કુંભમેળો એટલે ધાર્મિક યાત્રાળુઓનો જગત્‌માંનો સૌથી મોટો અને શાંતિથી સંપન્‍ન થનારો મેળો હોવાના ગૌરવોદ્ગાર !

 

કુંભમેળાનો ‘યુનેસ્‍કો’ની ‘જાગતિક વારસા સૂચિ’માં સમાવેશ !

નવી દેહલી – હિંદુઓનો સૌથી મોટો ધાર્મિક ઉત્‍સવ રહેલા કુંભમેળાને હવે જાગતિક દરજ્‍જો પ્રાપ્‍ત થયો છે. સંયુક્ત રાષ્‍ટ્રોનું ઘટક રહેલા ‘યુનેસ્‍કો’એ ‘કુંભમેળો’ એટલે ધાર્મિક યાત્રાળુઓનો જગત્‌માંનો સૌથી મોટો અને શાંતિથી સંપન્‍ન થનારો મેળો હોવાના ગૌરવોદ્ગાર કાઢીને કુંભમેળાનો ‘યુનેસ્‍કો’ની ‘જાગતિક વારસા સૂચિ’માં સમાવેશ કર્યો. ‘યુનેસ્‍કો’ના દક્ષિણ કોરિયામાં આંતરશાસકીય સમિતિની ચાલુ રહેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્‍યો.

આ પહેલાં સદર સૂચિમાં ગત ‘યોગ’ અને ‘નવરોઝ’ (પારસી નવવર્ષ)નો સમાવેશ કરવામાં આવ્‍યો છે. ભારતમાં પ્રયાગ, હરિદ્વાર, ઉજ્‍જૈન અને નાશિક આ રીતે ૪ ઠેકાણે કુંભમેળો ભરાય છે. ‘યુનેસ્‍કો’ની સૂચિમાં નામ આવવાથી હવે ‘યુનેસ્‍કો’ દ્વારા કુંભમેળાની દખલ લેવામાં આવશે અને કુંભમેળા માટે આવશ્‍યક તે સર્વ ઉપાયયોજનાઓ અને તેમનું સંવર્ધન તેમના દ્વારા કરવામાં આવવાનું છે.

નાશિક ખાતે ત્ર્યંબકેશ્‍વર સંસ્‍થાનનાં
વિશ્‍વસ્‍ત લલિતા શિંદે જે કાંઈ કેડે પડ્યા હતા, તેને યશ !

પ્રયાગ, ઉજ્‍જૈન, હરિદ્વાર પ્રમાણે જ નાશિકના સિંહસ્‍થ કુંભમેળાનું મહત્વ છે; પરંતુ આજ સુધી આ ઉત્‍સવ માટે જાગતિક સ્‍તર પર દરજ્‍જો પ્રાપ્‍ત થવા માટે કોઈપણ સરકારે કાંઈપણ પ્રયત્નો કર્યા નથી. તેથી નાશિક ખાતેના પ્રસિદ્ધ શ્રી ત્ર્યંબકેશ્‍વર સંસ્‍થાનનાં વિશ્‍વસ્‍ત લલિતા શિંદેએ કુંભમેળાને ‘યુનેસ્‍કો’ની વારસા સૂચિમાં સમાવિષ્‍ટ કરવા માટે કેંદ્રિય સાંસ્‍કૃતિક મંત્રી મહેશ શર્માની કેડે પડ્યા હતા.

કેંદ્ર સરકારના સાંસ્‍કૃતિક વિભાગની સમિતિએ કેંદ્રિય મંત્રી પાસે તે વિશેનો અહેવાલ પ્રસ્‍તુત કર્યો. સમિતિએ આપેલા પુરાવાના આધાર પર કેંદ્ર સરકારે પૅરિસ ખાતેના ‘યુનેસ્‍કો’ના કાર્યાલયમાં તેવો પ્રસ્‍તાવ મોકલી આપ્‍યો. તેનો વિચાર કરીને ‘યુનેસ્‍કો’એ કુંભમેળાને જાગતિક દરજ્‍જો પ્રદાન કર્યો.

ભારતીઓ માટે ગૌરવની ક્ષણ ! – કેંદ્રિય સાંસ્‍કૃતિક મંત્રી

‘યુનેસ્‍કો’ના નિર્ણય પછી કેંદ્રિય સાંસ્‍કૃતિક મંત્રી મહેશ શર્માએ ‘ભારત માટે આ ગૌરવની પળ છે’, એવી પ્રતિક્રિયા વ્‍યક્ત કરી.

 

‘યુનેસ્‍કો’ની ‘જાગતિક વારસા સૂચિ’ માં સમાવિષ્‍ટ રહેલા ભારતમાંના ઉત્‍સવ

‘યુનેસ્‍કો’એ ‘જાગતિક વારસા સૂચિ’માં ભારતમાંના આગળ જણાવેલા ઉત્‍સવોનો સમાવેશ કર્યો છે, કટ્ટીયત્તમ સાંસ્‍કૃતિક થિએટર, વૈદિક મંત્રોચ્‍ચાર પરંપરા, રામલીલા, રમ્‍મન (ધાર્મિક તહેવાર અને ગઢવાલ હિમાલયમાંનું વિધિ થિએટર), ઓડિશામાંનું છાઊ નૃત્‍ય, રાજસ્‍થાનમાંનું કાલબેલિયા નૃત્‍ય અને લોકગીતો, મુડિયેટ્ટૂ વિધિ થિએટર, કેરળ નૃત્‍ય નાટક, લડાખ, જમ્‍મુ અને કાશ્‍મીર બૌદ્ધ પઠણ, સંકીર્તન વિધિ ગાયન, મણિપૂરનું નૃત્‍ય, નવરોઝ અને કુંભમેળો.

Leave a Comment