વસુબારસ

વસુબારસ એટલે જ ગોવત્સ બારસ. ગોવત્સ બારસ દિવાળીના આરંભમાં આવે છે. આ ગોમાતાનો સવત્સ એટલે કે  વાછરડા સાથે પૂજા કરવાનો દિવસ છે. શક સંવત્સર અનુસાર આસો વદ બારસ જ્યારે વિક્રમ સંવત અનુસાર કારતક વદ બારસ ગોવત્સ બારસના નામથી ઓળખાય છે. આ દિવસ એક વ્રત તરીકે ઊજવવામાં આવે છે.

ગૌપૂજા

 

ગોવત્સબારસનું અધ્યાત્મશાસ્ત્રીય મહત્વ

ગોવત્સબારસના દિવસે શ્રી વિષ્ણુની આપતત્વ યુક્ત લહેરો સક્રિય બનીને બ્રહ્માંડમાં આવે છે. આ લહેરોનું વિષ્ણુલોકથી બ્રહ્માંડ સુધીનું વહન વિષ્ણુલોકની એક કામધેનુ અવિરત કરે છે. તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કામધેનુના પ્રતીક તરીકે આ દિવસે ગાય-વાછરડાનું પૂજન કરવામાં આવે છે.

 

ગોવત્સબારસને દિવસે ગોપૂજન સવારે અથવા સાંજે કરવાની શાસ્ત્રીય મિમાંસા

સવારે અથવા સાંજે શ્રી વિષ્ણુ ભગવાનની પ્રગટ રૂપની લહેરો ગાયમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. આ લહેરો શ્રી વિષ્ણુ ભગવાનની અપ્રગટ લહેરોને ૧૦ ટકા વધારે પ્રમાણમાં વેગવાન બનાવે છે. તેથી ગોવત્સબારસનું ગોપૂજન સર્વસામાન્ય રીતે સવારે અથવા સાંજે કરવાનું કહેવામાં આવ્યું છે.

 

ગોવત્સબારસથી થનારા લાભ

ગોવત્સબારસને દિવસે ગોપૂજન કરીને તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. તેથી વ્યક્તિમાં લીનતાની વૃદ્ધિ થાય છે. તેનાં ફળસ્વરૂપે થોડા ક્ષણો માટે તેનો આધ્યાત્મિક સ્તર વધે છે. ગોપૂજન વ્યક્તિને ચરાચરમાં ઈશ્વરીય તત્ત્વનું દર્શન કરવાની શિખામણ આપે છે.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ  તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રત

Leave a Comment