન હેતુ સામાર્થ્યશાળી હિંદૂત્વવાદી સંગઠનોએ આગળ આવવું જોઈએ.

કુંભમેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ

કુંભમેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ છે. કુંભમેળો ભારતની સાંસ્કૃતિક મહાનતાનું કેવળ દર્શન જ નહી; પરંતુ સંતસંગ પ્રદાન કરનારું આધ્યાત્મિક સંમેલન છે. કુંભપર્વના નિમિત્તે પ્રયાગ, હરદ્વાર (હરિદ્વાર), ઉજ્જન અને ત્ર્યંબકેશ્વર-નાસિક, આ ચાર ક્ષેત્રોમાં પ્રતિ ૧૨ વર્ષે સંપન્ન થનારા આ ઉત્સવનું હિંદૂ જીવનદર્શનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ વેળાએ નાસિકમાં ૧૪ જુલાઈ ૨૦૧૫ના દિવસે સિંહસ્થ કુંમેળાનું ધ્વજારોહણ થયું છે.

કુંભમેળાની આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક મહિમા અનન્ય છે. ગુરુને રાશિચક્રનું પરિક્રમણ કરવામાં ૧૨ વર્ષનો સમય લાગે છે. આથી દર ૧૨ વર્ષ પછી કુંભયોગ આવે છે. હિંદૂધર્મની ષ્ટિથી ૩ પર્વ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે – ગુરુ કન્યા રાશિમાં હોય તે ક્ન્યાગત , સિંહ રાશિમાં હોય ત્યારે સિંહસ્થ અને કુંભ રાશિમાં હોય તે કુંભમેળો.

ગંગાસ્નાન, સાધના, દાનધર્મ, પિતૃતર્પણ, શ્રાદ્ધવિધિ, સંતદર્શન, ધર્મચર્ચા જેવી ધાર્મિક કૃતિઓ કરવા માટે કરોડો શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

પર્વસ્નાનના આરંમાં પ્રાર્થના અને સ્નાન કરતી વેળાએ નામજપ કરો !

પર્વસ્નાનની વેળાએ યાત્રાળુઓ જોર-જોરથી વાતો કરવી, બુમો પાડવી, એક-બીજા પર પાણી ઉડાડવું ઈત્યાદિ અનુચિત કૃત્યો કરે છે. સ્નાન કરનારાઓં મન તીર્થક્ષેત્રની પવિત્રતા અને સાત્ત્વિકતાનો અનુવ ન કરે તો તેનું પાપ નષ્ટ થતું નથી. આથી પર્વસ્નાનનો આધ્યાત્મિક લા લેવા માટે તેના આરંમાં ગંગામાતાને નીચે પ્રમાણે પ્રાર્થના કરો.

૧. હે ગંગામાતા, આપની કૃપાથી મને આ પર્વ પર સ્નાન કરવાની સંધિ પ્રાપ્ત થઈ છે. આથી આપના ચરણોમાં કૃતજ્ઞ છું. હે માતા, આપના આ પવિત્ર તીર્થ સ્થાને મારાથી શ્રદ્ધાપૂર્વક અંત:કરણથી પર્વસ્નાન થાય.

૨. હે પાપવિનાશિની ગંગાદેવી, આપ મારા સર્વ પાપ નષ્ટ કરો.

૩. હે મોક્ષદાયિની ગંગાદેવી,આપ મારી આધ્યાત્મિક પ્રગતિ હેતુ આવશ્યક સાધના કરાવી લો અને મને મોક્ષની દિશામાં લઈ જાવ. ત્યાર પછી ઉપાસ્યદેવતાનો નામજપ કરતા-કરતા સ્નાન કરો.

સિંહસ્થ કુંભ તીર્થક્ષેત્રોની સ્વછતા અને પવિત્રતા જાળવવી એ પણ સાધના જ છે !

યાત્રીઓ, હિંદૂ ધર્મમાં તીર્થક્ષેત્રનું વિશેષ મહત્ત્વ છે. આથી તીર્થક્ષેત્રોને સ્વચ્છ અને પવિત્ર રાખવાથી ગવાન પ્રસન્ન થશે, આ વાત ધ્યાનમાં રાખો અને તેનું પાવિત્ર્ય ટકાવી રાખો.

તીર્થયાત્રામાં પર્યાવરણ સંરક્ષણ

તીર્થોનું પોતાનું મહત્ત્વ છે અને આપણે પોતાની શ્રદ્ધા, આર્થિક અને શારીરિક ક્ષમતા અનુસાર તીર્થોની યાત્રા કરીએ છીએ. મોટાભાગના પ્રાચીન અને સિદ્ધ તીર્થ નાની જગ્યાઓ પર, પહાડોમાં, ગુફાઓં અને નદીઓ કિનારાઓ પર સ્થિત છે. આ તીર્થ સ્થળોની સ્થાનીય જનસંખ્યા ઓ હોય છે. એકાએક યાત્રીઓ સંખ્યા વધી જવાથી આ સ્થાનોની મૂળૂત (પાયાની) સુવિધાઓ તૂટી જાય છે અને પર્યાવરણ પર ખરાબ રીતે પ્રાવિત થાય છે.

જો તમે ધારો તો નાની-નાની વાતોનું ધ્યાન રાખીને આવા સ્થાનોના પર્યાવરણનું રક્ષણ કરી શકો છો.

૧. નદી, ઝરણા અને તળાવોના પાણીમાં નહાતી સમયે સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમાં કપડા અને વાસણો ન ધોવા જોઈએ.

૨. પાણીના સ્ત્રોતમાં કચરો નાખવો ન જોઈએ.

૩. પાણીમાં પૂજા સામગ્રી વિસર્જીત કરવી હોય તો તે કિનારા પર વિસર્જીત કરવાને બદલે વહેતા પાણીમાં કરો.

પાલીથીન-થેલી સહિત સામગ્રીનું વિસર્જન કરવાને બદલે કેવળ સામગ્રીનું વિસર્જન કરો અને પાલીથીન-થેલીને કચરા-પેટીમાં નાખો.

૪. નદી કિનારેની ખુલ્લી જગ્યામાં મળ-મૂત્ર ત્યાગીને તે જગ્યાને દૂષિત કરવાને બદલે જો તમે હોટલ અથવા ધર્મશાળામાં રહેતા હોવ તો ત્યાંના શૌચાલય અને જો ખુલ્લી જગ્યા અથવા ટેન્ટમાં રોકાયા હોય તો ત્યાંના સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ કરો.

૫. ભોજન કરતી વેળાએ આવશ્યક એટલું જ ભોજન લો.

૬. તીર્થ સ્થાનની આજુબાજુ જો જંગલ હોય અને તમે ફરવા જતા હોવ તો જંગલમાં કચરો ન નાખવો જોઈએ.

૭. ખાવાનું જો ખુલ્લી જગ્યામાં રાંધવામાં આવતું હોય તો ઇંધણના ધુમાડાથી આજુબાજુના લોકોને તકલીફ ન થાય એનું ધ્યાન રાખો . જો તમે યોજનાબદ્ધ ખાવાનું બનાવશો તો ઇંધણ અને સમયની બચત થશે.

૮. મંદિરના પરિસરમાં ગમે ત્યાં પાણી ઢોળશો નહી, એનાથી કોઈ લપશી જઈ શકે.

૯. હોટલ અથવા ધર્મશાળામાં જો રહેતા હોવ તો બહાર નીકળતી વેળાએ લાઇટ બંધ કરો.

૧૦. આવી જગ્યાઓ પર વધારે ચાલો અને વાહનો ઓછો ઉપયોગ કરો.

એટલું જરૂર યાદ રાખો કે તીર્થસ્થળ પર કેવળ એક મંદિર પવિત્ર નથી હોતું; પૂર્ણ સ્થાન પવિત્ર હોય છે. તીર્થયાત્રા કરતી વેળાએ આપણે એ જ વિચાર કરીએ છીએ કે આપણે ગવાનના ઘરે જઈ રહ્યા છીએ. જો આપણે આપણું ઘર ચોખ્ખુ રાખવા માગીએ છીએ તો ઈશ્વરનાં ઘરને કેમ ગંદુ કરવું? -શ્રી. મહેદ્ર પાંડે, પર્યાવરણ વિશેષજ્ઞ

– સંદર્ભ: માસિક સનાતન સંદેશ , જાન્યુઆરી ૨૦૦૬

Leave a Comment