સાર્વજનિક શ્રી ગણેશોત્સવ : કેવો ન હોવો અને કેવો હોવો જોઈએ ?

શ્રી ગણેશોત્સવ હિંદુઓનો મહારાષ્ટ્રમાં રહેલો સૌથી મોટો સાર્વજનિક ધાર્મિક ઉત્સવ છે. હિંદુઓમાં ધર્મનિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ઠા વૃદ્ધિંગત થાય અને બ્રિટીશોની કુટિલ નીતિને કારણે ભાંગી પડેલા અને દિશાહિન થયેલા હિંદૂ સમાજના સંગઠીકરણને સહયોગ મળે, એ ઉદાત્ત હેતુથી લોકમાન્ય તિલકએ વર્ષ ૧૮૯૪માં પુના ખાતેના વિંચૂરકર વાડામાં શ્રી ગણેશમૂર્તિની સ્થાપના કરીને સાર્વજનિક શ્રી ગણેશોત્સવ ચાલુ કર્યો હતો.

પણ વર્તમાનમાં સાર્વજનિક ગણેશોત્સવમાં થનારા વિવિધ ગેરપ્રકાર અને શિસ્તવિહોણાં વર્તનને કારણે સાર્વજનિક ગણેશોત્સવનો મૂળ હેતુ નેવે મૂકવાની સાથે જ ઉત્સવમાંની પવિત્રતા પણ લોપ પામી રહી છે.  શ્રી ગણેશોત્સવ કેવો ન હોવો અને કેવો હોવો જોઈએ એની થોડા પ્રમાણમાં જાણ આગળ આપેલાં સૂત્રો દ્વારા ધ્યાનમાં આવશે.

 

ઉત્સવમાં કઈ બાબતો ન હોવી જોઈએ?

૧. બળજબરીથી ઉઘરાવેલો ફાળો

૨. અશાસ્ત્રીય રૂપમાંની મૂર્તિ

અ. ‘પ્લાસ્ટર ઑફ પૅરિસ’ની બનાવેલી મૂર્તિ

આ. ચિત્રવિચિત્ર રૂપમાંની મૂર્તિ

ઇ. પ્રમાણ બહાર મોટા આકારમાંની મૂર્તિ

૩. ઉત્સવમંડપ સાથે સંબંધિત અનુચિત પ્રકાર

અ. મંડપ બનાવવામાં જ્વાલાગ્રહી વસ્તુઓનો ઉપયોગ

આ. મૂર્તિનો શણગાર, વિદ્યુત ઝગમગાટ (રોષણાઈ) અને સંગીત રોષણાઈ પર થનારો અમાપ વ્યય

ઇ.  મંડપમાં જુગાર રમવો અને મદ્યપાન કરવું

૪. વેપારી હેતુથી કરેલી વિજ્ઞાપનો દ્વારા થનારું વિડંબન

ઉદા. ઝંડુ બામ’ લગાડનારા,  ‘કાયનેટિક પરથી’ જનારા, આનાં જેવાં રૂપોમાં ગણેશને પ્રદર્શિત કરવા

૫. સમાજવિઘાતક વાતોનો પ્રસાર

સિગારેટ, ગુટખા જેવા હાનિકારક પદાર્થોના ઉત્પાદકો દ્વારા દેણગીઓ સ્વીકારવી અને એવાં ઉત્પાદનોમાંની જાહેરખબરોમાંના સંદેશ દ્વારા સમાજને વ્યસનાધીન બનાવવામાં સહભાગી થવું

૬. સમાજમન પર અયોગ્ય સંસ્કાર કરનારું પ્રસારણ

અ. ચલચિત્રોનાં ગીતો, ચલચિત્રોમાંના સંગીત પર / ગીતોના ઢાળ પર આધારિત દેવતાઓની આરતીઓ ઇત્યાદિની ધ્વનિચકતીઓ (ઑડિઓ સીડી) લગાડવી

આ. વાદ્યવૃંદ, રેકૉર્ડ ડાન્સ જેવા સંસ્કૃતિહિન કાર્યક્રમોનું આયોજન કરવું

૭. ચલચિત્ર ગીતો, સંગીત રજની ઇત્યાદિઓને કારણે થનારું ધ્વનિપ્રદૂષણ

૮. સરઘસમાં થતા અનુચિત પ્રકાર

અ. પદચારી, વાહનો ઇત્યાદિને વિલંબ કરનારું ધીમી ગતિએ ચાલનારું સરઘસ,

આ. સખતાઈથી ગુલાલ લગાડવો,

ઇ. મદ્યપાન,

ઈ.  બીભત્સ નાચ,

ઉ.  મહિલાઓ સાથે અસભ્ય વર્તન,

ઊ.  કાન ફૂટી જાય તેવા ફટાકડા,

એ.  રાત્રે ૧૦ પછી સરઘસ

૯. ગુંડાઓનો સહભાગ

૧૦. ભ્રષ્ટાચારી રાજકારણીઓનું વર્ચસ્વ

 

ઉત્સવમાં કઈ બાબતો હોવી જોઈએ ?

૧. મૂર્તિશાસ્ત્ર અનુસાર મૂર્તિની સ્થાપના

૨. પૂજાસ્થાન પર અને ઉત્સવમંડપમાં અનુશાસન (શિસ્ત) અને પવિત્રતા

૩. ધાર્મિક વિધિ અને દેવતાઓનો અધ્યાત્મશાસ્ત્રીય
અર્થ સમજી લઈને ઉત્સવકાર્ય સેવા તરીકે કરનારા કાર્યકર્તાઓ

૪. સમાજસહાયતા, રાષ્ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ કરનારા કાર્યક્રમો

અ.  પ્રવચનો

૧. ધર્મ, સાધના, ગુરુ, શિષ્ય જેવાં આધ્યાત્મિક વિષયોને લગતાં પ્રવચનો

૨. ભ્રષ્ટાચાર, જાતિયવાદ, આતંકવાદ, પ્રાંતીયવાદ ઇત્યાદિની જનતાને જાણ કરાવી આપનારાં પ્રવચનો

૩. ગુટખા, માવો, મદ્યપાન, એડ્સ ઇ.ના સંબંધમાં જનજાગૃતિ કરનારાં વ્યાખ્યાનો

આ. સંગીત અને ભજનપોવાડા, શાસ્ત્રીય સંગીત અને સંતોનાં ભજનો
ઇ.  નાટક અને પથનાટ્ય  દેશભક્તિ અથવા સામાજિક સમસ્યાઓ પર આધારિત
ઈ.  રાષ્ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિના સંદર્ભમાંના વિષયો પર  કાર્યક્રમ

૫.  અધ્યાત્મપ્રસાર, ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય કાર્ય માટે મોટાભાગના ફાળાનો ઉપયોગ

 ૬. ધર્મપ્રસાર અને ધાર્મિક કાર્યોમાં કાર્યકર્તાઓનો સમગ્ર વર્ષ દરમિયાન સહભાગ

શ્રી ગણેશોત્સવોની સંખ્યા મર્યાદિત હોવી  ‘એક ગામ – એક ગણપતિ’ અને નગરમાં (શહેરમાં) ‘એક  વિભાગ – એક ગણપતિ’ આ સૂત્ર પાળવું.

 

ઉત્સવમાં થતાં ગેરપ્રકાર દૂર થઈને, ઉત્સવ આદર્શ રીતે
ઊજવાય એ માટે સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિ કરી રહેલા પ્રયત્નો

૧. વિવિધ ગેરપ્રકારો છડેચોક લાવવા

૨. ગેરપ્રકારો રોકવા બાબતનાં ભીંતપત્રકો અને ફલકો લગાડવા

૩. ગણેશોત્સવ મંડળોને ભેટ આપીને તેમને ગેરપ્રકાર રોકવા વિશે કહેવું

૪. પ્રબોધનપર ફલકો લખવાં

વર્ષ ૨૦૧૨માં ગણેશોત્સવના સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોમાં ૬૪૧ સ્થાનો પર આવાં ફલકો લખવાનું નિયોજન કરવામાં આવ્યું.

૫. ધર્મશિક્ષણ ફલક લગાડવાં, તેમજ ક્રાંતિકારીઓનો ઇતિહાસ કહેનારા અને  નિર્મિત કાશ્મીરી હિંદુઓ પર અત્યાચાર દર્શાવનારું પ્રદર્શન લગાડવું

વર્ષ ૨૦૧૨માં ગણેશોત્સવ દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક અને દેહલી રાજ્યોમાં ૧૫૦ ઠેકાણે આવું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું.

૬. સામાજિક સંગઠનાઓ, પ્રશાસકીય અધિકારી અને પોલીસને ગેરપ્રકારોના વિરોધમાં કૃતિ કરવાની વિનંતિ કરવી

૭. મૂર્તિશાસ્ત્ર અનુસાર મૂર્તિ બનાવવા વિશે મૂર્તિકારોનું પ્રબોધન કરવું

૮. ગણેશનું ઉપાસનાશાસ્ત્ર અને શ્રી ગણેશોત્સવ આદર્શ રીતે ઊજવવો આ વિષયો પર પ્રવચનો આયોજિત કરવાં

૯. વર્ષ ૨૦૧૨માં ગણેશોત્સવ દરમિયાન ભારતમાં ૫૧ કેબલ વાહિનીઓ દ્વારા ૩૫,૧૯,૦૦૦ દર્શકો સુધી  શાસ્ત્રીય પદ્ધતિથી કેવી રીતે ઊજવવો આ વિષય એમાંની કેટલીક ધ્વનિચિત્ર-ચકતીઓ દ્વારા પહોંચાડવાનું નિયોજન કરવામાં આવ્યું.

૧૦. પ્રબોધન પર નાટિકા પ્રસ્તુત કરવી

૧૧. આકાશવાણી પરથી વાર્તાલાપ (મુલાકાત) અથવા પ્રવચન આપવું

૧૨. વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ સંદર્ભમાંના વિષયો પર  કાર્યક્રમૃ  આયોજિત કરવા

 

દેવાલયની પવિત્રતા જાળવવી અને તે વિશે જાગૃતિ કરવી
શ્રી ગણપતિના, તેમજ અન્ય દેવતાઓનાં દેવાલયોમાં થનારા ગેરપ્રકાર ટાળવા.

અ. દર્શન માટે ભીડભાડ કરવી નહીં. હરોળમાં અને શાંતિથી દર્શન કરવા. શાંતિથી ભાવપૂર્ણ દર્શન કરવાથી દર્શનનો સાચો લાભ મળે છે.

આ. દેવાલયમાં અથવા ગર્ભગૃહમાં ઘોંઘાટ કરવો નહીં. ઘોંઘાટને કારણે દેવાલયમાંની સાત્વિકતા ઓછી થાય છે, તેમજ દર્શનાર્થીઓ, નામજપ કરનારાઓ અથવા ધ્યાન ધરીને બેઠેલા ભાવિકોને પણ તેનો ત્રાસ થાય છે.

ઇ. ઘણીવાર ભગવાન સામે પૈસા મૂકવાનો પુષ્કળ આગ્રહ કરવામાં આવે છે. તેને બલિ ચડવાને બદલે નમ્રતાથી ના પાડવી.

ઈ. મંદિર પરિસર સ્વચ્છ રાખવો. પ્રસાદપડીકાંના ખાલી કાગળ, નારિયેળના કાચલાં ઇત્યાદિ વસ્તુઓ પરિસરમાં જોવા મળે તો તે તરત જ ઉપાડીને કચરાપેટીમાં નાખવી.

દેવાલયમાંની સાત્વિકતા જાળવવી, એ પ્રત્યેક ભાવિકનું કર્તવ્ય જ છે; તેથી ઉપર જણાવેલા ગેરપ્રકારો વિશે દેવાલયમાં આવનારા ભાવિક, તેમજ દેવાલયના પુજારી, વિશ્વસ્ત ઇત્યાદિઓનું નમ્રતાથી પ્રબોધન કરવું.

 

દેવતાઓનું વિડંબન રોકવું

વર્તમાનમાં દેવતાઓનું વિવિધ પ્રકારોથી વિડંબન થાય છે, યાખ્યાનો, પુસ્તકો ઇત્યાદિ દ્વારા દેવતાઓ પર ટીકા કરવામાં આવે છે; દેવતાઓનો પહેરાવ કરીને ભીખ માંગવામાં આવે છે, વેપારી હેતુથી જાહેરખબરોમાં દેવતાઓનો  તરીકે ઉપયોગ કરાય છે. નાટક-ચલચિત્રોમાં પણ વિડંબન થાય છે. ફટાકડાઓ પર પણ દેવતાઓનાં ચિત્રો છાપવામાં આવે છે.તે ફોડવાથી તે ચિત્રોનાં લીરેલીરા ઉડે છે. એ પણ એક રીતે દેવતાઓનું વિડંબન જ પુરવાર થાય છે.

 

દેવતાઓનું વિડંબન રોકવું, એ સમષ્ટિ સ્તર પરની ઉપાસના

દેવતાઓની ઉપાસનાના મૂળમાં શ્રદ્ધા હોય છે. દેવતાઓનું કોઈપણ પ્રકારનું વિડંબન એ શ્રદ્ધા પર પ્રહાર કરે છે. તેને કારણે ધર્મહાનિ પુરવાર થાય છે. ધર્મહાનિ રોકવી એ કાળને અનુસરીને આવશ્યક એવું ધર્મપાલન છે. તે દેવતાની સમષ્ટિ સ્તર પરની ઉપાસના જ છે. આ ઉપાસના કર્યા સિવાય દેવતાની ઉપાસના પૂર્ણ થઈ જ શકે નહીં. તે માટે ગણેશભક્તોએ પણ આ વિશે જાગૃત થઈને ધર્મહાનિ રોકવી જોઈએ.

 

દેવતાઓનું વિડંબન રોકવા માટે આ કરવું !

૧.  દેવતાઓનાં નગ્ન / અશ્લીલ ચિત્રો દોરીને તેમનું જાહેરમાં વેચાણ કરનારા હિંદુદ્વેષીઓ અને આવાં ચિત્ર-પ્રદર્શનોનો નિષેધ કરવો !

૨.  દેવતાઓનું વિડંબન કરનારી જાહેરખબરો રહેલાં ઉત્પાદનો, વૃત્તપત્રો અને કાર્યક્રમો, ઉદા. નાટકોનો બહિષ્કાર કરવો !

૩.  દેવતાઓનો પહેરવેશ કરીને ભીખ માંગનારાઓને રોકવા !

૪.  દેવતાઓનાં વિડંબનને કારણે ધાર્મિક ભાવનાઓ દુભાવી હોવાની તકરાર નોંધાવો !

સંદર્ભ:  સનાતન સંસ્થાનો ગ્રંથ અને લઘુગ્રંથ ‘શ્રી ગણપતિ’

Leave a Comment